Gujarati / English

કારતક વદ-૫ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે શ્રીજી મહારાજ જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ ને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ તથા પોતાનાં સર્વે ઐશ્વર્ય તે સહિત પધારે છે.

તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “બાપા! આ વચનામૃતમાં મહારાજ તથા મુક્ત પધારે છે, એ ભેગું અક્ષરધામનું નામ છે. એવાં વચનથી સત્સંગમાં કેટલાક અક્ષરધામ એ અક્ષર અને મહારાજ તે પુરુષોત્તમ તથા ચૈતન્ય મૂર્તિ પાર્ષદ જે મુક્તો તે સહિત પધારે છે એમ કેમ સમજતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વરુણ ને જળ નોખું ન પડે, અગ્નિ ને પ્રકાશ જુદા ન રહે, સૂર્યને પ્રકાશનું પણ એમ જ; તેમ મૂર્તિ તેજોમય, તેથી તેજ જુદું ને મહારાજ જુદા એમ કેમ કહેવાય? મહારાજ તેજના કારણ છે, એ તેજ દેખાડવું કે નહિ તે તેમની મરજી. શ્રીજી મહારાજની મોટપ જેવી છે તેવી જેની જાણ્યામાં આવે તે તો એમ ન રહે. કેમ જે મોટા મુક્તોએ મહારાજને સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર લખ્યા અને એ બધી વાત સમજાવી છે તેવો મહિમા જેને સમજાણો હોય તેને તો ચોથા ભેદવાળા મૂર્તિમાન અક્ષરઆદિ બીજા કોઈની મોટાઈ નજરમાં ન આવે. કેમ કે ‘મૂર્તિ આકારે દૃષ્ટિ થાય તે તો આત્માના સુખે કરીને તથા અક્ષરના સુખે કરીને અકળાઈ જાય ને મૂર્તિ વિના રહી શકે જ નહિ.’ એવું અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ ઘણું કહ્યું છે, પણ તે વિચારે તો ખબર પડે. મહારાજની મૂર્તિ પાસે અક્ષર આદિકની મોટપ શી ગણતીમાં? એ તો જેમ રાજા ને ચાકર માં ભેદ, સૂર્ય ને પતંગિયામાં ભેદ તથા ચંદ્ર ને તારામાં ભેદ; એવો ભેદ છે. શ્રીજી મહારાજ તો એ અક્ષરાદિક સર્વના નિયંતા ને પ્રકાશક છે.

“કેટલાક કહે છે કે, ‘મહારાજ અક્ષરના આધારે રહ્યા છે.’ એવાને શ્રીજી મહારાજના મહિમાની શું ખબર પડે? ‘જે હરિ અક્ષરબ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે’ એમ એ તો અક્ષરના અને અનંત કોટિ બ્રહ્માંડના આધાર છે. મહારાજ ઘોડે બેઠા હોય ત્યારે ઘોડો મહારાજને ઉપાડીને ચાલે છે એવું દેખાય, પણ એ તો સર્વના આધાર છે. જેથી ‘અક્ષરના આધારે મહારાજ રહ્યા છે’ એમ કહેનારાને મહારાજની મોટપ હાથ આવી જ નથી. શ્રીજી મહારાજ તો એ અક્ષરાદિક સર્વના આધાર છે. ‘અક્ષરના છો આત્મા રે અનંત ભુવનના ઈશ’ એવી રીતે શ્રીજી મહારાજ સર્વના નિયંતા છે, આધાર છે, કારણ છે, સૌને પ્રકાશના દાતા છે. એમના તેજે અક્ષરાદિક સર્વે તેજોમય છે અને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા થકા પણ પોતે તો પોતાના પ્રકાશરૂપ અક્ષરધામને વિષે સ્વતંત્રપણે છે.

“એ મૂર્તિને પામ્યા જે મુક્ત તે તો એ મૂર્તિના સુખભોક્તાપણે મૂર્તિમાં અખંડ રહ્યા છે. મૂળપુરુષ તથા અક્ષર એ આદિ સર્વના ભક્ત પરતંત્ર છે, અને શ્રીજી મહારાજના મુક્ત છે તે તો સ્વતંત્ર છે; તેમને તો એ કારણ મૂર્તિને સુખે જ સુખ છે.

“અનંત કોટિ બ્રહ્માંડના આધાર સર્વોપરી, કારણ મૂર્તિ, શ્રીહરિ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિના સુખ તુલ્ય કોઈ સુખ કહેવાય જ નહિ. માટે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયે કરીને શ્રીજી મહારાજની મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ સ્નેહ કરીને એ મૂર્તિના સુખમાં ગુલતાન રહેવું, પણ અક્ષર આદિકની મોટપ તથા સુખમાં લેવાવું નહિ. કેમ જે અક્ષર સૃષ્ટિ સમે મહાપુરુષ સામું જુવે છે ત્યારે તે મહાપુરુષ માયાને પ્રેરવાને સમર્થ થાય છે. માટે તેના સુખનું અધિકપણું પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષાદિકને હોય; પણ જેને શ્રીજી મહારાજની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે તે તો જ્યારે એ મૂર્તિના સુખનો વિચાર કરે ત્યારે એ અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. માટે શ્રીજી મહારાજની મૂર્તિ તો અદ્રિતીય છે.

“તે મૂર્તિ પમાડવા અનાદિ મહામુક્ત વિના કોઈ અવતારાદિક્ની સામર્થી નથી. કેમ જે અવતારોનાં ધામ જુદાં છે ને મહામુક્તોને તો શ્રીજી મહારાજનો સાક્ષાત્ સંબંધ છે. અક્ષર, મૂળપુરુષ આદિકને તો મહારાજ પોતાની અંતર્યામી શક્તિએ કરીને પ્રકાશ કરે છે, પણ તેને બીજા કોઈ જાણી શકતા નથી.

“જેમ કોઈ પુરુષ બરછી કે તીર નાખે તે બરછી કે તીરમાં નાખનારની શક્તિ જાય ખરી, પણ હાથમાં જેટલી શક્તિ હોય તેટલી ન જાય, લેશ માત્ર જાય; તેમ તે શક્તિ પણ એવી અને પોતાને વિષે તો અપાર શક્તિ હોય. મહારાજે કહ્યું છે જે, ‘ક્ષર-અક્ષરને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ.’ મોટાએ પણ એવું સમજાવ્યું, તોપણ જાણ્યા વિના ‘અક્ષરના આધારે મહારાજ રહ્યા છે’ એમ જે કહે છે તેને શ્રીજી મહારાજના મહિમાની ખબર શું પડે! અને મોટા પુરુષના સામર્થ્યની પણ શું ખબર પડે!

“આપણે તો સદાય મૂર્તિમાં રહ્યા છીએ એમ જાણવું. શ્રીજી મહારાજને તથા મોટા મુક્તને જીવના પાત્રપણાની ખબર પડે; કેમ કે તેમને સર્વે વાત હસ્તામળ હોય. તેથી જીવને ધીરે ધીરે સમજાવવા પ્રથમ મહારાજે સત્તપુરુષ રૂપે પોતાને ઓળખાવ્યા, પછી અવતારરૂપે, પછી પોતે અવતારીપણે જણાણા. મુક્તોને પણ એવું. નારદ, શુક, સનકાદિક તથા વ્યાસાદિક કહ્યા. કોઈને દત્તાત્રેય, કપિલજી જેવા, તો કોઈને અવતાર જેવા કહ્યા, પછી અક્ષરની ઉપમા આપી. પછી વળી ‘સિદ્ધ મુક્ત મૂર્તિની સન્મુખ રહી એકકાળાવચ્છિન્ન મૂર્તિનું સુખ ભોગવે છે’ એમ જણાવી એકાંતિક, પરમ એકાંતિક મુક્તના નામે કહ્યા અને અનાદિ તો મૂર્તિમાં જ રસબસ રહ્યા છે તેમ પણ સમજાવ્યું. એ રીતે જેમ જેમ જીવો સમજતા ગયા તેમ તેમ મહારાજ તથા મોટા અનાદિમુક્ત સમજાવતા ગયા.

“કેટલાક એમ કહે છે જે, ‘મોટા પુરુષોએ લખ્યું તે સાચું નહિ ને તમો કહો તે સાચું?’ પણ તેને આવી વાતોની ખબર નહિ જે, મોટા મુક્તોએ તો ધીમે ધીમે પચ પડતું જાય તેમ વાતો કરી સમજાવ્યું છે અને જેમ છે તેમ પણ લખ્યું છે. ‘એક હરિજન પર્વતભાઈ આચરજકારી છે; સદા રહે મૂર્તિમાંહી આચરજકારી છે.’ વળી, ‘એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ રહ્યાં છે’ એમ લખ્યું છે. તથા જેમ ‘જળ તરંગ નહિ ભેદ જદા, તેમ તેજ અગ્નિ નહિ ભિન્ન તદા; એમ હરિહરિજન એક સદા’, ‘રસબસ હોઈ રહી રસિયા સંગ’ એમ મહારાજ તથા અનાદિની આવા દૃષ્ટાંતે એકતા બતાવી છે. તોપણ સદા સાકારપણું, સ્વામી-સેવકપણું, દાતા-ભોકતાપણું ક્યારેય ટળતું નથી.

“તેથી આપણે તો કારણ મૂર્તિને જ સર્વોપરી જાણી સુખિયા રહેવું. મહારાજ જેવા તો મહારાજ એક જ છે. તેથી જેને જેટ્લો મહારાજનો મહિમા સમજાય તેટ્લો તેને આનંદ આવશે તથા પ્રાપ્તિ થશે.”  II ૧૨૧ II

 

On the day of Kārtak Vad 5th, the 71st Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly. In it, it is said when Śrījī Mahārāj comes in the form of Mūrti for the welfare of jīva He comes along with His Akṣardhām, and His attendants who are like chaitanya Mūrti and all His divinity. Purāṇī Keśavpriyadāsjī asked, “Bāpā! In this Vachanāmṛt it is said that Mahārāj and muktas come and along with them there is the name of Akṣardhām. By such words, some understand that Akṣardhām means Akṣar and Mahārāj means Puruṣottam and chaitanya Mūrti pārśads means muktas, Mahārāj comes along with them- why do they understand thus? Bāpāśrī said, “Varuṇa and water will not get separated, fire and light will not remain separate and the same is about the sun and the light. Similarly, Mūrti is luminous, so how can it be said that Mahārāj and luminescence are separate? Mahārāj is the cause of luminescence, that luminescence is to be shown or not is His choice. If one comes to know about the greatness of Śrījī Mahārāj as it is, will not say so, because great muktas have written that Mahārāj is supreme, cause of all, support of all, everything has been explained. If one has to understand His greatness in such a way, He will not consider greatness of anyone including Akṣar, etc. who are Mūrti itself as per the 4th species because when his sight is on Mūrti he will become restless on account of happiness of Akṣar and happiness of soul and as a result he cannot live without Mūrti. Such has been said much by Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī but it can only be known if one thinks about it. What is the value of greatness of Akṣar, etc. before Mūrti? Just as there is difference between the king and servant between the sun and butterfly and between the moon and star – such is the difference. Śrījī Mahārāj is the giver of light and controller of all including Akṣar, etc. Some say that Akṣar is the support of Mahārāj-how can such know the greatness of Śrījī Mahārāj? ‘Je Hari Akṣar Brahma adhar par koi nav lahe’ (Śrī Hari is the support of Akṣar Brahma, no one else is beyond Him). On the contrary He (Mahārāj) is the support of Akṣar and infinite cosmoses. When Mahārāj rides the horse, it seems that the horse runs taking Mahārāj on its back but He is the support of all. Therefore, those who say that Akṣar is the support of Mahārāj has not understood the greatness of Mahārāj. Śrījī Mahārāj is the support of Akṣar, etc. in all. ‘Akṣarna chho ātmā re anant bhuvanna Ish’ (Mahārāj is the soul of Akṣar and God of infinite abode). Thus Śrījī Mahārāj is the controller, supporter, cause and donor of light to all. Akṣar, etc. are all luminous because of His luminescence and He is immanent (anvaya) in all with His divine power but He Himself dwells independent in Akṣardhām which is the form of His own luminescence. Muktas who achieved that Mūrti dwell constantly in Mūrti as the enjoyer of bliss of Mūrti. Devotees of MulPuruṣa and Akṣar, etc. are dependent whereas, Śrījī Mahārāj’s muktas are independent. They are happy in the happiness of that causal Mūrti. No happiness can be compared with happiness of Lord Śrī Hari Sahajānaṅd Swāmī Puruṣottam’s Mūrti which is support of infinite cosmoses, supreme, causal Mūrti. Therefore, one should remain immersed in the bliss of Mūrti by making firm unwavering decision and by affection with love oriented devotion. But one should not come under the influence of greatness and happiness of Akṣar, etc. because Akṣar looks at MahaPuruṣa at the time of creation and then that MahaPuruṣa becomes capable to inspire māyā. Therefore, that happiness has more importance for PradhānPuruṣa, Prakṛti-Puruṣa, etc. One who has realised Śrījī Mahārāj Himself and when he thinks about the happiness of that Mūrti, the happiness of Akṣar becomes insignificant for him. Mūrti is unparallel. To achieve that Mūrti any incarnation, etc. are not capable excepting Anādi Mahā Mukta. Abodes of incarnations are different, whereas Mahā Muktas have direct relationship with Śrījī Mahārāj. Akṣar, MulPuruṣa, etc. are illuminated by Mahārāj by His omniscient power but others do not know it. Just as some throws barchhi (spear-like weapon) or an arrow his power will go in barchhi or an arrow, but it will not be equal to what is in hand, little only will go. Similarly, that power is like it and His (Mahārāj’s) power is limitless. Mahārāj has said that He is holding kshar, Akṣar by His power. Muktas also explained thus, but without understanding one say that Akṣar is the support of Mahārāj-how can he know the greatness of Śrījī Mahārāj and also of great muktas! Know that we are always in Mūrti. Śrījī Mahārāj and great muktas are capable to know about the worthiness of jīva because everything is within their knowledge. With a view to persuading jīva by and by, initially Mahārāj revealed Himself in the form of Satpuruṣa, then in the form of incarnation and then as giver of incarnation- same was the case with muktas. They were called as Nārad, Śuk, Sanak, Vyāsa, etc. Some were called as Dattātreya, Kapilji, etc. Some were called as incarnation. Then simile of Akṣar was given. Then informing that realised muktas dwelling in front of Mūrti enjoy bliss of entire Mūrti in toto, they were called as ekāṅtik, param ekāṅtik mukta. He also explained that Anādis remain engrossed only in Mūrti. As and when jīva began to understand, Mahārāj and great Anādi muktas went on explaining .Some question that whatever I say is true, whereas whatever great persons wrote is not true. Such person did not have the knowledge about such talks- great muktas have explained slowly in the manner in which it can be digested and also have written as it is. ‘Ek harijan Parvatbhāī acharajkari chhe; sada rahe Mūrti manhi acharajkari chhe’ and ‘ek ek muniman anek muninan vrund rahya chhe’ (one devotee named Parvatbhāī is miraculous, always dwells in Mūrti-he is miraculous and in every Muni there are groups of Munis) it has been written thus. ‘Jal tarang nahi bhed jada tem tej agni nahi bhinna tada; em Hariharijan ek sada’ ‘rasbas hoi rahi rasiya sang’ (Just as water and waves are not separate, fire and brightness are not separate, similarly Hari and harijan, God and a devotees are always one, engrossed in Mūrti and have oneness). Thus unity of Mahārāj and Anādi is shown by such examples. Even then there is always a form, the Master-servant relationship, donor–enjoyer, which is never abandoned. Therefore, we could always remain happy knowing that causal Mūrti is supreme. Mahārāj is second to none. The proportion in which one understands greatness of Mahārāj he becomes joyful in that much proportion and will achieve his goal.” || 121 ||