Gujarati / English

કારતક વદ-૩ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.

તે વખતે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, “તમે ન્યાલકરણને ઓળખ્યા છે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હા, મહારાજ ન્યાલકરણ છે.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “વાહ રે વાહ! જેવા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી! તેવા જ સ્વામી નિર્ગુણદાસજી! તે અમારા ગુરુ હતા. એ સ્વામીએ આ ઈશ્વર બાવાને મેળવી દીધા એટલે કે અમને ઓળખાવ્યા. બીજા તો હતા, પણ તે સ્વામીનુંય માનતા નહોતા.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને બોલ્યા કે, “સ્વામી! ન્યાલ કર્યો તે તમે કચ્છમાં આવ્યા. સાજું બ્રહ્માંડમાં ફરી આવો તોય આવા સંત ક્યાંય ન મળે. આ સંતનાં દર્શન પણ દુર્લભ છે, આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. ન્યાલ કર્યો! મને ન્યાલ કર્યો! બીજા તો એનું એ જાણે. હવે આપણે ચાર દિવસમાં વિયોગ થાશે.”

પછી સંતોએ કહ્યું જે, “બાપા! વિયોગ થવા દેશો નહિ. સદાય આવાં ને આવાં દર્શન દેજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું મહારાજ! આમ ને આમ કથા-વાર્તા કરજો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ અમારા ભેળા રહી કથા-વાર્તા કરાવજો અને કૃપા કરી મૂર્તિના સુખમાં જોડી દેજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “બહુ સારું.”

પછી એમ બોલ્યા જે, “મોટાની કૃપા તો જોઈએ; કૃપા વિના કાંઈ કામ ન થાય. આ વસ્તુ ઓળખવી તે બહુ ઓંઝી (કઠણ) છે. પોતાની મેળે ઓળખાય એવી નથી. કેવા સ્વામિનારાયણ ભગવાન! કેવા આ સાધુ! કેવી આ પ્રાપ્તિ! આ તો બહુ જબરી વાત છે. હવે આપણે દિવસ બે કે ત્રણ રહ્યા. તો આપણે શું કરવાનું! સદા ભેળું રહેવાય, નોખું કોઈ દિવસ ન પડાય એ કરવાનું. આ બધી બ્રહ્મની મૂર્તિઓ છે, પણ એવો મહિમા સમજાય તો.”

પછી દેવરાજભાઈને કહ્યું જે, “આ જણસ કેવડી! તે પામવી છે. એને એવા મોટા પુરુષ ઓળખાવે. આવા ન ઓળખાય તો કામ ન સરે; અને ઓળખાય તો કાંઈ બાકી ન રહે.”

પછી કહે, “સ્વામી નિર્ગુણદાસજી કેવા! સ્વામી હરિનારાયણદાસજી કેવા! જાણે બ્રહ્મની મૂર્તિઓ ઊભી હોય ને શું!”

ત્યારે સ્વામી ઈશ્વરચરદાસજી કહે જે, “તમે કોઈકમાં પ્રવેશ કરો તો એવા થાય.”

પછી બાપાશ્રી બે સદગુરુ પ્રત્યે બોલ્યા જે, “તમોએ આ એક દેવરાજભાઈને સાજા કરી દીધા એટલે કે દિવ્ય ભાવ સમજાવ્યો તેથી અમને આનંદ થયો છે.”

પછી દેવરાજભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! મારી ભૂલ માફ કરો. આ સંતે બહુ દયા કરી મને ઉગાર્યો ને મહિમા સમજાવી તમારી ઓળખાણ પડાવી. હવે મને સદાય ભેળો રાખજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “તમે તો મારી જોડ છો.”

એમ કહીને હાર પહેરાવીને બહુ જ રાજી થઈ માથે હાથ મૂક્યા ને સંતોને આજ્ઞા કરી જે, “એને માથે હાથ ફેરવો.”

ત્યારે સર્વેએ હાથ ફેરવ્યા તેથી તેમણે રાજી થઈ દંડવત કર્યા. એવી રીતે ખીમજીભાઈએ પણ પ્રાર્થના કરીને ભૂલ માફ કરાવી.

ત્યારે તેમને બાપાશ્રીએ કહ્યું જે, “સદાય આવો ને આવો દિવ્ય ભાવ રાખજો.”

પછી બોલ્યા જે, “આ કાંઈ અમારી મોટપ સારુ નથી કહેતા. અમે તો સર્વેના સેવક છીએ, પણ તમારું સારું થાય તે સારુ વાત કરીએ છીએ. તમે મહારાજ અને આવા સંતને ઓળખજો અને સદાય દિવ્ય ભાવ રાખજો.”  II ૧૪ II

 

On the morning of Kārtak Vad 3rd, the Vachanāmṛt was being read in the temple of Nārāyaṇapur.

          Bāpāśrī asked the saints, “Have you known Nyālkaraṇa?” Swāmī Īśvarcharaṇadāsjī replied, “Yes. Mahārāj is Nyālkaraṇa.” Then Bāpāśrī praisingly said, “Bravo! Just as great Sadguru Śrī Gopālānaṅd Swāmī is, so great is Swāmī Nirguṇdāsjī who was my guru. That guru got me this Īśwarbvā. There were others but they did not even obey Nirguṇdāsjī Swāmī.” Then holding the hand of Swāmī Īśvarcharaṇadāsjī, Bāpāśrī said, “Swāmī, you obliged me by coming to Kutch. Nowhere in the entire cosmos there is a saint like you. Darśan of a saint like you is rare to have. If one remembers a saint like you, one will automatically have remembrance of Mūrti. You have obliged me. You have fulfilled my ambitions. I am not concerned with others. But alas! Now within four days we will have to get separated.” Then the saints requested, “Bāpā! Please do not let our separation from you rise. Please, always give such darśan to us.” Bāpāśrī said, “All right, go on doing such kathā-vārtā.” Swāmī Īśvarcharaṇadāsjī said to Bāpāśrī, “Please be with us and make us do kathā-vārtā and get us associated in the bliss of Mūrti by your mercy.” Bāpāśrī said, “O.K. Grace of a mukta is a must. Without their grace nothing can be done. To know Lord Swāmīnārāyaṇa and His muktas is very difficult. They cannot be known on our own. How merciful Lord Swāmīnārāyaṇa is! How great these saints are! How great this achievement is! This achievement is very great. Now we have two or three days to stay together; so what should we do? We should live in such a way that we feel to be always together and we never feel to have got separated. All those present here are the personified forms of Brahma provided we understand such greatness.” Then Bāpāśrī said to Devrājbhāī, “How great these saints are! We have to realise them. We can recongnise such saints only when great muktas reveal their greatness to us. If they are not recognised, nothing would be achieved; and if they are recognised, nothing remains unachieved. How great Swāmī Nirguṇdāsjī was! How great Swāmī Harinārāyaṇdāsjī was! So great as if they were personified forms of Brahma!” Swāmī Īśvarcharaṇadāsjī said, “If you enter in someone, he will become like you.” Bāpāśrī said to the two sadgurus, “As you made Devrājbhāī recover from illness, i.e., as you made him understand the sense of divinity I am pleased.” Then Devrājbhāī prayed to Bāpāśrī, “Please forgive me for my mistake. These saints have saved me by showing much mercy on me and made me recognise you and understand the greatness of yours. Now please always keep me with you.” Saying to Devrājbhāī, “You are always with me”, with much gladness Bāpāśrī garlanded him and put his hands on his head; and asked the saints to put their hands on his head. Then all the saints put their hands on his head; so Devrājbhāī became much pleased and prostrated before all the saints. Similarly, Khīmjībhāī also prayed to the saints and got his mistake forgiven. Then Bāpāśrī advised them both to ever maintain such divine feeling. Then Bāpāśrī said, “I do not say for showing my greatness. I am mere a servant of all. I advise you so that you might benefit. Please recognise Mahārāj and such saints and always maintain divine feeling.” || 14 ||