Gujarati / English

બાપાશ્રી બોલ્યા જે, “‘મારી મૂર્તિ રે મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે’ એમ મહારાજે કહ્યું છે તેથી આપણે પણ એ દિવ્ય સાથે ભળી જવું, નોખા ન રહેવું. સત્સંગરૂપ સમુદ્રમાં રહ્યા થકા કોરા ન રહેવું. અતિ હેતે મોટા અનાદિ સાથે જોડાવાથી અત્યંત સુખિયા થવાય છે. હેત કેને કહેવાય? તો રોઈ જવાય, ગદગદ થઈ  જવાય; પણ જો પત્થર જેવું હૃદય  હોય તો જેમ પત્થર પાણીમાં હોય તોય કોરો રહે છે તેમ તેવા જીવને મોટાનો સંગ અડે નહિ. માટે ગરજુ થઈને મોટા મુક્તનો મન, કર્મ, વચને જોગ કરવો. એવો જોગ કરવાથી ચાલોચાલમાંથી એકાંતિક થઈ પરમ એકાંતિક થાય, પછી અનાદિ થાય. તે પણ જો ખરેખરો વિશ્વાસ હોય અને હેત હોય તો થાય, નહિ તો જેમ રોટલી કરતાં ઘી ચોપડે છે તેથી પડ નોખાં  થઈ જાય છે તેમ થાય.

“સર્વે સંત બ્રહ્મની મૂર્તિઓ છે. આ સભા અક્ષરધામની છે અને અનાદિમુક્ત છે તે તો મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે, અમૃતમાં નહાય છે, અમૃતના યજ્ઞ કરે છે. તે સુખ આપણે પામવું છે તે સારુ ભેગા થયા છીએ. પછી દેહ પડી જાય તો આ જોગ બહુ દુર્લભ થઈ પડે.  માટે એવા મુક્તનો જોગ કરવો અને મૂર્તિમાંથી અનુભવજ્ઞાન નીકળે છે, તેનો જ્યારે ખરો લક્ષ્યાર્થ થાય તો મહારાજના ભાવને તથા સુખને પામે. ત્યારે તેને મહારાજ ને મોટા જળસ્નેહી મીનની જેમ જીવનરૂપ થઈ જાય. જેને એ રીતે મોટા જીવનરૂપ થયા હોય તેને મૂર્તિનો વિયોગ થાય તો દેહ પડે તેવું કષ્ટ થાય. મૂર્તિ વિના બીજો સંકલ્પ જ ન થાય એવા નિષ્કામ ભક્ત ખરા છે.

“જો મોટાને મન સોંપે તો ખરો પાત્ર થાય એટલે કે દેહ છતે આત્યંતિક મોક્ષ થઈ જાય. જો કોઈ પોતાનું સર્વસ્વ મહારાજને અર્પણ કરે તો તેને મહારાજ પોતાનું સર્વસ્વ અર્પણ  કરે છે.  પછી મૂર્તિ વિના બીજો ઘાટ જ ન થાય. કલ્પતરુ સંકલ્પ સત્ય કરે છે તો મહારાજ અને મુક્ત સંકલ્પ સત્ય કરે તેમાં શું નવાઈ! ખરો થઈને મંડે તો કાંઈ વાંધો રહે નહિ; પૂરું થઈ જાય. પણ જીવને પરભાવની વાત ભાવતી નથી ને કાર્યમાં ભડાભૂટ કરે છે તેથી ઐશ્વર્ય, ચમત્કાર, દિગ્વિજય આદિકથી ખુશી રહે. પણ મહારાજ મળ્યા, મોટા મુક્ત મળ્યા, એનો કેફ ને આનંદ નહિ તે ઠીક નહિ. માટે મૂર્તિનું સુખ પામવા સજાતિ થવું, તો મૂર્તિનું સુખ આવે. શ્રીજી મહારાજે કહ્યું છે કે, ‘અમે તો દિવ્ય તેજોમય છીએ.’ એવું મુક્તનું સમજવું. આ દેખાવમાત્ર મનુષ્યભાવ છે, પણ શ્રીજી મહારાજ તથા મુક્ત તો સદાય દિવ્ય ભાવમાં રહે છે. આપણે એવા અનાદિનો જોગ કરી માયાનું કાર્ય ખોટું કરીને હીરાના વેપારી થવું, ને મૂર્તિ પામવાનો ઠરાવ રાખવો.

“જ્ઞાન પ્રલય થઈ જાય તો બીજું કાંઈ રહે નહિ, એક મહારાજ ને તેમના મુક્ત રહે; એટલે સુખિયો. આવો મહારાજ ને અનાદિમુક્તનો  જોગ છે તોપણ જીવ ગરજુ ન થાય. એ મોહરૂપ અંધે ઘોડે ચડ્યો છે, માટે ક્યાંથી સુખ આવે? તોપણ મોટાને સંભારીને બીજા સંકલ્પ ન કરે તો મોહરૂપ અંધો ઘોડો  ટળી જાય. જીવને માયિક વસ્તુની કિંમત છે ને શ્રીજી મહારાજ તથા અનાદિ તેની કિંમત નથી તે નાસ્તિકભાવ કહેવાય. મહારાજે તો કાંઈ બાકી રાખ્યું નથી. બધુંય  વચનામૃતમાં છે. તે ચોપડો લઈને બેસે તો મહાપ્રભુજીની મૂર્તિ વચનામૃતમાંથી હાથ આવે છે. એકેય શબ્દ મૂર્તિ વિના ખાલી નથી. બધાય શબ્દ એમાં છે. બીજાં શાસ્ત્ર તો વૈરાજ સુધી કે પ્રકૃતિપુરુષ સુધી પહોંચે; તે શાસ્ત્ર મહારાજ સુધી ન પહોંચે. બીજાં શાસ્ત્ર અવરભાવનાં છે ને મહારાજનાં વચનામૃત તો પરભાવનાં છે.”  II ૧૦૩ II

 

Bāpāśrī quoted a line ‘Mārī Mūrti re mārā lok, bhog ne mukta sarve divya chhe’ (I, My abode, My biss and My muktas are all divine). Thus Mahārāj has said so we should also join with that divine and never remain separate. Do not remain dry after remaining in the sea, i.e., satsaṅg. One will become very happy by getting attached to great Anādi with much love. What is love? If it makes one cry, makes one emotional, etc.  but if one is stone-hearted he will remain dry just as a stone remains dry in water. Similarly, such jīva is not affected by the company of muktas. Therefore, be needy and associate with great muktas by mind, deeds and words. In such association one becomes ekāṅtik from ordinary satsaṅgī; and from ekāṅtik he becomes param ekāṅtik; and then becomes Anādi; that too if he has deep faith and love, otherwise it happens like this that when ghee is applied to a chapāṭī, the two parts of it become separate. All saints are Mūrti of Brahma. This assembly is of Akṣardhām and Anādi muktas drink nectar in the form of bliss of Mūrti. They bath in nectar and perform yajña of nectar. We want to achieve that happiness and for that purpose we have come together. In case there is death, this opportunity will become very rare. Therefore, we should attach to such muktas. Experiential knowledge comes out from Mūrti. When one realises it, one will get bliss of and oneness with Mahārāj. Then for him Mahārāj and muktas become life as water is to a fish. For the one for whom muktas have become life, if there is disunion from Mūrti, he will feel pain as if his death is near. Those who have no other saṅkalpa excepting Mūrti are desireless (niṣkām) real devotees. If one surrenders his mind to mukta he becomes real worthy, i.e., he has achieved ultimate liberation while being in body. If anyone dedicates everything of his own to Mahārāj, Mahārāj in turn dedicates everything of His own. Then there is no other thought except that of Mūrti. Kalpataru (a kind of divine tree) turns one’s saṅkalpa in reality; then if Mahārāj and muktas turn one’s saṅkalpa in reality, what is there to wonder! If one begins sincerely, there will not be any obstacle. He will be fulfilled. But jīva does not like the talk of parbhāv (divine perspective) and remains busy in work. So he becomes pleased with miracles, luxury, conquering others, etc., but he has no joy or intoxication of getting Mahārāj and great muktas. It is not good. To achieve the bliss of Mūrti one should become one with Mūrti. Then only he will get bliss of Mūrti. Śrījī Mahārāj has said that He is divine and luminous. The same is the case with muktas. Know thus. This feeling of human being is just for appearance. But Śrījī Mahārāj and muktas are always in divine feeling. We should get attached to such Anādi and make the work of māyā false and become a trader of diamond and make resolution for achieving Mūrti. If knowledge is dissolved, there remains nothing. There remains only Mahārāj and muktas. And hence one becomes happy. Such is the capacity of Mahārāj and Anādi muktas but jīva does not become needy. He is riding a blind horse in the form of passion; so how can he get happiness? Even then if he remembers muktas and does not doubt, the blind horse in the form of passion can be controlled. Jīva has importance for māyik things. But it does not have importance for Śrījī Mahārāj and Anādi. It is atheism. Mahārāj has left nothing unsaid. There is everything in Vachanāmṛt. If one takes that holy book, Mahāprabhujī’s Mūrti can be had from Vachanāmṛt. There is not a single word in it without reference of Mūrti. All words are there in it. Other scriptures refer up to Vairāj or Prakṛti-Puruṣa but those scriptures do not refer up to Mahārāj. Other scriptures are of avarbhāv (view from the perspective of this world). Whereas Vachanāmṛt of Mahārāj are of parbhāv (divine perspective).” || 103 ||