Gujarati / English

બાપાશ્રીએ સભામાં વાત કરી જે, “શ્રીજી મહારાજના અનાદિ મહામુક્ત છે તે તો પોતે સુખિયા છે ને અનેક જીવોને મૂર્તિના સુખે સુખિયા કરે છે. તે જો પરમ એકાંતિક થાય તો મહારાજ તથા અનાદિ તેને અનુભવજ્ઞાનથી ખેંચીને મૂર્તિમાં રાખે છે. એવા મુક્તની સ્થિતિ જે જાણે તે જ તેમને ઓળખે, પણ સ્થિતિ જાણ્યા વિના ઓળખાય નહિ. તે જો એવા મુક્તથી આવી પરભાવની વિદ્યા ભણે તો બધાય શબ્દ પરભાવમાં લઈ જાય. વચનામૃતના શબ્દ સર્વે પરભાવના છે; એકેય ઓરા નથી, ઠેઠ મૂર્તિના શબ્દ છે. આ સંતમંડળનાં કમળ ખીલી રહ્યાં છે. તે સર્વેની નજર એ કારણ મૂર્તિ સામી છે. તેથી જેટલું રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય.

“આ તો તમને બહુ જ મોટા મળ્યા છે. માટે મૂર્તિમાં રસબસ રહેજો ને સુખમાં ઝીલજો. આ સભાનાં જે જાણે-અજાણે દર્શન કરે તેનો પણ આત્યંતિક મોક્ષ થઈ જાય; એવી આ દિવ્ય સભા છે. અમે તો એ જ ભલામણ કરીએ છીએ કે મહારાજને તથા મોટાને સદાય પ્રત્યક્ષ જાણીને સૌ આજ્ઞા પાળજો અને આમ ને આમ સદાય મૂર્તિનાં સુખ ભોગવજો. આ લોકમાં પ્રકૃતિના કાર્યમાં કાંઈ જોયા જેવું નથી. મહારાજ અને આ સભા એ બે જ કલ્યાણકારી છે,  માટે મહારાજના અનાદિ મહામુક્તનો વિશ્વાસ રાખીને પોતાનું પૂરું કરી લેવું. તમને આ ટાણું ભારે મળી ગયું.

“સદગુરુઓ બેય સુખદાઈ છે. સત્સંગમાં અનેક જીવને મહારાજના સુખે સુખિયા કરવા દેશોદેશમાં ફરીને ન્યાલ કરે છે. મને પણ એ ખેંચી લાવ્યા. મારે શરીરે ઠીક નહોતું તો ઠીક થઈ ગયું. અહીં હરિભક્તોનાં હેત પણ એવાં. લાલુભાઈ, હીરાભાઈ, અમીચંદભાઈ આદિ નાના-મોટા સર્વેની એક જ રુચિ. રાત-દિવસ મહારાજની મૂર્તિના સુખનું જ તાન. આ નાના નાના હરિભક્તો છે તે પણ સર્વે વચનમાં વર્તે છે. અમને આવા હરિભક્તોને જોઈને બહુ રાજીપો થાય છે. બ્રાહ્મણમાં માસ્તર પ્રભાશંકરભાઈ જેવા ઉત્તમ હરિભક્ત છે એ સર્વે શ્રીજી મહારાજનો પ્રતાપ. નાનાં છોકરાંઓ તો જાણે પૂર્વના સંસ્કારી અહીં આવ્યા હોય ને શું? તેમ એ પણ આવી દિવ્ય સભાને જોગે સુખિયા થઈ ગયા. સાંખ્યયોગી બાઈઓએ પણ સત્સંગ બહુ સાચવ્યો છે.

“કરાંચી જેવા શહેરમાં હજારો હરિભક્તો તથા બાઈઓનો સમૂહ દેખાય એ બધો મહારાજનો પ્રતાપ છે. શ્રીજી મહારાજે આવા દેશને પાવન કર્યો તેથી આ શહેરમાં ભારે ધામ થયું. અક્ષરધામ ને આવા સ્થાનની એકતા છે. આ સભા સર્વે દિવ્ય છે, મધ્યે મહારાજ તેજોમય બિરાજે છે; એવો સદાય દિવ્ય ભાવ રાખવો. અમે તો શ્રીજી મહારાજના સંકલ્પથી જીવોને મૂર્તિનું સુખ પમાડીએ છીએ.”

પછી લાલુભાઈ સામું જોઈને બોલ્યા જે, “લાલુભાઈ! તમે આ સત્સંગરૂપ બગીચો ભારે ખિલાવ્યો છે.”

ત્યારે લાલુભાઈએ કહ્યું જે, “બાપા! એ બધો આપનો પ્રતાપ છે.”

પછી મહાદેવભાઈને કહ્યું જે, “તમે પણ બહુ લાભ આપ્યો.”

ત્યારે મહાદેવભાઈ બોલ્યા જે, “બાપા! આપ તો મહાસમર્થ છો. શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ પમાડવા ગામોગામ ફરી સૌને સુખિયા કરો છો. કરાંચીના હરિભક્તો ઉપર આપની બહુ દયા છે તેથી અમો મોટાં ભાગ્યવાળા છીએ. ક્યાં મહારાજ! અને ક્યાં આપના જેવા મહાસમર્થ મુક્તો! અમને તો આ વખતે આપે ન્યાલ કરી મૂક્યા છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સર્વે શ્રીજી મહારાજની દયા છે.” એમ કહી આસને પધાર્યા.

ત્યાં લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ તથા સોમચંદભાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! આપે અમને દયા કરી પોતાના જાણ્યા છે તેથી અમો સર્વે કૃતાર્થ થયા છીએ. આ વખતે સદગુરુઓને સાથે લાવીને આપશ્રીએ દર્શન સેવા-સમાગમનું બહુ સુખ આપ્યું. તથા શ્રીજી મહારાજના અદભૂત પ્રતાપની, અનાદિમુક્તની સ્થિતિની અને તેમની જીવો ઉપર અપાર દયાની નવીન નવીન ઘણી વાતો કરી તેથી સર્વ નાના-મોટા હરિભક્તો સુખિયા થઈ ગયા છે. વળી આવી જ રીતે વારેવારે અમને પોતાના જાણી સુખિયા કરજો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવું ને આવું હેત સૌ મહાપથારી સુધી રાખજો. અમે તો જીવોને શ્રીજી મહારાજના સુખે સુખિયા કરીએ છીએ, અમારે બીજું કાંઈ કામ નથી. અહીં સદગુરુ આદિ સંતો હજી રોકાશે.”

એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમો બે દિવસ વધુ રહી હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરીને સુખિયા કરજો.”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “બાપા!  જેમ આ વખતે સાંવલદાસભાઈ તેડવા આવ્યા ને આપ પધાર્યા તેમ જ્યારે જ્યારે હરિભક્તો તેડાવે ત્યારે પધારવા કૃપા કરશો એમ આ હરિભક્તો પ્રાર્થના કરે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! હવે અમારો દેહ ખમતો નથી ને જ્યાં  જઈએ ત્યાં હરિભક્તોના હેતને છેડો નહિ, તેથી હવે તો એવો વિચાર થાય છે જે વૃષપુરમાં રહીશું ને મૂર્તિના સુખમાં આનંદ કરીશું. જો જવાય તો અડખે પડખે ગામ હોય ત્યાં જવાય અને ભુજમાં ઠાકોરજીનાં દર્શને તો જવું જ પડે. પણ હવે અવસ્થાના ભાવ જણાય છે તેથી હિંમત ચાલતી નથી.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામી! હવે અમારી વતી સત્સંગમાં તમે ફરજો. અમે ઘણું ફર્યા, અમારાથી થયું એટલું બધુંય કર્યું. હવે શ્રીજી મહારાજ રાખશે તેમ રહીશું. અમે આવા સંત-હરિભક્તોના હેતને લીધે સૌને મૂર્તિનાં સુખ  પમાડવા તથા શ્રીજી મહારાજને રાજી કરવા બની તે સેવા કરી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! અમો આપની પાસેથી દેશમાં જવા નીકળ્યા ત્યારે આપે ઉદાસી જણાવી હતી તથા બીજી વાર જ્યારે કચ્છમાંથી ગુજરાતમાં ગયા ત્યારે પણ ચાલતી વખતે અમને ઘણાં મર્મનાં વચનો કહ્યાં હતાં ને આજ વળી આમ બોલો છો તે આપે શું કરવા ધાર્યું છે? આપ કહો છો કે અમારી વતી તમે સત્સંગમાં ફરજો એ વચન અમને બહુ મૂંઝવે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! આપણે તો અખંડ ભેગા જ છીએ ને ભેગા રહીશું. હું તમને મૂંઝવું એવો નથી. તમે કેવા સમર્થ છો તે બધુંય જાણું છું. તમે તો મારાં સુખ-દુઃખના ભાગિયા છો. આજ દિવસ સુધી મેં જે જે વચનો કહ્યાં હશે તે પ્રમાણે જ તમે કર્યું છે. ક્યારેય દેહનાં સુખ-દુઃખ સામું જોયું નથી. તમારો ઠરાવ શ્રીજી મહારાજ તથા અમને રાજી કરવાનો છે. બીજું તમારે કાંઈ ખપતું નથી. એ વાત મારી અજાણી નથી. તમે અમારે અર્થે દરિયા જંઘીને ઘણીવાર આવ્યા છો એ બધું હું ભૂલી જાઉં એવો નથી.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! કચ્છમાંથી આસો માસમાં અમે ગુજરાતમાં ગયા ત્યારે જે જે મર્મવચનો આપે કહેલ તે તો અમને ઘણાં ખટકતાં હતાં. તે આ ફેરે કરાંચીમાં અતિ ઉમંગભર્યા દર્શનથી, અદભૂત ચમત્કારી વાતોથી અને મૂર્તિની પ્રતિષ્ઠા વખતે તથા બીજા ઘણાક પ્રસંગોએ અતિ પ્રસન્નતા જણાવેલ હોવાથી એ બધું ભુલાઈ જાય તેવું થયું હતું તે પાછું આ ટાણે તાજું કરી દીધું. તેથી આપને અમે બીજું શું કહીએ? અમે તો એટલું માગીએ છીએ કે અમને ક્યારેય જુદા ન રાખશો.”

ત્યારે બાપાશ્રી વળી એ મર્મવચનોને ભુલાવવા બોલ્યા જે, “સ્વામી! તમે જોજો તો ખરા. આપણે કચ્છમાં મોટો યજ્ઞ કરશું ને સાજોય સત્સંગ તેડાવશું. કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સંત-હરિભક્તોને જમાડી-રમાડી મૂર્તિનાં સુખ પમાડી સૌના મનોરથ પૂરા કરીશું. અમે તો મહારાજની મૂર્તિમાં રહીએ છીએ; ક્યારેય જુદા પડતા નથી. તમને પણ એવી જ રીતે રાખ્યા છે અને હેતવાળા સર્વને મૂર્તિમાં રાખશું. અમે આજ સુધી એ એક જ કામ કર્યું છે. ન સમજતા હોય તે ગમે તેમ ધારે, ગમે તેમ બોલે, પણ આપણે તો જીવોને સુખિયા કરવા છે. તમે પણ કોઈ વાતે મૂંઝાશો નહિ. અમને હવે અવસ્થાના ભાવ જણાય છે, તેથી કહીએ છીએ જે આમ દરિયા ઊતરીને ક્યાંથી અવાય? તમો તો બધે ઠેકાણે ફરી વળો એવા સમર્થ છો. તેથી સત્સંગમાં ગામોગામ ફરીને શ્રીજી મહારાજના સુખની વાતો કરો છો; માટે સર્વેને મૂર્તિના સુખે સુખિયા કરજો એમ કહીએ છીએ.”

પછી સ્વામીશ્રીનો હાથ ઝાલીને બોલ્યા જે, “સ્વામી! આ હું ખરું કહું છું.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ જાણ્યું જે, “બાપાશ્રી આજ પધારવાના છે ને મને આવી વાત કરી. આ ત્રણ-ચાર હરિભક્તો વિના બીજા કોઈ આ વાત જાણશે તો ઉદાસ થાશે.”

તેથી પોતે સાથે કચ્છમાં જવા પ્રાર્થના કરી જે, “બાપા! અમે આપની સાથે કચ્છમાં આવીએ?”

ત્યારે બાપાશ્રી કહે, “તમને તો સદાય અમારી સાથે ને સાથે રાખ્યા છે. અમે યજ્ઞ કરીએ ત્યારે તમે જ્યાં હો ત્યાંથી ઊડીને આવજો. તે વખતે તમારું ગમે તેવું કામ હોય તોય મૂકી દેજો. અમે નક્કી યજ્ઞ કરશું.”

પછી લાલુભાઈ, હરિભાઈ આદિ પાસે બેઠેલા હરિભક્તોને પણ એમ કહ્યું જે, “જેમ પર્વતભાઈના સેવક સાત્વિક યજ્ઞમાં રહી ગયા હતા તેમ તમે કોઈ રહી જશો નહિ. જ્યારે કંકોત્રી આવે ત્યારે સૌ હેતવાળા યજ્ઞમાં પહોંચજો.”

તે વખતે લાલુભાઈ તથા હરિભાઈ આદિકે સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરીને કહ્યું જે, “સ્વામી! બાપાશ્રી આમ કેમ બોલે છે? એમણે શું ધાર્યું છે તે તો આપ જાણતા હશો.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપાશ્રીએ આજ આવાં વચન કહ્યાં અને અમે જ્યારે કચ્છમાંથી ગુજરાતમાં આવ્યા ત્યારે ચાલતી વખતે જે જે વચનો કહ્યાં હતાં તે ઉપરથી સમજી શકાતું નથી કે બાપાશ્રીએ હવે શું કરવા ધાર્યું છે. વળી એમ કહે છે કે, ‘મોટો યજ્ઞ કરશું, બધોય સત્સંગ તેડાવશું, તમે ઊડીને આવજો.’ એવાં એવાં વચનથી એમની મરજીની કાંઈ ખબર પડતી નથી.”

તે વખતે લાલુભાઈએ પૂછ્યું જે, “સ્વામી! કચ્છમાંથી આપ જ્યારે ગુજરાત પધાર્યા ત્યારે બાપાશ્રી એવું શું બોલ્યા હતા?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “અમે કચ્છમાં બે માસ રહીને જ્યારે ચાલવા રજા માગી ત્યારે ચંદન-પુષ્પથી બાપાશ્રીની સૌ સંતોએ પૂજા કરી, ત્યારે બાપાશ્રીએ પણ સૌ સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી સૌના માથે હાથ મૂકી એમ બોલ્યા જે, ‘સંતો! આ વખતે ચંદન-પુષ્પથી પૂજા થઈ તેને સંભારી રાખજો. આ સભા ને આ પૂજા તેને જે કોઈ સંભારશે તેના ઘાટ-સંકલ્પ ટળી જશે.’

“પછી મને કહ્યું જે, ‘તમો સર્વે અમારા છો, અમારું મંડળ છો તે સદાય ભેળા રહેજો, પણ કોઈ દિવસ અમારું મંડળ વિખાય નહિ. જો તમારી મરજી હોય તો ચાર દિવસ રહો કે દસ દિવસ રહો અને મરજી ન હોય તો આજ કે કાલ જાઓ, પણ સૌ મૂર્તિમાં રહેજો. આપણે જુદા નથી. મૂર્તિમાં રસબસ ભેગા જ છીએ માટે કોઈ અધિકાર કે વ્યવહારમાં ચિત્ત રાખશો નહિ. સદાય આમ ને આમ મૂર્તિમાં રહેજો. અમે રાજી છીએ. તમને અમે તેડાવીએ ત્યારે આકાશમાર્ગે ઊડીને આવી પહોંચજો. કેમ તમે વિમાન જેવા ખરા કે નહિ? અવાશે કે કેમ?’

“પછી પોતે જ બોલ્યા જે, ‘એ બિચારું વિમાન તે શું? તમે તો બધેય પહોંચી જાઓ એવા છો.’ પછી એમ કહ્યું જે, ‘સંતો! રહો તો આંખ-માથા ઉપર ને ન રહો તો સદાય મૂર્તિમાં રહેજો. એ મૂર્તિ દિવ્ય તેજોમય છે, કારણ છે, અપાર છે, તેનો કોઈ પાર પામી શકે તેવું નથી.’ એમ કહી સંતોને સુખડીની પ્રસાદી વહેંચીને બાથમાં ચાંપી અતિ હેત જણાવી મળ્યા. પછી મને બે-ત્રણ વખત મળીને બોલ્યા જે, ‘સ્વામી! હવે આમ કેટલુંક મળાશે? તમો સર્વે સંતો મને પ્રાણ જેવા વહાલા છો.’ એમ કહેતાં બાપાશ્રીના નેત્રમાંથી પ્રેમનાં આસું વહ્યાં તે વખતે સંતો તથા હરિભક્તો સૌનાં હૈયાં ભરાઈ આવ્યાં.

“પછી બાપાશ્રીએ મને કહ્યું જે, ‘સ્વામી! મોડું થાય છે, માટે ગાડે બેસી જાઓ.’ એમ આજ્ઞા કરી જેથી કોઈ બોલી શક્યા નહિ ને કાંઈ સૂઝે નહિ જે શું કરવું? પછી વળી એમ કહ્યું જે, ‘સંતો! તમે અમારું ખાધાનું ઠામણું ભાગીને ચાલ્યા.’ એમ બોલતાં બહુ ઉદાસી જણાવી તેથી કોઈને ત્યાંથી જવાનું મન જ ન થાય. તે વખતે મેં કહ્યું જે, ‘બાપા! આપની મરજી હોય તો હું પાછો વળું, મને અહીંથી જવું સારું લાગતું નથી.’ તે વખતે બાપાશ્રી ફરીવાર બોલ્યા જે, ‘તમને આ ફેરે જવા દેવા નહોતા, પણ હવે થયું. તમે સૌ ભેળા જાઓ એ ઠીક ગણાય. જુદા પાડીએ તે ઠીક નહિ, પણ તમને અમે તેડાવીએ ત્યારે તરત આવજો.’ આવાં વચનોથી મને કોઈ રીતે જવા ઈચ્છા ન હતી, પણ આજ્ઞા થવાથી શું કરવું?

“પછી બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા મહિમાવાળા હરિભક્તોને તે વખતે મેં ભલામણ કરી જે, ‘તમો બાપાશ્રીની સેવા મન, કર્મ, વચને કરજો. આ દિવ્ય મૂર્તિના પ્રતાપે અનંત જીવો મહારાજની મૂર્તિમાં સહેજે પહોંચે છે. આ સમે તમારાં બહુ મોટાં ભાગ્ય છે. આવા મોટાને ઓળખવા તેથી કોઈ મોટું સાધન નથી. એમની સેવા ભેગી મહારાજની સેવા થાય છે; માટે બને તેટલી સેવા કરજો.’

“એમ ભલામણ કરી અમે ગુજરાતમાં ગયા હતા. તોપણ એ મર્મવચનો વીસરતાં નહિ. તે આ વખતે બાપાશ્રી અહીં પંદર દિવસ રહ્યા તેમાં અતિ કૃપા કરી સૌને જ્ઞાનામૃતનો એવો તો મહારસ પાન કરાવ્યો કે સર્વત્ર દિવ્ય ભાવ વર્તાઈ રહ્યો. પણ આવાં મર્મવચનોથી વળી ઉદ્વેગ થયો.”

એવાં વચન સાંભળી લાલુભાઈ, હરિભાઈ આદિ સૌ વિચારમાં પડ્યા.

તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ ધીરજ આપીને કહ્યું કે, “તમે બીજા હરિભક્તોને આ વાત જણાવી ઉદ્વેગ કરાવશો નહિ. બાપાશ્રી તો મહાસમર્થ છે, અતિ દયાળું છે. તેથી તે જેમ રાજી થાય તેમ આપણે રાજી રહેવું. આ વખતે બાપાશ્રીએ મને આવાં વચનો કહ્યાં તે વાત સંતો તથા હરિભક્તોના જાણવામાં આવે તો જેમ પંદર દિવસ સુધી સૌ મૂર્તિના સુખનો આનંદ લઈ રહ્યા છે. તેમ જ સૌને આવાં વચનોથી ઉદ્વેગ થાય માટે તમો કાંઈ મનમાં લાવશો નહિ, અને બીજા હરિભક્તોને આ વાત જણાવશો નહિ.”

એ રીતે સ્વામીશ્રીની આજ્ઞા થવાથી બીજા કોઈને આ વાત જણાવી નહિ. ત્યાર પછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા મંદિર પર આવ્યા તે વખતે ઠાકોરજીના સેવકે બાપાશ્રીને ગુલાબનો હાર પહેરાવ્યો.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્મચારી મહારાજ! તમે તો ભગવાનના હજૂરી તે તમારી પાકી મજૂરી.”

એમ કહીને તેમના પર પ્રસન્નતા જણાવી સભામાં પધાર્યા.      II ૧૦૮ II

 

In the assembly Bāpāśrī said, “Anādi Mahā Mukta of Śrījī Mahārāj is not only happy themselves but also make many jīvas happy in the happiness of Mūrti. If one becomes param ekāṅtik, Mahārāj and Anādi keep him in Mūrti drawing him by experiential knowledge. Only the one who knows state of such mukta can recognise him but without knowing state a mukta cannot be recognised. If one learns the knowledge of such parbhāv (divine perspective) from such mukta, all words will take him in parbhāv (in spirituality). All words of Vachanāmṛt are that of parbhāv (leading to spiritual life). Not a single word has any other meaning. All words are in the sense of Mūrti. The Lotus in the form of the group of saint is blooming. The sight of all is in front of that causal Mūrti. So kingdom of the king and queen is equal. You have met such a great mukta. Therefore, remain engrossed in Mūrti and take happiness. The one who has darśan of this assembly, knowingly or unknowingly, will get ultimate liberation. Such divine is this assembly. I always recommend that know that Mahārāj and muktas are always present; and obey commands and always enjoy happiness of Mūrti thus. In this world there is nothing worth seeing in the work of Prakṛti. Only Mahārāj and this assembly are beneficial. Therefore, have trust in Anādi Mahā Mukta of Mahārāj and get yourself fulfilled. This is the best opportunity you have got. Both Sadgurus are giver of happiness. In satsaṅg they have made many jīvas happy in the happiness of Mahārāj. And for that purpose they move from place to place and I have also been drawn here by them. I was not well, but I became well. Love of devotees is also praiseworthy. Lālubhāī, Hīrābhāī, Amīchaṅdbhāī, etc. young or old, all have the same inclination. Day and night, they have intense desire for bliss of Mūrti. These young devotees behave according to commands. I am very much pleased by seeing such devotees. Prabhāśaṅkarbhāī, the teacher, is the best devotee among Brāhmaṇas. This is all because of Śrījī Mahārāj. It seems that young boys have come with their merit of past lives. They also became happy in the association of such divine assembly. The nuns also have taken much care of satsaṅg. Presence of thousands of devotees and mass of women in the city of Karāchī is because of  Mahārāj’s grace. Śrījī Mahārāj made this region holy. So, in this city there became a holy abode. Akṣardhām and such place have oneness. This whole assembly is divine, and in the centre Mahārāj sits luminously. Always keep such divine feeling. I give happiness of Mūrti to jīvas by Śrījī Mahārāj’s saṅkalpa.”

          Looking at Lālubhāī, Bāpāśrī said, “Lālubhāī! You have bloomed    this garden in the form of satsaṅg.” Lālubhāī said, “Bāpā! It is all because of you.” Bāpāśrī said to Mahādevbhāī, “You also enriched the satsaṅg.” Mahādevbhāī said to Bāpāśrī, “You are very capable. You move from village to village to give happiness of Mūrti and make all happy. You have much mercy on the devotees of Karāchī so we are very lucky. Where can one find Mahārāj! and capable muktas like you! This time you have accomplished us.” Bāpāśrī said that it was all the mercy of Śrījī Mahārāj and saying so he came to his seat.

          Lālubhāī, Hīrābhāī, Haribhāī, Somchaṅdbhāī, prayed to Bāpāśrī and said, “Bāpā! You have shown mercy on us and considered us as your own, so we have all become grateful. This time you brought with you Sadgurus and gave us much happiness of your darśan, sevā and association. You talked about Śrījī Mahārāj’s wonderful glory, state of anādi mukta and their much pity on jīva, so young and old devotees all have become happy. Thus, make us happy often, considering us as yours.” Bāpāśrī said, “Keep such love till the last moment. I make jīvas happy in the happiness of Śrījī Mahārāj- I have no any other work. Sadgurus, etc. saints will still stay here.” Bāpāśrī asked Īśvarcharaṇadāsjī  to stay for two days more and talk about greatness of Mahārāj to the devotees and make them happy.” Swāmī said, “Bāpā! As Sāṅwaldāsbhāī came to fetch you and you came, similarly, whenever the devotees invite you, please be grateful and come- this is the prayer of the devotees.” Bāpāśrī said, “Swāmī! Now my body cannot bear it and wherever I go, love of devotees has no limit; so I think to live in Vṛṣpur and remain in the bliss of Mūrti. If I can go I will go to nearby villages and I will have to go to Bhuj for darśan of Ṭhākorjī. But now the age displays its role, so I do not like to take risk. You may move about in satsaṅg on my behalf. I had moved about much and did whatever I could. Now I will remain as per Mahārāj’s wishes. I did the sevā of Śrījī Mahārāj to please Him and gave happiness of Mūrti to all because of love of such saints and devotees.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! When we were leaving you, you showed sadness. Second time when we went to Gujarāt from Kutch, you said something in mysterious way and today you speak thus. What is your plan? You are asking us to move about in satsaṅg on your behalf. These words confuse us very much.” Bāpāśrī said, “Swāmī! We are constantly together, and will remain so. I am not such that I confuse you. I know how much capable you are. You are my partner in my happiness and unhappiness. Till today you behaved according to my wishes only and have never cared for happiness and unhappiness of your body. Your resolution is to please me and Śrījī Mahārāj. You do not want anything else. I am not unaware of this thing. You have come for my sake many times from far away places by crossing sea. I am not such that I forget all this.” Then Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! When we went to Gujarāt from Kutch in the month of Āso, you had said something in mysterious way which had given us much pain. This time the pain of your mysterious statements was forgotten because of the pleasure you showed on various occasions like your darśan with enthusiasm, wonderful miraculous talks and installation of Mūrti and in many other incidents in Karāchī. Now again you remind us of those mysterious words. Therefore, what else can we say? We only beg that never keep us separate.” At that time Bāpāśrī in order to make them forget those words said, “Swāmī! Wait and see. We will organise a big yajña in Kutch and will invite whole satsaṅg. Brahmayajña in the form of kathā-vārtā will be done, saints and devotees will be fed; and by giving happiness of Mūrti, desire of all will be fulfilled. I dwell in Mūrti and never get separated from it. You have also been kept in the same way and all those having love will be kept in Mūrti. Till today this is only work I have done. Those who do not understand may think whatever they like and speak whatever they think fit. But I have to make jīva happy. Do not be worried for anything. The factor of age tells on my health so how can I come to such a long distance?  You are capable of moving about at all places. You go from village to village and talk about bliss of Mahārāj in satsaṅg. Therefore, I tell you to make all happy in the happiness of Mūrti.” Then holding hand of Swāmī, Bāpāśrī said, “Swāmī! I am telling you the truth.” Then Swāmī Īśvarcharaṇadāsjī knew that Bāpāśrī was going leave that day and he was told that talk. If others excepting three or four devotees knew about his go, they will become sad so he requested Bāpāśrī to let them accompany him to Kutch. Bāpāśrī said, “You have always been kept with me. Whenever I perform yajña you come, flying from any place wherever you are. At that time leave aside any kind of work. I will definitely perform yajña.” Then Bāpāśrī told Lālubhāī, Haribhāī, etc. devotees who were sitting by him not to be left behind as Parvatbhāī’s collegues could not take part in sāttvik yajña. “When you get invitation all of you having love reach at the place of yajña.” At that time Lālubhāī, Haribhāī, etc. prayed to Swāmī Īśvarcharaṇadāsjī and asked why Bāpāśrī talked so. “You must be   knowing what he has decided.” Swāmī said, “Bāpāśrī uttered the same words when they were going from Kutch to Gujarāt; and today also he says the same. So it cannot be understood what Bāpāśrī has decided. On the other hand he said that he would perform a big yajña and the whole satsaṅg would be invited and asked them to come there hurriedly. By such words his wish is not understood.” Lālubhāī asked Swāmī, “What had Bāpāśrī said when you were going to Gujarāt from Kutch?” Swāmī Īśvarcharaṇadāsjī said, “We stayed in Kutch for two months and when we asked permission for leaving Bāpāśrī, all saints performed pūjā of Bāpāśrī with sandalwood paste and flower. Bāpāśrī also did the same and garlanded all saints. Then putting his hand on the head of all, told them to remember the pūjā with sandalwood paste and flower. Then he said that whosoever remembered this pūjā and this assembly will be free from disturbing thoughts. Then he told me that we all were of one group and should always remain together, but our group should never be dispersed. He further said if they wish they could stay for four days or ten days; and if not, they could go that day or the next day but all remain in Mūrti. We are not separate. We are together engrossed in Mūrti. So never keep tendency either in authority or in worldly affairs. Remain always in Mūrti thus.” He was pleased. When Bāpāśrī called them, they should come any how. Bāpāśrī asked whether they were like plane or not and asked if they could come or not. Then Bāpāśrī added what that poor plane was. They were such that they could reach anywhere. Then Bāpāśrī said to saints if they stayed, it would be his pleasure; otherwise asked them to always remain in Mūrti.” Bāpāśrī said, “Mūrti is divine, luminescent, cause, limitless and nobody can find its limit. Saying so Bāpāśrī distributed prasād of sukhaḍī to saints and embraced them and showed much love. Then Bāpāśrī met Swāmī twice or thrice and said to him “Swāmī! How long can we meet like this? All of you saints are very dear to me as my life.” Saying so, tears trickled down from eyes of Bāpāśrī. Hearts of saints and devotees were also filled with emotions. Then Bāpāśrī told me, “Swāmī! It is getting late so please sit in the cart.” He ordered thus. So, nobody could speak and did not know what to do. Then again Bāpāśrī said, “Saints! You all are leaving me.” While separating thus Bāpāśrī became gloomy; so nobody liked to go from there.” At that time I said, “Bāpā! If you wish I can turn back. I do not like to go from here.” Bāpāśrī said, “I did not want you to go during this visit, but it is alright now. It looks good if all of you go together. It is not good to separate you. But whenever I call you, come soon.” Because of such words, I did not wish to go at all, but what to do when order was given? Then I advised Bāpāśrī’s grandsons, saints and devotees having understanding of greatness, to do sevā of Bāpāśrī by mind, deed and words. Infinite jīvas easily reach Mūrti by the grace of this divine Mūrti. You are very lucky at this time. No means is greater than recognising such mukta. Sevā of Mahārāj is automatically done by doing sevā of Bāpāśrī. Therefore, do as much sevā as you can. Advising thus, we had gone to Gujarāt but those mysterious words could not be forgotten.” This time Bāpāśrī stayed here for fifteen days and showed much favour by giving talks of knowledge; and as a result divine feeling prevailed everywhere. But by such words of mystery once again all became gloomy and Lālubhāī, Haribhāī, etc. were perplexed. Swāmī Īśvarcharaṇadāsjī consoled them and asked them not to tell this to other devotees and make them sad. Bāpāśrī is very capable and very merciful so we should remain pleased by seeing that how he becomes pleased. If such words spoken by Bāpāśrī to me are known by saints and devotees, all will become sad; and joy of happiness of Mūrti taken for fifteen days will be lost. So keep it in mind and do not disclose it to other devotees. Therefore, as per the order of Swāmīśrī it was not disclosed to others. Then Bāpāśrī came to the temple for darśan of Ṭhākorjī. At that time the attendant of Ṭhākorjī garlanded Bāpāśrī with a garland of roses. Bāpāśrī said, “You are attendant of God and your efforts are solid.” Saying so Bāpāśrī showed his pleasure on him and came to assembly. || 108 ||