Gujarati / English

એક વખતે ભુજથી વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈ દર્શને આવ્યા ને સાથે લીલી દ્રાક્ષ લાવેલા. તે વખતે બાપાશ્રી હરિભક્તોની પંક્તિમાં દર્શન દેવા પધાર્યા હતા ત્યાં આવી તેમણે દર્શન કર્યાં ને તે દ્રાક્ષ બાપાશ્રીને આપીને પ્રાર્થના કરી જે, “બાપા! આ મેવો અંગીકાર કરો.”

ત્યારે બાપાશ્રી પ્રથમ તો એમ બોલ્યા જે, “અમે આ લોકના મેવા જમનારા નહિ; અમે તો મહારાજની મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન સદાય જમીએ છીએ, પણ તમે આખી વાટ સંકલ્પ કરતાં આવ્યા છો તેથી લાવો મહારાજને જમાડીએ.” એમ કહી ઠાકોરજીને જમાડી બે દાણા બાપાશ્રી જમ્યા.

પછી પાસે ઊભેલા નાના-મોટા હરિભક્તોને બબે દાણા પ્રસાદી આપીને કહ્યું જે, “આ વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈનો યજ્ઞ.”

પછી એક હરિભક્ત છોકરાને તેડીને પગે લગાડવા ઊભેલ તે છોકરાને પોતે દ્રાક્ષનો દાણો મોઢામાં આપીને બોલ્યા જે, “આ અત્યારે નાનો બાળક છે, પણ મોટો થશે ત્યારે બહુ બળિયો  થશે.” એમ કહી તેના માથા પર હાથ મૂકી બાપાશ્રી મંદિરમાં પધાર્યા.

મંદિરના ચોકમાં જરા વાર સૂવાની ઈચ્છા જણાવી. પછી સેવકે આસન પાથર્યું તે પર આવીને બેઠા. તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીને પાસે બોલાવીને કહ્યું જે, “તમે જરા વાર આરામ કેમ કરતા નથી? તમારે કથા વાંચવી તેથી જરા વિસામો કરવો ખપે.”

ત્યારે પુરાણી કહે, “બાપા! તમને જોઈએ છીએ એટલે આરામ થઈ જાય છે. સંત, હરિભક્તો, નાના-મોટા આપની કૃપાથી સુખિયા છે. આ સમયે આપે દયા કરી આ બ્રહ્મયજ્ઞરૂપી મોટું સદાવ્રત ઉઘાડું મેલ્યું છે તેથી કંઈકનાં કામ થઈ જાય છે. આવા મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન આપના વિના બીજા કોણ જમાડે? આપની દયાનું અધિકપણું તો મોટા સદગુરુ સ્વામી જેવા છે તે જેમ છે તેમ જાણી શકે. સંત-હરિભક્ત સર્વે નાના-મોટાને આપની કૃપાએ આનંદ વર્તે છે. પણ આપે કાંડું બાંધતી વખતે ‘આ મૂર્તિ ઊડી જાય નહિ’ એમ જે મર્મવચન કહેલ છે તેથી કેટલાયને વિચાર થઈ પડ્યો છે.”

ત્યારે બાપાશ્રી કહે જે, “પુરાણી! શ્રીજી મહારાજ બધું સારું કરશે. આપણે ઊડીને ક્યાં જવું છે? આપણને તો ધણી બહુ જબરા મળ્યા છે, તેથી મૂર્તિમાં જ રાખ્યા છે; માટે અમે જે બોલીએ તેમાં કોઈએ બીજો વિચાર ન કરવો. મહારાજ ગમે તેમ રાખે. આપણે તેમની મરજી પ્રમાણે રાજી રહેવું. અમને સદગુરુઓ તથા શેઠ બળદેવભાઈ, ચતુરભાઈ, નાગરદાસભાઈ આદિ પૂછતા હતા જે, ‘બાપા! તમે કાંડું બાંધતી વખતે સભામાં સૌના સાંભળતાં એમ બોલ્યા હતા જે ગોર મહારાજ! કાંડું તાણીને બાંધજો. જો જો, આ મૂર્તિ ઊડી જાય નહિ. તે આપની શી મરજી છે? અમારા ઉપર આપ ઘણી પ્રસન્નતા જણાવો છો, આવા મોટા બ્રહ્મયજ્ઞ કરો છો તથા કાંઈ કાર્ય આદરો છો ત્યારે અમને કહો છો કે આનું કેમ કરશું? આપનાથી અજાણ્યું કાંઈ નથી. તોપણ અમને રાજી કરવા આપ  એમ કહો છો, પણ આટલી વાત અમારાથી અજાણી રાખો છો તેનું કારણ અમે સમજી શકતા નથી.’ ત્યારે અમે તેમને કહ્યું જે, ‘સ્વામી, આપણે ક્યાં જુદા છીએ? મૂર્તિમાં સદાય ભેગા જ છીએ. આ લોકમાં તો કોઈનું ધાર્યું કાંઈ કામ આવતું નથી. ‘મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય’ એમ શ્રીજી મહારાજે કહ્યું છે. માટે એમની મરજી પ્રમાણે આપણે રહેવું. તમારે કોઈ વાતનો વિચાર મનમાં લાવવો નહિ. આપણે તો અખંડ મૂર્તિમાં ભેગા જ છીએ; ક્યારેય જુદા નથી.’ એમ કહ્યું હતું.”

એ પ્રમાણે પુરાણી કેશવપ્રિયદાસજીને કહીને ધીરજ આપી.

સાંજે બાપાશ્રી આવ્યા ત્યારે શ્રીજી મહારાજની તથા પુસ્તકની અને પુરાણીની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. સભાને જય સ્વામિનારાયણ કરી આસને બેઠા. તે વખતે બાપાશ્રી કેડિયું તથા પાઘડી ઉતારી ધોતિયું ઓઢી હાથમાં ચંદનનો વાટકો લઈ સંત-હરિભક્તોને ચંદન ચર્ચવા લાગ્યા. ત્યારે બાપાશ્રીના મોટા દીકરા કાનજીભાઈએ હાથમાંથી વાટકો લઈ બાપાશ્રીને સભામાં બેસવાની પ્રાર્થના કરી સૌને ચંદન ચર્ચ્યું.  II ૧૩૪ II

Once Vithaljibhāī and Maganbhāī came for darśan from Bhuj and had brought with them grapes. At that time Bāpāśrī was at the dining place to give darśan to devotees. Vithaljibhāī and Maganbhāī went there and had darśan. They offered grapes to Bāpāśrī and prayed to him to accept it. At first Bāpāśrī said, “I do not eat fruits of this world. I am always eating divine meal in the form of bliss of Mūrti. But since you have come with the saṅkalpa through out the way let me offer to Mahārāj.” Saying so two pieces were taken by Bāpāśrī, after offering it to Ṭhākorjī. Then he gave Prasād to devotees and said that this was the yajña of Vithaljibhāī and Maganbhāī. Then a devotee who was standing with his son in his arms to get him darśan of Bāpāśrī, that child was offered a piece of grape which was put in mouth of that child by Bāpāśrī and Bāpāśrī said that this is a child now but when he grows up he will be very strong.” Saying so, he put his hand on the head of that child and went to temple. In the square of the temple Bāpāśrī showed his wish to rest for a while. Then a devotee spread a carpet on which Bāpāśrī sat. At that time Bāpāśrī called Purāṇī Keśavpriyadāsjī near him and said, “Why are you not taking rest for a while? You need some rest because you have to read kathā.” Purāṇī said, “Bāpā! I get rest by seeing you. Saints, devotees, young, old, all are happy on account of your mercy. This time you have opened a big charity in the form of this brahmayajña by showing your mercy, as a result many are benefited. Who can feed divine meal in the form of bliss of Mūrti excepting you? The mercy beyond limit shown by you can only be known as it is by great Sadguru Swāmī. Saints, devotees, all young or old get joy because of your mercy. The mysterious words that this Mūrti will fly away uttered by you at the time of tying your wrist, have made many think about it.” Bāpāśrī said, “Purāṇī! Śrījī Mahārāj will do all well. Where have I to go after flying? It was only a passing remark (I said it only for the sake of saying). Our Master is very powerful so he has kept in Mūrti only. So whatever I say should not be taken seriously. Mahārāj may keep me as He likes. We should be pleased according to His wish. Sadgurus and Śeṭh Baḷdevbhāī, Chaturbhāī, Dr. Nāgardāsbhāī, etc. were asking me that what my wish was when I told gorMahārāj to tie wrist firmly and see that this Mūrti does not fly away. These words were uttered in the assembly in the presence of all. They further told me that I was showing much pleasure on them, was arranging such big yajña and whenever I begin any work I ask them how this was to be done. Nothing is unknown to you even then you say so to please us but this much talk you are keeping secret from us and we do not understand the reason of it. Then I told Swāmī that we are not separate. We are always together in Mūrti. Men’s wish cannot be realised in this world. ‘Mari maraji vinare koithi tarnu nav todaya’ (even a straw cannot be pulled without His wish- Śrījī Mahārāj has said thus). Therefore, we should remain according to His wish. Do not have any kind of thought in mind- we are constantly always together in Mūrti-never separate. It was said thus.” Purāṇī Keśavpriyadāsjī was consoled in this way.

          In the evening Bāpāśrī came in the assembly and he performed pūjā with sandalwood paste, flower, etc.  of Śrījī Mahārāj, holy book and Purāṇī. Bāpāśrī told Jay Swāmīnārāyaṇa to whole assembly and sat on seat. At that time Bāpāśrī removed his kediu (a kind of shirt), turban and covered himself upper body with dhoti and taken sandalwood dish in hand, he applied sandalwood paste to saints and devotees. Then the eldest son of Bāpāśrī named Kanjibhāī took a dish of sandalwood paste from Bāpāśrī and requested him to sit in the assembly and he applied sandalwood paste to all.   ||134 ||