Gujarati / English

કારતક સુદ-૧૧ને રોજ ગામ શ્રી કેરાના મંદિરમાં સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.

તે સમયે મનજી હરજી પાંચાણી એમ બોલ્યા જે, “બાપા! આપણે શું થઈએ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમને મનુષ્ય જેવા જાણો તો અમે કુટુંબી થઈએ, અને જેવા છીએ તેવા જાણો તો સર્વના સ્વામી શ્રી પુરુષોત્તમ ભગવાન તેમની મૂર્તિમાં જ રસબસ છીએ. અમે જીવોને એ મૂર્તિના સુખમાં રાખવા આવ્યા છીએ, પણ અમે કોઈના બાપ, દીકરા કે સંબંધી નથી. અમે તો અનાદિમુક્ત જ છીએ. અમારી આ લોકમાં કોઈ જોડ નથી.”

એમ પોતાનો અલૌકિક દિવ્ય ભાવ જણાવ્યો.

પછી બાપાશ્રી કુંવરજીભાઈની વાડીએ નાહવા પધાર્યા અને સંતોને કહ્યું જે, “તમે જમીને ત્યાં આવજો.”

બાપાશ્રી નાહીને કુંવરજીભાઈની વાડીએ બેઠા હતા, તે વખતે વૃષપુરથી ભુજના સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા શ્રીવલ્લ્ભદાસજી આદિ સંતો આવ્યા.

તેમણે પૂછ્યું જે, “બાપા! આપની અમોએ માંદાઈ સાંભળી હતી તે હવે આપને શરીરે કેમ છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે માંદા નથી. માંદા તો દેહધારી હોય. અમે તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદાય સુખ લઈએ છીએ. અમને જે ઓળખે તેને પણ એવા જ સુખિયા કરીએ છીએ. તમે સૌ અમારા જેવા સુખિયા રહેજો. કેટલાક અમારે વિષે મનુષ્યભાવ પરઠીને દુખિયા થાય છે તેવું કોઈ કરશો મા. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં રસબસ છીએ, તેના સ્વામિનારાયણ સાક્ષી છે. અને જે અમારી સામે દૃષ્ટિ રાખશે તેને પણ મૂર્તિને સુખે સુખિયા કરીશું.”

એમ કહીને પછી સંતોએ સહિત મંદિરમાં પધાર્યા. II ૧૧૫ II

 

In the morning of Kārtak Sud 11th, kathā of Vachanāmṛt was being read in the assembly in the temple of Kerā. At that time Manji Harjī Panchani said, “Bāpā! How are we related?” Bāpāśrī said, “If you know me as human being, we are the family member and if you know me as I am, I am engrossed in Mūrti of Lord Puruṣottam who is Master of all. I have come to keep jīvas in the happiness of that Mūrti, but I am not the father, the son or relative of anyone. I am only anādi mukta. There is no one, in this world who can be compared with me.” Thus, he showed his wonderful divine feeling. Then Bāpāśrī came for bath at the farm of Kunvarjībhāī and asked saints to come there after having lunch.

          When Bāpāśrī was sitting at the farm of Kunvarjībhāī after having bath, Swāmī Bhaktipriyadāsjī and ŚrīVallabhdsaji, etc. saints of Bhuj came there from Vṛṣpur. They asked, “Bāpāśrī! “We had heard about your illness, how is your health now?” Bāpāśrī said, “I am not ill. The ill is one who is in physical body (dehdhari). I always take happiness remaining in Mūrti. I also make one happy the same way who knows me. You all remain as happy as I am.  Some have human feeling for me and become unhappy- so no one do like that. I always remain engrossed in Mūrti and Swāmīnārāyaṇa is witness of it. Moreover whosoever will keep his sight on me will also be made happy in the happiness of Mūrti.” saying so, he came to the temple along with saints. ||115 ||