Gujarati / English

ચૈત્ર વદ-૪ને રોજ કણબીની ચોવીશ ગામની નાતના હરિભક્તો આવવા માંડ્યા, સાથે મંડળીઓ ઝાંઝ-મૃદંગ વગાડે, કીર્તન બોલે. કોઈ ‘આજ સખી આનંદની હેલી’, તો કોઈ ‘લટકાળો લટકંતો આવે’, ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’ તથા ‘ઓરા આવો મારા લેરખડા લેરી.’ કોઈ હરખભર્યા બોલે જે, ‘રાય રે તારાં શહેર બહુ સાંકડાં, મારા હરિવરના હાથીડા ન માય.’ વળી, ‘ઊઠ ઊઠ રે ભીમકની નાર તોરણે આવ્યા જગદાધાર.’ એવાં એવાં કીર્તન બોલે, ચોઘડિયાં વાગે, સભામાં સૌ બેઠા હોય.

સંતની સભામાં સૌના કંઠમાં હજારી ફૂલના હાર, મહારાજ પાસે જે દર્શને આવે તે શ્રીફળ, મેવા આદિક લાવીને મૂકે, પુરાણી અને પુસ્તકની પૂજા કરી બાપાશ્રીને હાર પહેરાવે, ચંદન ચર્ચે; તેવાં દર્શનથી સૌના હૃદયમાં આનંદ સમાય નહિ. ગામ અને સીમમાં હરિભક્તો ઊભરાતા દેખાય. એ સર્વેને જમાડવા સુખડીના મોટા ઓરડા ભરેલા તથા શીરાના હોજ કરેલા; અને ખીચડી, શાક આદિ ભોજન તૈયાર કરવા તથા પીરસવા ઘણા હરિભક્તો તત્પર થઈ રહ્યા હતા.

બાપાશ્રી તથા સંતોએ મહારાજની મૂર્તિ લઈને હરિભક્તોએ સહિત તે પાકશાળામાં પધારી, જ્યાં સુખડીના ઓરડા ભરેલા હતા ત્યાં મહારાજને પધરાવ્યા, આગળ ઘીના દીવા કર્યા. પછી સૌએ થાળ બોલી મહારાજને જમાડ્યા અને જળપાન કરાવ્યું.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ સુખડી મહારાજ હેતે કરીને જમ્યા છે. તેથી આ પ્રસાદી જમનારા અપાર સુખમાં પહોંચશે; કેમ કે મહારાજ તથા અનંત કોટિ મુક્તો જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે?”

તે વખતે સાધુ દેવજીવનદાસજી પંખેથી વાયુ નાખતા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે મહારાજને વાયરો નાખો છો તે બોલતા જાઓ જે, ‘તમે જમો ને ઢોળું હું તો વાયરે વારી જાઉં વાલમજી.”‘ એમ રમૂજ કરી.

પછી થાળીમાં વાટો પ્રગટાવી બાપાશ્રી તથા સ્વામી વૃંદાવન-દાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવન-દાસજી આદિ સંતોએ મળી આરતી ઉતારી.

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “આપણે આવા યજ્ઞ કારણ મૂર્તિ શ્રીજી મહારાજને રાજી કરવા કરીએ છીએ. તેથી જુઓને! મહારાજ મંદમંદ હસે છે, સૌને અમૃત નજરે જુએ છે.”

તે વખતે નારાયણપુરના ખીમજીભાઈએ છડી પોકારી સૌને રાજી કર્યા.

પછી બાપાશ્રીએ સ્વામી આદિ સંતોને કહ્યું જે, “આ સુખડી જે જમશે તેનો અમે આત્યંતિક મોક્ષ કરી મૂર્તિના સુખમાં રાખશું. તમો પણ સર્વે એવો સંકલ્પ કરજો. આપણે કોઈને મૂકવા નથી. આ સભાનો દિવ્ય ભાવ આવે એટલે કાંઈનું કાંઈ કામ થઈ જાય અને જો અભાવ આવે તો મોક્ષમાં વાંધો આવી જાય.”

એમ કહીને ત્યાંથી શીરાના હોજ પાસે જવા સૌ ચાલ્યા. મારગમાં હરિભક્તો કીર્તન બોલતા હતા તેથી સર્વે નાના-મોટા દર્શન કરી રાજી થતા. પાકશાળામાં શીરો આદિક પાક તૈયાર કરનારા બાપાશ્રી તથા સંતોને આવતાં જાણી અતિ હર્ષાયમાન થયા અને પોતપોતાનાં સ્થાનકે ઊભા રહી બાપાશ્રીને હાથ જોડી જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રીએ સેવા કરનારા હરિભક્તો ઉપર અમૃત નજરે અતિ પ્રસન્નતા જણાવી.

પછી શીરાના હોજ ભરેલા હતા ત્યાં રેશમી ચાકળાએ સહિત બાજોઠ ઉપર મહારાજને પધરાવ્યા. આગળ ઘીના દીવા તથા અગરબત્તીના ધૂપ થયા. સંત તથા હરિભક્તો ફરતા ઊભેલા ત્યાં વચમાં આસન પાથરી બાપાશ્રી તથા સદગુરુઓને બેસાડ્યા. સંતો ‘અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ, શ્રી ભક્તિ ધર્મ સુત રે જમાડું પ્રીત કરી’ એ થાળ બોલવા લાગ્યા. થાળ બોલી રહ્યા ત્યાં સુધી બાપાશ્રી ધ્યાનસ્થ બેઠા હતા. તે જાગૃત થઈ અતિ પ્રસન્નતા જણાવી મહારાજને જળપાન કરાવ્યું. ત્યાં પણ શ્રીજી મહારાજની બાપાશ્રી તથા સદગુરુઓએ આરતી ઉતારી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. ત્યાં કરાંચીવાળા સોમચંદભાઈએ છડી પોકારી.

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “શ્રીજી મહારાજે કાંકરીએ યજ્ઞ કર્યો તે વખતે અતિ પ્રસન્નતા જણાવી પોતે અનંત મુક્તોએ સહિત થાળ જમ્યા હતા. તે રીતે આપણા યજ્ઞમાં આજ પણ મહારાજે ઘણી પ્રસન્નતા જણાવી છે. આ શીરો, સુખડી તો સર્વે દિવ્ય વસ્તુ થઈ ગઈ. આ મહાપ્રસાદી જે કોઈ જમશે તેને વગર સાધને મહારાજની મૂર્તિનું સુખ મળશે.”

એમ આશીર્વાદ દઈ સંતોએ સહિત માર્ગમાં હરિભક્તો કીર્તન બોલતાં આવે એ રીતે બાપાશ્રી મંદિરમાં પધાર્યા. આવી રીતે વૃષપુરમાં બાપાશ્રીની કૃપાથી હજારો સંત-હરિભક્તો આત્યંતિક મુક્તિના ભાગ્યવાન બન્યા.

સંતોમાં સદ્. સ્વામી વૃંદાવનદાસજી, સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સદ્. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, હરિપ્રસાદદાસજી, કેશવપ્રિયદાસજી, તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી આદિ તથા અમદાવાદ, મૂળી, વરતાલ, ગઢડા, જૂનાગઢ આદિક ધામોના સંતો આવેલા હતા તે આ યજ્ઞમાં હરિભક્તોની સરભરા કરવામાં, કથા-વાર્તા કરી સુખિયા કરવામાં તત્પર હોવાથી બાપાશ્રી પણ તેમને વારંવાર બોલાવતા, રમૂજ કરી હસાવતા, પ્રશંસા કરતા. તેથી સંતો પોતાનું અહોભાગ્ય માનતા હતા.

હરિભક્તોમાં અમદાવાદના શેઠ બળદેવદાસ, શંકરભાઈ, બહેચરભાઈ, ચુનીલાલભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરસપુરના કોઠારી ઈશ્વરદાસ વગેરે ઘણાક હરિભક્તો તથા વિરમગામના ડો. નાગરદાસ અને તેમના ભાઈ મણિલાલ તથા વઢવાણવાળા માસ્તર કેશવલાલ, પાટડીના નાગજીભાઈ, વાંસવાના શામજીભાઈ, માંડલના ઠક્કર મોતીભાઈ, રણછોડભાઈ, મેરાઈ લવજીભાઈ આદિ, મેડાના મોહનભાઈ, જટાભાઈ આદિ તથા ડાંગરવાના મિસ્ત્રી દલસુખરામ, મણિપરાના જીવા પટેલ, ઝવેરભાઈ આદિ તથા જોષીપરાના કલ્યાણદાસ, ખોડીદાસ આદિ તથા ધરમપુરના ઝવેરભાઈ, ભાવજીભાઈ આદિ તથા કડી, કરજીસણ આદિ ઘણાંક ગામોના હરિભક્તો અને અશ્લાલીના જેઠાભાઈ તથા રાવસાહેબ બાલુભાઈ, વહેલાલના ભાઈ ચતુરભાઈ તથા કણભાવાળા આશાભાઈ તથા પટેલ ભલાભાઈ, છોટાભાઈ, ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલ આદિ, મોડાસરના માસ્તર લલ્લુભાઈ તથા રનોડા, ઉપરદળ, રેથલ આદિ નળકંઠાના ઘણાક હરિભક્તો સૌ બાપાશ્રીને રાજી કરવા અતિ હર્ષાયમાન થકા સેવા કરતા હતા. તથા ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કલકત્તા, કટક, ઝરિયા, કરાંચી, સુરત, ભરૂચ, ખંભાત આદિ દેશોદેશના હરિભક્તોથી વૃષપુરમાં ચાલવાની જગ્યાએ પણ ભીડ થઈ રહી હતી. માલણિયાદના ચતુરભાઈ, વેલસીભાઈ, જેઠાભાઈ, ઈશ્વરલાલ, પ્રાણજીવન આદિ સવારથી રાત સુધી સેવાઓ કરતા.

જ્યારે ગરબી ગવાય ત્યારે તેમનાં હેત સૌને દેખાઈ આવતાં. તેથી બાપાશ્રી પોઢ્યા હોય તોય જાગીને એ ગાતા હોય ત્યાં વચ્ચે આવીને બેસે, પ્રશંસા કરે, પ્રસાદી આપે, મળે. એ જ રીતે ગામોગામના હરિભક્તો પણ જુદી જુદી રીતે બાપાશ્રીને રાજી કરી પોતાને કૃતાર્થ માનતા હતા. બાઈઓનો સમૂહ પણ જ્યાં બાપાશ્રીનાં દર્શન થાય ત્યાં છેટેથી જય સ્વામિનારાયણ કરતાં તથા યજ્ઞની સામગ્રી તૈયાર કરવાની સેવા કરી બાપાશ્રીની પ્રસન્નતા મેળવી મહારાજને રાજી કરવા કોઈ રાત કે દિવસ જોતાં નહિ. હરિભક્તો કોઈ થાકને તો ગણે જ નહિ. જાગ્રત, સ્વપ્નમાં એક જ તાન– મહારાજ તથા બાપાશ્રી અને સંત-હરિભક્તનાં દર્શન. કથા-કીર્તન તથા પંક્તિ ટાણે દર્શન. વળી આરતી થાય, ચોઘડિયાં વાગે એ સર્વેમાં પણ આનંદ ને આનંદ. એવી રીતે સૌ આત્યંતિક મુક્તિના ભાગ્યવાન થતા હતા.

બે દિવસ રાત્રે પાલખીમાં મહારાજને પધરાવી આગળ ગામોગામની મંડળીઓ ઉત્સવની ઝીંક વગાડે, આરતી વાગે, છડીદાર ‘મહારાજાધિરાજાને ઘણી ખમ્મા’ એમ ઊંચે સ્વરે બોલે, ચમર ઢોળે. શેરીયોમાં કોઈ આવે-જાય એટલી જગ્યા પણ મળે નહિ. સૌને હર્ષ સમાય નહિ, ગુલાલ ઊડે, વચમાં હેતવાળા હરિભક્તો મંડળીઓને પાણી પાય.

કીર્તનમાં પણ હેત ઊભરાય. ‘મારો વાલોજી વરતાલ આવ્યા’, ‘મહારાજ આજ વરતાલથી આવશે’, ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’, ‘લટકાળો લટકંતો રે આવે’, એવાં જુદાં જુદાં કીર્તન બોલે.

એ રીતે શેરીએ શેરીએ પાલખી લઈ જાય. સૌ દર્શન કરે, શ્રીફળ તથા રૂપામહોર મહારાજને ભેટ કરે. ચોક વચ્ચે સલોકા બોલાય; એમ ગામ આખામાં ફરી પાછા ગાજતે-વાજતે સૌ મંદિર આવે. મંદિરના બારણેથી મંડળીઓને કીર્તન બોલતાં બબ્બે કલાક થઈ જાય, પણ એકબીજા થાકે નહિ. એ બધા જ્યારે ચોકમાં આવે ત્યારે બાપાશ્રી સૌને રાજી થઈ પ્રસાદી આપે. રાત્રે વાડીઓમાં ગામોગામના હરિભક્ત કીટસન લાઈટો વચમાં રાખી ગરબીઓ ગાય, કેટલીક મંડળીઓ ઉત્સવ કરે. એકબીજા થાકે નહિ, ઊંઘ-ઉજાગરાનું તો કોઈ યાદ જ ન કરે. સવારો સવાર કીર્તન બોલાય. આ રીતે આ યજ્ઞમાં વૃષપુર મહામોટું ધામ બની ગયું હોય તેમ શોભી રહ્યું હતું.  II ૧૩૯ II

On the day of Chaitra Vad 4th, Kaṇabī’s (Paṭel’s) of twenty-four villages began to come along with groups of devotees singing devotional songs playing on musical instruments and singing devotional songs. Variety of devotional songs were sung, drums were also played and all were sitting in assembly. Whosoever came for darśan of Mahārāj would offer garlands of hajari flowers to saints, would offer coconut, dryfruits, etc. perform pūjā of Purāṇī, and holly book, offer garland to Bāpāśrī, apply sandalwood paste, etc.- all would have joy in their heart by such darśan. Devotees would be seen in thousands in the village and on the outskirts of the village. To feed them all big rooms were engaged for storing sukhdi (a kind of sweet) and to store śīro reservoirs were made. To prepare, and to serve hotchpotch, vegetable, etc. many devotees were eager. Bāpāśrī and saints along with devotees with Mūrti of Mahārāj came in the kitchen where sukhdi was stored, Mahārāj was seated there and before Him lamps of ghee were lighted. Then all sang thāḷ and offered it to Mahārāj with drinking water. At that time Bāpāśrī said, “This sukhdi has been eaten by Mahārāj with love, so one who takes this Prasād will get unlimited happiness because Mahārāj and infinite muktas dined-where can you get such Prasād? At that time saint Devjīvandāsjī was fanning. Bāpāśrī said, “You are fanning Mahārāj so sing ‘Tame jamo ne dholu hun to vayre vari jaun valamji’ (you dine and I fan you, it is my pleasure-thch jokingly Bāpāśrī said. Then wicks were lighted in the dish and āratī was performed by Bāpāśrī, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī and Swāmī Ghanśyāmjīvandāsjī, etc. and saints. Then Bāpāśrī said, “We perform such yajña to please causal Mūrti Śrījī Mahārāj So just see! Mahārāj smiles gently and looks at all with His nectar sight.” At that time Khīmjībhāī of Nārāyaṇpur made the announcement of the arrival of Lord Swāmīnārāyaṇa by doing the work of macebearer and pleased all. Then Bāpāśrī told Swāmī, etc. saints, “Whosoever eats this sukhdi will be put in bliss of Mūrti by giving him ultimate liberation. You also make such saṅkalpa. We do not want to leave anyone. If one gets divine feeling for this assembly means any work of his is done and if he dislikes it, there will be obstacle in liberation.” Saying so all started going towards the place where śīro was stored. Devotees were singing devotional songs on the way so all young or old were pleased by having darśan. The cooks who were preparing śīro, etc.  in the kitchen became very joyful by seeing that Bāpāśrī and saints were coming towards them. They stood at the place where they were preparing food and greeted Bāpāśrī by saying Jay Swāmīnārāyaṇa with folded hands. Bāpāśrī showed his much pleasure with his nectar sight on devotees who were doing sevā. There after Mahārāj was seated at the place where śīro was stored on the bajoth (wooden seat) which was covered with silk cloth. In front lamps of ghee were lighted along with incense stick. Bāpāśrī and Sadgurus were seated on the seats in the centre by saints and devotees who were standing around the place. Then thāḷ was sung. ‘Avinashi āvo re jamva Kṛṣṇa Hari, Śrī BhaktiDharma sut re jamadu prit kari’ (Avinashi, BhaktiDharma’s son Harikṛṣṇa Mahārāj is invited for meals, will make Him to eat with love).’ Bāpāśrī sat in meditation till the thāḷ was sung. He opened his eyes and showed much pleasure and offered drinking water to Mahārāj. There also Bāpāśrī and Sadgurus performed āratī of Śrījī Mahārāj and made Jay ghosh of Śrī Shahjanand Swāmī Mahārāj. There Somchaṅdbhāī of Karāchī did the work of macebearer. Bāpāśrī said, “Śrījī Mahārāj had performed yajña at Kānkarīyā and during that yajña He ate thāḷ along with infinite muktas by showing His pleasure. Similarly Mahārāj has shown much pleasure today in our yajña. This śīro, sukhaḍī all became divine thing. Whosoever eats this mahaprasād will get happiness of Mūrti without doing means.” Thus blessing, on the way along with saints, devotees carried on singing devotional songs- in this way Bāpāśrī came to temple. Thus in Vṛṣpur thousands of saints and devotees became lucky of getting ultimate liberation by the grace of Bāpāśrī. Saints viz. Sadguru Swāmī Vṛṅdāvandāsjī, Sadguru Swāmī Īśvarcharaṇadāsjī, Sadguru Swāmī Ghanśyāmjīvandāsjī, Purāṇī Dharmakiśordāsjī, Hariprasāddāsjī, Keśavpriyadāsjī, Swāmī Śvetvaikuṇṭhdāsjī, Swāmī Bhagvatswrupdasji, Devjīvandāsjī, Muktavallabhdāsjī, etc. and other saints who had come from Amdāvād, Muḷī, Vaḍtāl, Gaḍhaḍā, Jūnāgaḍh, etc. they were eager to attend devotees in the yajña and make them happy by doing kathā-vārtā. As they were eager to do this sevā, Bāpāśrī often called them, made them laugh, by cutting jokes, praised them, so saints believed themselves to be fortunate. Devotees, viz. Śeṭh Baḷdevdās, Śaṅkarbhāī, Becharbhāī, Chūnīlālbhāī, Somchaṅdbhāī, etc. of Amdāvād and Koṭhārī Īśvardās, etc. and many devotees of Saraspur and Dr. Nāgardāsbhāī of Viramgām and his brother Maṇilāl and Keśavlāl, the teacher, of Vaḍhwāṇ, Nāgjībhāī of Pāṭḍī, Shāmjībhāī of Vāṅsavā, Ṭhakker Motibhāī, Raṇchhoḍbhāī, Merāī Lavjībhāī, etc. of Māṅḍal, Mohanbhāī, Jaṭābhāī, etc., of Meḍā, Mistrī Dalsukhrām of Ḍāṅgarvā, Jīvā Paṭel, Zaverbhāī, etc. of Maṇiparā, Kalyāṇdās, Koḍīdās, etc. of Joṣīparā, and Zaverbhāī, Bhāvjībhāī, etc. of Dharampur and many devotees of villages like Kaḍī, Karjīsaṇa, etc. and Jeṭhābhāī, and Rāosāheb Bālubhāī of Aślālī and Chaturbhāī of Vahelāl and Āśābhāī, Paṭel Bhalābhāī, Chhoṭābhāī, etc. of Kaṇabhā, Jagannāth, the teacher, and his son Maṇilāl etc. of Godhāvī, Lallubhāī, the teacher, of Moḍāsar and many devotees from Naḷkāṇṭhā area, village Ranoḍā, Upardaḷ, Rethal, etc. all did much sevā with joy to please Bāpāśrī. Moreover there was crowd of devotees at the place meant for passage in Vṛṣpur. They had come from various places like Bhāl, Charotar, Kāṭhiyāwāḍ, Zālāwāḍ, Hālār, Kolkatta, Cuttack, Jharia, Karāchī, Surat, Bharuch, Khambhat, etc. Chaturbhāī, Velsibhāī, Jeṭhābhāī, Īśvarlāl, Prāṇjīvan, etc. of Mālaṇīyād would perform sevā from morning to night. When garbī was sung, there were scenes of their love which could be seen by all, so Bāpāśrī though he was asleep, would get up and sit in the centre where they sang, praise them, give them Prasād, etc. Similarly devotees of various villages would please Bāpāśrī in various ways and consider themselves to be grateful. Group of ladies would say Jay Swāmīnārāyaṇa from a distance from where they could get darśan of Bāpāśrī. They would do sevā of keeping substances ready meant for yajña and getting the pleasure of Bāpāśrī, would do sevā round the clock to please Mahārāj. Devotees would not care even though they were tired. All the while, in awakening state or in dream, they had only one aim to have darśan of Mahārāj and Bāpāśrī and saints and devotees, kathā, kīrtan, darśan at the time of taking meals, etc. Moreover at the time of āratī, accompanied by beating of drums, there was joy. Thus all were becoming fortunate for the ultimate liberation.

          On two nights Mahārāj was installed in palanquin, the front group of devotees from various villages would show eagerness for the festival, sound of āratī, the macebearer would say in loud voice ‘long live Mahārājadhiraj (Mahārājane ghani khamma),’ would fan, etc. No place would be left in street for the passage.  There was no bound of joy for all-gulāl was spread, in between devotees would give water to groups (mandali), etc. love could be seen in devotional songs. Various devotional songs were sung, viz. Maro Valoji Vaḍtāl āvya,’ ‘Mahārāj āj Vartālthi āv ‘Maro valoji she,’ ‘Mankiye chadya re Mohan Vanmali,’ ‘Latkalo latkanto re āve.’   Thus palanquin would go from street to street. All would do darśan and offer coconut and silver coins to Mahārāj. In the square śloka would be recited. Thus after going round the village all would come to the temple with fun and festive. At the door of temple groups (mandalis) would sing devotional songs for nearly two hours but nobody would get tired. When all of them would come in the square Bāpāśrī would give Prasād to all with pleasure. At night devotees of various places would sing garbī in the farm by keeping lights in the centre. Several groups would perform festivities but nobody would feel tired. Nobody would think about sleep. Till morning devotional songs would be sung. Thus in this yajña Vṛṣpur appeared beautiful like a very great abode (place). || 139 ||