Gujarati / English

કારતક વદ-૮ને રોજ સવારે સભામાં બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.

પછી બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, “મુનિ સ્વામી! કથા ચલાવો ને અમૃત રસ વરસાવો એટલે કે મૂર્તિના સુખની વાતો કરો.”

એમ કહી તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, “આ મંદિર, આ સભા ને આવી વાતો જે સંભારે તે તરત મૂર્તિના સુખમાં પહોંચે.”

પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે પુરાણીને પાસે બેસારીને બાપાશ્રીએ કહ્યું જે, “આપણે આ મેડીનું કામ પૂરું થાય એટલે મોટો યજ્ઞ કરવો છે. અમોએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ મંડળને કહ્યું છે જે, ‘અમો યજ્ઞ કરશું તે ટાણે તમો સૌ આવી પહોંચજો. આ અમારો છેલ્લો યજ્ઞ છે તેથી સંત-હરિભક્ત સર્વેને તેડાવીને સુખિયા કરવા છે.”‘

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, “બાપા! આપે સદગુરુઓને રજા આપી ત્યારે કેટલાંક મર્મવચનો કહ્યાં હતાં ને વળી ‘આજ છેલ્લો યજ્ઞ કરીશું’ એમ કહો છો તેથી આપની કેવી મરજી છે તે કાંઈ સમજણ પડતી નથી.”

ત્યારે બાપાશ્રી કહે, “પુરાણી! છેલ્લો યજ્ઞ એટલે છેલ્લી સ્થિતિ અનાદિની કરવાનો બ્રહ્મયજ્ઞ. તેમાં તમામ હેતવાળા સંત-હરિભક્તોને તેડાવીને મૂર્તિના સુખની વાતો કરશું. સૌને મૂર્તિના સુખમાં રહેવાની છેલ્લી પ્રાપ્તિ કરાવશું, ઘેર ઘેર જઈશું, ઉતારે ઉતારે ફરશું, સૌને દિવ્ય ભોજન જમાડશું. સભામાં બેઠા હઈશું અને જે સંભારશે તેના મનોરથ પૂરા કરશું, એમ સૌને રાજી કરવા છે. આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી.”

તે વખતે વાલજી લાલજી દર્શને આવ્યા ને કહ્યું જે, “બાપા! આપને માંદાઈ બહુ ગઈ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમને કોણ માંદા કરે એવું છે?”

તે વખતે જાદવજી કડિયા પાસે ઊભા હતા તેના સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, “આ માંદો જણાય છે.”

ત્યારે જાદવજીભાઈ કહે જે, “બાપા! હું માંદો નથી, હું તો કડિયાકામે જાઉં છું. મને ખબર પડતી નથી જે હું કેમ માંદો?”

ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “મહારાજના અનાદિમુક્ત દયા કરી જીવોને મૂર્તિને સુખે સુખિયા કરવા દૃષ્ટિગોચર વર્તતા હોય તેમને ન જાણીને તેમને વિષે મનુષ્યભાવ પરઠે તે મંદવાડ.”

ત્યારે તે જાદવજીભાઈ કહે, “બાપા! આપને વિષે મને ક્યારેય મનુષ્યભાવ આવ્યો જણાતો નથી; તોપણ જાણે-અજાણે કોઈ વખત મન, કર્મ, વચને સંકલ્પ થઈ ગયો હોય તો દયા કરી માફ કરો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે તો બધાયના મંદવાડ ટાળીને શુદ્ધ અનાદિ કૈવલ્ય મુક્ત કરીને એટલે કે શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ કરીને મૂર્તિને સુખે સુખિયા કરવા આવ્યા છીએ; એમ તમે સમજો એટલે સાજા.”

પછી તે બોલ્યા જે, “બાપા! હવે હું આજથી એમ જ સમજીશ.”

તે વખતે બાપાશ્રીએ રાજી થઈને તેના માથા પર હાથ મૂકી પ્રસન્નતા જણાવી.  II ૧૨૪ II

 

In the morning of Kārtak Vad 8th, the assembly of Bāpāśrī, all saints and devotees was held. Then Bāpāśrī asked Purāṇī Keśavpriyadāsjī to start the kathā and shower the juice of nectar means talk about the bliss of Mūrti. Saying so, Bāpāśrī put his hand on his head and said that whosoever remembers such talks, this temple, and this assembly will immediately reach in the bliss of Mūrti. When the kathā was over Bāpāśrī told Purāṇī, “We have to perform a big yajña when the work of construction of upper storey is finished. I have told about this yajña to Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, etc.  group. At that time all of you come. This is my last yajña so I want to call all saints, devotees and make them happy.”

          Purāṇī Keśavpriyadāsjī said, “Bāpā! When you gave send off to Sadgurus, you had said some mysterious words. Once again you say that this should be the last yajña so your wish is not understood.” Bāpāśrī said, “Purāṇī! The last yajña means brahmayajña to achieve the last stage of Anādi and for that purpose all saints, devotees having love will be invited and talks about bliss of Mūrti will take place. All will be made to get last achievement of remaining in the bliss of Mūrti, will go from home to home, from lodging place to lodging place, will all be fed divine meals, will be sitting in the assembly and the desire (manorath) of one who remembers will be fulfilled. Thus, I want to please by giving bliss to all. During this visit nobody will be left out.”

          At that time Valji Lāljī came for darśan. He said Bāpā, that he was very ill. Bāpāśrī said, “Who is there that can make me ill?” At that time Jadavji mason (kadia) was standing near him. Bāpāśrī looking at him said that he seemed to be ill.” Jādavjībhāī said, “Bāpā! I am not ill. I go for the masonry work and do not know how am I ill?” Bāpāśrī showing his favour, said, “anādi mukta of Mahārāj who is before eyes work for jīvas to make them happy in the happiness of Mūrti. One who does not recognise him and take him as a human being is illness. Jādavjībhāī said, “Bāpā! I have never felt human feeling for you even then knowingly or unknowingly if I have saṅkalpa you as a human being by mind, deed or words, forgive me. Bāpāśrī said, “I have come to cure illness of all and make them pure Anādi Kaivalya Mukta means to make them happy in the happiness of Mūrti by making them engrossed in Mūrti-if you understand thus, you are healthy. Then he said, “Bāpā! Henceforth I will understand thus only.” At that time Bāpāśrī was pleased and put his hand on his head and showed his pleasure. || 124 ||