Gujarati / English

બીજે દિવસે ફાગણ વદ-૯ને રોજ ધનજીભાઈ જાગ્રત થયા ને પાસે બેઠેલા ઘરનાં માણસોને જય સ્વામિનારાયણ કહ્યા.

ત્યારે તેમના દીકરાઓએ કહ્યું કે, “બાપાશ્રીને તેડી આવીએ?”

ત્યારે ધનજીભાઈ કહે, “તમે મારી રાત-દિવસ સેવા કરો છો. વળી વચનામૃતનું પારાયણ વાંચ્યું, ભક્તચિંતામણિની કથા કરી, તોય તમે બાપાશ્રીને તેડી આવીએ એમ કેમ કહો છો? બાપાશ્રી તો આ રહ્યા. મહારાજ તથા અનંત મુક્ત પણ આ બેઠા. જુઓને! આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આદિ અનેક સંતો બેઠા છે. સર્વે તેજામય છે. તોપણ તમે આમ કેમ બોલો છો?”

એમ એ વખતે ધનજીભાઈને મહારાજ તથા બાપાશ્રી આદિ અનેક મુક્તોનાં દર્શન થયાં. પછી સૌને જય સ્વામિનારાયણ કહી ધનજીભાઈએ દેહ મૂક્યો.

તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ હરિભક્તોને કહી પછી પોતે નારાયણપુર જવા નીકળ્યા. ધનજીભાઈને પાલખીમાં બેસારી હરિભક્તો ઉત્સવ કરતાં કરતાં અગ્નિદાહ દેવા જતા હતા, તે ઝાંપામાં બાપાશ્રી સામા મળ્યા. પછી હરિભક્તોએ પાલખી ઉતારી દંડવત કર્યા.

ત્યારે બાપાશ્રી ધનજીભાઈ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, “ધનજી બચ્ચા! જા, અમે આવીએ છીએ.”

એમ કહીને પોતે એક કોરું વસ્ત્ર તેમના પર ઓઢાડ્યું. પછી હરિભક્તોને પાલખી લેવા કહ્યું. જ્યારે પાલખી લઈને સૌ ચાલ્યા ત્યારે ગુલાલની ધોખડ થઈ રહી અને બહુ સુગંધી આવવા માંડી, તેથી બધા ઊંચું જોવા લાગ્યા જે આટલો બધો ગુલાલ અને આટલી બધી સુગંધ ક્યાંથી આવે છે! પછી તેમને દેન દેવા માટે નદીને ધરે લઈ ગયા. ત્યાં અગ્નિસંસ્કાર કર્યો, ત્યારે પણ બાપાશ્રી સૌની સાથે હતા.

તે વખતે બોલ્યા જે, “નારાયણપુરમાં આજે કાળ પડ્યો અને કચ્છમાં તથા સાજા સત્સંગમાં કાળ પડ્યો, અને પડ્યો; એમ સમજી લેજો.” એવી રીતે પોતાને અંતર્ધાન થવાની વાત મર્મમાં જણાવી.

ફાગણ વદ-૧૨ને રોજ ધનજીભાઈના ખરખરે કણબીની નાતના માણસો આવેલા, ત્યારે પણ બાપાશ્રી તે સર્વે પ્રત્યે એમ બોલ્યા જે, “ધનજી ગયો તે ખાલું પડ્યું તે આ લોકની દૃષ્ટિએ બહુ ખોટું થયું. અમો પણ મહેમાન છીએ, જાવાની તૈયારીમાં છીએ.”

આવું સાંભળીને હરિભક્તોને અંતરમાં બહુ દુઃખ થયું. તેથી સૌએ પ્રાર્થના કરી જે, “બાપા! તમે કેમ વારેવારે ઉદાસી જણાવો છો?”

ત્યારે બાપાશ્રી કહે, “મહારાજની મરજી હશે તે પ્રમાણે બોલાતું હશે. આપણે તો ધનજીભાઈની પેઠે મૂર્તિમાં જોડાઈ જવું ને સુખિયા થાવું.” એમ કહી સૌને ધીરજ આપી.  II ૧૨૮ II

 

 

On the next day of Fāgaṇa Vad 9th, Dhanjībhāī awoke and greeted the family members with Jay Swāmīnārāyaṇa. At that time his sons asked him if they could call Bāpāśrī. Dhanjībhāī said, “You are doing my sevā day and night. Moreover you read pārāyaṇa of Vachanāmṛt. You also did the kathā of Bhaktachiṅtāmaṇi, even then you want to call Bāpāśrī. Here is Bāpāśrī. Here sit Mahārāj and infinite muktas. Just see this is Gopālānaṅd Swāmī, Muktānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, Nityānaṅd Swāmī, etc. and many saints are also sitting. All are luminous even then why do you say so?” Thus at that time Dhanjībhāī had darśan of Mahārāj, Bāpāśrī, etc. including many muktas. Then Dhanjībhāī left for the Akṣardhām (heavenly abode) after saying Jay Swāmīnārāyaṇa to all. This incident was narrated to devotee by Bāpāśrī at Vṛṣpur and then Bāpāśrī left for Nārāyaṇpur. Dhanjībhāī was seated in palanquin and devotees were going to the crematorium ground in the festive mood. At the entrance of the village Bāpāśrī met them. Then devotees laid down the palanquin and prostrated before Bāpāśrī. Bāpāśrī moved his hand over Dhanjībhāī and uttered the words ‘Dhanji Bachcha! Go, I am coming.’ Saying so, Bāpāśrī covered a new cloth over the body of Dhanjībhāī. Then devotees were told to lift the palanquin. When they started with the palanquin gulāl was sprinkled in all directions and there was very good fragrance. Everybody looked up and wondered from where so much gulāl and so much fragrance came. Then for performing last rites the body was taken at the riverbank and his body was cremated there. At that time Bāpāśrī was also there with all. Bāpāśrī said, “The vacuum has been created in Nārāyaṇpur and more over in Kutch as well in whole satsaṅg vacuum has been created- know thus and thereby indirectly hinted (suggested) about his journey for Akṣardhām (heavenly abode).

          On the day of Fāgaṇa Vad 12th, the people of Kaṇabī community came at Dhanjībhāī’s house for condolence. At that time Bāpāśrī told all, that the death of Dhanji had created vacuum- it is a great loss in the eyes of this world.” He further said, “I am also guest and am ready to leave this world.” Hearing this, devotees became very sad. All devotees prayed to Bāpāśrī and asked why he was showing gloom often. Then Bāpāśrī said that it might be according to the wish of Mahārāj. He advised to join Mūrti as Dhanjībhāī had joined and become happy. Thus, all were consoled. || 128 ||