Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજે સમ ખાઈને કહ્યું છે કે, ‘આ સભા અક્ષરધામની છે’ તે દિવ્ય દૃષ્ટિએ દેખાય છે. આ સભાનો તથા મહારાજનો મહિમા ને સુખ કોઈ અનુમાને કરીને કહે છે,  કોઈ પ્રમાણ કરીને કહે છે, કોઈ દેખીને કહે છે; તેમાં જે સાક્ષાત્ દેખીને કહે છે તે ખરું છે.

“તે સાક્ષાત્  દેખાનારા  આ સભામાં બેઠા છે, ભેળા મહારાજ પણ સાક્ષાત્ બિરાજે છે. જેમ દ્રવ્ય હોય તેમાં ઘી, સાકર આદિ વસ્તુ રહી છે તેમ એવા મોટા મુક્ત હોય ત્યાં મહારાજ સાક્ષાત્ બિરાજતા હોય;  તે ખોળે તો હાથ આવે. માટે જોગ સારો છે,  વખત સારો છે તેથી આ કામ અવશ્ય કરી લેવું. આ જોગ તો અક્ષરને પણ નથી; કેમ કે અક્ષર ઐશ્વર્યમાં એટલે જ રહે છે; તેથી આગળ ગતિ નથી. તેથી પર એકાંતિક છે, ત્યાં સુધી અવરભાવ છે. તેના ઉપર પરમ એકાંતિક છે તે પરભાવમાં છે. અને જે અનાદિમુક્ત છે તે તો તેથી પણ પરભાવમાં છે. તેની સ્થિતિ કરવાની પૂરી થઈ રહી.

“એવા અનાદિમુક્ત અનંત કોટિ દિવ્ય સાકાર રૂપ થકા મૂર્તિમાં રહ્યા છે. એવું એ મૂર્તિનું અપારપણું છે. માટે મૂર્તિનું બીજ સર્વે વાતમાં વારે વારે લાવવું, પણ વાતોને નોરે મૂર્તિથી બહાર નીકળી જવું નહીં. મૂર્તિથી બહાર નીકળે તો માર ખાય છે. માટે માળા, માનસી પૂજા, કથા, વાર્તા, ધ્યાન એ સર્વેમાં મૂર્તિ મુખ્ય રાખવી. આ મુક્ત આદિ જેવા જણાય છે, પણ આદિ નથી; અનાદિમુક્ત છે. એવા મોટાનો જોગ કરી લેવો ને મૂર્તિમાં સદા રસબસ રહેવું, પણ મૂર્તિથી બહાર નીકળવું નહીં. આપણે  નિજમંદિર કરવું એટલે કે મૂર્તિમાં જ રહેવું. તે નિજમંદિર ક્યારે થાય? તો જ્યારે મોટા  અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખીને વર્તે તો થાય. તે આત્મબુદ્ધિની વાત જબરી છે.

“આજ મહારાજ તથા અનાદિમુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે. જો ખરું હેત હોય તો તેને મહારાજ પોતે હેતે કરીને ખેંચે છે. આ સભામાં મહારાજ અને મુક્ત  બેઠા છે, આ સંત દિવ્યમૂર્તિ છે, આ સભા ધામની છે, આ સંત સાક્ષાત્ મહારાજ ભેળા રહ્યા થકા દેખાય છે, આ સંત બહુ જબરા છે. તે ઓળખવા લોકાલોક જેવડી જબરી ઘાંટી છે તેથી પ્રત્યક્ષ ભેળા બેઠા હોય, પણ પરોક્ષ જેવો પ્રત્યક્ષનો મહિમા સમજાતો નથી.”

પછી એમ વાત કરી જે, “ચાર પ્રકારનો પ્રલય મહારાજની ઈચ્છા પ્રમાણે થાય છે. તેમાં જ્ઞાનપ્રલય તો પુરુષપ્રયત્ને કરીને થાય તે જ્ઞાનપ્રલય સદા રહે છે અને ચૈતન્યની મૂર્તિ થાય એટલે મહારાજના અનુભવજ્ઞાને કરીને અનાદિમુક્ત થાય છે. તેવા અનાદિમુક્તનો ને મહારાજનો દ્રોહ કરે તો તે દિવ્ય ગુણ પામેલો હોય તોપણ નાશ પામી જાય. જેમ મંદિરનો દ્રોહ કરે તે ભેળો મહારાજનો દ્રોહ થાય તેમ. આત્યંતિક  મોક્ષ તો મોટાની કૃપાએ જ થાય, કારણ કે પોતે દિવ્ય મૂર્તિ છે. સત્સંગમાં પ્રસાદીનાં ચરણારવિંદમાં પણ કેટલાકને ખેંચતાણ થાય છે. તેનું કારણ કે એ દિવ્ય વસ્તુ છે, પણ પોતાના ચૈતન્યમાં મૂર્તિ પધરાવે તો લાખો-કરોડો ચરણારવિંદની જોડું થાય, તે ખૂટે નહિ; માટે આત્માને વિષે મહારાજ પધરાવીને પરમ એકાંતિક થવું, તો તેને પછી મહારાજ તથા અનાદિમુક્ત મૂર્તિના સુખમાં ખેંચી લે છે.

“સર્વે સંત અક્ષરધામમાં બેઠા છો એટલે કે વનમાં બેઠા છો, પણ રાજ્યમાં નથી. મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય તમારો ભાગ નથી, એમ જાણવું અને જે મૂર્તિમાં રહેતા હોય તેમનો જોગ કરવો. તેવા મોટા આજ સત્સંગમાં દયા કરી દર્શન આપે છે. આ સભા તથા આ સંત તે દિવ્ય ચૈતન્યબ્રહ્મની મૂર્તિઓ છે. તેમની અખંડ સ્મૃતિ રાખવી. સમાધિ કરતાં અખંડ સ્મૃતિ વિશેષ છે, કેમ જે સમાધિવાળાને સમાધિ થાય ત્યારે સુખ, પછી ખાલી; માટે અખંડ સ્મૃતિવાળાને મૂર્તિ ન દેખાય તોપણ અધિક છે.

“આપણે તો સદાય દિવ્ય ભાવ રહે એવી મહારાજને પ્રાર્થના કરવી, તો મહારાજ તથા મોટા અનાદિ રાજી થાય છે. જો અનાદિમુક્તની કૃપાસાધ્યમાં પડ્યો રહે તો એ મૂર્તિના સુખમાં લઈ જાય, માટે કૃપાસાધ્યમાં કામ બહુ થાય છે. મોટા અનાદિમુક્ત આ સભામાં પ્રત્યક્ષ બેઠા છે ને પોતે કહે છે, પણ પરોક્ષ નથી; મોટાનો મહિમા વાચ્યાર્થ જાણે તો કામ ન થાય, પણ જો લક્ષ્યાર્થ જાણે તો કામ પૂરું થઈ જાય.

“અત્યારે શરદ ઋતુ ચાલે છે, તેમાં ફળ થાય છે. જેમ  ચાર યુગના ફળ થાય છે તેમ મોટા અનાદિના શબ્દ  હેત-વિશ્વાસથી સાંભળે તો ભાગવતી તનુરૂપ ફળ થાય છે. મોટાની વાતોમાં કેટલાકનાં હાડકાં વિંધાય જાય છે, પણ નિશ્ચય નથી તેથી મહિમા જણાતો નથી, શ્રધ્ધા આવતી નથી; માટે તર્ક કરે તો મોક્ષ ન થાય. પણ જો લક્ષ્યાર્થ મહિમા જણાય તો તેનું ભાગવતી તનુ બંધાઈને  કિશોર અવસ્થા આવે છે અને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થાય છે તેમાં સ્વામી-સેવકપણું  દૃઢ રહે છે ને પુરુષોત્તમના જેવો આકાર થાય છે. અને અક્ષરાદિક સર્વેને વિષે તો શ્રીજી મહારાજનું તેજ અન્વયપણે રહ્યું છે. મુક્ત તો નકરું મૂર્તિનું સુખ ભોગવે છે; માટે આપણે ખૂબ જમી લેવું.”

એમ વાત કરી રહ્યા પછી પોતે બીજે દિવસે ક્ચ્છમાં જવાની ઈચ્છા બતાવી ને હરિભક્તોને કહ્યું જે, “અમારે આ વખતે આઠ દિવસ રહેવાનું હતું, પણ પંદર દિવસ થવા આવ્યા. હવે કાલે અમારે જવું છે.”

તે વખતે લાલુભાઈ, મહાદેવભાઈ, દેવજીભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિભાઈ, માસ્તર પ્રભાશંકરભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિક હરિભક્તોએ વિનંતિ કરી જે, “બાપા! હજી આઠ દિવસ રોકાઓ તો સારું; કેમકે ઘણા હરિભક્તો દર્શન-સેવા-સમાગમના પ્યાસી રહી ગયા છે. તમે દયા કરીને પધાર્યા છો તેમ દયા કરી આઠ દિવસ વધુ રહો તો રાજી થઈએ.”

ત્યારે બાપાશ્રી કહે, “આઠ દિવસ વધુ રહીએ કે અખંડ રહીએ, બેમાં ક્યું સારું?”

સ્વામી સામું જોઈને કહે, “બોલો સંતો! તમને કેમ લાગે છે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! આપ જેમ રાજી થાઓ તેમ કરો. આઠ દિવસ વધુ રોકાશો તોપણ અખંડ રહ્યા વિના ક્યાં ચાલે તેમ છે? જ્યાં મહારાજ ત્યાં આપ છો તે  મહારાજ ક્યે ઠેકણે ન હોય? મહારાજ તો સર્વત્ર છે તેમ આપનું પણ એવું છે. માટે જેમ ઠીક લાગે તેમ કરો.”

તે વખતે બાપાશ્રીની મરજી ક્ચ્છમાં પધારવાની જાણી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કોઈ સંતોએ વધુ આગ્રહ કર્યો નહીં.

હરિભક્તોને કહ્યું કે, “તમો કરાંચીવાળા હરિભક્તોએ ઘણા લહાવ લીધા. બાપાશ્રીએ પણ તમને સર્વેને પોતાના જાણી ન્યાલ કરી મૂક્યા છે. હવે તો જેમ મૂર્તિમાં રાખ્યા છે તેમ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવજો. મૂર્તિ ભેળા અનંત અનાદિમુક્ત રસબસભાવે એ સુખ લીધા જ કરે છે.  વર્તમાન કાળે બાપાશ્રી એ દિવ્ય સુખ પમાડવા  દૃષ્ટિગોચર વર્તે છે. ગામોગામ ફરી જે જે શરણે આવે છે તેને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનો જ એમનો ઠરાવ છે. માટે તમો જેમ બાપાશ્રી રાજી થાય એમ રાજી રહો.

“જુઓને! બાપાશ્રીની આ શહેરના હરિભક્તો ઉપર કેટલી દયા છે! તેથી દિવ્ય રૂપે મહારાજની મૂર્તિમાં તો બાપાશ્રી અખંડ રહ્યા છે, પણ આ તો સૌને દેખાય કે બાપાશ્રી પધાર્યા અને આઠ દિવસ રહ્યા કે દસ-પંદર દિવસ રહ્યા; આમ લહાવ લીધા, આવા આશીર્વાદ મળ્યા. એવી રીતે આ શહેરમાં બાપાશ્રીએ ચાર વખત પધારી દર્શન આપ્યાં તેમાં પ્રથમ ૧૯૬૭ની સાલમાં, પછી વળી ૧૯૭૨માં, ત્રીજી વખત ૧૯૭૯ અને આ વખતે ૧૯૮૩માં; એમ ચાર વખત બાપાશ્રીએ  પ્રત્યક્ષ નાના-મોટા સ્થિતિવાળા, સ્થિતિ વિનાના, એકાંતિક, પરમ એકાંતિક, મુમુક્ષુ કે સાધારણ અલ્પ જીવો આદિકને દર્શન આપ્યાં તેમાં કેટલાય પ્રસિદ્ધ કાર્યો કર્યાં.

કેટલાંક પારાયણો થયાં, ગાડીખાતાના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, શ્રીજી મહારાજ દિવ્ય રૂપે મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા  જેનું સ્મૃતિરૂપ સ્થાન (છત્રી) કરાવી ચરણારવિંદ પધરાવેલાં. ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી, ઘેર ઘેર બ્રહ્મયજ્ઞ થયા. મોહનભાઈને ઘેર પણ મૂર્તિ પધરાવી, પારાયણ થયું તથા સુખશૈયામાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી તે ઉપરાંત મલીરબાગ પ્રસાદીમય થયો. હજારો હરિભક્ત તથા મુમુક્ષએ સહિત હવાબંદરનો સમુદ્ર કિનારો સ્મૃતિરૂપ કર્યો. વળી કેટલાય જીવોને આત્યંતિક મોક્ષરૂપ અભયદાન આપ્યાં. આવી રીતે બાપાશ્રીએ કરાંચીના  હરિભક્તોને ઘણાં સુખ આપ્યાં છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી ઈશ્વરચરણદાસજીએ અમારું અહીં આવવાનું યાદ ઠીક રાખ્યું છે તોય બે વખતનું તો ભૂલી ગયા.”

ત્યારે સ્વામીશ્રી કહે, “બાપા!  આપ કયે વખતે પધારેલા તે રહી ગયું?”

ત્યારે પોતે કૃપા કરીને બોલ્યા જે, “અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીની સાથે આવેલા તથા જ્યારે વીશ વર્ષના હતા ત્યારે પણ આવેલા તે વખતે આ કરાંચી બીજી ભાતની હતી, હવે તો મોટું શહેર બની ગયું છે. અમે આવેલ તે દિવસે તો આવું કાંઈ નહોતું.”

એમ કહી પોતાની બે વખત વધારે આવ્યાની સ્મૃતિ કરાવી આપી. તેથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ  પ્રથમ સાંભળેલ જે બાપાશ્રી નાના હતા ત્યારે કરાંચી આવેલ તે સ્મૃતિ યથાર્થ થઈ. પછી હીરાભાઈ, ઉકાભાઈ તથા સાંવલદાસભાઈએ  બાપાશ્રી તથા સદગુરુ આદિ સંતમંડળ અને હરિભક્તોને મલીરના પોતાના બગીચામાં તેડી જવાનું આગલે દિવસે નક્કી કરેલ તેથી સમય થયો એટલે સૌને તૈયાર થવાનું કહીને વાર્તાની સમાપ્તિ કરી. બાપાશ્રી તથા સંતોએ ઠાકોરજીને થાયળ જમાડ્યા.

હરિભક્તો પણ સાથે ચાલવા હાજર થયા ત્યાં મોટરો આવી. તેમાં બેસીને સંત-હરિભક્તો કીર્તન બોલતાં મલીરના બગીચે જવા નીકળ્યા. વચમાં નદી આવે છે તે ઠેકાણે ઉકાભાઈ તથા બગીચામાં રહેનારા માણસો સામા આવ્યા. રેતીને લીધે મોટર ન ચાલતી હોવાથી સંત-હરિભક્તો  ચાલ્યા ને બગીચામાંથી એક ગાડું આવેલ તેમાં બેસી બાપાશ્રી બગીચામાં આવ્યા.

પછી પાથરેલ આસન પર બેસી વૃક્ષની ઘટા સામું જોઈને કહ્યું કે, “સ્વામી! આ  વૃક્ષ બધાં આ દિવ્ય સભાનાં દર્શન કરે છે. તેથી સર્વે દિવ્ય ભાવને પામી ગયાં. આ સભાની ચરણરજ લઈને કોઈ માથે ચડાવે તો તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય. આ સ્થાન સર્વે નિર્ગુણ થઈ ગયાં. મહારાજ કહે છે કે, ‘તમે જે વૃક્ષ તળે બેઠા હો તથા જે નદી-તળાવને વિષે પગ બોળો, તે સર્વે તીર્થરૂપ થાય છે.’ એમ તમ જેવા ધર્મ-નિયમવાળા સંત તેની તો વાત જ નોખી છે. એવી આ સંતસભા છે. આ તો મૂર્તિના સુખમાં  ઝીલનારા સંત તેમનાં દર્શન ક્યાંથી? આવાં દર્શને આત્યંતિક મોક્ષ થઈ જાય.”

એમ કહી ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિક સર્વેની પ્રશંસા કરીને કહ્યું જે, “આ સર્વેનાં હેત બહુ છે તેથી હાથ જોડીને સદાય રાજી કરવા તત્પર રહે છે. એમની સેવા પણ એવી. ભોળા ને વિશ્વાસી બહુ. આવા સ્વભાવથી મહારાજ તરત રાજી થઈ જાય. સત્સંગમાં દાસપણું રાખવું, એ જેવી કોઈ વાત નથી.”

પછી હીરાભાઈની પ્રાર્થનાથી હોજમાં સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી નાહ્યા. સંતો કીર્તન બોલતા હતા અને હરિભક્તો પણ પ્રસાદીજળ માથે ચડાવી નહાતા હતા.

તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની” એમ બોલતાં સૌને મળ્યા ને કહ્યું જે, “મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે. અનંત મુક્ત એ સુખમાં કિલ્લોલ કરે છે. આ સર્વે દિવ્ય ભાવમાં જોવું. આપણે તો મૂર્તિ વિના કંઈ છે જ નહિ.”

પછી સ્વામી વૃંદાવનદાસજી તથા  સ્વામી ઈશ્વરચરણ-દાસજીને કહ્યું જે, “સૌને મૂર્તિના સુખમાં ઝીલાવજો. અમે તો એ જ કામ કરીએ છીએ. સત્સંગમાં કેટલાય જૂના કહેવાતા હોય,  પણ આવી વાતની ખબર નહિ. એવાને જ્યારે આવી વાતો સમજાય છે ત્યારે અહો અહો થઈ જાય છે. આવા તીર્થ સ્મૃતિએ સહિત બહુ મોટું કામ કરે છે. આવી દિવ્ય સભાની સ્મૃતિથી આત્યંતિક મોક્ષ થાય છે.”

એમ કહી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. પછી વસ્ત્ર બદલી ઓશરી પર આસને આવીને બેઠા.  ત્યારે ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન તથા હીરાભાઈના નાના દીકરા આદિ સહકુટુંબે મળી મહારાજની  મૂર્તિને અને બાપાશ્રીને તથા સંતોને હાર પહેરાવ્યાં.

બાપાશ્રીએ પણ તે સર્વેને પ્રસાદી હાર આપ્યા ને આશીર્વાદના વચન કહ્યાં જે, “આમ ને આમ સદાય ચડતો રંગ રાખજો ને મૂર્તિનાં સુખ ભોગવજો.”

પછી કહ્યું જે, “હીરાભાઈ! તમારો હોજ ભારે પ્રસાદીનો થયો. આવા સંત-હરિભક્તો નાહ્યાં; આ તો મોટું તીર્થ થયું. મહારાજ ને સંત તે તો કેવળ કલ્યાણકારી છે. એમના સંબંધને પામે તેનાં બહુ મોટાં ભાગ્ય. ક્યાં જીવ ને ક્યાં આવા સંત! અમને આ સંત અહીં લાવ્યા. આ તો અનેકને મહારાજના સુખમાં સંકલ્પ માત્રે પહોંચાડી દે એવા જબરા છે.”

પછી હરિભક્તોએ ઉત્સવ કરી કીર્તન ગાયાં ને સર્વેને પ્રસાદી આપીને લાલુભાઈની પ્રશંસા કરી કહ્યું જે, “આવા દેશમાં કેવા મુક્ત મહારાજે રાખ્યા છે!  આ તો જંગમ તીર્થ કહેવાય.” એમ કહી તેમને મસ્તકે હાથ મૂક્યા.

પછી હીરાભાઈની પ્રાર્થનાથી તેમનો બીજો બગીચો નદીને સામે કાંઠે હતો ત્યાં સંત-હરિભક્તોએ સહિત જવા તૈયારી કરી, પણ નદીમાં રેતી હોવાથી બાપાશ્રી ચાલી નહિ શકે એમ ધારી ઉકાભાઈ તથા સાંવલદાસભાઈ ઘોડી લાવ્યાં. બાપાશ્રીને તે પર બેસારીને કીર્તન બોલતાં સૌ એ બગીચે ગયાં. ત્યાં કૂવાનું જળપાન કરી વૃક્ષો પર દૃષ્ટિ કરતાં, માર્ગમાં ચાલતાં સૌને દર્શન દઈ બાપાશ્રી રેલ્વે સ્ટેશન પર આવ્યા. ગાડીને આવવાની વાર હતી અને સંધ્યા આરતીનો સમય થવાથી ત્યાં સંત-હરિભક્તોએ આરતી-ધૂન કરી.  સ્ટેશન માસ્તરે આ દિવ્ય સમૂહ જોઈ  ખુરસીઓ મંગાવીને પ્રાર્થના કરી તેથી બાપાશ્રી તથા સંત-હરિભક્તો સહુ બેઠા.  II ૧૦૦ II

Bāpāśrī, showing his favour, talked. He said, “Śrījī Mahārāj has sworn and said that this assembly is that of Akṣardhām. It is seen with divine sight. The greatness of this assembly and of Mahārāj and His happiness is told by some by guessing, some by giving proof and some by seeing. Those, who see themselves and say is true. In this assembly, there are such who have seen with their naked eyes, Himself Mahārāj is also there with them. Just as rich food has ghee, sugar, etc. in it. Similarly, where there are great muktas there is Mahārāj Himself- if one searches, he can see. Therefore, the opportunity is good, time is good so get this work done without fail. This opportunity, even Akṣar does not have. Because Akṣar remains only in divinity, so it does not have further progress. Above it there is ekāṅtik– up to it avarbhāv (view from the perspective of this world). Above it there is param ekāṅtik– it is in divine perspective (parbhāv) and anādi mukta is even above that divine perspective. Their state is complete. Such anādi mukta dwells in Mūrti in the infinite divine form. Such is Mūrti’s infiniteness. Therefore, the seed of Mūrti should be brought often in talking but should not go out of Mūrti by useless talk. He who comes out of Mūrti suffers. Therefore, while doing rosary, mental worship, kathā-vārtā, meditation, in all these Mūrti should be kept foremost. This mukta appears as ādi but he is not ādi, he is Anādi. Get attached to such mukta and always remain engrossed in Mūrti but never come out from Mūrti. We should ourselves become a temple means remain only in Mūrti. When can we become a temple? When one behaves by keeping ātmabuddhi for great Anādi; that ātmabuddhi is very great. Today Mahārāj and Anādi muktas themselves move about in satsaṅg. If one has true love, Mahārāj Himself draws him with love. Mahārāj and muktas  are sitting in this assembly. This saint is divine Mūrti. This assembly is that of Akṣardhām. This saint is seen with Mahārāj Himself. This saint is very great. To recognise him is very difficult. He sits with Him who is manifest. But the greatness of manifest is not understood as it is understood that of non-manifest.” Then Bāpāśrī said, “There are four kinds of destruction take place according to wishes of Mahārāj. In it dissolution through knowledge takes place by one’s own efforts- that dissolution through knowledge always remains and when it becomes divinely personified- means it becomes anādi mukta by experiential knowledge of Mahārāj. If one betrays Anādi muktas and Mahārāj he will perish even if he has achieved divine attribute. Just as if one betrays the temple, Mahārāj is also betrayed along with it. Ultimate liberation is only possible by the grace of mukta because he himself is divine Mūrti. In satsaṅg there is tug of war between some for charaṇārviṅd of prasādī. The reason is that it is a divine thing but if one installs Mūrti in his soul, there will be innumerable pairs of charaṇārviṅd, which will not deplete. Therefore, install Mahārāj in the soul and be param ekāṅtik. If one does so, Mahārāj and Anādi muktas will draw him in the happiness of Mūrti. All saints are sitting in Akṣardhām means they are sitting in woods but not in the kingdom.  Know that you do not have share anywhere excepting in Mūrti and associate with those who dwell in Mūrti. Today such muktas give darśan in satsaṅg by mercy. This assembly and this saint are Mūrtis of divine chaitanya Brahma. Have constant memory of them. Constant memory is better than Samādhi because the one having Samādhi gets happiness during Samādhi only, then he is empty. Therefore, even if Mūrti is not seen to the one having constant memory, it is better. We should pray to Mahārāj for divine feeling for ever. Then only Mahārāj and great Anādi will be pleased. If one remains in the grace of Anādi muktas, they will take him in the bliss of Mūrti- much is done by grace. Great anādi mukta is himself present in this assembly and he says it but he is not non-manifest. If great muktas are known in the physical sense (vāchyārtha), the work will not be done. But if he is known in real sense (lakṣyārtha), the work will be completed. It is a season of autumn. In this season trees bear fruits. Just as there are fruits of four yugas. Similarly, if one listened to the words of great Anādis with love and trust, fruits will be in the form of divine body. In the talks of muktas, bones of some are pierced but who has no determination does not know the greatness and does not have faith. Therefore, if one applies reasoning, he will not be liberated. But if greatness is understood in the real sense (lakṣyārtha), body will become divine body and will get boyhood and becoming one with Puruṣottam, will become the form of Puruṣottam. In it the master–servant relationship remains firm and shape becomes like Puruṣottam. Luminescence of Śrījī Mahārāj is inherent (anvaya) in Akṣar, etc. Muktas enjoys only bliss of Mūrti. Therefore, we should also enjoy much.” While talking thus, Bāpāśrī showed his wish to go to Kutch next day and told the devotees that he wanted to stay for eight days but fifteen days had already passed. Now, he wanted to go tomorrow. At that time Lālubhāī, Mahādevbhāī, Devjībhāī, Hīrābhāī, Sāṅwaldāsbhāī, Haribhāī, Prabhāśaṅkarbhāī, the teacher, Amīchaṅdbhāī, Somchaṅdbhāī, Gordhanbhāī, Goviṅdbhāī, Lāljībhāī, etc. devotees requested Bāpāśrī to stay for eight days more because many devotees had remained thirsty of darśan, sevā, association. “You have come by showing your mercy. Similarly, stay for eight days more showing mercy on us so that all will rejoice.” Bāpāśrī said, “I stay here for eight days more or for ever- which one is better?” Then looking at Swāmī told saints, “What do you think?” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Do as you please. Even if you stay for eight days more, you have to stay constantly, without which how is it possible? You are there where there is Mahārāj and show me where Mahārāj is not there. Mahārāj is omnipresent and so it is with you. Therefore, do as you like.” Knowing that Bāpāśrī wishes to go to Kutch, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints did not insist much. Devotees of Karāchī were told that they had taken much benefit. Bāpāśrī also made them fulfilled, considering them as his own. Now since they have been kept in Mūrti, they should enjoy happiness of Mūrti remaining in Mūrti. Infinite Anādi muktas take that happiness remaining engrossed in Mūrti. In the present time Bāpāśrī appears in sight to give that divine happiness. He moves about from village to village and whosoever takes shelter makes him enjoyer of happiness of Mūrti- such is his resolution. Therefore, do so that Bāpāśrī is pleased. Just see! How much mercy has Bāpāśrī on the devotees of this city? So Bāpāśrī constantly remains in Mūrti in divine form but it appears that Bāpāśrī came, stayed for eight days or ten-fifteen days, thus took benefit, were blessed thus. In this way Bāpāśrī visited this city four times and gave darśan. He first visited in Saṁvat 1967, then in 1972, then in 1979, and in 1983. Thus, Bāpāśrī gave darśan having higher or lower state in satsaṅg, having no state, ekāṅtik, param ekāṅtik, mumukshus or ordinary trivial jīvas and did many famous deeds- many Pārāyaṅas were done, Mūrtis were installed in the temple of Gāḍīkhātā area, built chhatrī as a memorial place in the memory of Śrījī Mahārāj had come at the time of installation of Mūrtis in the divine form and charaṇārviṅd were put in chhatrī, Mūrti was installed there and brahmayajñas were performed at the houses of many householders; Mūrti was put at the house of Mohanbhāī, pārāyaṇa was done and Mūrti was installed in sukhśaiyā (comfortable bed), moreover Malir Bag became of prasādī, the seashore of Havābander was made the form of memorial in the presence of thousands of devotees and mumukṣus. Many jīvas were given promise of ultimate liberation. Thus, Bāpāśrī gave much happiness to the devotees of Karāchī. Then Bāpāśrī said, “Swāmī Īśvarcharaṇadāsjī has remembered fairly well my visit of this place, even then he forgot two visits.” Swāmīśrī said, “Bāpā! Which one has been forgotten?” Then Bāpāśrī showing his favour, “When I was young I came with my father and again when I was twenty years old I had also came but at that time Karāchī was quite different. Now it has become big city. It was not like this at that time.” Thus, Bāpāśrī made them remember his two more visits. Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc.  saints had heard that Bāpāśrī had come to Karāchī when he was young- that memory was proper. Then Hīrābhāī, Ukābhāī, Sāṅwaldāsbhāī told all to get ready as the time was up to go to garden of Malir Bag as was fixed previously along with Bāpāśrī, Sadgurus, group of saints, devotees, etc. therefore the talk was discontinued. Bāpāśrī and saints offered meals to Ṭhākorjī. Devotees also came to go along with them. In the meanwhile cars came. Saints and devotees sat in cars and started to go to the garden Malir singing devotional songs. Ukābhāī and residents of garden came to receive at the place where there was river in the middle. The car could not move because of sand so saints and devotees started walking and Bāpāśrī sat in a cart which was from the garden. Then sitting on his seat Bāpāśrī looking at the dense tree said, “Swāmī! All trees are having darśan of this divine assembly so all have got divine feeling. If anyone puts dust of this assembly on his head, his sins of many births will be burnt. All these places have become attributeless.” Mahārāj said, “The tree under which you sit or dip your legs in the river or the ponds become the form of pilgrimage. Thus, the talk about saints like you following dharma and rules is different. Such is this assembly of saints. Where can one get darśan of saints who drink bliss of Mūrti? By such darśan there will be ultimate liberation.” Then praising Ukābhāī, Hīrābhāī, Sāṅwaldāsbhāī, Harilāl, Kuṅdan, etc. Bāpāśrī said, “They all have much love so they are always ready to please with folded hands.  Their sevā is such, straight forward and trusting. Mahārāj is soon pleased with such nature. The one who keeps feeling of servant in satsaṅg is not a small thing.” Then at the request of Hīrābhāī, Bāpāśrī along with saints and devotees bathed in the swimming pool. Saints were singing devotional songs and devotees were bathing by putting prasādī water on their heads. At that time Bāpāśrī quoted a devotional song ‘Zīṇī zīṇī būṅd paḍe chhe meghnī’ (it is raining in small droplets). Singing so he met all and said, “Bliss emits like jet from Mūrti. Infinite muktas make cries of joy in that bliss. See all this in divine feeling. We have nothing else excepting Mūrti.” Then Swāmī Vṛṅdāvandāsjī Swāmī and Īśvarcharaṇadāsjī were requested to give the happiness of Mūrti to all. Bāpāśrī said, “I am doing that work only. There may be some senior in satsaṅg but they do not know about it. When they understand such talks, they consider themselves to be fortunate. Such pilgrimage does extraordinary work with memory. By the memory of such divine assembly ultimate liberation is done.” Saying so Bāpāśrī made Jay ghosh of Śrī Sahajānaṅd Mahārāj. Then after changing clothes he came to his seat and sat on the porch. At that time Ukābhāī, Hīrābhāī, Sāṅwaldāsbhāī, Harilāl, Kuṅdan and younger son of Hīrābhāī, etc. along with the family garlanded Mūrti, Bāpāśrī and saints. Bāpāśrī also gave them garlands of prasādī and blessed them and said, “Always continue to progress and enjoy bliss of Mūrti.” Then Bāpāśrī told Hīrābhāī that his swimming pool has become prasādī because such saints and devotees bathed in it- this has become a great tīrtha. Mahārāj and saints are only giver of liberation. Those who come in contact with them are very fortunate. Where is such saint and where is the state of jīva! This saint brought me here. He has such capacity that he can give them bliss of Mahārāj by his saṅkalpa only– such is his capacity. Then devotees celebrated, sang devotional songs. Then all were given prasādī and praised Lālubhāī, “What a great mukta, Mahārāj has kept in such region! He is called movable tīrtha.” Saying so, Bāpāśrī put his hands on his head. Then at the request of Hīrābhāī, started to go to his another garden which was on the opposite bank of the river, but thinking that Bāpāśrī could not walk in sand of river, Ukābhāī and Sāṅwaldāsbhāī brought a mare. Bāpāśrī was made to sit on it and all reached that garden singing devotional songs. There Bāpāśrī drank water from the well, threw his glance on trees, gave darśan on the way to all and came to railway station. As there was some time for the train to come and since it was the time of āratī, saints and devotees did āratī-dhoon. On seeing such divine group the station master asked someone to bring chairs. So Bāpāśrī, saints and devotees all sat on them. ||100||