Gujarati / English

ચૈત્ર સુદ-૭ને રોજ સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં આવ્યા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંતો યજ્ઞ સંબંધી વાતો કરતા હતા.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! આપણે આ યજ્ઞ કરવો છે તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા છે. શ્રીજી મહારાજની મરજી આ યજ્ઞમાં એવી છે એમ જાણજો. તમે ટાણે આવી ગયા તે બહુ સારું કર્યું. તમે મહારાજના સંકલ્પથી દર્શન આપો છો તેથી બધુંય જાણો, પણ તમે તમારું સામર્થ્ય ઢાંકીને ફરો છો. મોટા મોટા અક્ષરાદિક અવતારોને આ સભા દુર્લભ છે. આ સભામાં તમે ન આવ્યા હો ત્યાં સુધી સૌ વાટ જુએ. અમે આ યજ્ઞ કરવાની વાત સર્વે હરિભક્તોને ભેળા કરીને જણાવી ત્યારે ઝીણોભાઈ તથા મૂળજીભાઈ આદિ સૌ કહે કે, ‘બાપા! તમે સંકલ્પ કરશો એટલે જેવો ધારશો તેવો યજ્ઞ કરશો, પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મંડળને બોલાવો તો ઠીક; કેમ જે એ સદગુરુઓ વિના કોઈની એવી નજર નહિ પહોંચે.’ એમ કહ્યું એટલે અમે તમને તેડાવ્યા તે તમો તરત આવ્યા.

“હવે યજ્ઞની સામગ્રી સર્વે તૈયાર કરો. જે જે માલ ખપે તે બધો આગળથી મંગાવી લો, ગોદડાં તથા તાડપત્રીના કોસનું નક્કી કરો. ગોળ, ઘી તો અમે લઈ રાખ્યા છે. ઘઉં તથા ચોખા, દાળ વગેરે બધુંય તૈયાર છે. ઉતારાની સગવડ પણ કરી છે. વધુ કરાવવા જેવું લાગે તો કરાવીએ. શીરાના હોજ કરવાનું અથવા રસોડામાં જેમ જેમ ગોઠવણ કરાવવી હોય તેમ કરાવો. અમારે તો તમે આવ્યા એટલે બધુંય કામ પૂરું થયું. મહારાજને સંભારીને આ યજ્ઞમાં સૌને સુખિયા કરો.

“અમે તો જે જે હરિભક્તો આવશે તેને મૂર્તિના સુખની વાતો કરશું. અમારા છોકરા કહે, ‘બાપા! સ્વામીને પહેલા તેડાવજો’, પણ અમને ખાત્રી હતી જે તમને એક કાગળ લખશું કે તમે આવી પહોંચશો. જેથી તમને વહેલા તેડાવ્યા નહિ; કેમ કે તમારે મંદિરનાં કામકાજ હોય, તે ઉપરાંત જે જે ગામમાં જાઓ ત્યાં હરિભક્તોને મૂર્તિના સુખે સુખિયા કરો તેથી ટાણે તેડાવ્યા. આ યજ્ઞમાં કોઈ વાતની કસર રાખવી નથી.”

એમ ત્રણેય સદગુરુઓ પર અતિ પ્રસન્નતા જણાવી.

ચૈત્ર સુદ-૧૧ને રોજ બાપાશ્રીએ સ્વામીશ્રી આદિ સંતોને વાત કરી જે, “આજ સર્વે હરિભક્તો બેઠા છે તેથી તમો સર્વેને ભલમણ કરો જે યજ્ઞની સેવા સૌ ખબડદાર થઈને કરે. આ યજ્ઞમાં મહારાજની ઘણી પ્રસન્નતા છે.”

એમ કહી સંતોને કહ્યું જે, “તમો પણ તમારાથી થાય તે બધી સેવા કરજો. પરમ દિવસે પારાયણનો આરંભ થશે જેથી ચોકમાં ચંદની બંધાવો, વચ્ચે કથામંડપ સારો શણગારી મહારાજ પધરાવજો. પુરાણી તો આપણા કેશવપ્રિયદાસજી તથા બીજા ઉત્તમપ્રિયદાસજી છે તે મૂર્તિ ધારીને કથા કરશે. આ સભામાં શ્રીજી મહારાજ તથા અનંત મુક્ત બિરાજશે, માટે તેમને રાજી કરવાનું સૌ તાન રાખજો.”

પછી દેશોદેશથી જે જે હરિભક્તો આવે તેની સરભરા કરવાની જેને જેને આજ્ઞા કરવાની હતી તેને કરી. આ રીતે યજ્ઞમાં કામકાજની ગોઠવણ ઉપરાંત સવારે, બપોરે, રાત્રે કથા-વાર્તા થાય. પણ સૌ ચૈત્ર સુદ-૧૩ને સોમવારની સવાર ક્યારે આવે તે વાટ જોતા હતા. આગલે દિવસે કેળના સ્થંભથી સુશોભિત કથામંડપ શણગાર્યો તથા ચંદની બંધાઈ. હરિભક્તો ઘણાં ગામના આવવા લાગ્યા. સૌ ઉમંગભર્યા શ્રીજી મહારાજ તથા બાપાશ્રી અને સંતોનાં દર્શન કરે તેથી સૌના અંતરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતો.  II ૧૩૧ II

In the morning of Chaitra Sud 7th, Bāpāśrī came in the assembly after finishing his daily routine. At that time Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, Purāṇī Keśavpriyadāsjī, etc.  saints were talking about yajña. Bāpāśrī said, “Swāmī! He whosoever comes in yajña will be put in Mūrti. It is the wish of Śrījī Mahārāj for this yajña– know thus. It is good that you have come in time. You give darśan by the saṅkalpa of Mahārāj so you know everything but you move by hiding your ability. This assembly is rare even for great Akṣar, etc. incarnations. All would have waited for you till you would have not come in this assembly. I gathered all devotees and told them about this yajña. At that time Zīṇābhāī, Mūḷajībhāī, etc. all told me that if I made a saṅkalpa, I would be able to do yajña as I wished but if I call Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. and their group, it would be much better because without them other would not be able to make the plan so I called you and you came soon. Now make preparation for all the requirements of the yajña. Whatever goods you need, get them in advance. Make arrangement for mattresses and tarpaulin bags for drawing water from the well. I have kept everything ready purchased jaggery, ghee, etc. wheat, rice, pulses, are also ready. Guest houses are also arranged. If need be, more can be arranged. Make arrangement for storing śīro, or arrange in the kitchen as you think fit. For me it is more than enough that you have come. Make all happy in this yajña by remembering Mahārāj. I will talk about bliss of Mūrti to devotees whosoever comes. My children told me to call you (Swāmī) first but I was sure that if I write only one letter, you will come. So I did not call you early because you have the work of temple. Moreover wherever you go you make devotees happy in the happiness of Mūrti so I called you at the time of yajña and not earlier. I do not want to keep any shortcoming in this yajña.”   Thus, Bāpāśrī showed much pleasure on three sadgurus.

           On the day of Chaitra Sud 11th, Bāpāśrī said to Swāmī, etc. saints, “Today all devotees are here so tell all to perform sevā of yajña remaining alert. In this yajña Mahārāj has Much pleasure so you saints also do all sevā as much as you can. Day after tomorrow pārāyaṇa will begin. So get decorated square ready, in the centre decorate dais (vyaspith) platform for kathā well and install Mahārāj. Keśavpriyadāsjī and Uttampriyadasji are our Purāṇī. They will do kathā by meditating on Mūrti. This assembly will be graced by Śrījī Mahārāj and infinite muktas. Be enthusiastic to please them.” Then orders were given to those who were to entertain devotees coming from various places. Besides arrangement about the work in the yajña, kathā-vārtā was done in the morning, in the afternoon and at night. But all were waiting for the day of Chaitra Sud 13th, Monday. On the previous day kathamandap was decorated with branches of banana tree and a canopy of cloth was covered over the kathamandap. Devotees from many villages began to come. All would do darśan of Śrījī Mahārāj, Bāpāśrī and saints with zeal. So, all had much joy in their heart. || 131 ||