Gujarati / English

એક વખત સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજની મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે. આ તો ‘અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે’ એવું છે. આ યજ્ઞમાં મહારાજ અનંત મુક્ત સાથે દર્શન દઈ સૌને સુખિયા કરે છે તેથી સર્વેને આનંદ આનંદ વર્તે છે. સવારમાં ચાર વાગ્યાથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ થઈ રહે છે. કૂવા પર એ નામના જ ઉચ્ચાર થાય છે. મંદિરમાં તથા ઓસરીમાં અને ચોકમાં પૂજા કરવાની જગ્યા રહેતી નથી. કેટલાક હરિભક્તો વાડીઓમાં નાહી પૂજા કરી આવે છે. કથા વખતે મંદિર, ઓસરી ને ચોકમાં હરિભક્તો સમાતા નથી. કથાની સમાપ્તિ થાય છે ત્યારે કીર્તન બોલાય છે. ચોઘડિયાં વાગે ત્યારે તો જાણે આકાશમાર્ગે દુંદુભિના તથા જય જયના નાદ થતા હોય તેમ જણાય છે. રાત્રે, પ્રભાતે કેટલાક ચમત્કાર થાય છે.

“કંઈકને મહારાજ જાગ્રત તથા સ્વપ્નમાં દર્શન દે છે. તે કેવી રીતે? તો શ્રીજી મહારાજ જાણે સભામાં બિરાજતા હોય, કથા થતી હોય, માણકીએ ચડી પંક્તિમાં દર્શન દેવા પધારતા હોય, ઉઘાડે શરીરે બેઠેલા, ચંદનની ભાલમાં આડે સહિત તથા ગુલાબ કે મોગરાના હારથી ગરકાવ એવા અને ક્યારેક ચોકમાં ચંદની નીચે પોઢેલા એવા જુદા જુદા પ્રકારે સંતો તથા હરિભક્તોને દર્શન થાય છે. એ દર્શનની સભામાં આવીને કેટલાક વાતો કરે છે. એવી મહારાજે આ યજ્ઞમાં દયા વાપરી છે. આ સાયલાના ચુનીલાલભાઈને સભામાં બેઠા હતા ત્યારે મહારાજે સામા ઢોલિયા પર બેઠેલા એવાં દર્શન આપ્યાં હતાં.

“આ કરાંચીના લાલુભાઈને પૂછી જુઓ. તે સવારમાં અમે પૂજા કરતા હતા ત્યારે આવીને એમ કહેવા લાગ્યા જે, ‘બાપા! આજ તો શ્રીજી મહારાજ સભામાં ગાદી-તકિયા પર સોનેરી વસ્ત્રોએ સહિત બિરાજેલા હતા, અને તે મૂર્તિમાંથી તેજની સેડ્યો નીકળતી હતી. સભા સર્વે તેજોમય. મહારાજ સભા સામું જોઈ મંદમંદ હસતા હતા. મને પાસે બોલાવીને મારા માથા પર હાથ મૂક્યા. તે વખતે મહારાજે કંઠમાં મોટો ગુલાબનો હાર પહેરેલો હતો તે હારમાં બહુ સુગંધ હતી. સભામાં સંતો તથા હરિભક્તો મહારાજની સામે જોઈ રહ્યા હતા.’

“એવી રીતે આ યજ્ઞમાં શ્રીજી મહારાજે અપાર દયા કરી છે તેથી સહુ સુખિયા છે. તમે સંતો રાત ને દિવસ ઉજાગરા કરો છો. ભુજના, આ ગામોના તથા દેશોદેશના હરિભક્તો આવી ગયા છે એ સર્વેને આનંદ આનંદ થઈ રહ્યો છે. નાગજીભાઈ તથા ભૂરાભાઈ જેવા ઉત્તમ સ્થિતિવાળા તે તો મૂર્તિના સુખને ઢાંકીને વર્તે એવા છે. તમે સંતો પણ કોઈને જણાવો નહિ, પણ આ લાલુભાઈ જેવા તો અમારા વિશ્વાસી તેથી અમને કહે અને આનંદમાં ને આનંદમાં કોઈ સંત-હરિભક્તને પણ કહે.

“આ માલણિયાદના હરિભક્તો તથા મેડા, મણિપરા, જોશીપરા આદિ ગામોના હરિભક્તો આ યજ્ઞમાં ખબડદાર થઈને બહુ જ સેવા કરે છે. બધાય મહેનતુ અને મહિમાવાળા છે. મૂળીના યજ્ઞમાં પણ એ બધા શીરાના હોજ ઉપર હતા. તેમાં પણ ચતુરભાઈ જેવા તે તો સ્થિતિવાળા ને સુખિયા, પણ કોઈને જણાવે નહિ. સરાવાળા મનસુખભાઈ તથા જામનગરના રતિલાલભાઈ જેવા તો કાને સાંભળે ઓછું, પણ હેત બહુ ભારે. ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, નાનાલાલભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, તેમના દીકરા તથા વિઠ્ઠલજીભાઈ આદિક બળિયા બહુ છે. કરાંચીનો સંઘ તો બધોયે વિશ્વાસી, નાના-મોટા સહુ વચનમાં વર્તનારા. આ દેશના હરિભક્ત પણ મહિમા જાણી સેવા ઘણી કરે છે. સૌને મહારાજના રાજીપાની તાણ છે.

“અમે પણ તેમનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. આ ફેરે અમને એમ જ થયું જે સંત-હરિભક્તોને તેડાવીને કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા. અમારે બીજું કાંઈ કામ નથી, એ એક જ કામ છે. કેટલાક આવી વાત નથી સમજતા તે આ ટાણે રહી જાય છે. તેને આવો લાભ મળવો દુર્લભ છે. આ તો જેમ સમુદ્રમાં વેળ આવે છે તે જે કાંઈ વસ્તુ માંહી આવે તેને સમુદ્રમાં ખેંચી જાય છે તેમ અમારે તો આવા જોગમાં જે જે આવે તેને મૂર્તિમાં ખેંચી જવા છે. મહારાજે આ સમે પાત્ર-કુપાત્ર જોયા નથી. મહારાજના અનાદિ મહામુક્તનો ઠરાવ પણ એવો જ છે. એમની દૃષ્ટિમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. તમો સંતો સર્વે એ જ કામ કરો છો, પણ તમે તમારી સામર્થી ઢાંકીને વર્તો છો તે બીજા કોણ જાણી શકે! પણ મહારાજની કૃપાએ અમે તો જાણી જઈએ છીએ. અમને તો એમ છે જે કોઈ હાથ જોડે તેટલામાં ન્યાલ કરી મૂકીએ એટલે કે મૂર્તિના સુખમાં પહોંચાડી દઈએ, પણ જીવો અનાદિકાળના અજ્ઞાને કરીને ભૂલેલા છે તથા માયામાં પરાધીન જેવા થઈ રહ્યા છે તેથી આવા દિવ્ય સુખની એ બિચારાને શી ખબર પડે!”  II ૧૩૭ II

Once Bāpāśrī said in assembly, “Bliss of happiness emits like jet from Mūrti.” ‘Amrutna sidhu ooltya re, rangdani vali chhe rel Puruṣottam pragti re’ (sea of nectar is flooded, flood of joy is spread- Lord Puruṣottam has taken incarnation). In this yajña Mahārāj makes all happy by giving darśan along with infinite muktas so all are joyful. From morning 4.00a.m., the word Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa is being chanted. The same maṅtra is chanted on the well. No place can be found in the temple or in the porch or the square for performing pūjā. Several devotees perform their pūjā in the farms after taking bath. At the time of kathā devotees overcrowd the temple, the porch, and the square. When kathā comes to end devotional songs are sung. When the drums are played it seems there is Jay ghosh of dandubhi (a kind of musical instrument) on the path of sky. Some miracles are taking place in the early morning as well at night. Many get darśan of Mahārāj either in dreams or in awakening state-how?-as if Śrījī Mahārāj shines in the assembly, kathā is going on, riding on Manki (name of mare), Mahārāj visits to give darśan at the dining place, sitting with bare chested, having tilak of sandalwood paste on the forehead, covered with garlands of roses or jasmine, sometimes sleeping under canopy of cloth (chandni) in the square-in such different ways saints and devotees get darśan. Some talk about that darśan in the assembly. Such mercy has been shown by Mahārāj in this yajña. When Chūnīlālbhāī of Sayla was sitting in assembly Mahārāj gave him darśan sitting on the cot in front.” Bāpāśrī suggested to ask Lālubhāī of Karāchī. “When I was performing pūjā in the morning he came to me and said that today Śrījī Mahārāj was sitting in the assembly on mattresses and cushion and had worn golden clothes and luminescence emitted like jet from Mūrti. The whole assembly was luminous. Mahārāj was giving gentle smile looking at the assembly- He called near Him and put His hand on his head. At that time there was a big garland of roses round His neck and there was much fragrance in that garland. Saints and devotees were constantly looking at Mahārāj in the assembly. Thus Śrījī Mahārāj has shown unlimited mercy in this yajña so all are happy. You saints keep awake round the clock. Devotees from Bhuj, other villages and from various places have already come and all feel joyous. Devotees like Nāgjībhāī and Bhurābhāī whose state is the highest act covering bliss of Mūrti. You saints also do not make it known. But this Lālubhāī who is my trustworthy reveals to me and sometimes tells it to saints and devotees in joyous mood. Devotees of Mālaṇīyād, Meḍā, Maṇiparā, Joṣīparā, etc. do much sevā in this yajña by remaining alert. All are diligent and have knowledge of greatness. They were all in charge of hoj of Śīro in the yajña of Muḷī. Among them Chaturbhāī was blissful and having high state but would not let others know. Mansukhbhāī of Saravala and Ratilālbhāī of Jāmnagar were hard of hearing but had much love. Bhogīlālbhāī, Dhanjībhāī, Vāljībhāī, Nanalalbhāī, Lālśaṅkarbhāī, Motibhāī, their sons and Vithaljibhāī, etc. of Bhuj are very powerful. Group (sangh) of Karāchī all have  faith, young or old all behave according to commands. Devotees of this region (Kutch) also do much service knowing greatness. All are eager for the pleasure of Mahārāj. I am also very much pleased seeing their love. This time I thought that I should invite saints, devotees and perform brahmayajña in the form of kathā-vārtā and make all happy in the happiness of Mūrti. I have no other work- that is the only work. Some do not understand such talks so they are left out at this time. This benefit is rare for them to get. In the low tide the sea draws away whatever thing comes in it-similarly, I want to draw all whosoever comes in this opportunity in Mūrti. This time Mahārāj has not taken into account whether he is worthy or unworthy. The resolution of Anādi muktas of Mahārāj is also the same.  In their sight there is nothing excepting Mūrti. You all saints are doing the same task but you act hiding your capacity-who else can know that but by the grace of Mahārāj I know it. I just think that no sooner does one fold hands, I make him fulfilled means put him in the bliss of Mūrti but jīvas have lost their track because of ignorance from time immemorial. They have become dependent on māyā so poor being, how can they know about this divine happiness.” || 137 ||