Gujarati / English

બાપાશ્રીએ વાત કરી જે, “આપણે શ્રીજી મહારાજના પ્રતાપે સુખિયા છીએ તેથી મોટાં મોટાં હવેલાં તથા જે જે ઈચ્છીએ તે ભેળું હાજર થાય છે. એ બધી મહારાજની કૃપા છે, પણ આપણે વિચાર રાખીને ભોગવવું.”

પછી સભા સામું જોઈને કહ્યું જે, “કોઈને ખોટું તો નથી લાગતું ને? જો ખોટું લાગતું હોય તો ન કહીએ.”

ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! કોઈને ખોટું લાગતું નથી. ખોટું લગાડીએ તો મહારાજ કેમ રાજી થાય?”

તે સમે બાપાશ્રી અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “ફકર રાખશો મા. માયાનો શો ભાર છે? તે બાપડી શું કરનારી છે? આપણે તો મારી નાખી છે. આપણે ભેળા ચાલશું. આ તો મરેલ શત્રુથી બીતા રહેવું, નહિ તો એનો શો ભાર છે? જેમ સિંધુ, સરસ્વતી આદિ નદીઓ સમુદ્રમાં આવે છે તેનો એવો વેગ જે મોટા મોટા ઝાડ, પહાડ, ખેંચીને સમુદ્રમાં મળે છે. તે સમુદ્રમાં પણ તેનું પાણી મીઠું જ રહે છે. તેનો રંગ પણ બીજો; તે પડખે ખારું અને એ નદીનું મીઠું. તેમ આપણે તેનો જોગ છે, પણ આ મીઠા પાણીની પેઠે નિર્લપ રહેવું અને બહુ ખટકો રાખવો; નહિ તો જડ માયા તો તાણી જાય એવી છે.

“આ સત્સંગમાં કોઈનો અવગુણ ન લેવો. સર્વેને દિવ્ય જાણવા, પણ બીજો ઘાટ ન ઘડવો. આપણને કેવું સુખ મળ્યું છે! કેવી પ્રાપ્તિ થઈ છે! કેવા મોટા ધણી મળ્યા છે! દિવ્ય જ્ઞાન અને તે જ્ઞાન આપનારા પણ દિવ્ય મળ્યા છે, તોપણ જીવ એ સુખ લે નહિ. એ તો જેમ ગાંડાને ગાદીએ બેસાડે એવું કરે છે. તે શું? તો શાસ્ત્રમાં ખોળે, અગમનિગમમાં ખોળે અને એમ જાણે કે ક્યાંઈક હશે, પણ સત્સંગમાં બધુંય છે તોપણ વલખાં કરે જે હવે સત્સંગમાં કાંઈ નથી; પણ જેમ છે તેમ મહિમા ન સમજાય. તેથી આ સભા ભેગા મહારાજ અને મોટા છે એવું ન મનાય એટલું નાસ્તિકપણું છે. તે ટાળીને ખરા આસ્તિક થવું. ખરેખરા થઈને મહારાજ અને મોટાને વિષે જોડાઈ જવું.”

પછી એમ બોલ્યા જે, “આંખમાં ઝોંકો વાગે તો વોયકારો થઈ જાય, તેમ જીવમાં ઝોંકો વાગે નહિ એવો ખટકો રાખવો. મોટા મુક્તના અવગુણ લેવાથી જીવને ઘણું દુઃખ વેઠવું પડે છે; માટે એ માર્ગે ચાલવું નહિ. વિચાર ન હોય તો સત્સંગમાં પણ કેટલીક જાતના વેગ ચડી જાય છે. તેથી કોઈ ઝાડ રોપે, કોઈ ઉછેરે અને કોઈ કુહાડા પણ મારે; એવું કેટલુંક અજ્ઞાનથી થઈ જાય છે. માટે ખબડદાર રહેવું. શૂરવીર થઈને આવી સભાનો જોગ કરી લેવો. તમને પોતાના જાણીને કહું છું. આ લોકમાં સમજણ વિના કેટલાકને તનના, મનના કે ધનના, અથવા બુદ્ધિના મદ હોય છે તેથી આવો લાભ લઈ ન શકે ને ઝીણા હોય તે કામ કાઢી જાય. જેને ભગવાનની લગની હોય તેને તો ભગવાન વિના બીજું દેખાય જ નહિ. વ્યવહાર ને લોક, ભોગ બધુંય નાશવંત ને દુઃખરૂપ છે.

“જેમ પૃથ્વીમાં ડુંગળી, લસણ આદિ વસ્તુ થાય છે, પણ ખવાતી નથી. જો ખાય તો ભગવાનના ગુનેગાર થાય ને દંડ ભોગવવો પડે, પણ તેને વેચીને તેમાંથી ભગવાનની તથા સંતની સેવા કરે તો અક્ષરધામમાં જાય. આવું સમજણનું કામ છે. બીજા કોઈ ગમે તેમ જાણતા હશે, પણ અમને તો એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવડે છે. એ મૂર્તિ વિનાનો અમારે બીજો એકે ઠરાવ નથી. સૌને મૂર્તિમાં રાખવા છે. તમારે પણ એ મૂર્તિનો ખપ કરવો. એમનો રાજીપો તથા એમની આજ્ઞા એ વિના બીજું કોઈ સુખદાઈ નથી એટલી વાત દૃઢ કરવી. આ વસ્તુ બીજે ન જડે. એમના મુક્ત, સંત પણ એવા જ મોંઘા છે.

“બજારમાં જાઓ તો જાત જાતના મનુષ્ય તથા પદાર્થો દેખાય, પણ આવા મોટા મુક્ત દેખાય નહિ. એ તો દુર્લભ; ઠામ ઠેકાણે હોય. એમનાં દર્શન, સેવા, પ્રસન્નતા જોતામાં જડે નહિ; એવી વાતો છે. પણ જીવના સ્વભાવ એવા જે નઠારી વસ્તુનાય વેપાર કરે. ડુંગળી તથા લસણ આદિના ખડિયા ખણી ખણીને વેચે, પણ રત્ન તથા ચિંતામણિરૂપ મૂર્તિનું સુખ તેની તાણ ન કરે. અંજારમાં ચાગબાઈ મુક્ત હતાં તે એમ કહેતાં કે, ‘મોટા અનાદિનો જોગ તે તો જંઈનો વેપાર ને લાખનો લાભ તેવું મહારાજ અને સંતના જોગનું છે.’ આપણે તો મહારાજ અને મુક્ત એ ખરેખરો માલ છે, તે માલનો જ વેપાર કરવો.”

પછી લાલુભાઈ સામું જોઈને કહ્યું જે, “આ બહુ હેતવાળા છે. હીરાભાઈ, સાંવલદાસભાઈ અને નાના-મોટા બધાય સંતોને તથા અમને જવાના સાંભળ્યા છે ત્યારથી આમથી આમ ને આમથી આમ જાય છે ને આવે છે. જાણે ‘કેમે કરતાં બે-પાંચ દિવસ હજી રોકાય’ એવા વિચાર સહુના અંતરમાં છે, પણ કોઈ આગ્રહથી કહી શકતા નથી. અહીં અમને આ ફેરે પંદર દિવસ થયા, પણ પંદર મહિના રહીએ તોય અહીંના હરિભક્ત તૃપ્ત થાય તેમ નથી; એવાં તેમનાં હેત છે.” એમ કૃપા કરીને વાત કરી.

તે વખતે પુરાણી ધર્મકિશોરદાસજીએ આવીને બાપાશ્રીને તથા સંતોને ચંદન ચર્ચ્યું ને પ્રાર્થના કરી કહ્યું જે, “બાપા! સહુને મૂર્તિમાં રાખજો.”

ત્યારે અતિ હેત જણાવીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમે સૌ જોજો તો ખરા; આમ ને આમ સાજી સભા અક્ષરધામમાં જઈને બેસશું.”

તે વખતે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! સૌ હેત-રુચિવાળાને મૂર્તિમાં ભેગા રાખજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંતો! સહુ રહેજો; અમે રાખશું. જો ન રાખીએ તો અમને હત્યા લાગે. તેના સ્વામિનારાયણ સાક્ષી છે.”

એમ કહી ઠાકોરજીનાં દર્શન કરીને બાપાશ્રી સભામાં પધાર્યા.  II ૧૦૭ II

 

 Bāpāśrī said, “We have become happy by the grace of Śrījī Mahārāj and whatever we wish like big mansion, etc. become immediately available. It is all the favour of Mahārāj, but we should use it after due thought. Then looking at the assembly Bāpāśrī asked, “Does anyone of you get hurt? If anyone gets hurt I would not tell.” Then the saints said, “Nobody feels hurt. If we feel hurt how will Mahārāj be pleased?” Bāpāśrī showing his pleasure, said, “Do not worry. What is the capacity of māyā? What can it do? We have made it spiritless. We shall go together. Be afraid of this dead enemy. Otherwise what capacity does it have? Just as rivers viz., the Siṅdhu, the Saraswatī, etc. meet the sea with such force that big trees, hills are drawn and taken into the sea. The water of these rivers remains sweet even in the sea. Its colour is also different. On the side of the sea the water is salty and it is sweet on the side of the rivers. Similarly we have such association. But we should remain unattached like the sweet water and keep so much eagerness otherwise wealth is such that it will draw us. Never find fault in anyone in this satsaṅg. Know all as divine, but do not have any other thought for them. How much happiness we have got! What a great achievement! What a great Master we have got! Divine knowledge and preacher of knowledge is also divine. Even then jīva does not take happiness. It is like crowning a mad person. How is it so? He looks for in scriptures, in vedic literature and thinks that it may be somewhere. But there is everything in satsaṅg. Even then, he tries in vain and thinks that now there is nothing in satsaṅg. One does not understand the greatness so he does not believe that Mahārāj and muktas are with this assembly. It is atheism in that much proportion. Avoid it and be real theist. Be sincere and get attached to Mahārāj and muktas. If there is stroke in the eye, there will be sudden scream; similarly, see that there is no stroke in jīva. By finding faults with muktas jīva will have to suffer a lot; so do not tread on that path. If there is no inclination for satsaṅg, there will be doubt in satsaṅg. Someone plants a tree, the other nourishes, and another axes it. Such thing happens because of ignorance. Therefore, be alert. Be brave and get attached to such assembly. I consider you as my own so I am telling. In this world, some are proud of body, wisdom, wealth, or of intellect without understanding; so they cannot take benefit. Those who are humble will get their work done. One who has intense desire for God will see nothing but God. Daily routine, this world, luxury and everything is mortal and cause of misery. Just as onion, garlic, etc. grow in earth but are not advisable to eat. If they are eaten one will become guilty of God and will have to pay fine; but if they are sold and from that money if he does sevā of God or saint he will go to Akṣardhām. Such is the outcome of understanding. Other may be knowing anything but we know only Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa. I have no other resolution than that of Mūrti. I want to keep all in Mūrti. You should also have the need of Mūrti. Nothing is giver of happiness excepting His pleasure and His commands. Make them firm. This thing is not available elsewhere. His muktas, His saints are also rare. If one goes to the market he will find various kinds of human beings and objects but he will not see such great muktas. They are rare, they are not common. Their darśan, sevā, pleasure cannot be found easily. Such are the talks. The nature of jīva is such that it even deals in immoral things. Jīva would sell bags full of onions and garlic but it would not be eager to get happiness of Mūrti which is like chiṅtāmaṇi or gem. In Añjār there was a mukta named Chāgbāī. She used to say that attachment with great Anādi muktas is a business of pai but there is a profit of lacs of rupees. Such is the benefit of association with Mahārāj and His saints. For us Mahārāj and muktas are the real goods. Deal in that goods.” Then looking at Lālubhāī Bāpāśrī said, “He has much love. Hīrābhāī, Sāṅwaldāsbhāī and young and old who have come to know about our departure, frequently visit us, with the hope that we may stay two to five days more. Everybody wishes  so, but they are unable to express. We are here for the last fifteen days but even if we stay for fifteen months, devotees of this place will not be content. Such is their love.” Thus, Bāpāśrī talked showing his favour. At that time, Purāṇī Dharmakiśordāsjī came and applied sandalwood paste to Bāpāśrī and saints. He requested Bāpāśrī to keep all in Mūrti. Then showing very much affection Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī, “Wait and watch; the whole assembly will be taken to Akṣardhām in the same state.” Then Swāmī Vṛṅdāvandāsjī requested Bāpāśrī to keep all who have love and inclination in Mūrti. Bāpāśrī said, “Saints! All be together in Mūrti,  I will keep them. If I do not, it will be my crime, and Swāmīnārāyaṇa is witness for that.” Saying so, Bāpāśrī came to assembly after having darśan of Ṭhākorjī. || 107 ||