Gujarati / English

બાપાશ્રીએ તે વખતે કૃપા કરીને વાત કરી જે, “સ્થાવર ને જંગમ બે પ્રકારનાં તીર્થ છે. તેમાં સ્થાવર તીર્થ વિષયી તથા પામરને માટે છે, તે સ્મૃતિ કરાવી દે. અને સંત તથા અનાદિમુક્ત છે તે તો જંગમ તીર્થ છે, તે માયા પર કરી મૂકે. એવા મહારાજ ને મુક્ત તે આપણા આધાર છે.

“શું તેજ! શું લાવણ્યતા! શું ઐશ્વર્ય! ઝળળ ઝળળ મૂર્તિમાંથી સુખના ફુવારા  છૂટે છે. એ મૂર્તિમાં મુક્ત સદાય રસબસ રહ્યા છે. એમ દૃઢ નિશ્વય કરે તો જ  મૂર્તિ હાથમાં આવે. બીજે હણોહણ કરે, પણ મૂર્તિ કોઈ પધરાવે નહિ. માટે ચોખ્ખો થઈને મંદિર તૈયાર કરે, તો મોટા તરત મૂર્તિ પધરાવી આપે; પણ વાર ન લાગે. જીવ કાર્યમાં ખેંચાય, પણ કારણ મૂર્તિનો એવો આનંદ ને મહિમા નહિ; પણ ખરું સુખ તો મહારાજ અને અનાદિમુક્તના જોગમાં છે. તે અનાદિમુક્ત અનંત કોટિ કલ્પ સુધી મૂર્તિના સુખમાં ઝીલે છે તેમ આપણે પણ સદા મૂર્તિમાં ઝીલવું; મૂર્તિ બહાર નીકળવું નહિ.

“અત્યારે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક મહામુક્તો પ્રત્યક્ષ બેઠા છે એમ જાણવું. આવા સંતને દિવ્ય જાણવા. આ સંત સર્વે શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે એમ જાણે તો હેત બહુ થાય. જેમ ઝાડને કલમ કરે છે  તેમ રસબસ થઈને મૂર્તિમાં જોડાઈ રહેવું. આ સંત અમદાવાદના છે, ભુજના છે, એવો ભાવ ટાળવો. આ તો સર્વે શ્રીજી મહારાજના સંકલ્પ છે એવો ભાવ લાવવો.

“સંતનું મધ્ય તે શું? તો આ સભામાં મહારાજ બિરાજે છે એ સંતનું મધ્ય છે. ત્યાં જન્મ માગવો ને મૂર્તિ વિના બીજી ઈચ્છા રહે તો નવ મહિનાની કેદ મળે તે કેદમાં વાર ન લાગે, પણ જો બ્રહ્મ તથા અક્ષર આદિનાં ઐશ્વર્યમાં રાગ હોય તો કોટિ કલ્પે છૂટકો ન થાય. માટે ચૈતન્ય ભૂમિમાં જન્મ લેવો તે ચૈતન્ય ભૂમિ એટલે અક્ષરધામ (મહારાજની મૂર્તિનો પ્રકાશ) એ અક્ષરથી પર છે. ગોલોક મધ્યે અક્ષરધામ, તે મધ્યે સાકાર મૂર્તિ સહજાનંદ શ્યામ. તે ગોલોક મહારાજના તેજની કિરણો તે મધ્યે મહારાજનો ઘાટો પ્રકાશ છે. તે મધ્યે મૂર્તિ છે એ મૂર્તિના સુખમાં રહેવું; તો માયા છેટી થઈ જાય તે ગોતી જડે નહિ. શ્રીજી મહારાજને અંતર્યામી જાણવા ને નાની-મોટી સર્વે  આજ્ઞામાં દૃઢપણે વર્તવું અને ઉપાસનામાં તો વાંધો ન જ આવવા દેવો. અજાણમાં કોઈ આજ્ઞામાં ફેર પડ્યો હોય તો તપ કરાવીને અથવા જન્મ ધરાવીને વાંધો ભાંગે, પણ જો ઉપાસનામાં કાચું હોય તો એ વાંધો ભાંગે નહિ. માટે પતિને પડ્યા મેલવા નહિ.”

એમ વાત કરતાં ગાડી આવી તેથી સર્વે સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા.  II ૧૦૧ II

 

At that time Bāpāśrī, showing his favour, talked. He said, “There are two kinds of tīrtha (places of pilgrimage)– one immovable, second movable. In it immovable tīrtha is meant for passionate and wretched- it reminds them. Saints and Anādi muktas are movable tīrtha– they make one free from māyā. Such Mahārāj and muktas are our support. What a brilliance! What a grace! What a divinity! Jets of happiness emit from Mūrti. Muktas always remain engrossed in that Mūrti. If one decides firmly this way, then he can achieve Mūrti. He may do vain efforts elsewhere but nobody installs Mūrti. Therefore, if he becomes pure and constructs temple, muktas will immediately install Mūrti- it will not take time. Jīva is attracted in activity but he does not have importance and such joy of causal Mūrti. But real happiness is in association with Mahārāj and Anādi muktas. Those Anādi muktas take bliss of Mūrti from ages to ages. Similarly, we should always take happiness from Mūrti- should not come out of Mūrti. Now Mahārāj Himself sits here. Know that Gopālānaṅd Swāmī, Muktānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, Guṇātitānaṅd Swāmī, Premānaṅd Swāmī, etc. great muktas themselves are present. Consider such saints as divine. All such saints appear remaining in Mūrti. if one knows thus, there will be very much love. Just as grafting of tree is done, similarly, get attached to Mūrti remaining engrossed. Avoid such feeling that this saint is of Amdāvād, that is from Bhuj, etc. Bring the feeling that they are all thoughts of Śrījī Mahārāj. What is the centre of a saint? Mahārāj who sits in this assembly is the centre of a saint. Ask for a birth there and if there is any other desire than Mūrti, one will get nine months jail, and it does not take much time to enter in the prison. If there is attraction for divinity of Brahma, Akṣar, etc., liberation is not possible even after many ages. Therefore, get birth in spiritual land- that spiritual land is Akṣardhām (the light of Mūrti) which is above Akṣar. ‘Golok madhye Akṣardhām, te madhye sākār Mūrti Sahajānaṅd śyām’ (In the middle of Golok there is Akṣardhām; and in the centre of Akṣardhām there is sākār Lord Sahajānaṅd). That Golok is rays of Mahārāj’s luminescence. In the centre, there is dense and bright glow of Mahārāj. In the centre, there is Mūrti and if one remains in the happiness of that Mūrti, māyā will be away- will not be found. Śrījī Mahārāj should be known as supreme being and act firmly within all His commands, small or big and never have doubt in upāsanā. If any command is defied unknowingly the fault can be remedied by penance or taking rebirth, but if upāsanā is imperfect, there is no remedy. Therefore, do not leave the shelter of our Master.” While talking thus, the car came so all saints, devotees along with Bāpāśrī came to the temple. || 101 ||