Gujarati / English

કારતક વદ-૨ને રોજ સવારમાં વચનામૃતની કથા થતી હતી.

ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજ ને મોટા રાજી થાય તો જરાક વારમાં કામ થઈ જાય; તે વિના નકરાં સાધનથી લાખો-કરોડો જન્મે કામ થાય નહિ. મોટા અનાદિની વાત નોખી છે. એ તો મૂર્તિમાં સળંગ રહ્યા છે, તોપણ મહારાજે માયાનું બળવાનપણું કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી જેવાને પણ એના પ્રસંગે ઠેકાણું રહે કે ન રહે એવું એનું પ્રધાનપણું જીવોને સમજાવવા કહ્યું છે, પણ મોટા તો સદાય નિર્લેપ છે. કેમ કે કાળ, કર્મ ને માયાનો ભગવાનના ભક્તને માથે હુકમ નથી; તો આ તો મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિમુક્ત તેને શું હોય? પણ જ્યારે જીવોને એવી વાત સમજાવવી હોય ત્યારે મહારાજ મોટા મોટા મુક્તનાં નામ લઈને વાત કરતા એમ જાણવું. મોટાની છાયામાં રહે તેને પણ માયા નડી શકે નહિ તો એવા મોટાની તો વાત જ શી કહેવી?

“જીવને ઘાટ-સંકલ્પ નડતા હોય તો મહિમાએ સહિત ગદગદ કંઠ થઈને મહારાજ તથા મોટા મુક્તને પ્રાર્થના કરે તો ટળી જાય. જેમ નોળિયો નોળવેલ સૂંઘી આવે તો સર્પનું ઝેર ઊતરી જાય છે તેમ આ લોકમાં મોટપ, સારપ, કામ, ક્રોધ, આદિ કોઈ વસ્તુ જ નથી. મોટપ ને સારપ તો એક મહારાજની મૂર્તિમાં જ છે. શીતળતા વગેરે ગુણ પણ એમાં જ છે; પણ જેને મહિમા હોય તેને ખબર પડે. શ્રીજી મહારાજ તથા મૂર્તિમાં રહેનારા મુક્ત એ બે અનાદિ છે. મહારાજની વ્યતિરેક સાક્ષાત્ મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. તે એવા અનાદિમુક્તની કૃપાએ મળ્યું છે. તપથી કે સાધનથી એ સુખ મળે તેવું નથી. આ કાંઈ થોડી વાત ન કહેવાય. મોટાને પ્રતાપે આપણો તો ખરેખરો આત્યંતિક મોક્ષ થઈ ગયો છે એમ જાણી મૂર્તિમાં સળંગ જોડાય તો સુખની ધારાઓ છૂટે. ‘અમૃતના સિંધુ ઊલટ્યા, રંગડાની વાળી છે રેલ, પુરુષોત્તમ પ્રગટી’ એવું છે. આ તો દિવ્ય મૂર્તિ ને અલૌકિક પ્રાપ્તિ છે. માટે એ મૂર્તિને મૂકીને શાસ્ત્ર ભણે, કથા-કીર્તન કરે તોપણ મોટા સંતે દિનકઢણી કહી છે.”

પછી એમ બોલ્યા જે, “પાણો હોય તે અગ્નિથી શેકાઈ જાય છે ને પાણી અડે એટલે ચૂરેચૂરા થઈ જાય છે. અને ઔષધીમાં પણ એવો ચમત્કાર છે જે સોના આદિક વસ્તુને ગાળીને શુદ્ધ કરી નાખે છે. તો આ તો સર્વોપરી ભગવાન અને સર્વોપરી મુક્ત મળ્યા છે. તોપણ અંતર ગળતું નથી તેનું કારણ એ જે મહારાજનો તથા અનાદિમુક્તનો જેવો છે તેવો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ને સર્વોપરી ભગવાન તથા મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવનારા અનાદિમુક્ત તેમની ઓળખાણ થઈ નથી. કદાપિ ઓળખાણ થઈ છે તો તે સંગાથે જીવ જોડ્યો નથી. તે જો મન, કર્મ, વચને જીવ જોડે તો કાંઈ ખામી રહે નહિ. જેટલી ખામી રહે છે તેટલી જીવ જોડવામાં તથા આજ્ઞા પાળવામાં કસર છે તેથી અંતર ગળતું નથી. કેમ કે અગ્નિ તથા ઔષધી તે તો જડ છે તોય સોના આદિકનો મેલ મુકાવી દે છે, તો આ તો દિવ્ય મહારાજ ને દિવ્ય મુક્ત તે શું ન કરે? પણ અંતરાય રહે છે તેથી જેમ છે તેમ સમજાતું નથી; માટે સાચે ભાવે જોડાવું.”

પછી એમ બોલ્યા જે, “સાંખ્ય ને યોગ તે શું? તો શ્રીજી મહારાજ વિના સર્વે ખોટું જાણવું તે સાંખ્ય અને મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું તે યોગ.”  II ૧૧૭ II

 

 

In the morning of Kārtak Vad 2nd , when the kathā of Vachanāmṛt was being read , Bāpāśrī said, “If Mahārāj and muktas are pleased, work is accomplished in no time. Whereas it cannot be done even after thousand of births by means only. The talk of great Anādi is peculiar. They live in Mūrti constantly, even then Mahārāj has cautioned about the power of māyā and said that even saint like Muktānaṅd Swāmī may remain affected or unaffected by the power of Māyā. Such supremacy of māyā has been told for making jīva to understand. But muktas are always unaffected, because kāḷa, karma and māyā have no capacity to harm the devotee of God so how can it affect Anādi muktas who remain engrossed in Mūrti? But when such talks are to be explained to jīvas, Mahārāj says it in the names of great muktas- know thus. Māyā cannot affect one who remains in the shelter of muktas, so what to say about such muktas?  If thoughts become obstacles to jīva, and if it prays to Mahārāj and muktas with emotion along with understanding of greatness, his obstacles will become ineffective. Just as if the Mongoose, smells Norvel (kind of medicated plant), poison of snake will have no effect. (After smelling norvel, the mongoose becomes free from the poison of a snake). In this world, there is nothing like greatness, goodness, passion, anger, etc. Greatness and goodness is only there in Mūrti. Attributes like coolness, etc. are in it only but it is known to him who has understanding of greatness. Śrījī Mahārāj and muktas dwelling in Mūrti are both Anādis. We have got bliss of Mahārāj’s transcendent (unassociated-vyatirek) Mūrti. We have got it by the grace of anādi mukta. It cannot be had by penance or by doing means. This is not a small thing. Because of muktas, we have really got ultimate liberation. Knowing thus, if one gets attached to Mūrti constantly, happiness will emit like jet. ‘Amrut na sinddhu ultya, rangdani vali chhe rel, Puruṣottam pragti’ (just as nectar of sea has high tide, similarly incarnation of Puruṣottam is the highest joy). This is divine Mūrti and divine achievement so if anyone studies scripture leaving aside Mūrti or do kathā- kīrtan, great saints have called it waste of time.”

          Bāpāśrī said, “The stone gets roasted in fire and if water touches it, it breaks into pieces and medicine (acidic chemical) has such miracle- it dissolves gold, etc.  and makes it pure. Whereas we have met supreme Lord and supreme muktas even then mind does not accept it because the greatness of Mahārāj and anādi mukta is not known as it is. Moreover, he has not recognised supreme Mahārāj and Anādi muktas who are giver of happiness of Mūrti. In case one has recognised them, his jīva is not attached to them. If he associates his jīva by mind, deed and words, there will not remain any shortcoming. The proportion in which there is shortcoming, in that proportion there is shortcoming in obeying commands and attaching jīva so the mind does not accept. Fire and medicine are inanimate even then they make gold, etc. free from dirt. Then this is divine Mahārāj and divine mukta, what can not be done by them? But there is distance so it is not understood as it is, therefore, get attached sincerely. Then Bāpāśrī said what is Sāṅkhya and Yoga? It means everything should be known as false excepting Mahārāj is Sāṅkhya and remaining engrossed in Mūrti is Yoga. || 117 ||