Gujarati / English

સંવત ૧૯૮૨ના આસો માસમાં બાપાશ્રીએ વૃષપુરમાં અનંત જીવોને દર્શન દેવાનો સંકલ્પ કરીને મંદવાડ ગ્રહણ કર્યો હતો. તે મંદવાડનો કાગળ આવવાથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, આદિ અમદાવાદના; તથા મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી, આદિ ઘણાક સંતો; તથા શેઠ બળદેવભાઈ, ડૉ. મણિલાલભાઈ, નાગરદાસભાઈ તથા માસ્તર કેશવલાલભાઈ, આશાભાઈ, શંકરભાઈ, બાલુભાઈ, જેઠાભાઈ, બહેચરભાઈ વગેરે અમદાવાદ દેશના; તથા ઝાલાવાડ, પાટડી, સુરત, કરાંચી આદિ દેશ-દેશાંતરના હરિજનો દર્શને ગયા. એ સર્વે બાપાશ્રીનાં દર્શન કરી સેવામાં રોકાયા. પુરાણી કેશવપ્રિયદાસજી, શ્રીરંગદાસજી તથા મોતીભાઈ તો પ્રથમથી જ સેવામાં હાજર હતા.

તે વખતે બાપાશ્રીએ ચોકમાં ચંદની બંધાવેલી ત્યાં કથા-વાર્તા થતી હતી. જ્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિક સંતો-હરિભક્તો આવ્યા ત્યારે બાપાશ્રીને શરીરે મંદવાડ ઘણો હતો તે જોઈ સૌ ઉદાસ થઈ ગયા. ત્યારે બાપાશ્રીએ હિંમત આપીને કહ્યું કે, “મંદવાડ જતો રહેશે. તમે કોઈ મૂંઝાશો નહિ.” એમ કહી શરીરે સુવાણ બતાવી.

આસો વદ-૪ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “આ મંદવાડ કાઢી મૂકવા દયા કરો.”

ત્યારે પોતે દયા કરીને બોલ્યા જે, “આ અમારો મંદવાડ છે તે સર્વેને દર્શન દેવા નિમિત્તનો છે. અમે મંદવાડ ગ્રહણ કર્યો તેથી જેમ સમુદ્રમાં નદીઓ હડેડાટ આવે છે તેમ તમે સર્વે હડેડાટ આવીને ભેગા થઈ ગયા. કોઈને તેમાં સંશય થાય નહિ જે આ વારેવારે કેમ આવે છે,  એટલા સારુ આ મંદવાડ નિમિત્તરૂપ છે. ભુજના સંતો બધા આવી ગયા અને જે ન આવી શક્યા હોય તેને પણ એમ થાય જે આપણે રહી ગયા એમ જાણીને સર્વે દર્શને આવે છે અને છેલ્લીવારે ઓહલો પણ આવી ગયો. આ રીતે હેત-રુચિવાળા સર્વેને દર્શન દેવા આ મંદવાડ છે.”

બીજે દિવસે સવારમાં વૃષપુરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ત્રણે અવસ્થામાં મૂર્તિ અખંડ રાખવી. રસના આદિકમાં લેવાવું નહિ; એ તો બીજો જન્મ ધરાવે તેવું પાપ છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! બધાને ખેંચી ખેંચીને મૂર્તિમાં લઈ જજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શું મુંડાવાને આવ્યા છીએ?  એ જ કરવા આવ્યા છીએ, પણ જીવ મહારાજને તથા અમને ઓળખતા નથી તેથી સાધનનો ભાર રહે છે. ઓળખ્યા વિના શું થાય? ઓળખાય તો બધુંય થાય. આ બહેચરભાઈના બાપ શંકરભાઈ અમને ઓળખતા નહોતા તે વખતે બહેચરભાઈ અહીં આવતા તેમને તે ઘણું લડતા. અને અમને ઓળખ્યા તો હવે પોતે પણ આવે છે.”

પછી શંકરભાઈ બોલ્યા જે, “બાપા! મને આગબોટમાં બીક લાગતી હતી, જે આ બહુ ડોલે છે તે ડૂબી જશે કે શું? એવો સંકલ્પ થયો ત્યાં તો આપ આંગડી પહેરેલી, માથે પાઘ ધારણ કરેલી, કેડ બાંધેલી અને હાથમાં લાકડી, એવા આગબોટમાં ફરતાં દેખાયા ને બોલ્યા જે, “ડોસા! બીશો નહિ. આગબોટ ડૂબવા નહિ દઈએ; અમે તમારા ભેળા છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા તેથી બીક મટી ગઈ. તમે આગબોટમાં એવાં દર્શન આપ્યાં હતાં ને અહીં તો આમ સૂતા છો.”

પછી શંકરભાઈનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા જે, “આ મંદવાડ દેખાવા માત્ર છે. અમે તો અનંત જીવનો મંદવાડ મટાડવા આવ્યા છીએ.”

પછી શંકરભાઈ બોલ્યા જે, “બાપા! હાથ ઝાલ્યો છે તે મૂકશો નહિ હો!”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સારુ ડોસા! નહિ મૂકીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને સૂતાં સૂતાં બાઝી પડ્યા ને બોલ્યા જે, ‘મારી સંભાળ લીધી, સંભાળ લીધી.’ એમ બોલતાં અતિ હેત જણાવ્યું. પછી બોલ્યા જે, “અમારો આરો કરજો; એટલે કે આ ને આ ફેરે મહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજી લેજો.”

ત્યારે સ્વામી બોલ્યા જે, “તમારો આરો તો બધાય મૂર્તિમાં આવી રહે ત્યારે જ થાય ને?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા, એ જ. સર્વે મૂર્તિમાં આવે તો અમારો આરો આવે. આજ તો અમે ખંપાળી નાખવા આવ્યા છીએ. લાંપડામાં ઝાકળ આવે અને ખંપાળી નાખીએ તોપણ રહી જાય તેનું શું કરવું! ભટુ (ડુંગર)માં ને કાંટામાં રખડીએ છીએ પણ જીવને સુખિયા કરવા આવ્યા છીએ એમ જાણતા હોય તે જાણે. આ લોકમાં કાંઈ કામ નહિ આવે; ઓચિંતાનું ચાલવું પડશે. સ્વામિનારાયણ પોતે લેવા આવ્યા હોય તેનો પણ વિશ્વાસ આવે નહિ તેનું શું કરવું? શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મહા અનાદિને પણ તે દિવસ માનતા નહિ; આજ હવે હાથ ઘસે છે તથા સંભારે છે. સદ્. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક રમણ મહારાજનાં છે તે મહારાજની મૂર્તિમાં જોડે છે. અમારે પણ મહારાજની મૂર્તિમાં જોડવા એ જ કામ છે; બીજું નથી, પણ ઓળખાય છે? ત્રણ મહિનાથી માંદા છીએ, દેહમાં કાંઈ રહ્યું નથી, તોપણ આ બાવા ખપે છે. ‘આ ગામ પધારો, આ ગામ પધારો’ એમ સૌ આગ્રહ કરે છે એથી આવા માંદા છીએ તોપણ બધે જીવના કલ્યાણ અર્થે રખડીએ છીએ. માટે હરિભક્તો! સમજજો. અમે કોઈ દિવસ ગળ્યું-ચીકણું, ખાંડ-ગોળ આદિ કાંઈ જમ્યા નથી. અમે તો આનંદઘન અને સુખરૂપ છીએ.”

એમ કહીને બોલ્યા જે, “જેને ત્રણે અવસ્થામાં શ્રીજી  મહારાજની મૂર્તિને વિષે નિષ્ઠા નથી આવતી તેને ઘણી ખોટ આવે છે ને તે મોટી ભૂલ છે.”  II ૧ II

 

In Saṁvat 1982, in the month of Āso, Bāpāśrī adopted illness with a view to giving darśan to infinite people in Vṛṣpur. On receiving a letter about this illness, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. of Amdāvād; and Purāṇī Dharmakiśordāsjī, Swāmī Śvetvaikuṇṭhdāsjī, Swāmī Devjīvandāsjī, etc. many saints of Muḷī; and Śeṭh Baḷdevbhāī, Dr. Maṇīlālbhāī, Dr. Nāgardāsbhāī and Keśavlālbhāī who was a teacher, Āśābhāī, Śaṅkarbhāī, Bālubhāī, Jeṭhābhāī, Becharbhāī etc. of Amdāvād; and devotees of Zālāwāḍ, Pāṭḍī, Surat, Karāchī and from other various places went to Vṛṣpur for darśan of Bāpāśrī. After having Bāpāśrī’s darśan, they all stayed back there for Bāpāśrī’s service. Purāṇī Keśavpriyadāsjī, Śrīraṅgdāsjī and Motibhāī were already there in Bāpāśrī’s service. At that time Bāpāśrī got the pandal erected in the square where kathā-vārtā was being held. When Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī etc. saints and devotees came, Bāpāśrī was seriously ill. So they became sad. Bāpāśrī gave them courage and told, “I would let the illness go away soon. Do not worry for me.” Saying so Bāpāśrī showed some recovery from illness.          On the day of Āso Vad 4th Swāmī Īśvarcharaṇadāsjī requested Bāpāśrī to show his mercy by driving away his illness. Then Bāpāśrī said with compassion, “My illness was meant for giving darśan to all. As I invited illness, all of you rushed here soon, just as rivers rush to the sea. I accepted this illness as an excuse so that now nobody would doubt the reason of your coming here often. All the saints of Bhuj had come and those who could not come may be feeling that they could not go. Knowing thus, all came for darśan and at last that fellow (Śaṅkarbhāī) also came. Thus, this illness is meant to give darśan to all who have affection for me and inclination similar to mine.”

          On the next morning, in the temple of Vṛṣpur, Bāpāśrī showing favour began his speech, “In all the three states we should hold on to Mūrti constantly and should not yield to the taste sensation of the toungue because such yield is a sin which can be the cause of further births.” Then Swāmī Īśvarcharaṇadāsjī prayed, “Bāpā! Please draw all of us in Mūrti.” Then Bāpāśrī agreed, “What have I come on this earth for? I have come for that very purpose, but jīva does not know me and Mahārāj, so it emphasises on spiritual efforts. What is the use of it, if jīva does not recognise us? If it recognises, everything is possible. Śaṅkarbhāī, father of Becharbhāī, did not recognise me so when Becharbhāī used to come here he used to scold him; and now as he has recognised me he himself comes here.” Then Śaṅkarbhāī said, “Bāpā! When the steamer started swaying, I was much afraid lest it should get drowned. As soon as that saṅkalpa occurred, you appeared in the steamer with a stick in your hand, the waist tied with a cloth, a turban on your head and āṅgaḍī on your body. You said to me, ‘O old man! Do not be afraid; I will not let the steamer sink. I am with you.’ Saying so you disappeared and I became fearless. You gave such darśan in the steamer and here you are sleeping like this.” Then Bāpāśrī held Śaṅkarbhāī’s hand and said, “This illness is only for show. Conversely, I have come to cure the illness of infinite jīvas.”  Śaṅkarbhāī said, “Bāpā! You have held my hand and now do not leave it.” Bāpāśrī said, “O.K. Old man; I will not leave.” Bāpāśrī embraced Īśvarcharaṇadāsjī while being in the bed and said, “You have taken my care, much care.” Saying so, he expressed much love. Then Bāpāśrī said, “See that everything is completed during my present birth- try to understand the knowledge of Mahārāj’s form during my present birth.” Swāmī said, “It can only be completed when all come in Mūrti.” Bāpāśrī said, “Yes! When all come in Mūrti, I can be free. I have come to draw all in Mūrti, even then if some one is left out because of his laziness, what can be done about them! There are very few who know that though I roam about in hills and in thorns I have come to make jīva happy. Nothing in this world is of any use and we shall have to leave this body any moment. Even if Swāmīnārāyaṇa Himself comes to fetch but if one has no trust, what is to be done of him? Even great anādi mukta like Gopālānaṅd Swāmī was not trusted during his time, but now they feel sorry and remember him. Sadguru Brahmānaṅd Swāmī, Nityānaṅd Swāmī, etc. were beloved of Mahārāj and they got the devotees attached to Mūrti. My work is also to get devotees attached to Mūrti- there is no other work. But is it known so?  For the last three months I have been ill, the body has become weak even then I am needed. Everybody insists to visit his village. Even though there is such illness, I wander from place to place for the welfare of jīvas. Devotees! Therefore try to understand. I have never tasted sweet or fatty items, sugar, jaggery, etc.  I am full of joy and full of happiness.” Bāpāśrī further said, “The one who does not have faith in Mūrti in all three states is  in great loss and it is also a big mistake. || 1 ||