Gujarati / English

બાપાશ્રી આજે પધારવાના હોવાથી એક પછી એક હરિભક્તો બાપાશ્રીની તથા સંતોની ચંદન-પુષ્પહારથી પૂજા કરવા લાગ્યા. ફળ, મેવા આદિ ભેટ મૂકે, હાથ જોડે, દંડવત કરે. બાપાશ્રી સૌને બેઠા થઈ મળે, માથે હાથ મૂકે, કોઈને રમૂજ કરી હસાવે, કોઈને વ્યાવહારિક દુઃખ હોય તેને ‘મહારાજ સારું કરશે’ એમ આશીર્વાદ આપે. એવી રીતે ઘણાક હરિભક્તો વારાફરતી દર્શનનો લહાવો લેતા તેથી સભામંડપ હરિભક્તોથી ઊભરાઈ જતો હતો. સૌને હજી એ જ તાણ કે બાપાશ્રી તથા સંતો રોકાય તો ઠીક, પણ કોઈ બોલી શકે નહિ. બાપાશ્રી તેમનો આવો સ્નેહભાવ જોઈ અતિશે રાજી થઈ સૌને મૂર્તિમાં રાખવાનાં વરદાન આપી પ્રસન્ન કરતાં, મધુર વચને બોલાવતાં, સર્વ હરિભક્તો પર અમૃત નજર કરી આશીર્વાદ આપતાં, બ્રહ્મચારી તથા હરિભક્ત નાના-મોટા સર્વને મળ્યા ને સૌને જય સ્વામિનારાયણ કહી આગબોટ પર જવા ગાડીમાં બેઠા.

હરિભક્તોની ભીડ તથા મંદિર બહાર બાઈઓનો સમૂહ તે સર્વે બાપાશ્રીનાં ચાલવા સમયનાં દર્શન કરતાં હતાં. સૌને જય સ્વામિનારાયણ કહી, કિયામાડી પર હરિભક્તો રહેતા હતા તેમની તાણે તેમને ઘેર દર્શન દઈ સર્વેને રાજી કરી બાપાશ્રી બંદર પર પધાર્યા.

સમુદ્ર કિનારે હજારો મુમુક્ષુ તથા સંત-હરિભક્તો આવેલાં. નાજુભાઈ પ્રેમભર્યા કીર્તન બોલાવે, હરિભક્તો ઝીલે. નારાયણ્પુરના ખીમજીભાઈ આગબોટમાં ઊભા રહી કીર્તન બોલતા હતા. એવી રીતે બાપાશ્રીને સૌએ પ્રસન્ન કર્યા. હરિભક્તો આગબોટ પર જઈ ચંદન-હારથી પૂજા કરતા, પ્રાર્થના કરતા. કેટલાક તો આગબોટ પાસે હરિભક્તો ઊભા રહેલા તે દર્શનની તાણે આઘા ખસે નહિ. બાપાશ્રીને રાજી કરવા કેટલાક નીચે હાથ જોડી ઊભા રહેલા. તે વખતે બાપાશ્રીને હરિભક્તો હાર પહેરાવતા તે પાઘડીમાં અટકી રહેતા હોવાથી માથા પરની પાઘડી ઉતારી એક ટૂંકું ધોતિયું માથે બાંધ્યું. જાડા કેડિયાએ સહિત ધોતિયું પહેરેલ, ભાલમાં હરિભક્તોએ ચંદન ઝાઝું ચરચેલ અને કંઠમાં ઘણાક હારે સહિત એવા બાપાશ્રીનાં અલૌકિક દર્શન કાંઠે ઊભા રહેલા સર્વને થતાં હતાં.

પછી સૌને જય સ્વામિનારાયણ કરી આગબોટ પર ઊભા રહેલા પરમ કૃપાળુ બાપાશ્રીએ પોતાને ભેટ આવેલાં ફળોમાંથી અતિ ભીડને લીધે નીચે ઊભેલા સદગુરુ સ્વામી આદિ સંતોને આપવા એક પછી એક ફળ નાંખવા માંડ્યાં. ‘લો! સ્વામી વૃંદાવનદાસજી, લો! સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી, આ પુરાણી ધર્મકિશોરદાસજી, આ આશાભાઈ’; એમ કહી ફળ આપવા માંડ્યાં. તે જેને આપે તેના જ હાથમાં આવે. એ જોઈ ઘણાક મુમુક્ષુજનો આશ્ચર્ય પામ્યા. એમ એ વખતે અદભૂત પ્રતાપ જણાવ્યો.

જ્યારે સમય થયો ત્યારે આગબોટ ચાલી. સૌ નીચે ઊભેલા હરિભક્તો દંડવત કરવા લાગ્યા. આગબોટમાં બાપાશ્રી પોતાના બેય હાથ ઊંચા કરી અભયદાનરૂપ આશીર્વાદ આપતાં ‘રાખો, રાખો’ એમ કહેવા લાગ્યા. સૌ હાથ જોડી જય સ્વામિનારાયણ કરતા હતા. આગબોટમાં ઊભેલા બાપાશ્રીની સાથે આવેલા હરિભક્તો પણ સૌને જય સ્વામિનારાયણ કરતા હતા. તે વખતે એ દિવ્ય સમૂહ પર સર્વત્ર ચંદનનાં છાંટણાં પડ્યાં તેથી સૌને આનંદ આનંદ થઈ રહ્યો. એ પ્રકારે બાપાશ્રીનાં અલૌકિક દર્શન આગબોટ ચાલતાં સૌને થયાં. આવી રીતે બાપાશ્રી સૌને આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપી કચ્છમાં પધાર્યા.

આ વખતે બાપાશ્રી કૃપા કરી પંદર દિવસ કરાંચીમાં રહ્યા તેમાં અનેક મુમુક્ષુજનો ન્યાલ થયા. સવારે જાગતા ત્યારથી સંત-હરિભક્તોનો સમૂહ પાસે બેઠેલ હોય તે રાત્રે સૂએ ત્યાં સુધી એક પછી એક હરિભક્ત આવ્યા જ કરે. કેટલાક તો વ્યવહારનાં કામ મૂકી પાસે રહી દર્શન-સેવાનો લાભ લીધા જ કરતા.

સવારે મંગળા આરતી થાય તે પહેલાં તો બાપાશ્રી નિત્યવિધિ પૂજા આદિક કરી લે. હરિભક્તો એ ટાણે પ્રભાતિયાં બોલે, પુષ્પહારથી પૂજા કરે, મળે, ચંદન ચર્ચે. તે વખતે વાતોનો પ્રસંગ નીકળે અથવા તો પોતે કૃપા કરીને વાતો કરવા માંડે તે કલાક-બે કલાક થઈ જાય. વાતોમાં મહારાજની મૂર્તિનું જ વર્ણન, દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા, દિવ્ય મુક્ત, દિવ્ય ધામ, દિવ્ય પુષ્પ, દિવ્ય પૂજા, દિવ્ય ક્રિયા એમ સર્વત્ર દિવ્ય ભાવ રાખવાની ચમત્કારી વાતો થાય. પછી ઠાકોરજીની શણગાર આરતી થયા પછી રાજભોગ આરતી સુધી સભામાં, વળી બપોરે મેડા પર કથા-વાર્તા થતી. સાંજે સંધ્યા આરતી પછીથી રાત્રે ૧૨ વાગ્યા સુધી સભામાં તથા આસને હરિભક્તો બેઠા જ હોય.

બાપાશ્રી જ્યારે વાતો કરવા માંડે ત્યારે સંત-હરિભક્તોને શાંતિ શાંતિ થઈ જાય. મૂર્તિના સુખની, રસબસ રાખ્યાની, મહારસનું પાન કર્યાની, અઢળક ઢળ્યાની, દિવ્ય ભાવની, માહાત્મ્યજ્ઞાનની, એવી વારંવાર નવીન નવીન વાતો થાય. વળી કેટલાક રોગે કરીને પીડાતા મુમુક્ષુ દર્શને આવતા તે પ્રાર્થના કરી આશીર્વાદ લઈ સાજા થતા, તો કોઈ ભૂત-પ્રેતના વળગાડવાળા દર્શને આવી દુઃખથી નિવૃત્ત થતા. આવી રીતે અનેક પ્રકારે હરિભક્તોને બાપાશ્રીએ કરાંચીમાં પધારી શ્રીજી મહારાજનું અલૌકિક સુખ આપવાની સાથે દૈહિક દુઃખ ટાળી સુખિયા કરી મૂક્યા.

ઘણાંક બાળકોને તેનાં સગાં-વહાલાંઓ શરણે લાવી અનેક જન્મનાં કર્મથી રહિત કરી શ્રીજી મહારાજના કૃપાપાત્ર ને મોક્ષના અધિકારી કરી ગયા. કેટલાક પોતાના ભૂલથી થયેલ દોષોની માફી માગી શુદ્ધ થયા. એમ અનેક જીવોનાં આત્યંતિક મોક્ષનું દ્વાર ઉઘાડતાં બાપાશ્રીએ કરાંચીમાં આ વખતે બહુ પ્રતાપ જણાવ્યો. સભામાં મહારાજના અલૌકિક પ્રતાપની એવી ચમત્કારી વાતો કરતા કે જે હરિભક્ત દર્શને આવે તે ત્યાંથી જઈ શકે જ નહિ. કેટલાય હરિભક્તો પુષ્પના હાર લાવી સભામાં પૂજા કરતા. એમ અનેક રીતે પોતાને વિષે હેતવાળા તથા ગુણબુદ્ધિવાળા હરિભક્તોને તથા મુમુક્ષુઓને સુખિયા કર્યા.

વળી સભામાં હરિભક્તોને ઘેર અથવા બીજે જે જે સ્થળે બાપાશ્રી જતા ત્યાં વારંવાર એવાં વચનો બોલતા જે, “આ બધું અક્ષરધામરૂપ છે, આ સર્વે તેજોમય છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસભાવે સુખ લીધા કરે છે, સભા ભેળી જ છે, આપણને આ દિવ્ય પ્રાપ્તિ થઈ છે, માટે હલરવલર ન કરવું. પ્રકૃતિનાં કાર્યમાં ક્યાંય ખોટી ન થાવું. આ સભાના સંકલ્પ ચાલે છે, આ સભા સનાતન છે, આ સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, જમે છે, રમે છે, દર્શન દે છે, પોતાના આશ્રિતોની રક્ષા કરે છે, આપણા ઉપર મહારાજની અમૃતનજર છે. અમે તો સૌને એ મૂર્તિમાં રાખીએ છીએ. અમારું કામ ને અમારો વેપાર એ જ છે. કોઈ લો! કોઈ લો! આ સમે મહારાજ અઢળક ઢળ્યા છે. એમના અનાદિમુક્ત પણ એ મૂર્તિની પ્રાપ્તિ કરાવવા આવ્યા છે. આવો અવસર કોઈ વંજાવશો નહિ. આ ટાણું બહુ દુર્લભ છે. આ સમે કાંઈના કામ થઈ જાય છે. પુરુષકોટિ, બ્રહ્મકોટિ તથા અક્ષરકોટિ આદિને મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અગમ છે, તે આપણને દયા કરી શ્રીજી મહારાજના લાડીલા અનાદિમુક્તોએ સુગમ કરી છે. આ અવસરે બહુ ભારે કામ થાય છે.”

એવા દિવ્ય ભાવનાં વચનોથી સંત-હરિભક્તો ઘણા જ રાજી થતા. હંમેશાં નવીન પ્રસાદીઓ વહેંચાય, આશીર્વાદ લેવાય, દર્શન-સેવા થાય, તેથી હરિભક્તો હેતમાં ગરકાવ થઈ રહેતા. એમ કરાંચીમાં પંદર દિવસ સુધી બાપાશ્રીએ અનેક પ્રકારે મૂર્તિનાં સુખ પમાડ્યાં.

ચમત્કારી વાતો કરી તેથી સૌ સંત-હરિભક્તો બાઈ-ભાઈ દિવ્ય ભાવે એ મહારસનું પાન કરે ને જેમ શ્રીજી મહારાજનું દિવ્ય સુખ, દિવ્ય સ્વરૂપ, દિવ્ય સામર્થી વર્ણવી છે તેમ હૃદયમાં ઉતારી તથા મહાપ્રભુના લાડીલા અનાદિ મહામુક્ત જે અહોનિશ મૂર્તિના સુખરૂપ અમૃતરસ પાન કરનારા છે, તેમનો અલૌકિક પ્રતાપ વિચારી આ લૌકિક સુખને અસાર જાણી દિવ્ય સુખની ત્વરા કરી પોતાનો મોક્ષ સાધી લેશે, તેના પર શ્રીજી મહારાજ તથા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીની પ્રસન્નતા થશે.

આથી પહેલાં ત્રણ વખત બાપાશ્રી કરાંચીમાં પધારેલા તે વખતે પણ આવી જ રીતે નવાં નવાં સુખ આપેલાં. તેનું યથાર્થ વર્ણન જો લખાયું હોત તો બાપાશ્રીના અધ્યાત્મજ્ઞાનની વાતોનું પુસ્તક ફક્ત આ શહેરમાં આઠ દિવસ, દસ દિવસ કે પંદર દિવસ રહ્યા તેટલામાં જ લખાત. પણ જ્યારે અનરાધાર વરસાદ વરસે  ત્યારે તે વરસાદનું માહાત્મ્ય એટલું બધું જાણી શકાય નહિ. પણ જ્યારે વરસાદની તાણ હોય છે ત્યારે તેનો મહિમા સમજાય છે.

તેમ શ્રીજી મહારાજની સાથે આવેલા અને મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિ મુક્તરાજ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા અ.મુ. પર્વતભાઈ જેવા મહાસમર્થ મુક્તોએ અનંત શરણાગતને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી અનંત અદભૂત કાર્યો કર્યાં. તે વખતે શ્રીજી મહારાજે પરચા, ચમત્કાર, ઐશ્વર્ય, સામર્થી પોતે તથા પોતાના આવા મહાપ્રતાપી મુક્તો દ્વારાએ દેખાડવા સંકલ્પ કરેલો તેથી અનંત જીવને સહેજે કારણ મૂર્તિની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ. તોપણ આવા આધ્યાત્મિક લખાણથી શ્રીજી મહારાજનો અલૌકિક દિવ્ય ભાવ, સર્વોપરી મહિમા તથા કારણપણું, આધારપણું, અનવધિકાતિશયપણું, નિયામકપણું, એ આદિક અનેક રીતે એ મૂર્તિનો મહિમા સમજાવવાને અર્થે જો અનાદિ મુક્તરાજ પર્વતભાઈ જેવા શ્રીજી મહારાજના હૃદયગત અભિપ્રાયને જાણનાર મોટા પાસેથી તેમની વાતોરૂપ લખાણ સંપ્રદાયને મળ્યું હોત તો સૌ વધુ ભાગ્યશાળી થાત. શ્રીજી મહારાજનાં ચરિત્ર-પ્રતાપનાં અદભૂત વર્ણનો લખવામાં અનાદિ મુક્તરાજ સદગુરુઓએ જરાએ ઓછપ રાખી નથી. તોપણ એ સાથે જો પર્વતભાઈ જેવા અનાદિ મહામુક્તોનાં અમૃતવચનો આપણને પ્રાપ્ત થયાં હોત તો વધુ આનંદ થાત. પણ એ તો જેવી શ્રીજી મહારાજની તથા તેવા મહાપ્રતાપી મુક્તોની મરજી. આપણે તો આ સ્થળે બાપાશ્રીએ કરેલા ઉપકારથી પણ એ લાભ મળ્યો જાણીએ તોપણ શ્રીજી મહારાજની તથા તેમની અત્યંત પ્રસન્નતા થાય. II ૧૦૯ II

 

Sermon-109

          As Bāpāśrī was to go all devotees, one by one performed pūjā of Bāpāśrī and saints with garlands and sandalwood paste. They would offer fruits, dry fruits, pray with folded hands and prostrate. Bāpāśrī would get up and meet all of them, put his hand on their heads, make joke and make them laugh and to some who were unhappy because of social problems he would bless them and say that Mahārāj would do everything good. Thus, many devotees would take darśan in turn so the place of assembly would become full of devotee. All wanted Bāpāśrī and saints to stay more but nobody could speak. Bāpāśrī, seeing their love would promise to keep them in Mūrti and make them pleased. He would call them sweetly and he would throw his glance of compassion and bless them. He met Brahmachārī and all devotees, young or old, and greeted them with Jay Swāmīnārāyaṇa and started in a car for going to the port. Crowd of devotees and group of women outside the temple were all having darśan of Bāpāśrī at the time of departure. All were greeted with Jay Swāmīnārāyaṇa and on the way the devotees who were living in Kiyāmādi area of Karāchī insisted Bāpāśrī to visit their homes. So Bāpāśrī obliged by by visiting their homes giving them darśan and pleasing them all, Bāpāśrī reached the port. Thousands of mumukṣus, saints, devotees had come to the port. Nājubhāī was conducting the audience by singing devotional songs, and the audience was following him. Khīmjībhāī of Nārāyaṇapur was also singing devotional songs standing in the steamer. Thus, all pleased Bāpāśrī. The devotees would go on the steamer and perform his pūjā with sandalwood paste and garlands, would offer prayer; and the saints who were standing near the steamer would not leave in order to get darśan. To please Bāpāśrī some were standing near the steamer with folded hands. When devotees were garlanding Bāpāśrī, these garlands were getting tangled in Bāpāśrī’s turban so Bāpāśrī took off the turban and tied a short dhoti around his head. Bāpāśrī had worn dhoti along with thick keḍiyu (upper wear). Devotees had applied thick sandalwood paste on the forehead and many garlands were there around his neck. The devotees standing at the shore were having such divine darśan of Bāpāśrī. Then Bāpāśrī said Jay Swāmīnārāyaṇa to all and standing on the deck of the steamer very merciful Bāpāśrī started throwing fruits from the steamer which he had been offered by devotees for giving to those Sadgurus, saints, etc., standing at the shore and to those who could not go in front due to heavy rush. Bāpāśrī would speak the names of Sadgurus viz. take Swāmī Vṛṅdāvandāsjī, take Swāmī Īśvarcharaṇadāsjī, Purāṇī Hariprasāddāsjī, Devjīvandāsjī, Muktavallabhdāsjī, Purāṇī Dharmakiśordāsjī, Āśābhāī and tell them to take the fruit and the fruit would go in the hands of one whose name was spoken. Thus, it was a miraculous  experience at that time. The steamer left at the fixed time. Devotees standing at the shore began to prostrate. On the steamer Bāpāśrī raised both his hands and blessed with assurance of salvation and would say now it is enough. All were chanting Jay Swāmīnārāyaṇa with folded hands and the devotees who had came with Bāpāśrī and were standing on steamer were also saying Jay Swāmīnārāyaṇa to all. At that time there were showers of sandalwood from the sky on that divine group so all become joyous. In this way all got divine darśan of Bāpāśrī while the steamer was moving. Thus, Bāpāśrī giving the blessing of ultimate liberation to all came to Kutch.

          This time Bāpāśrī showing his favour stayed in Karāchī for fifteen days and during this period many mumukṣus were accomplished. From early morning till late in the night the group of saints and devotees would be besides him and one by one devotees would keep on coming. Some would give up their work and would take benefit of sevā and darśan. Bāpāśrī would finish his daily rituals, pūjā, etc. before maṅgaḷā āratī took place. At that time devotees would sing devotional songs morning of morning time, perform pūjā with garlands of flower, meet and apply sandalwood paste. At that time topic for talks would come out or Bāpāśrī himself would start talking and this would take an hour or two. The talks would be about description of Mūrti, divine Mūrti, divine assembly, divine mukta, divine abode, divine flower, divine pūjā, divine activity, etc. Thus, wonderful talks advising to keep divine feeling everywhere would take place. Then śaṇagār āratī (ornaments, clothes, mugat, and other such valuable things will be put on Mūrti), would take place. Then kathā-vārtā would take place in the assembly till it was the time for rājbhog āratī. Again kathā-vārtā would take place at noon on the upper storey of temple. Devotees would sit in the assembly at their seats till twelve in the night, after evening āratī. When Bāpāśrī would start talking, saints and devotees would become peaceful. The new talks about bliss of Mūrti, keeping engrossed, drinking of nectar in the form of happiness of Mūrti, getting grace of God, divine feeling, knowledge of greatness, used to take place everyday and often. Sometimes some Mumukshus who suffered from some disease would come for darśan, pray, take blessings and would be free from disease. Some who were affected by evil spirit would also come and would become free from such evil spirit. In this way, Bāpāśrī made many devotees of Karāchī happy by giving them divine happiness of Śrījī Mahārāj and making them free from miseries of body and made them happy. Many children were brought to Bāpāśrī by their relatives. They were surrendered to Bāpāśrī and made them favourable of Śrījī Mahārāj and made them worthy of salvation by the grace of Bāpāśrī. Some became pure by begging pardon for the mistakes they had committed. Thus, Bāpāśrī in Karāchī opened the doors of ultimate liberation for innumerable jīvas and showed his divine power. In the assembly, Bāpāśrī would talk about such a miraculous power of Mahārāj that any devotee who came there for darśan could not leave. Many devotees would bring garlands of flower and perform pūjā in the assembly. Thus, in many ways Bāpāśrī made devotees and mumukṣus who had love and virtuous for him made them happy. Moreover Bāpāśrī used to visit homes of devotees or wherever he went he would always say,  “Everything is the form of Akṣardhām- this is all luminous. Infinite muktas take happiness remaining engrossed in Mūrti, assembly is together, this is divine achievement for us, so do not be impatient. Never waste time in the work  of Prakṛti. Saṅkalpas of this assembly work, this assembly is eternal, Mahārāj Himself sits in this assembly, dines, plays, gives darśan, protects His followers. Mahārāj’s divine sight is on us. I keep all in that Mūrti. It is my work and my business. Come and take! Come and take! This time Mahārāj has shown much of His favour. His Anādi muktas have also come to get you to Mūrti. Do not miss this occasion. Such occasion is very rare and in this time many things can be accomplished. Mūrti of Lord Swāmīnārāyaṇa is imperceptible for Puruṣakoti, Brahmakoṭī, and Akṣarkoṭi. This has become perceptible for us by the mercy of beloved Anādi muktas of Śrījī Mahārāj. This time much is being done.” Saints and devotees would become very much pleased, by such divine feeling words. Daily variety of prasād would be distributed, would take blessing, would do darśansevā, so devotees would remain merged in love. Thus, in Karāchī for fifteen days Bāpāśrī gave happiness of Mūrti in different ways. Miraculous talks took place so all saints and devotees, male and females would drink that nectar with divine feeling. Śrījī Mahārāj and Anādi Mahā Muktarāj will be pleased on him who takes by heart, the description of divine bliss, divine form, divine capacity of Śrījī Mahārāj as told here; and thinks about the divine capacity of beloved Anādi Mahā Mukta of Śrī Mahāprabhu who day and night drinks nectar in the form of bliss of Mūrti; and considering happiness of this world as useless, he would make haste for this divine bliss and thereby achieve his own liberation.

          Bāpāśrī had come to Karāchī thrice before this visit. At that time also he had given variety of happiness like this time. If the description of it had been written properly the book containing the talks about the spiritual knowledge of Bāpāśrī would have been written in this city only in eight days, ten days, or fifteen days- the period of his stay. But when it rains heavily, the importance of rain cannot be known but when there is want of rain its importance is understood. Similarly, innumerable persons who had taken refuge got Mūrti realised by Anādi Muktarāj Sadguru Gopālānaṅd Swāmī, etc. saints and Anādi Mukta Parvatbhāī who remained engrossed in Mūrti and who had come with Śrījī Mahārāj and were very capable muktas and did infinite wonderful deeds. At that time Śrījī Mahārāj had made a saṅkalpa of showing miracles, wonders, divinity, capacity, by Himself and through His such very capable muktas. As a result, many jīvas realised causal Mūrti easily. If such spiritual writing about Śrījī Mahārāj’s supernatural divine feeling, supreme greatness and cause of all causes, supporting to all and endlessness, controlling, etc. had been written by Anādi Muktarāj Parvatbhāī who was knowing opinion of Śrījī Mahārāj’s heart and had these talks in the form of writing been got by the sect, all would have been very fortunate. Anādi Muktarāj Sadgurus have left no stone unturned in describing Śrījī Mahārāj’s līlā and divinity. Even then had we got extra ordinary nectar words written by Anādi Mahā Mukta like Parvatbhāī along with it, it would have been matter of more joy but it might be according to wish of Śrījī Mahārāj and his very capable muktas. At this place if we feel that we got that benefit by the obligation of Bāpāśrī, even then pleasure of Śrījī Mahārāj as well as Bāpāśrī will be there. || 109 ||