Gujarati / English

વૈશાખ વદ-૨ને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ તે કહો?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભક્તિ વિશેષ કહી.

પછી બાપાશ્રી બોલ્યા જે, “ભક્તિમાંથી વૈરાગ્ય આવે.”

પછી સંતો સામું જોઈને એમ કહ્યું જે, “ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે. કેમ વૈરાગ્યને ઓળખો છો? પત્તર ભરીને ખાઈએ તો કૂખો ફાટી જાય, માટે ખૂબ ખાવું નહિ. સ્વામી અક્ષરજીવનદાસજી સંતની પંક્તમાં પીરસે તે વખતે જુએ, ત્યારે કેટલાક દાળ પીને પૂર્ણ રહે; કેટલાક કહે, ‘લાવો બે, ત્રણ, ચાર, પાંચ લાડુ.’ અને સ્વામી તો અડધો લાડુ કાં અડધી રોટલી અને ઉપર દાળ નાખીને પીએ. જ્યારે ડોલું આવે ત્યારે લોઢાની આર ઢીંચણમાં ટચકાવે, લોહી નીકળે. અને સમૈયો આવે ત્યારે સંતો દર્શન કરવા ગયા હોય, પણ તેમાંથી જેને  મહારાજનાં વચનમાં ફેર  પડ્યો હોય તેને પાછળથી લખે કે, ‘તમે અહીં આવશો નહિ.’ એમ આજ્ઞા વિરૂદ્ઘ વર્તનારાને બારોબાર રજા આપી દેતા, પણ તેવાને એટલે કે ધર્મામૃત, શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તતા હોય તેને મંદિરમાં રહેવા દે નહિ. જ્યારે મંડળ ફરીને આવે ત્યારે ઝોળીઓ તપાસે તે ચપ્પુ કે કાગળ જે હોય તે કાઢી લે અને કાગળ તો મંડળધારી જ લખે. સાધુ વિશ્વજીવનદાસજી નાનાં છોકરાં રાખતા તેથી તેમને ભુજમાંથી કાઢી મૂક્યા. પછી તે અમારી પાસે આવ્યા અને એમ કહ્યું જે, ‘સ્વામીએ મને રજા આપી છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘જેમ સંતની રીતિ હશે તેમ સ્વામી કરતા હશે.’ એનું નામ વૈરાગ્ય. મોટા હોય ત્યાં સુધી એવું પ્રવર્તાવે.”

પછી એમ બોલ્યા જે, “અમે પણ મોટા મોટા સંતોના પ્રતાપે સુખિયા છીએ. અમને ભૂખ હોય તોપણ કોઈ દિવસ જમીએ છીએ? જો જમીએ તો સ્વામિનારાયણ તાજેણા મારે. કહો સંતો! મઠની ખીચડી અને બાજરાના રોટલા વિના લાડુ, પ્રસાદી કે ઘી, ગોળ, સાકર, ખાંડ દેખો છો? કોઈક પ્રેમમાં કરે તે દિવસ ભૂખે મરીએ. અમારી વાત આવી છે. કેટલાકને તો ખૂબ પત્તર ભરાય તો જ ઠીક પડે.”

પછી એમ કહ્યું જે, “હું તો ગરીબ માણસ છું, પણ જો એમ થાય તો વૈરાગ્ય શાનો? અમે તો ભુજમાં જઈએ ત્યારે પણ મઠની ખીચડી કરાવી ઠાકોરજીને જમાડીએ; લાડુ કે બીજી વસ્તુ નહિ. ખોટી વાત હોય તો પૂછો. આવા કહેનારા નહિ મળે, નહિ મળે, નહિ મળે. તમે અમારા છો તેથી કહું છું. માટે નિસ્વાર્થી રહેવું, સ્વાદે જાવું નહિ. એ વાતનો ખટકો ન રાખે તો એમાંથી સ્વામિનારાયણ રાજી ન થાય. માટે વૈરાગ્ય ને ભક્તિ અવશ્ય રાખવાં. ઓ તો ઝેર છે, ખટકો ન રાખીએ તો વૈરાગ્ય શાનો? જ્ઞાન સમ વસ્ત્ર નહિ, ધીરજ સમ નહિ ઢાલ, શિયળ સમ સિંહાસન નહિ, એવું કરી રાખવું તો ગલોલી આવે તોપણ લાગે નહિ. હું તો તમારા ભલામાં છું તે તમને સાચી વાત કહું છું. તમે પણ ખબડદાર રહેજો. લાડુ પત્તરમાં ન આવે તો ઠીક ન લાગે અને એક આવે તો બીજો ઈચ્છે, ત્રીજો ઈચ્છે એમ ન કરવું. જો વૈરાગ્ય ન રાખો તો તમે અમારા શાના થયા? સંતો! કેમ વાત સાચી કે ખોટી? આ લોકમાંથી જેમ-તેમ કરીને લૂખા થાવું છે. સમજ્યા કે?”

પછી હાથ જોડીને બોલ્યા જે, “કેમ મહારાજ! સૂરત રાખી જોશે ને?”

પછી પાસે બેઠેલા એક હરિભક્તને કહ્યું જે, “લડધા સુકાશે તો કામ આવશે. અમે સાચું કહીએ છીએ. વૈરાગ્ય ખરેખરો હોય તોપણ બહુ તો પ્રકૃતિનાં કાર્ય સુધી જાય. આ તો ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ પામવા છે.”

એમ કહીને સ્વામી ઘનશ્યામજીવનદાસજી સામું જોઈને બોલ્યા જે, “સ્વામી! કેમ ખરી વાત કે ખોટી? આવા પુરુષ કોઈ બ્રહ્માંડમાં મળે તેવા નથી. આ સંત તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. અમને તો વૈરાગ્ય નથી તોપણ તમને કહીએ છીએ; કેમ જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને આપણે રાજી કરવા છે.”

પછી લાલશંકરભાઈ સામું જોઈને બોલ્યા જે, “હરિભક્તો! આપણે પણ વૈરાગ્યની વાત જાણવી જોઈએ; નહિ તો દૂધપાક, પૂરી આદિક ખૂબ ખાઓ, એ વાત તો સંતોને કહી છે એવું થાય; માટે એમ ન કરવું. અમે તો એ વસ્તુનાં પૂરાં નામ પણ ન જાણીએ.”

પછી બોલ્યા જે, “સંતો! તમારે તો દૂધપાક, માલપૂઆ વગેરેના થાળ થાય. આજ શિખંડ છે, આજ જલેબી છે, એવી રસોઈઓ કરો તો વિચારતા રહેજો. વિચાર ન હોય તો એ તો આંતરડા કાઢે. ‘રાંડીની પાસે માંડી જાય, આવ બાઈ તું પણ હું જેવી થા’ એમ કોઈએ ન કરવું. કામાદિક શત્રુ છે તેનો ઓછાયો પણ ન લેવો. વૈરાગ્યવાળા ન હોય તો એ માથું ઉડાડી દે. રસનામાંથી કામાદિક ઉત્પન્ન થાય છે. એ જાણી રાખવું. સ્થૂળ ઈન્દ્રિયો જીતાય ત્યારે કારણ શરીર બળે. એ કારણ શરીર તો અનાદિ અજ્ઞાનમય જીવમાં રાગ રહ્યો છે તે છે. તે તો આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલયના ઉપશમે કરીને શ્રીજી મહારાજનું ધ્યાન કરે ત્યારે ટળે.”  II ૧૪૨ II

In the morning of Vaishakh Vad 2nd, kathā of Vachanāmṛt was being read in the assembly in the Vṛṣpur temple.Bāpāśrī said, “Which one is better-devotion or renunciation?” Swāmī Īśvarcharaṇadāsjī replied that devotion (bhakti)is better. Bāpāśrī said, “Renunciation come from devotion. Then looking at saints Bāpāśrī said if you do devotion Mahārāj will be pleased. Do you know renunciation? If we eat too much, the belly will become heavy so do not eat much. When Swāmī Akṣarjivandasji was serving meals to saints he would see and observe that some would be satisfied by drinking pulse (dal); whereas some would ask for two to five lāḍus (sweet balls), on the other hand Swāmī would take half lāḍu or half chapāṭī and adding dal on it would drink it. When he felt drowsy, he would hurt himself with sharp instrument on the knee and would bleed. Moreover, at the time of the arrival of samayia, and if saints have gone for darśan afterwards he would write to them that they should not come here in case anyone of them has differed from the commands of Mahārāj. Thus he would forbid those who acted against the commands. Besides, those who did not behave according to Dharmāmṛt and Shikshaptri would not be allowed to stay in the temple. When the group of saints (Māṅḍal) returned, from their programme, Swāmī would check their bags and if a knife or paper for letter is found Swāmī would take it out. A letter can only be written by the leader of group. Saint Vishvajivandasji used to keep young boys with him so he was driven out of Bhuj. Then he came to me (Bāpāśrī) and told that Swāmī had driven him out. I told him that it must be the way of saints so Swāmī must be doing it- this is called renunciation. Wherever there are muktas, they would follow that tradition.” Then Bāpāśrī said that he was also happy because of great saints. “Do I take meals even though I may be hungry? If I take meals, Swāmīnārāyaṇa would taunt me.” He asked saints, “Had they ever seen lāḍus, ghee, jaggery, sugar, excepting hotchpotch of math and loaf of millet? If someone would prepare it, out of love, I have to remain hungry. This is how I behave. Some would be satisfied only if their dishes (Pattar) are full.” Then Bāpāśrī said I am a poorman, but if it happens like this how can it be called renunciation? Even if I go to Bhuj, I would get hotchpotch of math prepared and offer it to Ṭhākorjī- neither lāḍu nor anything else. If I am wrong ask anyone. You will not find anyone telling so bluntly, since you are mine I am telling this so be selfless and do not go for taste. If one is not cautious about it, Swāmīnārāyaṇa would not be pleased, so always keep renunciation and devotion invariably. That is the poison-if one is not cautious, how can it be called renunciation? Knowledge is superior to cloth, patience is superior to shield, character is superior to throne,- if this principle is followed, nothing can make one unsteady. Since I think, good of you, I am telling you the truth. You should also be alert. Do not wish for lāḍu in your dish and do not feel sorry for it if you have one lāḍu, do not wish for more. If you do not keep renunciation, how can you be mine?” Bāpāśrī got it confirmed from saints. “The intention is to get unattached from this world by hook or crook- did you get me?” (Bāpāśrī asked this question). Then Bāpāśrī politely asked “Mahārāj if one has to be alert or not. Then Bāpāśrī told a devotee sitting near him to reduce fat so that it will be good. I am telling the truth. If one has real renunciation, he will reach up to the work of Prakṛti. The goal is to achieve Puruṣottam who is above kshar and Akṣar.” Saying so, Bāpāśrī looking at Swāmī Ghanśyāmjīvandāsjī got it confirmed from him. “Such person cannot be found in any cosmos. These saints are all Mūrtis of Brahma. Though I do not have renunciation, I am telling you because we have to please supreme Lord Swāmīnārāyaṇa.” Then looking at Lālśaṅkarbhāī he told devotees that you should also know renunciation otherwise it will be like eating more duthpak, puri, etc. which thing would be as told to saints- do not do that. I do not know all names of those varieties. Then Bāpāśrī said to saints that thāḷ for Ṭhākorjī is prepared with dūdhpāk, mālpuvā, etc. If you prepare dishes like Śrīkhand, jalebi, etc. think twice. If you do not ponder, it will be harmful. ‘Randi pase mandi jay āv bai tun pan hun jevi tha’ (equality should not be suggested)-do not like this. Passion, etc. are enemies so their shadow should be avoided. If one does not have renunciation, he will lose reputation. Passion, etc. is the result of taste. Be aware of it. When senses are won, causal body will be burnt. The causal body is the cause of desire which is there in ignorant jīva from anādi (from very beginning). The ultimate destruction can be avoided by meditating on Śrījī Mahārāj with the knowledge of Ātmasattā and getting the state of Upsam means all five senses and causal body will be burnt out.” || 142 ||