Gujarati / English

ચૈત્ર વદ-૬ને રોજ સવારમાં અમદાવાદના શેઠ બળદેવભાઈ તથા ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ તથા રામપુરના દેવરાજભાઈ અને ભારાસર તેમજ નારાયણપુરના મોટેરા હરિભક્તો તથા કરાંચીના લાલુભાઈ અને પાટડીના નાગજીભાઈ,    ડો. નાગરદાસભાઈ, મણિલાલભાઈ, શિવલાલભાઈ આદિ મોટા મોટા હરિભક્તોને બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈએ કહ્યું કે, “આજે આપણે ત્યાં ઠાકોરજીની છાબો ભરાય છે માટે તમે ઘેર ચાલો.” એમ કહી સૌને ઘેર તેડી ગયા.

મંદિરમાં કથા ચાલુ થઈ. સમાપ્તિનો દિવસ હોવાથી જરિયાની તથા સોનેરી વસ્ત્ર અને રૂપામહોરભરી છાબો તૈયાર કરી મંદિરમાં લાવતાં આગળ મંડળીઓએ ઉત્સવ કરી કીર્તન બોલવા માંડ્યા જે, ‘વાલો વધાવું મારો વાલો વધાવું; આજની ઘડી રળિયામણી રે મારો વાલો વધાવું’ એ કીર્તન બોલતાં સૌ મંદિરમાં આવ્યા. છાબો સભામાં મૂકી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલ્યા. કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિકે મળી આરતી ઉતારી. પુરાણી આદિક સર્વે સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. સભામાં ‘આનંદ આપ્યો અતિ ઘણો રે’ એ કીર્તન બોલાતું હતું. પછી હરિભક્તોને પૂજા કરવાની છૂટી થઈ. ત્યારે સૌએ સંતોની પૂજા કરી અને ભુજના મંદિર તરફથી કોઠારીએ બાપાશ્રીને તથા તેમના પુત્રોને પાઘડીઓ બંધાવી. પછી સદગુરુઓએ તથા બધા સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યાં અને હરિભક્તોએ પણ સંતોને ધોતિયાં ઓઢાડ્યાં તથા બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા માંડી.

એમ બે કલાક થઈ, ત્યારે બાપાશ્રી કહે, “હવે હરેને મોડું થાય છે તે રાખો ને સહુ પંક્તિમાં જાઓ. સંતો પણ ઠાકોરજીને જમાડવા જાય. આવા દિવ્ય સુખમાં કોઈને મૂર્તિ વિના બીજું કાંઈ સાંભરે તેવું નથી.”

તે વખતે કાલાવડથી રાજકવિ માવદાનજી આવેલા તેમણે સંતો પાસે પ્રાર્થના કરી બાપાશ્રીના ગુણનું તથા દિવ્ય ભાવનું વર્ણન કવિતામાં કરેલ તે બોલ્યા. તેની પ્રથમ ટૂંક ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે’ તે ઘણી કડીઓ એક પછી એક બોલતાં સંત-હરિભક્તો સૌ પ્રસન્ન થઈ રહ્યા. તેમાં સાર એવો હતો કે આ સમયમાં સત્સંગમાં આપે મહારાજનું સુખ આપવાનો સુગમ માર્ગ કર્યો, આત્યંતિક મુક્તિના કોલ આપ્યા, અનાદિની સ્થિતિ કરાવવા અતિ સામર્થી વાપરી, કણબી કુળમાં પ્રગટ થવા છતાં ત@વજ્ઞાનીને પણ અગમ્ય એવા ગૂઢ જ્ઞાનની લહાણી કરી, અનેકને તાર્યા, ઉગાર્યા, દુખિયા મટાડી સુખિયા કર્યા, શરણાગત પર અઢળક ઢળ્યા.

શ્રીજી મહારાજની પ્રસન્નતા જેને આ સમયે જોઈતી હોય તેને થોડે દાખડે ને વગર સાધને ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે’ એવાં વચનોની ટૂંક વારંવાર બોલી બાપાશ્રીને પાઘડી બંધાવી, સંતો તથા હરિભક્તોને અતિ રાજી કર્યા ને પોતે સભામાં બોલ્યા જે, “મહારાજે મારા પર દયા કરી જેથી મને આ યજ્ઞમાં બાપાશ્રીને પ્રસન્ન કરવાનો લાભ મળ્યો.”

એ પછી બીજા હરિભક્તો પણ એ યજ્ઞના મહિમાના શ્લોક બોલ્યા.

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હવે સૌ રાખો. ઠાકોરજીને જમાડવાનું હવે મોડું થાય છે.”

એમ કહી સભાની સમાપ્તિ કરી. પછી બાપાશ્રી સંતોને તાણ કરી જમાડી હરિભક્તોની પંક્તિમાં બે-ત્રણ કલાક ફર્યા. હરિભક્તો હાથ જોડે, હાર પહેરાવે, દંડવત કરે, ચંદન ચર્ચે, કોઈ નાનાં નાનાં છોકરાને બાપાશ્રી પાસે લાવી માથે હાથ મુકાવે, બાપાશ્રી પંક્તિની વચમાં જરા ટૂંકુ ધોતિયું પહેરેલ ને ઢીંચણથી નીચે સુધી જાડી ઘેરવાળી આંગડી ને માથે સાદી પાઘડી, ખભે ખેસ અને હાથમાં લાકડીએ સહિત ફરે. હરિભક્તોનો સમૂહ ફરતો ચાલે.

એ રીતે ધીરે ધીરે ચાલતાં સૌને દર્શન દેતાં પીરસનારાઓને કહે જે, “ખૂબ પીરસજો, કસર મ રાખજો; નહિ તો મહારાજ લડશે.” એમ કહી પીરસવાનું કહેતા.

કોઈ લે નહિ તેને એમ કહે જે, “આ પ્રસાદ દુર્લભ છે. શ્રીજી મહારાજ ને અનંત મુક્ત જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે! તમે ના ન પાડો, નહિ તો દેવતા આકાશમાંથી આવીને લઈ જશે.”

વળી પીરસનારા તથા પાકશાળાના આગેવાન હરિભક્તોને બાપાશ્રી કહે જે, “પંક્તિમાં શીરો તથા સુખડી પીરસાવવામાં ખટકો રાખજો. જરાય બીશો નહિ કે કેમ થાશે. જેતલપુરના યજ્ઞ વખતે દેવ સરોવરમાં બ્રાહ્મણોએ લાડવા નાખી દીધા હતા તથા કાંકરિયે યજ્ઞ થયો હતો ત્યારે લાખો મનુષ્યો તથા પશુ-પક્ષી જમતાં હતાં, પણ મહારાજે એક કૂડલામાંથી ઘી કાઢી સૌને જમાડી દીધા ને જરાય ખૂટવા ન દીધું. એ જ મહાપ્રભુ આ પાકશાળામાં દિવ્ય રૂપે બધાયની સેવા તથા ભક્તિભાવ જોઈ રહ્યા છે, સેવા કરનારા પર રાજી થાય છે. માટે કોઈ વાતે ફિકર મ રાખજો ને ખૂબ પીરસજો. આ પંક્તિમાં શ્રીજી મહારાજ પોતે સંતોએ સહિત ફરે છે. એ મૂર્તિને રાજી કરવા આ યજ્ઞ છે તેથી સૌ ખટકો રાખજો.”

એમ કહી બાપાશ્રી પંક્તિમાં ફરતા હતા, તે વખતે ભડાકા થયા એટલે જમવાની છૂટી થઈ. ચોઘડિયાના નાદથી તથા મંડળીઓના ઉત્સવથી વૃષપુર ગાજી રહ્યું હતું.

પછી બાપાશ્રી પોતે હરિભક્તોની પંક્તિમાં સૌને સુખડી પીરસવા લાગ્યા. આગળ હરિભક્તો સુખડીનાં પાત્ર ઉપાડી ચાલે તેમાંથી પોતે ધીરે ધીરે ચાલતાં ઊભા ઊભા મોટા મોટા કટકા સહુને આપે, હરિભક્તો હાથ ધરે, પાત્ર ધરે, તેને સુખડી આપે. એમ પંક્તિમાં દર્શન દઈ સહુને રાજી કરતાં ટૂંક બોલ્યા જે, “સુખડી સુખ દેશે અપાર, જમ્યા છે પોતે ધર્મકુમાર.”

એમ બોલી અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, “અમારે તો આમ સુખડી જમાડીને, શીરો જમાડીને, કથા-વાર્તા રૂપી બ્રહ્મયજ્ઞ કરીને સર્વને મૂર્તિનું સુખ આપવું છે. આ સમે શ્રીજી મહારાજની અપાર દયા છે તેથી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવું. મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોયા જેવું નથી. અમે તો ગમે તે કામ કરીએ, વાતો કરીએ, કોઈને હેતે કરીને મળીએ, કોઈને વઢીએ, કોઈને વખાણીએ, જમીએ કે જમાડીએ; એવી અનેક ક્રિયા કરીએ, પણ મૂર્તિને ઘડીભર મૂકીએ નહિ. આવી દિવ્ય સભાનો જે ગુણ લેશે તેને પણ મૂર્તિમાં મૂકી દેશું. આવો અમારો અભિપ્રાય છે તે જે જાણતા હોય તેને આનંદ વર્તે. આ લોકમાં તો એકે કાંઈ કીધું ને બીજાએ કાંઈ કીધું એવું ચાલે છે, પણ જેને મહારાજ તથા મોટા મુક્ત મળ્યા છે તેને એ કામનું નથી. આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું; એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહિ. આ સમે મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે તેથી વાંક-ગુના સામું જોતા નથી. નજરે ચડ્યા તે ન્યાલ થાય છે.” એવી રીતે વાતો કરતા.

બાપાશ્રી સૌને દર્શન દઈ આંબાની છાંયે પાથરેલ આસન પર બેઠા. પછી સૌ જમી જમીને આવતાં મોટી સભા ભરાઈ.

બાપાશ્રીએ તે વૃક્ષ નીચે વાત કરી જે, “આ યજ્ઞમાં જે જે આવ્યા અને જે આ મહાપ્રસાદી જમ્યા તેનો છેલ્લો જન્મ થયો જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે. આ મુક્ત સર્વે અક્ષરધામના છે, મૂર્તિમાં રહેનારા છે. મહારાજના અનાદિમુક્તોએ દયા કરીને મૂર્તિનું સુખ પમાડવા આવા માર્ગ કાઢ્યા છે. અમે તો આજ સુધી આવાં જ કામ કર્યાં છે. અમને બીજું કાંઈ આવડતું નથી. તમો આ યજ્ઞ, આવાં દર્શન, આ જમવું-રમવું અને મળવું, એ બધુંય સંભારી રાખજો.”

એમ કહીને આશાભાઈને આગળ બોલાવ્યા ને એમ કહ્યું જે, “આવો આશાભાઈ!” પછી પોતાના હાથે તેમના માથે પાઘડી  બાંધવા માંડી.

ત્યારે આશાભાઈ કહે, “બાપા તમે રાજી છો, દયા કરી સેવામાં રાખો છો તે મને ખરેખરી સાચી પાઘડી બંધાવી છે. આ સેવા ક્યાંથી મળે! તમે આવા ને આવા સદાય રાજી રહેજો એટલે મને બધુંય આપ્યું.”

ત્યારે સૌ હરિભક્તોને સાંભળતાં બાપાશ્રી બોલ્યા જે, “આ આશાભાઈ મારી રાત ને દિવસ સેવા કર્યા કરે છે. તેને ઊંઘ, ઊજાગરો, ભૂખ કે થાકની ગણતરી નથી. આ તો મહિમાની મૂર્તિ છે. હું આને વઢું, વખાણું, બોલાવું કે ન બોલાવું, રહેવાનું કહું કે જવાનું, પણ ક્યારેય અકળાય નહિ. પૂરી ઊંઘ એણે કરી મેં જોઈ નથી. હું કહું એ તો કરે, પણ ઘરમાં નાનું છોકરું હોય ને તે કહે, ‘આશા બાપા!’, તો કહે, ‘હા, બાપા!’ એમ કહેતાં તરત ઊઠીને જાય. અમારે વાડીમાં કામ હોય તો ત્યાં પણ પહોંચી જાય. મંદિરમાં સાધુ કે હરિભક્ત સર્વે તેમની સેવાએ રાજી રાજી થઈ જાય છે.

“આ આશાભાઈ ને આ ભુજના મોતીભાઈ બંને મારા કામમાં બહુ આવે છે. મોતીભાઈ તો ઢૂંકડા રહે જેથી સમાચાર મોકલીએ કે તરત આવ્યા જ છે. તેમના દીકરા પણ એવા. અહીંના હીરજી તથા જાદવજી પણ મારી સેવા ઘણી કરે છે. મારા કાનજી ને મનજી તો બેસવાનું કહીએ તો બેસે ને ઊઠવાનું કહીએ તો ઊઠે એવા. આ નાનો માવજી તથા જાદવો અને હરજી વગેરે મહિમાવાળા છે. એ બધાય સેવા કરનારા ખરા, પણ આ આશોભાઈ તો આશોભાઈ.”

એમ કહી પ્રસન્નતા જણાવી તેમને પોતાને હાથે પાઘડી બંધાવી અને મોતીભાઈ આદિક સૌને પણ પાઘડીઓ બંધાવી.

પછી બોલ્યા જે, “આ હીરજીભાઈનો પ્રેમજી નાનો તે પણ મારી સેવા બહુ કરે છે. નાહવા ટાણે એ પાસે આવીને ઊભો જ હોય, નવરાવે. રાત્રે એમ ને એમ પાથર્યા વિના સૂએ, ઓચિંતાનો જાગીને મારી પાસે આવે, ‘બાપા! શું કામ છે?’ ત્યારે હું કહું, ‘પ્રેમજી બચ્ચા! આ ટાણે હજી રાત છે. સૂઈ જા.’ ત્યારે જાય. સભામાં બેસે, વાતો થાય તેમાં સમજે ને સાધુ આવે ત્યારે તો દોડી દોડીને સેવા કરે. આટલી નાની ઉંમરમાં સમજણે સહિત મહિમા તે મોટાના રાજીપાનું ફળ છે.” એમ કહી તેને કંઠમાંથી હાર ઉતારીને આપ્યો ને માથે હાથ મૂક્યા.

પછી પાકશાળામાં કામ કરનારા તથા ગામોગામના આગેવાન હરિભક્તોને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવવા માંડી ત્યારે સૌએ પ્રથમ બાપાશ્રીની તથા તેમના પુત્રોની ચંદન-પુષ્પહારે પૂજા કરી લહાવ લીધો. એમ યજ્ઞની સમાપ્તિ સુધી અનેક પ્રકારે બાપાશ્રીએ સૌને મૂર્તિનાં નવાં નવાં સુખ પમાડ્યાં.

પછી ગામેગામની મંડળીઓ અને નાતના તથા આસપાસનાં ગામડાંના જે જે હરિભક્તો જવા તૈયાર થાય તે સર્વેને મળીને બાપાશ્રી એમ બોલે જે, “આવા યજ્ઞ હવે થવા દુર્લભ. આ યજ્ઞ, આ સભા, સંત, હરિભક્ત સૌને સંભારી રાખજો. આ તો શ્રીજી મહારાજના સંકલ્પથી આમ દેખાય છે, પણ આ સભા સનાતન છે, દિવ્ય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. આપણે સર્વે મૂર્તિમાં જ છીએ.”

એમ કહેતાં હરિભક્તો પ્રાર્થના કરે તેને આશીર્વાદ આપી, મળી, માથે હાથ મૂકી રાજી કરતાં મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરી સૌને વિદાય કર્યા.

પછી વાંસે રહેલા સંત-હરિભક્તોને કહ્યું જે, “તમો કાલે છત્રીએ રહસ્યાર્થવાળાં વચનામૃતનું પારાયણ સૌ મળીને કરો, એવો મને સંકલ્પ થયો છે.” ત્યારે સંતો રાજી થયા.

ત્યાર પછી બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરીને છત્રીએ આવવા તૈયાર થયા. આગળ ઠાકોરજીની પાલખી તથા ઉત્સવિયા ઝાંઝ-મૃદંગે સહિત કીર્તન બોલતા આવે એ રીતે બાપાશ્રી છત્રીએ પધાર્યા. સદગુરુ સ્વામી આદિ સંતોએ પારાયણ કરવા તૈયારી કરી હતી તેથી બાપાશ્રીએ પુસ્તકની તથા સંતોની ચંદન-પુષ્પહારે પૂજા કરી. સૌ આજ્ઞા થતાં વાંચવા લાગ્યા. પછી જ્યારે સમાપ્તિ થઈ ત્યારે સંતોને વળી ચંદન ચર્ચ્યાં તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યા. પછી બાપાશ્રીની સૌ સંત-હરિભક્તોએ ચંદન-પુષ્પે પૂજા કરી.

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “આ સભા દિવ્ય છે, તેમાં કોઈ મનુષ્યભાવ પરઠશો નહિ. આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે. અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ વાત જે જાણી રાખશે તેને મોહ નહિ થાય. પણ જે આવી દિવ્ય સભાને વિષે તથા અમારે વિષે સંશય કરશે તેને તો આ સભાથી છેટું થઈ જશે. માટે ભલા થઈને સહુ દિવ્ય ભાવ રાખજો. અમારે તો સૌનું સારું કરવું છે તેથી તમને કહીએ છીએ.”

પછી એમ બોલ્યા જે, “હવે હરે વખત થઈ ગયો છે, તે સમાપ્તિ કરો.”

એમ કહી સંત-હરિભક્તોએ સહિત મંદિરમાં આવ્યા ને સંતોને જમાડી, હરિભક્તોની પંક્તિમાં પોતે ફરી દર્શન દઈ ઘેર ઠાકોરજીને જમાડવા પધાર્યા. થોડીવારે આવ્યા. પછી જે જે હરિભક્તો પોતાને ગામ જાય તેને મળીને અત્યંત પ્રસન્ન થઈ આશીર્વાદ આપી રજા આપે, મર્મવચનો કહે, પણ સાથે રમૂજ કરે એટલે કોઈ સમજી શકે નહિ જે, બાપા આમ કેમ બોલે છે.

તે મર્મવચન તે શું? તો “મહારાજને અંતર્યામી જાણજો. હવે સૌ આજ્ઞામાં ખબડદાર રહેજો. વચનમાં ફેર પડે તો જાણજો જે આ બાપો તે વખતે આવીને ઊભા રહેશે, પણ આમ પ્રત્યક્ષ દેખો છો તેમ તો ક્યાંથી દેખશો?”

વળી કોઈને એમ કહે જે, “આ મળવું કેવું સુગમ છે! પણ અક્ષરધામમાં મળવા જવું હોય તો કેટલું ખર્ચ કરવું પડે! અત્યારે મળો છો તે તો મહારાજે અગમ સુગમ કર્યું છે, પણ આ જોગમાં રહી જશે તેને તો આમ સુગમ ક્યાંથી થશે? આ ટાણે તો રોકડું કલ્યાણ છે. ભાદરવામાં મેહ મોંઘા ન હોય, પણ પછી તો મોંઘા ખરા. આ સભા ભેગી રાખજો. હવે મનુષ્યભાવે આમ સહેજમાં મળાય કે નહિ, પણ દિવ્ય ભાવે મૂર્તિમાં ભેગા જ છીએ એમ જાણજો.”

એવાં કેટલાંક વચનોમાં મર્મ કરતા, પણ સર્વેને યજ્ઞમાં બહુ સુખ આપેલાં તેથી કોઈ બાપાશ્રી આમ કેમ કહે છે તે સમજી શકે નહિ. એવી રીતે બાપાશ્રીએ મહાયજ્ઞમાં આવેલા સૌ સંતોને તથા દેશોદેશના હરિભક્તોને અપાર સુખ આપ્યાં.  II ૧૪૦ II

In the morning of Chaitra Vad 6th, Śeṭh Baḷdevbhāī of Amdāvād, Bhogīlālbhāī, Dhanjībhāī, Lālśaṅkarbhāī of Bhuj, Devrājbhāī of rampur, staunch devotees of Bhārāsar and Nārāyaṇpur, and Lālubhāī of Karāchī, Nāgjībhāī of Pāṭḍī, Dr. Nāgardāsbhāī, Maṇīlālbhāī, Śivlālbhāī, etc. staunch devotees were told by Kanjibhāī, the eldest son of Bāpāśrī that, that day there was chhab ceremony of Ṭhākorjī at his place so requested them to come at his house and took them all to his house. Kathā began in the temple. As it was the last day of kathā, chhab were filled with silver coins and brocade and golden clothes and was kept ready and while taking it to the temple mandalis were singing devotional songs in festival mood and came to the temple. ‘Valo vadhavoo maro valo vadhavoo ajni ghadi raliyamanire maro valo vadhaoo’ (today is auspicious day I heartily welcome Mahārāj). Chhabs were kept in the assembly with the Jay ghosh of Shahjanand Swāmī Mahārāj. When the kathā came to end, Bāpāśrī and his sons and grand sons performed āratī. All saints along with Purāṇī, etc. were given clothes. In the assembly the devotional song, ‘Ānad āpyo ati ghano re’ (much joy was given) was being sung. Then devotees were allowed to perform pūjā. All performed pūjā of saints and on behalf of Bhuj temple Koṭhārī tied turban to Bāpāśrī and his sons. Thereafter Sadgurus and all saints applied sandalwood paste to Bāpāśrī. Devotees also gave dhoti to saints and then they tied turbans to Bāpāśrī. Thus, it took two hours, so Bāpāśrī told everyone that it was getting late for meals and so asked them go to dining place. Saints should also go for offering meals to Ṭhākorjī. In such divine happiness nobody can remember anything else excepting Mūrti. At that time Raj Kavi Mavdanji who had come from Kalawad prayed to saints and sang the poem written by him about Bāpāśrī’s virtues and his divine feeling-its first line was, ‘Kaḷiyugma Kalyankari āj Abjibhāī chhe’ (today Abjibhāī is Kalyankari in Kaḷiyug-giver of salvation). Thereafter he recited many stanzas and so all devotees and saints were very much pleased. The gist of the poem was –at this time he (Bāpāśrī) made the path of happiness of Mahārāj very easy in satsaṅg, gave promises of ultimate liberation, used your power to achieve the state of Anādi muktas, though born in Kaṇabī lineage, he spread the deep and mysterious knowledge which is even difficult for a philosopher, liberated many, saved many, made happy who were unhappy, and blessed much to the surrendered. He who wants pleasure of Śrījī Mahārāj can get with little efforts and without doing means is given by Abjibhāī in Kaḷiyug. Such stanza he said often and tied turban to Bāpāśrī, made saints and devotees pleased. Before the assembly he said that Mahārāj has shown much mercy on him so he got a chance to please Bāpāśrī in that yajña. Thereafter other devotees also recited ślokas about the greatness of yajña. At that time Swāmī Īśvarcharaṇadāsjī told all that they should finish it because it was getting late to offer meals to Ṭhākorjī. Saying so the session of assembly was made over. Then Bāpāśrī offered meals to saints with love and force and went round for nearly three hours at the place where devotees were taking meals. Devotees would fold their hands, garland him, prostrate before him, apply sandalwood paste, some would call their children near Bāpāśrī and get his hand put on their heads. At the place of meals while taking round Bāpāśrī had worn a short dhoti, thick and loose angdi reaching below the knee and simple turban on head, a cloth on the shoulder (khes) and stick in his hand- thus he would go   round. Devotees also would walk around him. Thus walking slowly would give darśan to all and would ask devotees serving meals to serve more and more, not to be restrictive, otherwise Mahārāj would scold- thus he asked them to serve meals and if someone did not take Bāpāśrī would tell him that, that Prasād was rare. Śrījī Mahārāj and infinite muktas had taken these meals. Where can you get such Prasād! Do not refuse, otherwise Devtas will come from the heaven and will take away.” Moreover Bāpāśrī told devotees who were in charge of kitchen and who were serving meals to serve śīro and sukhaḍī in more quantity. “Do not be afraid by thinking that the quantity may become insufficient. At the time of yajña of Jetalpur Brāhmaṇas had thrown away lāḍus (sweet ball) in devsarovar lake. When yajña was performed at Kānkarīyā, thousands of people and animals and birds were eating but Mahārāj took out ghee from a small earthen pot and fed all. He did not allow the quantity to be depleted. The same Mahāprabhu is observing service and devotion of all in the divine form in the kitchen. He is very much pleased with those who are doing sevā. So do not worry and serve the meals thoroughly. At this dining place Śrījī Mahārāj Himself moves along with   saints. This yajña is for pleasing that Mūrti so all should be eager.” Saying so when Bāpāśrī was moving about at dining place signal for starting meals was given so, meals was allowed to be taken. Vṛṣpur was flourishing with sounds of drums and festival mood of mandalis.

          Then Bāpāśrī started serving sukhaḍī to devotees. In front of him devotees carried the sukhaḍī and he himself walk slowly, would give big pieces to devotees, devotees would stretch their hands or dishes. Thus he   pleased all by giving darśan and quoted a line, sukhaḍī  such deshe apar, jmya chhe pote Dharmakumar’ (Sukhaḍī will give limitless happiness-Dharmakumar Himself has eaten). Saying thus he showed much pleasure and said, “By feeding sukhaḍī in this way, feeding śīro and performing brahmayajña in the form of kathā-vārtā I want to give happiness of Mūrti to all. At this time there is much mercy of Śrījī Mahārāj so enjoy happiness of Mūrti by dwelling in Mūrti. There is nothing else worth to see excepting Mūrti of Mahārāj. I may do any work, may talk, may meet someone with love, may scold someone, may praise someone, take meal or feed someone-may do many such activities but never leave Mūrti even for a moment. Whosoever takes virtue of this divine assembly would also be put in Mūrti by me. Whosoever knows such opinion of mine will get joy. In this world it is like someone said thus and the other said that but who has got Mahārāj and great muktas is not concerned with it. We should drink sweet juice in the form of bliss of Mūrti-leaving aside that nectar juice, do not get involved in the activity of Prakṛti. This time Mahārāj has shown much mercy on jīva so, he does not take into account mistakes or faults. Whosoever comes in sight becomes fulfilled.” This way he talked. After giving darśan to all, Bāpāśrī sat on the seat covered with cloth under the shade of mango tree. After meals a big assembly was held. Bāpāśrī sitting under the tree said, “Whosoever came in this yajña and took this Mahaprasād will have his last birth. I have decided to keep all in Mūrti. This assembly is divine. These all muktas are of Akṣardhām and are dweller in Mūrti. Anādi muktas’ of Mahārāj have created such path to give happiness of Mūrti by their mercy. Till today I have done such work only. I do not know anything else. You remember all these viz. this yajña, such darśan, this meal, enjoying and meeting. Bāpāśrī called Āśābhāī near him, then, tied a turban on his head with his own hand.” Āśābhāī said, “Bāpā! You are pleased, keeping me in sevā by your mercy so the turban which you have tied in the form of sevā is real one. Where one can get such sevā! Always remain pleased in this way so that I will think that you have given me everything.” Bāpāśrī said to Āśābhāī in such a way that all devotees could hear, “Āśābhāī does my sevā day in and out. He does not care for sleep, hunger or getting tired. He is Mūrti worth praising. I scold him, may avoid him, may praise him, may tell him to stay or go but he never gets irritated, and I have never seen him taking full sleep. He does as I tell him but if there is any little child in the house and if it says Āśābāpā! He would say yes Bāpā! Saying so, he immediately gets up. If I have work in the farm, he would reach there also. Either saints or devotees become very much pleased with his sevā in the temple. Āśābhāī and Motibhāī of Bhuj both are very useful to me. Motibhāī lives nearby no sooner the message is sent, he would immediately come and his sons are also like him. Hirji and Jadavji of this place also does much sevā of mine. Kanji and Manji are so obedient that if I tell them to sit or stand up they would respond in the same way. Young Mavji, Jadavji and Harjī, etc. have knowledge of greatness. Though they all do sevā but they cannot be compared with Āśābhāī- saying so Bāpāśrī showed his pleasure and tied turban with his own hand and Motibhāī, etc. all were tied with turban. Then Bāpāśrī said, “Premjī younger son of Hirjibhāī also does much sevā of mine. At the time of my bath he always stands by me. He would bathe me, at night he would go to bed without spreading anything. Sometimes he would get up all of a sudden at night and would come to me and would ask what could he do for him? I would say dear Premjī it is still night. Go and have sleep. Then he would go. He would sit in the assembly. He would understand the talks taking place in assembly and if any saint would come, he would hurriedly go to him and do his sevā. At such a young age he has understanding of greatness which is the fruit of pleasure of muktas. Saying so, Bāpāśrī removed a garland from his neck and gave him and put his hand on his head. Thereafter Bāpāśrī began to tie turban to servers in the kitchen, leading devotees of various villages, etc. Then all took the opportunity of performing pūjā with sandalwood paste and garlands, first of Bāpāśrī, and then his sons. Thus Bāpāśrī gave various kinds of happiness of Mūrti to all till the last day of yajña. When Mandalis of various villages, community members and devotees from nearby villages started to go, Bāpāśrī met all of them and said that this type of yajña would be rare in future. Remember this yajña, this assembly, saints, devotees, etc. It is seen thus because of Śrījī Mahārāj’s saṅkalpa but this assembly is eternal, and divine. In every Muni there is group of many Munis. We all are in Mūrti.” Devotees who prayed would get blessings, would meet, put his hand on their heads and pleased them and bade them farewell after mahāyajña was over. Thereafter Bāpāśrī told saints and devotees who remained behind “I had a saṅkalpa of doing pārāyaṇa of Vachanāmṛt of rahshyarth at chhatrī next day. So, all of you arrange. Saints were pleased with this proposal. Thereafter on the next day in the morning Bāpāśrī got ready to go to chhatrī after doing his daily routine. In front of him there was palanquin of Ṭhākorjī and devotees were singing devotional songs with musical instruments. Thus Bāpāśrī came to chhatrī. Sadgurus, Swāmī, etc. saints had made preparation for pārāyaṇa so Bāpāśrī performed pūjā of the holy book and of saints with flowers and sandalwood paste. All started reading after they were commanded to do so. When it was over once again saints were applied sandalwood paste. At that time devotees sang devotional songs. Thereafter saints and devotees performed pūjā of Bāpāśrī with sandalwood paste and flowers. Bāpāśrī said, “This assembly is divine, nobody should have human feeling for it. This achievement is very wonderful. I want to make all happy in the happiness of Mūrti. The one who knows this will not be fascinated. The one who doubts about such divine assembly or about me will be away from this assembly so be kind and keep divine feeling. As I want to do good of all so I tell you this.” Then Bāpāśrī said that the time is already up for meal so give an end to pārāyaṇa, Bāpāśrī came to the temple along with saints and devotees, he fed saints, moved about at dining place and gave darśan to devotees then went home to offer meals to Ṭhākorjī. After sometime, Bāpāśrī came back. Devotees who were going back met Bāpāśrī and got his blessings in a pleasant mood of Bāpāśrī, Bāpāśrī would say some mysterious words but he also made some jokes so nobody would understand, why Bāpāśrī spoke, what were those mysterious words. According to Bāpāśrī the words meant, “Know Mahārāj as omniscient. Henceforth remain alert in His commands. If you differ from His words be careful that at that time this Bāpā (Bāpāśrī) will be standing there, but in this manner how will you see me in physical form? Moreover he tells someone how easy it is to meet in this way but if you want to meet in Akṣardhām, how much expense you will have to incur. Mahārāj has made easy the way in which you presently meet but one who remains behind in this opportunity, it will be not so easy. At this time salvation is very easy, rain is not rare in the month of Bhādarvā but thereafter it becomes rare. Keep this assembly in your heart. Now I may or may not be meeting easily in human feeling but in the divine feeling we are together in Mūrti-know thus.” Many such mysterious words were uttered but nobody could understand why Bāpāśrī said so because all were given much happiness in the yajña. In this way Bāpāśrī gave limitless happiness to all saints and to devotees of various places who had come in this mahāyajña.|| 140 ||