Gujarati / English

વૈશાખ સુદ-૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજ અથવા મોટા મુક્ત જ્યારે આ પૃથ્વી ઉપર દયા કરીને દર્શન આપે ત્યારે જે જીવ સંત-સમાગમે કરીને તેમનો આશરો કરે, દિવ્ય ભાવ રાખે અને અનુવૃત્તિમાં રહે એટલે મોક્ષ થાય. કેમ જે ભોમિયા હોય તે જ માર્ગ બતાવે તેમ એ મુક્ત મૂર્તિના સુખભોક્તા છે તેથી એ દિવ્ય સુખમાં પહોંચાડે. તે વિના કોટિ ઉપાયે એ સુખ પમાય નહિ. જેવડા શ્રીજી મહારાજને જાણી શકો તેવડા જાણો તોય મહારાજ તો સર્વેને અપાર ને અપાર રહે છે. મહિમા તો ઘણો સમજવાનો છે, પણ જેમ છે તેમ કહીએ તો ખમાય નહિ. જે વાતની જેને ખબર ન હોય તે શું જાણે! મહારાજની મૂર્તિમાં તો અપરંપાર તેજ છે. એ મૂર્તિમાં અનાદિમુક્ત રસબસ રહ્યા છે. અહીં તો મૃત્યુલોકના જેવા ભાવ દેખાય, પણ બધુંય દિવ્ય છે. મહારાજ કહે છે કે, ‘મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત.’ એ બધુંય કારણ મૂર્તિનું અપારપણું છે.” એમ વાત કરી.

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, “સ્વામી! આપણે તો શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવું અને વચનામૃતમાંથી પરભાવ જાણવા ને શીખવા.”

સાંજે સભામાં મધ્ય પ્રકરણનું ૧૨મું વચનામૃત વંચાતું હતું. તેમાં કાયાનગરને વિષે જીવ રાજા છે તે જેમ રાજા રાજનીતિ ભણીને રાજ્ય ચલાવે છે તેમ કાયાનગરને વિષે સર્વે ઈન્દ્રિયોને નિયમમાં રાખીને વર્તાવે તો જીવને મૂર્તિનું સુખ આવે ને સુખિયો થાય; એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કાયાનગરને વિષે જીવ કાને કરીને નબળા શબ્દ સાંભળે નહિ, નેત્રે કરીને ભગવાન વિના બીજું રૂપ જુએ નહિ, નાકે કરીને ભગવાનની પ્રસાદી વિના બીજી અત્તર-ચંદનાદિકની સુગંધી ન લે, જીહ્વાએ કરીને ભગવાનની પ્રસાદી વિના બીજો રસ ન લે; એવી રીતે દસ ઈન્દ્રિયો તથા ચાર અંતઃકરણ એ સૌને વશ કરીને ભગવાન સંબંધી ક્રિયા કરાવે તો સુખિયો થાય એટલે કે મહારાજની મૂર્તિને દેખે. એવું આવા સંત હોય ત્યાં થાય. આ સંત નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ત્યાં દશ ઈન્દ્રિયોની ધારા બુઠ્ઠીઓ થઈ જાય. મનોમય ચક્ર તે મન છે અને દશ ઈન્દ્રિયો તે મનની ધારા છે. તે આવા સંતના સમાગમથી બુઠ્ઠીયું થાય. જીવરૂપી રાજા ગાંડો થાય તો મોક્ષના માર્ગથી પડી જાય; નહિ તો પોતે રાજ્ય કરે એવો છે. માટે ઈન્દ્રિયોને નિયમમાં રાખવી.”

પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સંતો! બોલો ગોડી તે મહારાજ આવે દોડી.”  II ૧૪૪ II

On the day of Vaishakh Sud 5th, Bāpāśrī showing his favour talked. He said, “When Śrījī Mahārāj or great muktas give darśan on the earth by their mercy and if any jīva takes their shelter by associating with them, keeps divine feeling and remains under their command, it will be liberated, because the path can be shown by the guide. Similarly that mukta is the enjoyer of bliss of Mūrti so he will take one in the divine happiness otherwise that bliss cannot be had by any other means. If you know Śrījī Mahārāj as He is, even then Mahārāj remains limitless for all. Much greatness is to be understood but one cannot bear it if it is expressed as it is. What can one know if he does not have the knowledge of the talk? There is unlimited luminescence in Mūrti. Anādi muktas remain engrossed in that Mūrti. Here one sees the feelings of mortal world but everything is divine. Mahārāj said, ‘Mari Mūrti re mara lok bhog ne mukta; sarve divya chhe re tyan to joyani chhe jukta’ (my Mūrti, my world, enjoyment and mukta –everything is divine-it requires divine sight). It is all because of abundance of causal Mūrti- thus it was discussed. Then Bāpāśrī told Swāmī   Ghanśyāmjīvandāsjī, “We should join Mūrti and learn and know about divine perspective from Vachanāmṛt.

           In the evening assembly 12th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read, in which it is said that the jīva is the king in the kayanagar. Just as the king rules the kingdom by studying politics, similarly in kayanagar if all senses are controlled, jīva will get happiness of Mūrti and will become happy. Then Bāpāśrī said, “In kayanagar if jīva does not hear weak words through the medium of ears, does not see any other beauty excepting God through the medium of eyes, does not smell anything like perfume (attar) or sandalwood, etc. excepting God’s prasād through the medium of nose and does not taste anything excepting God’s prasād through the medium of tongue. Thus if he controls ten senses and four antaḥkaraṇ and gets done all activities for God, he will become happy means he can see Mūrti. This is only possible where there are such saints. This saint is like Naimisharanyakshetra. There the sharpness of ten senses will be blunted. Manomay chakra is mind and ten senses are the sharpness of mind. That will be blunted by coming in contact with such saint. If the king in the form of jīva becomes mad it will fall from the path of liberation, otherwise it will rule over. Therefore, senses should be controlled. When kathā came to end, Bāpāśrī asked saints to speak, godi (a kind of devotional song) so that Mahārāj may come soon.|| 144 ||