Gujarati / English

વૈશાખ સુદ-૪ને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ભુજની ધર્મશાળા કરાવી ત્યારે દરબારી જગ્યામાં પાયો ખોદાવ્યો ને બોલ્યા જે, ‘એ જગ્યા આપણને આવશે.’ પછી સ્વામીશ્રીના કહ્યા પ્રમાણે દરબારશ્રીએ તે જગ્યા આપી; એવા વચનસિદ્ધ હતા. તેમના પ્રતાપથી એ હવેલી થઈ. તે વખતે સ્વામી અક્ષરજીવનદાસજી જેવા મોટા હતા તે સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા જાણતા. આજ તો એકબીજાને કહેવે જાણે, પણ મહિમા ન મળે.”

પછી એમ વાત કરી જે, “અમે પુરાણી શ્રીકૃષ્ણદાસજીને ચાર મહિના સુધી છાના ખાવાનું પહોંચાડતા. દિવસના એ પાન્યમાં સંતાઈ રહેતા અને રાત્રિએ આપણી છત્રી પાસે દહેરી છે તેમાં સૂઈ રહેતા; એવાં દુઃખ સાધુ થવા સારુ સહન કર્યા છે. એવા વૈરાગ્યવાન થવું જોઈએ. પૂર્વાશ્રમમાં એનો બાપ પ્રેમજી હતો તે કહેતો જે, ‘મારો ભીમજી જો હાથ આવે તો માર કાઢું’, પણ તેને હાથ આવવા દીધા નહીં. અને એક ઝાલાવાડનો બ્રાહ્મણ અહીં આવ્યો હતો તેની સાથે કાગળ લખીને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે મોકલ્યા અને ખરચી સારુ એંસી કોરી આપી. પછી તેમણે વઢવાણ પાસે રામપરામાં સ્વામી હતા ત્યાં જઈને કાગળ આપ્યો. કાગળ વાંચીને સ્વામીશ્રી તેમના પર રાજી થયા ને સાધુ કરીને ભણાવ્યા તે પુરાણી થયા.

“તેમને બાર વર્ષ થઈ ગયાં ત્યારે પ્રેમજીએ અમને કહ્યું જે, ‘મારા ભીમજીનાં દર્શન કરાવો તો તમને ઈનામ આપું.’ ત્યારે અમે બોલ્યા જે, ‘અમારે તારું ઈનામ ખપતું નથી, પણ તને દર્શન કરાવશું.’ પછી અમે સ્વામીશ્રીને કાગળ લખ્યો જે, ‘શ્રીકૃષ્ણદાસજીને સાથે લઈને કચ્છમાં પધારશો.’ ત્યારે સ્વામીશ્રી અમારો કાગળ વાંચીને મંડળે સહિત ભુજ આવ્યા એટલે અમે પ્રેમજીને ભુજ લઈ જઈને  શ્રીકૃષ્ણદાસજીને બતાવ્યા. તેના સામું જોઈને કહે જે, ‘આ નહિ, આ તો બહુ જાડા છે. મારો ભીમજી તો પાતળો હતો.’ પછી એના ગળામાં રસોળી કપાવી હતી તેનું ચિહ્ન હતું તે બતાવ્યું. ત્યારે કહ્યું જે, ‘હા, હવે ખરા.’ તે વખતે અમે તેને કહ્યું જે, ‘એમને તું ધોતિયું ઓઢાડ.’ ત્યારે તે કહે જે, ‘ના, એક ચોટ તો ખૂબ માર કાઢું.’ એમ બોલ્યો. પણ અમે આગળથી નાયબ દીવાન માધવલાલભાઈ ઠાસરાવાળાને સિપાઈઓ સાથે લઈને સભામાં બેસાર્યા હતા. તેમણે તેને ધમકી દીધી જે, ‘જો તું મારીશ તો તને બેડિયું પહેરાવી દઈશ.’ એમ કહ્યું તેથી તે દબાઈ ગયો અને ધોતિયું ઓઢાડ્યું.

“તેમને તથા યોગેશ્વરદાસજીને સ્વામીશ્રી પાસે મોકલ્યા હતા, તેથી ભુજવાળા કૃષ્ણચરણદાસજીએ કહ્યું જે, ‘તમે આ દેશમાંથી સાધુને અમદાવાદ સ્વામીશ્રીની પાસે કેમ મોકલો છો?’ ત્યારે અમે કહ્યું જે, ‘સ્વામીએ તમને સભામંડપ કરી આપ્યો તે વખત તમારી પાસે બે સાધુ માગ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું જે, ‘આ સાધુમાંથી બે લઈ જાઓ.’ પછી સ્વામીશ્રીએ કહ્યું જે, ‘એવા નહિ, અમારે તો નવા સાધુ કરી તેમને ભણાવીએ એવા જોઈએ.’ તેથી અમે મોકલ્યા છે.’ પછી તે કાંઈ બોલ્યા નહિ.

“અને બીજા ગોવિંદપ્રિયદાસ તે પણ અહીંના હતા. તે જ્યારે ઘેર હતા ત્યારે તેમને ભુજના મંદિરમાંથી એનો બાપ ઊંધે માથે ઊંટિયાને કાઠે લટકાવીને મેઘપુર પટેલિયા પાસે લઈ ગયો ને બધી વાત કરી તેથી પટેલિયે તેને બાંધીને પાંટિયા પાસે તાજેણા મરાવ્યા. પછી શ્રીજી મહારાજે કોઈ કુસંગી દ્વારે કહેવરાવ્યું જે, ‘તમે આવા અન્યાય કરો છો ને કોઈની બીક મનમાં રાખતા નથી, પણ આવાં કામ કરતાં બધાય જેલમાં જશો તે વિચારજો.’ એ વાત સાંભળીને તેને મારતાં અટક્યા ને છોડી મૂક્યા. એવી રીતે શ્રીજી મહારાજે તેની રક્ષા કરી.

“તેમની પાસે પૂજા હતી તે આપણા કાનજીભાઈના સસરા શામજી ભક્ત હતા તે દર્શન કરાવીને પાછા લઈ લેતા. પછી એક દિવસે ઘરામાંથી મૂર્તિઓ કાઢી લઈને કહ્યું જે, ‘આ લો, પૂજા રાખો.’ ત્યારે શામજી ભક્તે પૂજા રાખી અને ગોવિંદપ્રિયદાસજી જતા રહ્યા તે બીજે દિવસે પૂજા જોઈ ત્યારે ઘરામાં મૂર્તિઓ ન મળે. ખાલી ઘરાં જોઈને કહ્યું જે, ‘આ તો લકડે કા ભારા છે; ભગવાન તો જતા રહ્યા છે.’ પછી તેનો બાપ બોલ્યો જે, ‘હવે હાથ આવે તો બાંધીને આ કૂવામાં લટકાવી મૂકું અને કાં તો પગ ભાંગી નાખું તે ક્યાંય જઈ શકે નહિ. તેવી તેને ઉપાધી હતી. તેમને પણ અમે સંતાડી છાના રાખતા ને ઘસિયો-સુખડી ખાવા આપી આવતા. એમ કરી કરીને સાધુ કર્યા છે. એવાં કામ અમે કરતા.”

પછી એમ બોલ્યા જે, “તમે અમારા છો તે આવા ઉપકારી થાજો.”

પછી સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિનું સુખ અને મૂર્તિના સુખભોક્તાનો મહિમા સમજે તો કલ્પે કલ્પ વીતી જાય તોપણ સુખ આવતું જ રહે. એમાંથી પૂરું થવાય જ નહિ. પકવાન્ન જમતાં પૂર્ણ થવાય, પણ મૂર્તિના સુખમાંથી પૂર્ણ ન થવાય. એ સુખ તો માંહી ને માંહી ભોગવે તેથી આનંદ આનંદ રહ્યા કરે. મૂર્તિનો ખરેખરો દિવ્ય ભાવ વર્તે એ જ સુખ જાણવું.”   II ૧૪૩ II

On the day of Vaishakh Sud 4th, Bāpāśrī said in the assembly, at the Vṛṣpur temple, “When Sadguru Nirguṇdāsjī Swāmī got the inn built at Bhuj, he also got the foundation stone laid in the king’s property and said that this property will come to us. Then, as Swāmīśrī had said, the king donated that property- such was his vachansiddhi (whatever he said would come true). Because of him that mansion was built. At that time great saint Swāmī Akṣarjivandasji knew the power of Swāmī Nirguṇdāsjī. Today greatness is known when someone tells about that otherwise there is no knowledge about it.”

          Then Bāpāśrī said, “I used to send meals secretly for about four months to Purāṇī Śrī Kṛṣṇadāsjī. During the day time, he would hide himself in the thicket and at night he would sleep in a small temple near chhatrī. Such adversities have been faced by him to become saint. One should have such renunciation. Before renunciation his father Premjī used to say if I find Bhimji, I would beat him but he was never allowed to be found. He was sent to Sadguru Nirguṇdāsjī Swāmī by writing a letter along with a Brāhmaṇa who had came from Zālāwāḍ and eighty cories (currency coin of Kutch) were given for expenses. Thereafter that Brāhmaṇa handed over the letter to Swāmī at Rāmpurā near Vaḍhwāṇ. After reading the letter Swāmīśrī became pleased with him and gave education after making him saint and he became Purāṇī. Twelve years had passed since then when Premjī told me that he would give me a prize if I showed him his Bhimji. I told him that I did not want his prize but I would show him. Then I wrote a letter to Swāmīśrī telling him to come to Kutch with Śrī Kṛṣṇadāsjī. On reading my letter Swāmī came to Bhuj along with his group. I took Premjī with me to Bhuj and showed him Śrī Kṛṣṇadāsjī. Looking at him he said he is not the same, he is very fat whereas my Bhimji was thin. Then I showed him a sign round his neck where tumor was operated. Then he agreed and said now I was right. At that time I told him, give dhoti to him. He said first he would beat him much. But I had arranged the presence of Nayab Divan Madhavlalbhāī of Thasara along with his sepoys in the assembly. He threatened him and told him if he beat him he would be handcuffed, so he got afraid and gave him dhoti. This Purāṇī and Yogeshwardasji were sent to Swāmīśrī, so Krishnacharandasji of Bhuj asked why I send saints of this place to Swāmī of Amdāvād. I told him that when the assembly hall was got guilt by Swāmī, he had asked for two saints, from you. Then you said take two saints from among these saints. Swāmī said that he did not want them but he wanted to make new saints and educate them so I had sent them. Then he said nothing. And the other Govindpriyadasji was also from here. When this saint was in Bhuj temple for becoming saint his father came and forcibly took him away from the temple and was made to hang up side down on the saddle of the camel. He was brought to Meghpur and was taken to members of Panchayat. They tied him and got a man to beat him severely. Then Śrījī Mahārāj sent a message through a bad person saying that since they were doing such injustice and did not fear from anyone but, all of them would go to prison, so think twice. Hearing this, they stopped beating him and released him. Thus Śrījī Mahārāj protected him. He had pūjā which was daily taken back by Shamji Bhakta, the father-in-law of Kanjibhāī, after he had darśan. Once Mūrtis were taken out of the poojabox and was told him to keep that pūjā. Shamji Bhakta kept pūjā and Govinprasādji went away. On the nextday when the poojabox was opened, Mūrtis were not found. Seeing the empty box, he said this is the bundle of wooden sticks; God has gone away. Then his father said if he found him he would be tied and hung in the well or would break his legs so he could not go anywhere, such was harassment. I would also hide him and used to give him ghasio-sukhdi to eat-thus he was made saint- such were the works I was doing. Then Bāpāśrī said since you are mine be such benevolent.”

          In the evening assembly 56th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read. Bāpāśrī said, “If one understands the greatness of Happiness of Mūrti and its enjoyer, happiness will go on coming even though thousands of years may pass, one does not feel saturated from it. One may feel saturated by eating sweet dishes but there is no saturation in the bliss of Mūrti. One will enjoy that bliss in the heart so there will be always joy. If one has sincere divine feeling for Mūrti, he should know that it is bliss.” || 143 ||