Gujarati / English

કારતક વદ-૭ને રોજ સભામાં નારાયણપુરવાળા ખીમજીભાઈ ‘આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે’ એ કીર્તન બોલ્યા.

પછી બાપાશ્રીએ સભામાં વાત કરી જે, “આ સમયે તો જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી શરદ ૠતુ બેઠી છે તે આનંદના ફુવારા છૂટ્યા કરે છે. તેથી આવા જોગમાં જીવ બહુ સુખિયા થાય છે. જે જોઈએ તે આ સભામાં છે. મહારાજના સુખનો જેને અનુભવ થયો હોય તેને બીજું કાંઈ નજરમાં જ આવે નહિ.”

તે ઉપર વાત કરી જે, “અ.મુ. સદ્. સ્વરૂપાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી દેશમાં ફરવા ગયા, પણ ક્યાંય મૂર્તિ વિના મનુષ્ય દેખ્યાં નહિ. તેમ આપણે પણ મહારાજ તથા આવી દિવ્ય સભા વિના બીજે ક્યાંય મનુષ્ય નથી એમ જાણી મૂર્તિમાં વળગી પડવું. આ સભામાં મનુષ્યભાવ પરઠી અવળા સંકલ્પ કરે તેને ઘણો વાંધો આવી જાય છે.”

તે ઉપર વાત કરી જે, “જય-વિજય ભગવાનના ધામને દરવાજે હતા, પણ પોતાને માને કરીને ખબર ન રહી, તેથી સનકાદિકનું અપમાન કર્યું. પછી શ્રાપ થયો એટલે ત્રણ જન્મ અસુરભાવે ભજન કર્યું, ત્યાં સુધી દ્રોહનું ફળ ભોગવવું પડ્યું. માટે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તેની આસુરી મતિ થઈ જાય છે, તેથી એ માર્ગે ચાલવું જ નહિ. આ સભામાં મહારાજ તથા અનાદિ બિરાજે છે. આ તો અક્ષરધામની સભા છે એવો દિવ્ય ભાવ રાખવો. હેત ને વિશ્વાસ લાવીને મોટા મુક્તનો બહુ મહિમા જાણે તો કામ ભારે થઈ જાય.

“જો આપણે એક ભગવાનની મૂર્તિ રાખીએ તો આવરણ સર્વે ટળી જાય ને સુખિયા થવાય. ઘણાક જીવ મુમુક્ષુ, એકાંતિક તથા પરમ એકાંતિક થાય છે. તેને પહેલું પૃથ્વીનું આવરણ ટળે છે તેની આપણને ખબર કેમ પડે? તો જ્યારે કોઈ ફૂલનો હાર સારો-નરસો પહેરાવે ત્યારે ખબર પડી જાય. બીજું આવરણ રસનું છે તે જો ઈન્દ્રિયો રસમાં લેવાય તો તેમાં તણાણો કહેવાય. એવી રીતે બીજાં બધાંય આવરણની વાત જાણવી. આપણે તો ગરજુ થઈને આજ્ઞા પ્રમાણે વર્તવું; તેટલું જ કરવાનું છે.”

તે ઉપર વાત કરી જે, “એક વાણિયાને લાખ રૂપિયાની ખોટ ગઈ. પછી લેણાવાળાએ રૂપિયા માગ્યા, પણ તે ક્યાંથી આપે? ત્યારે તે શાહુકારે એક હજાર રૂપિયા માગ્યા ને કહ્યું જે, ‘એટલા રૂપિયા આપ તો બધું દેણું માંડી વાળું.’ ત્યારે તે વાણિયો કહે જે, ‘મારી પાસે કાંઈ નથી તે હું ક્યાંથી આપું?’ પછી તો તે શાહુકારે કહ્યું જે, ‘એક સો રૂપિયા આપ એટલે થયું.’ પણ તે કહે જે, ‘મારી પાસે કાંઈ નથી.’ ત્યારે લેણાવાળાએ કહ્યું જે, ‘હું કહું તેમ કર. તું મારા ઘરના દરવાજે બેસ ને જે કોઈ માગવા આવે તેને સદાવ્રત આપ અને કૂતરાં, ગધેડાં આદિકને ઘરમાં પેસવા ન દેવાં, એટલું કર તો તારું સર્વ દેણું માંડી વાળું.’ પછી તેણે તેમ કર્યું.

“આપણે પણ જાણપણારૂપ દરવાજે રહેવું અને સદાવ્રત જે શ્રીજીનું જ્ઞાન તે સર્વેને આપવું. અને કૂતરાં-ગધેડાંની પેઠે નબળા દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર આદિક તેમને જીવમાં પેસવા દેવા નહિ, તો સર્વ દેણું વળી જાય એટલે કે પાપ નાશ પામે; અને એમ કરે તો જ ધણીની મરજી સાચવી કહેવાય. આપણે શ્રીજીના કહેવાણા માટે તુચ્છ જેવા દોષ ફજેત કરે નહિ તે જાળવવું અને મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી પોતાનું પૂરું કરી લેવું.”  II ૧૨૩ II

 

On the day of Kārtak Vad 7th, Khīmjībhāī of Nārāyaṇpur sang a devotional song in the assembly. ‘Anand apyo ati ghano re, ā sabhama albel Puruṣottam pragaṭī re’ (at this assembly abundant joy has been given by amorous Puruṣottam after His incarnation). Then Bāpāśrī said in the assembly, “At this time the autumn has set in since Mahārāj has taken incarnation. As a result fountain of joy emits so jīva becomes very happy by such opportunity. Whatever one wants is there in the assembly. He, who has experienced happiness of Mahārāj, will have no liking for anything else. To elaborate the point, example of Anādi Mukta Sadguru Swarūpānaṅd Swāmī was given. He went on a tour by the order of Mahārāj but wherever he went he did not see human beings excepting Mūrti. Similarly, we should also feel that there are no human beings elsewhere excepting in such divine assembly and Mahārāj, knowing thus, stick to Mūrti. If anyone in this assembly takes Mahārāj as human being, makes thoughts aversely, it will be very bad. Jay-Vijay had reached to abode of God but they insulted Sanak, etc. without recognising them and feeling themselves proud of their position, so they were cursed so they worshipped for three rebirths as devils. They were worshipped as demons. They had to suffer because of their fault. One who betrays the devotee of God will face the punishment of devilish wisdom –do not tread on that path. Mahārāj and Anādi sit in the assembly. Keep such divine feeling that this assembly is that of Akṣardhām. If one knows the greatness of great muktas with love and faith, much work will be done. If we keep only God’s Mūrti, covering will have no effect and will become happy. Many jīvas become mumukṣu, ekāṅtik and param ekāṅtik. Their first covering the earth becomes null and void- how can it be known to us? It is known when somebody gives garland of flower of good or bad quality. The second covering is that of taste. If one is taken away by the sense of taste, he is said to be attracted to it. In this we should know about other coverings. We should behave according to commands by becoming needy- we have to do that much only. Here an example was quoted. A Bania (business man) made a loss of hundred thousands rupees. Then creditor demanded his money but how could he give? That Richman asked that Bania to give him a thousand rupees and in turn he would write off all his debt. The Bania said how could he give when he had nothing with him? The Richman again said to the Bania to give him hundred rupees so that his debt would be written off. The Bania said he had nothing with him. Then creditor told him to do as he tells him. He asked the Bania to sit at the door of his house and give alms to whosoever come for begging give them charity, moreover asked to see that dogs, donkeys, etc. do not enter the premises. If he does thus, all his debt would be written off. Then the Bania did as he was told. We should also stay at the doors in the form of knowledge and give charity which is Śrījī’s knowledge to all and weak faults like passion, anger, greed, pride, fascination, jealousy, etc. should not be allowed to enter jīva as we do not allow dogs, donkeys, etc. to enter our house-so that our debt means our sins will be burnt and if one does it is said that wish of the master is fulfilled. We are called as Śrījī’s own persons. So we should see that trivial faults do not make us ashamed. We should achieve our goal by pleasing Mahārāj and great muktas.” || 123 ||