Gujarati / English

કારતક વદ-૭ને રોજ નારાયણપુરના ધનજીભાઈને મંદવાડ વધુ જણાવાથી તેમના નાના દીકરા હરજીભાઈએ વૃષપુર આવી બાપાશ્રીને પ્રાર્થના કરી તેથી તેમને દર્શન દેવા પોતે નારાયણપુર પધાર્યા. બાપાશ્રીને જોઈને ધનજીભાઈ બેઠા થઈ ગયા અને જય સ્વામિનારાયણ કહી મળ્યા.

તે વખતે બાપાશ્રીએ તેમના શરીર પર હાથ ફેરવીને કહ્યું જે, “કાંઈ ફિકર રાખશો નહિ, મહારાજ સારું કરશે.”

ત્યારે ધનજીભાઈએ કહ્યું કે, “બાપા! આપની કૃપાએ મારે કાંઈ ફિકર નથી. પણ આપને મારે અરજ એટલી કરવાની છે જે આથી પહેલાં જ્યારે જ્યારે મંદવાડ થઈ ગયેલો ત્યારે ત્રણ-ચાર વખત સાંધા દઈ દઈને મને રાખ્યો છે. તો આ વખતે મારી માગણી એવી છે કે હવે મને દયા કરી મહારાજની મૂર્તિમાં જોડી દો. મારે હવે મૂર્તિ વિના બીજો કાંઈ સંકલ્પ નથી.”

ત્યારે બાપાશ્રી કહે જે, “તમે સાવ ઉદાસ કાં થાઓ? અમારે તમારું આ લોકમાં કામ પડે તો રાખવાય જોઈએ.”

ત્યારે ધનજીભાઈએ બહુ પ્રાર્થના કરી જે, “બાપા! હવે મને આ લોકમાં રહેવાની મુદ્દલ ઈચ્છા નથી, માટે દયા કરી મહારાજના સુખમાં મૂકી દો.”

એવાં વચન સાંભળી બાપાશ્રી અતિ પ્રસન્ન થયા ને કહ્યું જે, “ભલે, તમે જાઓ. અમે પણ પાછળથી આવીએ છીએ.”

એમ કહી તેમના ત્રણે દીકરાઓને ભલામણ કરી જે, “તમો સર્વે હવે ધનજીભાઈની સેવા બરાબર કરજો. તેમની વૃત્તિ હવે મહારાજની મૂર્તિ સન્મુખ થઈ ગઈ છે.”

પછી બાપાશ્રી તથા સૌ ઘરનાં માણસો પાસે બેઠા હતા. તે વખતે ધનજીભાઈ પ્રાર્થના કરવા લાગ્યા જે, “બાપા! આપે જે જે વરદાન આપ્યાં હતાં તે બધાંય સત્ય કર્યાં.” એમ કહી નેત્ર પ્રેમનાં આંસુથી ભરાઈ ગયાં.

પછી હાથ જોડીને બોલ્યા જે, “બાપા! બહુ દયા કરી. મહારાજને લાવ્યા, સંતોને લાવ્યા, સર્વે દિવ્ય તેજોમય. બાપા! તમે પણ આવા તેજોમય છો.” એમ કહી ઊંડા ઊતરી ગયા.

વળી થોડી વારી જાગૃત થઈ હાથ જોડીને બોલ્યા જે, “બાપા! તમે બહુ દયા કરી. તમે આવા દયાળુ છો.”

ત્યારે બાપાશ્રી કહે, “ધનજીભાઈ! મહારાજમાં વૃત્તિ જોડી મેલો. એ મૂર્તિમાં તેજની સેડ્યો તથા ફુવારા છૂટે છે. માંહી અનંત મુક્ત સાકાર થકા રહ્યા છે, માટે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ અને કાંઈ બોલવુંય નહિ.” એમ કહી ધનજીભાઈને શાંત કર્યા.

પછી બાપાશ્રીએ તેમના પુત્રાદિકને ભલામણ કરીને કહ્યું જે, “તમે હવે ચિંતા મ કરજો. ધનજીભાઈ તો મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે.”

ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, “બાપા! આ ધનજીભાઈ વિના અહિં તો દુકાળ જેવું લાગશે.”

તે વચન સાંભળી પોતે બોલ્યા જે, “આ દુકાળ તો બહુ નહિ જણાય, પણ જ્યારે મોટો દુકાળ પડશે ત્યારે સૌને ખબર પડશે.”

એમ કહી સૌને પાસે રહેવાની ભલામણ કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા.

વળી ધનજીભાઈ પાછલી રાત્રે બેઠા થઈને પગે લાગવા માંડ્યાં ને બોલ્યા જે, “વાહ મહારાજ! વાહ મારા બાપ! મારા પર ઘણી દયા કરી.”

સાથે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં. તેમને પણ કહ્યું જે, “બાપા! ઓરા આવો. તમે આવા તેજોમય! આજ દિવસ સુધી આવા કેમ દેખાતા નહોતા? આજ તો ભારે દયા કરી.”

તે વખતે ઘરમાં તેમના સંબંધી તથા ત્રણ પુત્રો રામજીભાઈ, લાલજીભાઈ તથા હરજીભાઈ આદિ જાગતા હતા. તે વખતે નાના દીકરા હરજીભાઈએ કહ્યું જે, “બાપા! તમે આ શું બોલો છો?”

ત્યારે તેના સામું જોઈને કહ્યું, “હરજી બચ્ચા! ઘરનાં સૌ દર્શન કરો, આવડી સભા અહીં બેઠી છે ને તું મને એમ કેમ પૂછે છે જે શું થાય છે? આ મહારાજ! આ બાપા! આ સંત બધાય તેજોમય બેઠા છે.”

એમ કહી વળી ઊંડા ઊતરી ગયા. ઘરના માણસોએ એમ જાણ્યું જે આમની વૃત્તિ મૂર્તિ આકારે થઈ ગઈ છે ને બાપાશ્રીએ આપણને સેવા કરવાનું કહ્યું છે, તેમાં જમવાનું તથા પાણી પાવાનું એમની મરજી પ્રમાણે આપણે કરીએ છીએ, પણ બીજી સેવા કરવાની હવે રહી નહિ. પણ તેમને શ્રીજી મહારાજ તથા દિવ્ય સભાનાં દર્શન થાય છે તે લાભ આપણને મોટો મળ્યો. એમ વિચારી ઘરનાં નાનાં-મોટાં સૌ પ્રાર્થના કરી પગે લાગ્યાં ને કહ્યું જે, “અમારા સૌની ઉપર રાજી રહેજો.”

તે વખતે ધનજીભાઈ પણ સર્વેને હાથ જોડી જય સ્વામિનારાયણ કહી પગે લાગવા મંડ્યા ને બોલ્યા જે, “વાહ મહારાજ! વાહ દયાળુ! ભલે આવ્યા. ઘણી ખમા! બહુ દયા કરી. હે મહારાજ! તમે ભક્તવત્સલ ખરા. આ ટાણે મારી સંભાળ લીધી, મહારાજ તમે મારી લાખેણી લાજ રાખી.”

એમ કહી હાથ જોડી વળી સૂઈ ગયા અને સૂતાં સૂતાં હાથ જોડી પગે લાગતાં બોલ્યા જે, “બાપા! તમે ખરે ટાણે મહારાજને લઈને પધાર્યા.” એમ કહી મૌન રહ્યા.

થોડી વાર થઈ ત્યારે પોતે સૂતાં સૂતાં હાથ જોડતા હતા. તે વખતે તેમના દીકરાઓએ પૂછ્યું જે, “શું કરો છો?”

ત્યારે ધનજીભાઈ કહે, “બાપાને પગે લાગું છું.”

ત્યારે તેમના દીકરાઓએ કહ્યું જે, “બાપા ક્યાં છે?”

તો કહે, “આ રહ્યા. આ નદીના ધરે નહાય.”

પછી તેમના દીકરા હરજીએ ખબર કાઢી તો બાપાશ્રી નહાતા હતા. તે તેડી આવી દર્શન કરાવ્યાં. એ રીતે બાપાશ્રીએ ધનજીભાઈને નિરાવરણ કરી દીધા.  II ૧૨૭ II

 

On the day of Fāgaṇa Vad 7th, Dhanjībhāī of Nārāyaṇpur showed the signs of illness more so his younger son Harjībhāī came to Vṛṣpur and requested Bāpāśrī, so Bāpāśrī himself came to Nārāyaṇpur to give darśan to him. On seeing Bāpāśrī, Dhanjībhāī got up from bed and met Bāpāśrī by saying Jay Swāmīnārāyaṇa. Bāpāśrī moved his hand on the body of Dhanjībhāī and asked not to worry, Mahārāj will do good. Dhanjībhāī said, “Bāpā! I have no worry because of your mercy. The only request is that formerly whenever, I was ill you have kept me by curing my illness three to four times. This time I request you get me attached to Mūrti by your mercy. Now I have no any other saṅkalpa than Mūrti.” Bāpāśrī said, “Why are you becoming so sad? If I have any work for you in this world I have to keep you.” Dhanjībhāī prayed with great emotion to Bāpāśrī saying that he had no desire at all to live in this world so he should be kept in the happiness of Mūrti by his mercy. On hearing such words Bāpāśrī was very much pleased and said, “All right, you go. I am also coming later on and advised his three sons to do sevā of their father properly. His tendency (vṛtti) is now with Mūrti.”

          Then Bāpāśrī and all the family members were sitting near by at that time Dhanjībhāī prayed to Bāpāśrī and said to him, “Bāpā! Boons which you had given all became true” and saying so, his eyes were full of tears of love. He further said with folded hand, “Bāpā!, you have shown much mercy. You brought Mahārāj and saints all divine luminous. Are you also such luminous!” Saying so, he went into meditation. When he came out of meditation he again said with folded hands, “Bāpā! You have shown much mercy. You are such merciful!” Bāpāśrī said, “Dhanjībhāī, join your tendency in Mahārāj. In that Mūrti, rays of luminescence emit and also fountain of luminescence emits.  Inside it infinite muktas dwell bodily. Therefore, do not see anything except Mūrti and do not speak anything.” Saying so, Dhanjībhāī was made calm. Then Bāpāśrī advised his sons etc. not to worry for him. Dhanjībhāī has become happy in the happiness of Mūrti. His relatives said to Bāpā, “It will be like famine without Dhanjībhāī. On hearing these words Bāpāśrī said that this famine will have no much effect but when there will be big famine, all will realise. Saying so Bāpāśrī advised all to remain by him and then Bāpāśrī came to Vṛṣpur. 

          Once again Dhanjībhāī got up late at night and started praying Mahārāj and thanked Mahārāj and Bāpāśrī, He said that much mercy was shown on him. Along with Mahārāj he was having darśan of Bāpāśrī. He said Bāpāśrī to come near and expressed with surprise that he was such luminous. Why had he not appeared such till today? Today you have shown much mercy. At that time his relatives and three sons named Rāmjībhāī, Lāljībhāī and Harjībhāī, etc. were not sleeping. His younger son Harjībhāī asked his father what he was speaking. Looking at him Dhanjībhāī said to Harjī to ask everyone in the house to have darśan and surprisingly said that such a big assembly was sitting there and how he was asking what happened. Here was Mahārāj, here was Bāpā. All those sat with luminescence. Saying so, he had gone in trance. Family members, came to know that his tendency had become one with Mūrti and Bāpāśrī had told them to do his sevā. They were giving him food and water according to his wish, but there remained no other sevā. But he was having darśan of Śrījī Mahārāj and the divine assembly which was the greatest benefit they got. Thinking so all members of family young or old prayed and prostrated and requested to remain pleased on them. At that time Dhanjībhāī also greeted all with Jay Swāmīnārāyaṇa with folded hands and prostrated and thanked Mahārāj saying that he was very merciful and welcomed His presence. Repeatedly said Mahārāj had done much mercy. He was devotee’s love. He took much care of him and added that Mahārāj had kept his prestige. Saying so he slept with folded hands and while sleeping he was thanking Bāpāśrī, saying that he came with Mahārāj at a proper time and then he remained silent. After sometime he was praying with folded hands while in sleep, at that time his sons asked him what he was doing. He said he was praying to Bāpāśrī. His sons asked him where Bāpāśrī was. He said here he was. He was taking bath at the river stream. Then his son Harjī inquired and knew Bāpāśrī was bathing. Bāpāśrī was taken to Dhanjībhāī’s home and all had   darśan. Thus Bāpāśrī gave Dhanjībhāī divine sight. || 127 ||