Gujarati / English

કારતક  વદ-૨ને રોજ સભામાં પ્રથમનું ૩૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં પોતાના સાથળને વિષે ઝાડનો ખાંપો લાગ્યો હતો એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સ્વામી વૃંદાવનદાસજીને ભારાસરમાં મંદવાડ આવ્યો હતો તે જ્યારે નારાયણપુર જવા નીકળ્યા ત્યારે મટી ગયો.”

ત્યારે કરસન હરજીએ પૂછ્યું જે, “બાપા! સ્વામીને શું મંદવાડ હતો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની આજ્ઞા એવી છે કે ત્યાગી હોય તેને પોતાની જન્મભૂમિમાં ન જાવું; તેથી સ્વામી ભારાસરમાં જતા નહિ. પણ હરિભક્તોએ અમને બહુ પ્રાર્થના કરી જે, ‘દયા કરીને સ્વામી સહુને દર્શન દેવા પધારે તો ઠીક.’ ત્યારે અમે આજ્ઞા કરીને ભેગા લીધા. અમારા વચને આવ્યા તો ખરા, પણ રુચિ નહિ; તેથી શરીરમાં મંદવાડ હોય એમ જણાવ્યું. તે જ્યારે ભારાસરથી ચાલ્યા અને નારાયણપુર આવ્યા ત્યારે સાજા થયા હોય એમ લાગ્યું. આમ, મોટા સંત રુચિ જણાવે તે તો બીજાના સમાસને અર્થે હોય.”

એમ ઘણીક વાતો કરીને સમાપ્તિ કરી.

તે વખતે વાંટાવદરથી સોમચંદભાઈ, અમૃતલાલભાઈ, તથા શિવલાલ આદિ દર્શને આવ્યા. સાથે ભૂરાભાઈ તથા મનસુખભાઈનો કાગળ લાવ્યા હતા તે સ્વામીએ બાપાશ્રી પાસે વાંચ્યો, તેમાં શિવલાલને શરણે લેવાની પ્રાર્થના હતી તે સ્વીકારી. પછી બન્ને સદગુરુઓએ સહિત તેનો હાથ ઝાલી વર્તમાન ધરાવી, તેના ગુના માફ કર્યા અને તેનું કાંડુ ઝાલીને બોલ્યા જે, “અનંત કોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન વિના આમ ગુના માફ કરનાર કોઈ છે?”

પછી સોમચંદભાઈની પ્રશંસા કરી જે, “આ પંડ્યો અમે પ્રમાણ કર્યો છે. તે ઠાવકો પંડ્યો છે.”

એમ કહીને બોલ્યા જે, “આ પંડ્યાનો ને લાલુભાઈનો જોગ કરજે અને મહારાજની આજ્ઞામાં રહેજે.”

પછી એ ત્રણે હરિભક્તોએ બાપાશ્રીની પૂજા કરી મગફળી, ટોપરા, ખારેકોના હાર પહેરાવ્યા અને હથેલીમાં કુંકુમ લઈને ભાલમાં મોટો ચાંદલો કર્યો. તે વખતે બાપાશ્રીનું નવીન દર્શન થતું હતું.

તેથી સ્વામી વૃંદાવનદાસજી રમૂજે યુક્ત વચન બોલ્યા જે, “અબધૂત જોગી કહાંસે આયે હો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન.’ યહાં સે આયે હે. યે મૂર્તિ હમેરે ખાવંદ હે.”

થોડીવાર પછી તડકે આવી ખુરશી પર બેઠા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આવ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી પાસે બેસી શિક્ષાપત્રીનો પાઠ કરવા મંડ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! વાંચો.”

ત્યારે સ્વામીશ્રી એક શ્લોક બોલીને અર્થ કરવા લાગ્યા.

પછી બાપાશ્રી બોલ્યા જે, “આ શિક્ષાપત્રી તે અમારું પકડ છે, આ પકડથી તમને પકડાય. આમાંની કઈ આજ્ઞા પળાય છે તે ખબર પડે. તરબી જાણું, ઢબબી જાણું; ઓસાણ નહિ આયા, તે આ ઓસાણ છે. કોઈક શાસ્ત્રી આવ્યો હોય તો તેને કહીએ કે આ તમે પાળો છો કે નહિ? એમ પકડીએ.”

પછી સર્વેને પ્રસાદી વહેંચીને બોલ્યા જે, “લો લો.”

એમ કહીને પ્રસાદી આપતાં કીર્તનની ટૂંક બોલ્યા જે, “નહિ આવે ફેરી, નહિ આવે ફેરી; આ અવસર નહિ આવે ફેરી.”

પછી બપોરના બે વાગે સંત-હરિજનો સહિત નાહવા ગયા. ત્યાં ધરામાં સંત-હરિભક્તોએ સહિત નાહી પરસ્પર મળ્યા ને ત્યાં બેસી સર્વેએ માનસી પૂજા કરી. પછી નારાયણપુરના હરિભક્તોની પ્રાર્થનાથી પરબાર્યા સંત-હરિજનોએ સહિત બાપાશ્રી નારાયણપુર પધાર્યા.  II ૧૩ II

 

On the day of Kārtak Vad 2nd, the 37th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly. In it, there is a reference about the injury in the thigh of Mahārāj caused by a sharp tree stub in His childhood. Then Bāpāśrī said, “Swāmī Vṛṅdāvandāsjī had fallen ill when he was in Bhārāsar; but when he left for Nārāyaṇapur he recovered.

          Karsan Harjī asked, “Bāpā! What illness did Swāmī have?” Bāpāśrī replied, “According to the norms of Śrījī Mahārāj the one who is a renouncer should not go to his birthplace. So Swāmī used not to go to Bhārāsar. But as the devotees requested me much to bring Swāmī to Bhārāsar to give darśan to all, it is I who brought him to Bhārāsar. Because of my command he did come; but as he did not like to come, he invited illness. When he started from Bhārāsar and came to Nārāyaṇapur, it seemed that he had become all right. When great saints show their unwillingness indirectly, it is for giving lesson to others.” In this way, Bāpāśrī gave many talks and finished the topic.

At that time Somchaṅdbhāī, Amṛtlālbhāī, Śivlālbhāī, etc. came for darśan from Vāṅṭāvadar. They had brought with them a letter from Bhurābhāī and Mansukhbhāī. Swāmī read that letter to Bāpāśrī. In that letter, there was a request to Bāpāśrī to accept Śivlāl as his disciple. Bāpāśrī granted that request. Then Bāpāśrī along with two Sadgurus caught his hand and initiated him into vartamān. Bāpāśrī redeemed him of all his misdeeds and holding his wrist Bāpāśrī said, “Is there anyone except Lord Swāmīnārāyaṇa in infinite cosmoses who could forgive misdeeds?” Then praising Somchaṅdbhāī Bāpāśrī said to Śivlāl, “This learned man has been certified by me. He is a learned man with wisdom. Have association of this learned man and Lālubhāī and remain within the commands of Mahārāj.” Then having performed pūjā of Bāpāśrī and making a big circular mark on Bāpāśrī’s forehead with kumkum, all the three devotees offered garlands of groundnuts, coconuts and dates to Bāpāśrī. At that time Bāpāśrī gracefully looked somewhat peculiar. Then Swāmī Vṛṅdāvandāsjī said jokingly, “O carefree sādhu! Where have you come from?” Bāpāśrī said, ‘Saune vaś karuṅ re, sahuno kāraṇ huṅ Bhagvān.  Yahāṅ se āye he, yah murti hamere khāvaṅd he’ (I control all and I am God of all. I have come from there, this Mūrti is my master). After sometime Bāpāśrī came out and sat on a chair in the sunlight. Swāmī Īśvarcharaṇadāsjī and Swāmī Vṛṅdāvandāsjī came there. Then Swāmī Vṛṅdāvandāsjī sat near Bāpāśrī and began to read Śikṣāpatrī. Bāpāśrī asked to read. So Swāmī recited a śloka tried to explain its meaning. Bāpāśrī said, “This Śikṣāpatrī is like pincers with which I can hold you. It is a meter which with I can know wheather you obey the commands of Mahārāj or not. ‘tarbī jāṇuṅ, ḍhabbī jāṇuṅ, osāṇ nahi āyā’. When any śāstrī comes here, I ask him whether he obeyed that or not. Thus, I hold a śāstrī in this way.” Then Bāpāśrī distributed prasād to all. While distributing prasād, he recited a devotional song ‘nahi āve ferī, nahi āve feri, ā avsar nahi āve feri’ (this opportunity will not come again, will not come again). Then at 2:00 p.m., Bāpāśrī along with the saints and devotees went to bathe. There they all bathed in the stream and after bathing embraced one another; and all performed mānsī pūjā. Then at the request of the devotees, Bāpāśrī along with saints and devotees went directly to Nārāyaṇapur. ||13 ||