Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી બહુ મોટું કામ થાય છે અને મહારાજના આકારે થઈ જાય છે તેને ભાગવતી તનુ કહે છે. એટલે મહારાજ પોતાની મૂર્તિમાં રાખે છે અને અપરિમ્ અપરિમ્ સુખ આપે છે. એ મુક્તને મૂર્તિમાં આવરણ નથી. સાકાર થકા મૂર્તિમાં રહ્યા છે. તે મુક્ત-મુક્તમાં સોંસરા ચાલ્યા જાય છે. જેમ સંતદાસજી ભીંત સોંસરા ચાલતા તેમ મુક્ત-મુક્તને એકબીજાનું આવરણ નથી.

“આવા મહારાજ અને અનાદિમુક્ત મળ્યા. એવા જોગમાં હારી જવું નહિ. તે હારી જવું એ શું? તો આવા સંતમાં મનુષ્યભાવ રહે ને મૂર્તિઓમાં મનુષ્યભાવ રહે તથા ચિત્રભાવ, ધાતુભાવ રહે કે દોષ પરઠાય તો હારી જવાય, માટે પાત્ર થવું. તે પાત્ર ક્યારે થવાય? તો કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા, કપટ, એ સર્વેનો ત્યાગ કરી મોટા અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ કરે. જેમ મોટી નદીમાં પાણીનો લોટો નાખે તે સમુદ્રમાં પહોંચે છે, તેમ મોટાને વિષે હેત હોય ને તેમને જીવ સોંપે તો મોટા પાત્ર કરીને ધક્કે મારીને ધામમાં લઈ જાય; એમ જાણી હિંમત રાખી મંડવું જોઈએ.

“આપણે શ્રીજી મહારાજ તથા દિવ્ય સભા એ ભેળું રહેવું; પણ જુદા રહેવું નહિ. અનુભવજ્ઞાન થાય તો બધુંય દેખાય છે; કેમ કે મહારાજ તથા મોટાને પોતાના સુખમાં જીવને લઈ જવા છે ને પોતાના જેવા કરવા છે. માટે પુરુષપ્રયત્ને કરીને જડ-ચૈતન્ય માયાનો ત્યાગ કરવો. હમણાં એ માયાએ તો ડોકું કાઢ્યું છે, તેથી આજ્ઞામાં ખબડદાર રહેવું. અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, શ્રદ્ધા, અહિંસાધર્મ અને બ્રહ્મચર્ય એ પાંચ સાધને યુક્ત થાય ત્યારે મહારાજની કૃપા થાય ત્યારે તે ભગવાનના તુલ્યપણાને પામે ને શુભ-અશુભ કર્મથી બંધાય નહિ. એમ સ્વતંત્ર થાય છે ને મૂર્તિમાં લીન એટલે કે મહારાજનાં અંગોઅંગમાં રસબસ રહે છે.

“એવા મુક્તની સામર્થી મહારાજે રોકી રાખી છે તેથી જાણતાં થકા અજાણતા રહે છે, પણ એ સર્વત્ર જાણે છે. તમને તમારી સામર્થીની ખબર નથી. આ સભા સર્વે ચૈતન્યની મૂર્તિઓ છે. તે મુક્ત ને મહારાજ જ્યાં હોય ત્યાં માયા રહે જ નહિ, મરી જાય, ગોતી હાથ ન આવે. મોટા મુક્તના સંબંધને જે જે પામે છે તે નિર્ગુણ થાય છે. તેવા નિર્ગુણના ગુણ મહારાજ પણ ગાય છે. ‘નિર્ગુણના ગુણ ગાય ધર્મસુત લાડીલો’ માટે આપણે આપણું કરવું. મહારાજ અને આવી દિવ્ય સભાથી બહાર નીકળવું નહિ. પોતાના ઘરમાં રહેવું એટલે કે મૂર્તિમાં જ રહેવું.”

પછી એમ બોલ્યા જે, “આ વખતે કરાંચીમાં આઠ દિવસ રહેવા ધારેલ, પણ હરિભક્તોના હેતને લીધે પંદર દિવસ થઈ ગયા. નાના-મોટા સૌ હરિભક્તોએ લાભ લીધો. સર્વેને સરખી ને સરખી તાણ છે. સત્સંગમાં ચડતો રંગ છે તે શ્રીજી મહારાજનો પ્રતાપ છે. અહીંના સર્વે હરિભક્તોની તાણ એવી છે જે હજી ચાર મહિના રહીએ તોપણ તૃપ્ત ન થાય. પણ સ્વામી! અમારે દેશમાં જવું ખપે.”

એમ કહીને બન્ને સદગુરુઓ તથા પુરાણી આદિ સંતોને કહ્યું જે, “તમો હવે સૂઈ જાઓ.”

પછી પોતાની સાથે આવેલા હરિભક્તો તથા પોતાના પૌત્રાદિકને કહ્યું  જે, “તમારા સામાન બાંધી રાખજો. આ હરિભક્તોનાં હેત ઝાલ્યાં રહે તેવાં નથી. તમને તો કાલે માર્ગ નહિ જડે. આગબોટના ટાણે પહોંચાય ત્યારે પહોંચ્યા.”

એમ કહીને બાપાશ્રી પોઢી ગયા. II ૧૦૪ II

 

Bāpāśrī showing his favour, talked. He said, “If there is constant inclination in Mūrti, very great work is done and one becomes form of Mahārāj and is called divine body; i.e., Mahārāj keeps him in His Mūrti and gives him limitless bliss. That mukta has no covering in Mūrti. He is in Mūrti with a divine form. That mukta goes directly in another mukta. Just as Saṅtdāsjī Swāmī could walk through wall, similarly muktas do not have obstacle among one another. We have got such Mahārāj and anādi mukta. Do not retreat from such opportunity. What is retreat? If there is human feeling for such saints and for idols considering an idol to be a picture or made of metal, etc. or a habit of finding fault, then it is retreat. Therefore, become worthy. When can one become worthy? When one gives up passion, anger, pride, jealousy, trickery, etc. and has ātmabuddhi for great Anādi muktas then one can become worthy. Just as one empties a vessel of water in a big river, it reaches the sea; similarly, if there is love for muktas and surrenders to them, they make one worthy and push him to Akṣardhām. Knowing thus continue with courage. We should always remain with Śrījī Mahārāj and the divine assembly but should not remain separate. If there is experiential knowledge, everything is seen because Mahārāj and muktas wish to take jīva in their own bliss and want to make it as they are. Therefore, give up wealth and woman by making efforts. At present wealth and woman are dominating so remain alert and follow commands. When one accomplishes five means, viz., renunciation, ātmaniṣṭhā, faith, non-violence and celibacy, Mahārāj will show pity and then one will become like God and will not be bound by good or bad deeds. Thus he becomes independent and remains engrossed in every part of Mahārāj’s body. Capacity of such muktas is withheld by Mahārāj; so they remain as if they do not know anything though they know everything. But they have knowledge of everything. You do not know about your capacity. All the members of this assembly are having divine form. Where there are muktas and Mahārāj, māyā will not be there. It will have no existence and will not be found even if you search for it. Whosoever comes in contact with great muktas becomes free from attributes of māyā. Mahārāj also praises such persons. ‘Nirguṇanā guṇa gāy dharma sut lāḍīlo’ (Śrījī Mahārāj, son of Dharmadev, also praises the persons who are free from attributes). Therefore, we should care for ourselves. We should never go out of such divine assembly and Mahārāj. Remain in one’s own house, i.e., remain in Mūrti only.” Then Bāpāśrī said, “I wanted to stay in Karāchī for eight days but fifteen days have already passed because of the love of devotees. All devotees young or old took benefit. All are equally eager. There is progress in satsaṅg because of Śrījī Mahārāj’s grace. All devotees of this place wish me to stay here for four months and even more. Even then they will not be satisfied. But Swāmī! I must go to my native place.” Saying so Bāpāśrī asked both the Sadgurus, Purāṇī, and the saints, etc., to go to bed. And told the devotees who had come with him and  to his grand sons, etc. to keep their luggage ready. “Love of these devotees cannot be controlled. They may not allow us to go; so when we reach at the time of the steamer, it will be o.k.” Saying thus Bāpāśrī went to bed. || 104 ||