Gujarati / English

ફૂલડોલ પર બાપાશ્રી ભુજ ઠાકોરજીનાં દર્શન કરવા ગયેલા ત્યારે સાધુઓએ તથા વૃષપુરના હરિભક્તોએ સેવા બહુ કરી તેની સભામાં વાત કરી રાજીપો જણાવ્યો ને કહ્યું જે, “આવાં મોટાં મંદિર ને આવાં સ્થાન છપૈયા સુધી જ્યાં જઈએ ત્યાં દેખાય છે, એ બધા સંતોના ને હરિભક્તોના દાખડા છે. એ સેવાએ કરીને અનેક અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખભોક્તા થઈ ગયા છે; કેમ જે આવાં સ્થાનમાં મહારાજે આત્યંતિક મોક્ષનું સદાવ્રત ચલાવ્યું છે, તેથી અહીં સર્વે ક્રિયા મૂર્તિના સંબંધની જ હોય.

“મહારાજના અનાદિમુક્ત જીવને મૂર્તિનાં સુખ પમાડવા દૃષ્ટિગોચર વર્તતા હોય તેમનો રાજીપો થાય ને એ જે કહે તેમાં વિશ્વાસ હોય તો એ લટક હાથ આવે ને મૂર્તિને સુખે સુખિયો થઈ જાય; નહિ તો દાખડો ઘણો ને ફળ થોડું થાય. શ્રીજી મહારાજે ‘મોટા મુક્તને જોગે તથા સેવાએ સો જન્મની કસર ટળવાની હોય તે આ જન્મે ટળે’ એમ કહ્યું છે, તેનું કારણ પણ એ જ છે. માટે અવસર ન ચૂકવો.

“કેટલાક સત્સંગમાં જૂના કહેવાતા હોય, પણ સમજવામાં કાંઈ ન આવ્યું હોય તેથી મહારાજને તથા બીજા અવતારોને એકમેક વર્ણન કરે, તેને મોટા અનાદિનો મહિમા જીવમાં ક્યાંથી ઊતરે? કેટલાક તો જગતના જીવની સમજણની પેઠે એમ બોલે છે જે, ‘બધાય ભગવાનના અવતાર સરખા.’ તેમ આ વાત ન સમજ્યા હોય તે પણ એમ કહે જે, ‘રામ, કૃષ્ણ આદિ જે અવતાર થાય તે જ મહારાજ. એ ટાણે થોડી સામર્થી જણાવી હતી ને આ ટાણે ઘણી જણાવી છે.’ વળી એમ પણ કહે છે કે, ‘ભગવાન તો એક છે. તે એના એ ભગવાન, તેમાં વળી નાના-મોટા કેમ કહેવાય?’ એવી સમજણ પોતાને તો હોય, પણ તેનો જે વિશ્વાસ કરે તેના જીવમાં પણ એવી સમજણ નાખે, તેથી તેના ઉપર મહારાજનો ને મોટાનો રાજીપો ક્યાંથી થાય!

“મોટા મુક્તોએ સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી તોય સર્વોપરીપણાની, અવતાર-અવતારીની વાત જીવમાં ઊતરે નહિ. તેને મહારાજનું સુખ ક્યાંથી આવે! અનંત કોટિ રામ ને અનંત કોટિ કૃષ્ણ અને અનંત કોટિ મુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઈ રહ્યું. ‘આ તો અનંત ભગવાનના ભગવાન છે તે આપણે ઘેર આવીને બેઠા છે’, એમ અ.મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તથા અ.મુ. ગોપાળાનંદ સ્વામીએ પણ મહારાજનો સર્વોપરી મહિમા બહુ જ કહ્યો છે.

“જો મોટા અનાદિમુક્તનો વિશ્વાસ હોય તો એ વાત સમજાય, પણ પોતાની બુદ્ધિબળે સમજાય એવું નથી. કેટલાક ભણેલા-ગણેલા કહેવાતા હોય, પણ પરોક્ષ શાસ્ત્રમાં આ વાત ખોળે તે ક્યાંથી જડે! શ્રીજી મહારાજ તો એમ કહે છે જે, ‘આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, તે તો વિચારોને મનમાંથી રે.’ તેથી એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત વિના શ્રીજી મહારાજનો મહિમા કોણ સમજાવે! જ્યારે શ્રીજી મહારાજ અ.મુ. રામાનંદ સ્વામીને મળ્યા ત્યારથી સ્વામીશ્રી તો એમ જ કહેતા જે, ‘આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે; પણ આવા શબ્દ જીવમાં ઉતારે નહિ ને મોટા કહે તે મનાય નહિ, તેને મહારાજનું સુખ કેમ આવે? માટે સૌ મહારાજને જેવા છે તેવા જાણજો.”

એમ વાતો કરી હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા.  II ૧૨૬ II

 

When Bāpāśrī had gone to Bhuj for darśan of Ṭhākorjī on the occasion of Fūldol festival, saints and devotees of Vṛṣpur did much sevā. Bāpāśrī talked about it in the assembly and showed his pleasure. He said, “Such big temples and such places are seen wherever we go up to Chhapaiyā. This is all the efforts of saints and devotees. By that sevā many have become enjoyers of bliss of Mūrti in Akṣardhām because at such places Mahārāj has started charity of ultimate liberation, so all activities here have relationship with Mūrti. Anādi muktas of Mahārāj come in our sight to give happiness of Mūrti to jīva. If they are pleased and if one has trust in them, the technique of achieving goal will become handy and he will become happy in the happiness of Mūrti- otherwise efforts will be more and result will be less. Śrījī Mahārāj has said-by getting attached to great muktas and by their sevā, the shortcoming would be overcome during this birth which would have done away with after taking hundreds of rebirths- its reason is also the same, so do not miss the opportunity. Some are called senior in satsaṅg but have not understood anything so they describe incarnation of Mahārāj and other incarnations at par- how can greatness of great Anādis be understood by them? Some say that all incarnations of God are the same as it is said by those jīvas of this world who understand thus. Similarly those who have not understood this talk say that incarnations of Rām, Kṛṣṇa, etc. are the incarnations of Mahārāj. They further say that during those incarnations the capacity was shown in less proportion whereas this time it has been shown more. Moreover they say that God is only one-the same God, how can they be called small or big! They do have such understanding and there, such understanding is also given to those jīvas who trust them, so how can Mahārāj and muktas be pleased on them! Great muktas have left nothing in explaining, even then the talk of supremacy of incarnate- incarnation is not accepted by jīva. How can they get the happiness of Mahārāj! If one understands that Mahārāj is the doer, supporter, controller and cause of infinite Rama, infinite Kṛṣṇa and infinite muktas, and of everything, then he has achieved knowledge. He is God of infinite gods and He has come to our house- Anādi Mukta Guṇātitānaṅd Swāmī has said thus. Moreover Anādi Mukta Gopālānaṅd Swāmī has also said much about supreme greatness of Mahārāj. If one has faith in great anādi mukta, that talk would be understood but by one’s own intellect cannot be understood. Some are said to be educated but they search for this talk in parokṣa scripture (means scriptures of incarnation other than that of Mahārāj) how they can find! Śrījī Mahārāj says thus, ‘Avya nathi ne avshun kyanthi re, te to vicharone manmanthi re’ (had not come and from where will come, this is to be understood in mind). So who can explain the greatness of Śrījī Mahārāj without Anādi muktas, who are enjoyers of the bliss of Mūrti. When Śrījī Mahārāj met Anādi Mukta Ramanand Swāmī, since then Swāmīśrī used to say that this Nīlkaṇṭha Brahmachārī is worth praying even by great Rām, Kṛṣṇa, Vāsudev, Akṣar, etc. and also is worth worshipping, but such words are not taken by heart and jīva does not believe in what muktas say-how can he get happiness of Mahārāj? Therefore, all know Mahārāj as He is.” Talking thus, Bāpāśrī pleased devotees and came to Vṛṣpur. ||126||