Gujarati / English

જેઠ વદ-૫ને રોજ માધાપુરના મંદિરમાં બાપાશ્રીએ સભામાં વાત કરી જે, “પુરાણી! મહારાજની મૂર્તિ ધારીને કથા કરજો, પણ અમથા પુરાણી મ થાજો. મહારાજ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે, તેથી સંત-હરિભક્તો સર્વેને આનંદ આનંદ વર્તે છે. આ દિવ્ય સભાનો મહિમા બહુ જબરો છે. જેને મહારાજ તથા મોટાની ઓળખાણ થઈ તેનું તો બહુ ભારે કામ થઈ જાય છે. જેવો છે તેવો મહિમા સમજાય તો ગાંડું થઈ જવાય. આ અમે વાત કરીએ છીએ તેમાં લેશમાત્ર ફેર ન જાણશો. જેનાં બહુ મોટાં ભાગ્ય હોય તેને શ્રીજી મહારાજનાં તથા આ દિવ્ય સભાનાં દર્શન થાય છે. તપ, ત્યાગ, વ્રત, યોગ, યજ્ઞાદિક કોઈ સાધને ન મળે તે આજ સહેજમાં મળે છે. આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી.” એમ વાત કરી.

તે વખતે મંદિરનું સિંહાસન કરવાવાળા કડિયા દર્શને આવ્યા, ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “વડોદરાનો કડિયો મંદિરનું સિંહાસન કરતો હતો તે કારીગર સારો હતો. ઘડતો ઘડતો ઊંચું પણ ન જુએ. ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમારું નામ જાણીતું છે, પણ સાથે સાથે અમને રાખજો.’ એમ કહ્યું, પણ તે તો ઘડતો જ રહ્યો ને ઊંચું પણ જોયું નહિ. ત્યારે મહારાજ કહે, ‘ઊંચું જોઈને અમારાં દર્શન કરો.’ પછી તેણે દર્શન કર્યાં. એવું કામ છે. માટે કામકાજ કરતાં મૂર્તિમાં વૃત્તિ રાખવી, પણ ક્રિયારૂપ થઈ જવું નહિ. આ હું કોઈને વઢતો નથી, પણ મૂર્તિ મુખ્ય રાખવી તો સુખિયું થવાય. એ વિના કોટિ સાધને કામ થાય તેવું નથી.” એમ વાત કરી.

પછી તે કડિયાએ ખૂબ દંડવત કર્યા ત્યારે બાપાશ્રી ઊભા થઈને તેમને મળ્યા ને પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “તમે અમારા છો તેથી તમને કહ્યું.”  II ૧૫૦ II

On the day of Jeth Vad 5th, Bāpāśrī said in the assembly held in the temple of Madhapar. He said, “Purāṇī! Do kathā by meditating on Mūrti but do not be simply Purāṇī for the sake of saying only. Mahārāj and muktas give their divine luminous darśan in this assembly so, saints and devotees all are full of joy. Greatness of this divine assembly is very much. The work of one who knew Mahārāj and muktas has been done much. If the greatness as it is understood, one will become mad with joy. Do not have any doubt in what I say. The one who is very fortunate gets darśan of Śrījī Mahārāj and of this divine assembly. The thing which one does not get by doing penance, renunciation, religious vows, Yoga, yajña, etc. can be had very easily now. It is instantly available- no question of delay.” While he was talking thus the mason who was constructing throne for temple came for darśan. Bāpāśrī said, “The mason of Vaḍodarā who was making throne for the temple was an expert in artisan. While doing his work, he would get thoroughly absorbed in it. Mahārāj told him that his name was famous but at the same time remember Him (Mahārāj) but he continued his work and did not look up. Then Mahārāj told him to look up and have His darśan. Then he had darśan– work is like this. Therefore, while doing work tendency should be in Mūrti but should not be the form of activity. I am not scolding anyone but you keep Mūrti as chief, you will be happy otherwise no work can be done by crores of means without it.” Bāpāśrī talked thus. Then mason prostrated often-Bāpāśrī got up, met him and told him that since he was his (of Bāpāśrī), he was told so and showed his pleasure. || 150 ||