Gujarati / English

કારતક વદ-૬ને રોજ રાત્રે કથા પ્રસંગે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સત્સંગમાં આગળ મોટા મોટા મુક્ત હતા તે હવે જતા રહ્યા, એમ કેટલાક બોલે છે. તેને તો શ્રીજી મહારાજના પ્રતાપની ને મહિમાની ખબર નથી. કેમ જે મહારાજ તથા મોટા તો સદાય પ્રગટ પ્રમાણ છે, તેજોમય છે, દિવ્ય છે એવો દિવ્ય ભાવ આવવો જોઈએ. દિવ્ય ભાવ આવ્યા પછી આનંદ સમાય નહિ.

“અમારે અહીં એક સંતને છેલ્લી અવસ્થાએ દિવ્ય ભાવ આવી ગયો એટલે આ ઓસરી, ઓરડા, ડેલી, મંદિર, ચારે તરફ તેજના ફુવારા છૂટ્યા ને તેજ તેજ થઈ રહ્યું. એ તેજમાં કુંડાળા જેવો ચક થયો તે વચમાં શ્રીજી મહારાજ બિરાજેલા એવું દેખાણું. તે જોઈને તેમની સર્વે વૃત્તિઓ તદાકાર થઈ ગઈ તેથી મૂર્તિમાં જોડાઈ ગયા એટલે દિવ્ય દેહ થઈ ગયો. પછી હેતે કરીને મહારાજને મળ્યા. બીજા સાધુએ પૂછ્યું તો કહે, ‘અહો! શું મૂર્તિનું તેજ! દેહધારી એ તેજ ઝીલી ન શકે. મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તથા મૂર્તિને ફરતા મુક્તની ઠઠ છે. તેજ શીતળ ને શાંત છે તેનું વર્ણન કેવું કરવું!’ એમ બોલ્યા. એવા તેજોમય શ્રીજી મહારાજ આપણને મળ્યા છે તોપણ રાખનાં પડીકાં જેવા માયિક પદાર્થ માટે મારું-તારું થાય એ કેવું અજ્ઞાન કહેવાય!

“મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. અનંત બ્રહ્માંડમાં જે જે તેજોમય છે, તે મહારાજના તેજ વડે છે. એવા શ્રીજી મહારાજ આ લોકમાં પોતાનું તેજ-ઐશ્વર્ય ઢાંકી મનુષ્ય જેવા દર્શન આપે છે તોપણ તે તો જેમ છે તેમ ને તેમ જ છે. સાકરના નાળિયેરની પેઠે ત્યાગ-ભાગ નથી.

“મોટા મુક્તોએ એ મૂર્તિનો મહિમા જીવોને સમજાવવા અંગોઅંગની ઉપમા આપી તે મુખારવિંદ સૂર્ય-ચંદ્ર જેવું, નાસિકા પોપટની ચાંચ કે દીપકની સગ જેવી, હોઠ પરવાળા સમાન, દાંત દાડમના બીજની શોભા હરે તેવા, કંઠ કંબુ જેવો, ઉદર પીપળ પાન સમું, હાથ હાથીની સૂંઢ જેવા, નાભિ નૌતમ, કેડ કેસરી સિંહને મોહ પમાડનારી, સાથળ કેળના સ્થંભ જેવા, આંગળીઓના નખ લાલ મણિ જેવા, એમ ઉપમા આપી એ મૂર્તિનો મહિમા વર્ણવ્યો; કેમ કે જીવને ઝાઝું સમજવાની ગતિ નહિ તેથી એવી રીતે કહ્યું.

“શ્રીજી મહારાજે એક વખત સભામાં રમૂજ કરી કહ્યું કે, ‘આવી ઉપમાથી તો અમારો મહિમા ન કહેવાણો, પણ જીવોને સમજાવવા અમને વગોવ્યા જેવું થયું. અને અમારા સંતને પણ નારદ, શુક, સનકાદિક, જડભરતની ઉપમા કેમ અપાય! પણ મોટા મુક્તને એમ જે, જે તે પ્રકારે જીવને મૂર્તિમાં હેત થાય ને દેહ તથા માયિક પદાર્થમાંથી વૃત્તિઓ ઊખડે.

“તેમાં પણ જીવને મોટો કુસંગ તો આ દેહનો છે તે દેહભાવ ટળવો કઠણ છે; એ તો કર્મની કોટડી છે. તે દેહને લઈને જીવને ઘણા જન્મ ધરવા પડ્યા છે, પણ તેનો ઊંડો અભાવ થતો નથી ને મોઢેથી ‘દેહ નાશવંત છે, અસત્ય છે, દુઃખરૂપ છે’ એમ કહેવાય છે ને બીજાને સમજાવાય છે, પણ પોતાને એ વાત પૂરી સમજાણી ન હોય. તેની ખબર કેમ પડે? તો હમણાં પડખેથી સર્પ નીકળે તથા ઘર સળગ્યું હોય ને ફરતી ઝાળું નીકળતી દેખાય તે વચમાં પોતે રહી ગયો હોય અથવા પોતે વહાણમાં બેઠો હોય ને દરિયામાં સઢ ભાંગે ને વહાણમાં પાણી ભરાવા માંડે તે વખતે સમજણની ખબર પડી જાય.”

પછી બોલ્યા જે, “આપણે તો એક મૂર્તિનું જ અનુસંધાન રાખવું, નહિ તો દેહનો મમત્વ મટે તેવો નથી. માટે દેહ, લોક, ભોગ, વિષય એ બધાંમાંથી વૃત્તિઓ ઉખાડી એક મૂર્તિ આકારે રહેવું. શ્રીજી મહારાજ સુખના નિધિ છે, જીવનદોરી છે. એ મૂર્તિને ચિંતામણિ, પારસમણિ, કલ્પતરુ એવી ઉપમા અપાય છે એ પણ ઘટતું નથી. તોપણ એથી વધુ શું કહેવું? પરભાવમાં તો બોલવાનું રહેતું નથી. સિદ્ધદશાવાળાને તો મૂર્તિ જ દેખાય એટલે સર્વત્ર સુખ, સુખ ને સુખ જ છે.”

એમ વાતો કરતાં સમાપ્તિ કરી, હરિભક્તોને કેળાંની પ્રસાદી વહેંચી.  II ૧૨૨ II

 

At night on the day of Kārtak Vad 6th, Bāpāśrī, showing his favour, talked on the topic of an incident in kathā. He said, “Some say that great muktas who were formerly there in satsaṅg have gone now. They do not have the knowledge of Śrījī Mahārāj’s power and greatness. Mahārāj and muktas are always present and we should have the divine feeling that they are luminous and divine. There should be such divine feeling. Joy will be boundless after having divine feeling. Here at my place a saint had divine feeling in the last stage, so this porch, rooms, court yard, temple all became luminous and jets of luminescence emitted from all sides. In that luminescence there was a circle and it appeared that Śrījī Mahārāj was there in the centre. On seeing that all his tendencies became that form and he got engrossed with Mūrti so his body became divine. Then he met Mahārāj with love. When the other saint inquired he said, Oh! What a brightness of Mūrti. The human being cannot bear that luminescence with his physical eyes. Infinite muktas dwell in Mūrti and around that Mūrti there is crowd of muktas. How to describe luminescence which is cool and calm? We have got such luminous Śrījī Mahārāj, even then we quarrel for māyik objects which are like the packet of ash-what an ignorance it is!  Jets of luminescence emits from Mūrti. Whatever is luminous in infinite cosmoses is on account of Mahārāj’s luminescence. Such Śrījī Mahārāj gives darśan in this world as human being by hiding luminescence and divinity. Even then He is as He is. He is like a coconut made only of sugar, means there is no any other part except sugar. To explain greatness of that Mūrti to jīvas, muktas gave simile for every organ. They said Mahārāj’s face is like the sun-moon, the nose like the beak of a parrot or like the flame of a lamp, His lips are like coral, teeth as if taking away beauty of seed of pomegranate, neck is like a conch, stomach is like leaf of pipal tree, arms like the trunk of an elephant, navel is like novel, waist as if it fascinates the lion, thighs are like the prop of banana tree, nails of fingers are like red jewel- thus the greatness of Mūrti is described by giving simile, because jīva does not have much understanding so it has been said thus. Once Śrījī Mahārāj jokingly said in the assembly that by such simile, the greatness has not been told but to explain to jīva, He has been defamed. How can simile of Nārad, Sanak, Śuk, etc., Jadbharat can be  given to His saints? But great muktas think that the way in which jīva develops love for Mūrti and roots out its tendency from māyik objects and the body. Moreover jīva has the worst company of this body and to give up bodily feeling is very difficult- it is the prison of deeds. Jīva had to take many births because of the body but it does not have much distaste for body. It is orally said that body is mortal, unreal, is the form of unhappiness and it is explained to others but he himself has not properly understood it. How can it be known? If a snake passes by him, or his house is on fire, flames are seen propagating and surrounded from all sides and he himself is in the middle of the house or he is in a boat and the same breaks in the middle of sea and sea water enters in the boat, at that time, his understanding will be known. We should keep only goal of Mūrti. Otherwise the attachment for body will not be done away with. Therefore, root out all tendencies from the body, the world, the enjoyment, sensual objects, etc. and should remain only as the form of Mūrti. Śrījī Mahārāj is the treasure of happiness, the string of life. That Mūrti is given the simile of chiṅtāmaṇi. Pārasmani, kalpataru, etc. but it is not enough.  But what can be said more than that? In the divine perspective nothing has to be spoken. Realised one would see only Mūrti so everywhere there is happiness, happiness and only happiness.” Thus, the talks came to end and the prasādī of bananas was distributed to devotees. || 122 ||