Gujarati / English

કારતક સુદ-૧૫ને રોજ શ્રી વૃષપુર મધ્યે સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જેઃ- “વ્યતિરેક મૂર્તિમાં અનાદિમુક્ત રહ્યા છે તેમને બોલવા-ચાલવાનું હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું- જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈ પણ ક્રિયા હોય જ શાની? એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય તેથી બીજું કાંઈ કરતા જ નથી. એવી સ્થિતિ ન થઈ હોય તેનાથી મહારાજની આજ્ઞા પળતી નથી; એ આજ્ઞા પાળ્યા વિના મહારાજનો રાજીપો થતો નથી. કેટલાક તો વ્યસનમાં અને દ્રવ્યમાં આસક્ત હોય, પણ એ ખોટને ઓળખે નહિ. સત્સંગમા પચાસ-સાઠ વર્ષ થયાં હોય તોય પણ પ્રાયશ્ચિત કરે નહિ તો તેને શું સરવાળો રહે? જે માને તેને કહેવાય, પણ બીજાને ન કહેવાય. જો કહીએ તો મારે ધોકા. પહેલા ઊઠે ત્યારે ચા પીએ, પછી કરે દાતણ, પછી જાય નહાવા અને પછી કરે પૂજા.”

“અમારા ગામમાં બ્રાહ્મણ એકાદશીને દિવસે જમતો હતો, તેને કહ્યું કે, ‘આજ એકાદશી છે ને કેમ જમો છો?’ ત્યારે કહે જે, ‘ભૂલ્યા.”‘

“એક વખત અમે મૂળીએ ગયા હતા. ત્યારે એક માણસ દેગડું ભરીને ચા અમારી પાસે લાવ્યો અને કહ્યું જે, ‘આ બધાને પાઓ.’ ત્યારે અમે કહ્યું જે, ‘આ કોઈ પીએ તેવા નથી.’ તોપણ આગ્રહ મૂક્યો નહિ. ત્યારે અમે કહ્યું જે, ‘એવું અભરું કોણ પીએ?’ ત્યારે તે કહે જે, ‘અભરું કેમ કહો છો?’ ત્યારે અમે કહ્યું જે, ‘એમા અશુદ્ધ વસ્તુની મેળવણી આવે છે. માટે તે સત્સંગીથી તો પીવાય જ નહિ.’ તોપણ કેટલાક ત્યાગી પીએ છે; તે બહુ ખોટું કરે છે. તેમાં મહારાજની આજ્ઞા લોપાય છે.”

પછી બોલ્યા જે, “જામનગરમાં પણ એક જણે કેટલાકને ચા પાયો હતો તે બધાને અમે ઉપવાસ કરાવ્યો. અહીં કચ્છમાં તો અમે ચાની બંધી કરી છે. અમે આગળ સત્તાવનની સાલમાં મૂળીએ ગયા હતા, ત્યારે પણ મુંબઈવાળા મોતીલાલભાઈ સૉલિસિટર ચા પાવા આવ્યા હતા ત્યારે પણ અમે કહ્યું  જે, ‘એ ચા અમે ન પીએ.’ કેટલાક સંતો હરિભક્તોને ચા પાય છે, એ પાપ શું કરવા ઘાલતા હશે? એમાં તો કામ, ક્રોધ, લોભ, માન, એ આદિક દોષ વધે. કામરૂદેશના માણસ ઠગારા તે આવે ત્યારે પોતાની ક્રિયા કરે, એવાની વાત શું કરવી! તે વર્તમાન શું પાળતા હશે! અને શું ભક્તિ કરતા હશે! એવા આ દિવ્ય સભામાં આવીને બેઠા હોય તોપણ લાભ લઈ શકે નહિ. તમને તો અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં નિમગ્ન રાખીને મૂર્તિનું સુખ ભોગવાવે એવા અનાદિમુક્ત મળ્યા છે, તેથી તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે.”

તે જ દિવસે સાંજના બાપાશ્રી નાહીને ખુરસી પર તડકે બેઠા, પછી છાતી તથા પેટ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, “હવે જુઓ! શરીર સારું થઈ ગયું જણાય છે.” એમ અતિ પ્રસન્નતા જણાવી.  II ૧૧ II

 

On the morning of Kārtak Sud 15th, the Vachanāmṛt was being read in assembly at Vṛṣpur. Purāṇī Keśavpriyadāsjī said, “Anādi muktas dwell in transcendental Mūrti. Do they speak or make any movement?” Bāpāśrī replied, “For those who dwell in Mūrti, it is Mahārāj who speaks or sees through them. Even the actions of an ekāṅtik are done by Mahārāj then how can the actions of Anādi muktas not be done by Mahārāj? As they are absorbed in the bliss of Mūrti they do not do anything. The one who has not achieved such a state is not able to obey the commands of Mahārāj in absolute sense. And without obeying His commands, Mahārāj does not get pleased. Some are completely caught by addiction and wealth and still they do not know their defect. Some may have been in the Satsaṅg for 50-60 years and yet they do not observe the penance prescribed by Mahārāj for the violation of His commands. What can they achieve in the last? We can preach those only who take these words positively. If we preach others, they would beat us.  Some are such that soon after waking in the morning they take tea all of first, then they brush their teeth, take bath and lastly perform pūjā. In my village, there was a Brāhmaṇa who used to take food on the day of Ekādaśī. When I asked him how he could take food despite it being Ekādaśī, he replied that I was preaching a wrong person. Once I had been to Muḷī. There, someone brought a big pot full of tea and asked me to serve the tea to all the devotees. Eventhough I told him that none of us would take tea, he did not give up his insistence. So I said to him, “Who will drink such useless thing?”  He objected to me and said, “Why do you say it to be useless?” I explained him, “As an impure ingredient is mixed with this tea a satsaṅgī cannot drink it. Even then even some renouncers drink it. It is much improper. Drinking of it incurs violation of the command of Mahārāj. In Jāmnagar, someone had made some satsaṅgīs drink tea. So I made all of them observe a fast as a penance. Here in Kutch I have prohibited the use of tea. In Saṁvat year 1957, when I had gone to Muḷī, Motilālbhāī solicitor of Mumbaī offered tea to us. I told him that we do not drink tea. Some saints offer tea to devotees. Why do they commit such sin? By drinking tea vices like sexual desire, anger, greed, pride, etc. get strengthened. The people of Kāmrūp region who come here are cheaters. Their actions are so base that it is not worthwhile to talk about them. It is doubtful whether they would be obeying vartamān or engaging themselves in devotion. Even if such persons sit in this divine assembly, they will not be able to take benefit. You have got such an anādi mukta who gets you engrossed in Mūrti and make you enjoy bliss of Mūrti in Akṣardhām. So you have won everything.” In the evening of that very day Bāpāśrī sat on a chair in sunlight after having bath. Then moving his hand round his chest and belly said that the body seemed to have recovered from illness. Thus, he showed his much pleasure. || 11 ||