Gujarati / English

જેઠ વદ-૬ને રોજ માધાપુરના મંદિરમાં સભામાં લોયાનું ૧૩મું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાં મહારાજે કહ્યું છે તે પ્રમાણે સર્વેને કરવાનું છે; પણ કાર્યમાં તાન છે જેથી કારણમાં જીવ બેસે નહિ. તપ કરી કરીને થાકી જાય, પણ જો આવી વાત હાથ ન આવે તો મોક્ષમાં ખામી રહી જાય. માલ તો મળ્યો છે, પણ ભોગવે તો કામ થાય એટલે કે મૂર્તિમાં જોડાય તો સુખ આવે.”

પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, “બાપા! સમાધિમાં અને દેહ મૂક્યા પછી મૂર્તિનું સુખ યથાર્થ આવે એમ વચનામૃતમાં કહ્યું છે તેનું કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સમાધિ કરતાં અખંડ સ્મૃતિ શ્રેષ્ઠ છે. સમાધિ બે પ્રકારની છે: સકામ અને નિષ્કામ. ભૂત, ભવિષ્ય ને વર્તમાન તથા અગમ-નિગમ જાણવાની ઈચ્છા રહે એ સકામ માર્ગ. રવજીભાઈની પેઠે તે સત્સંગમાંથી પાડે. અ.મુ.સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી જેવા મોટાને મહારાજની મૂર્તિ સિવાય કાંઈ ઈચ્છા જ નહિ ને અખંડ મૂર્તિમાં જ રહે, જે નિષ્કામ માર્ગ છે. તે સિદ્ધદશાવાળા કહેવાય.”

એમ કહીને બોલ્યા જે, “આ જીવને દેહનું આવરણ બહુ મોટું છે. તે દેહને જ્ઞાને કરીને ખોટો કરી નાખવો, નહિ તો સુખ આવવા દે તેવો નથી. એ દેહ જડ છે તોય જીવને છેતરી જાય છે અને ચાળાચૂંથણો પણ છે. તે અહીં બેઠા રામપુર કે વૃષપુર પહોંચી જાય. માટે એને નાશવંત ને દુઃખરૂપ જાણી દેહરૂપે વર્તવું નહિ. મહારાજ તથા મોટા મુક્તનું જ્ઞાન જેને થાય તેને તો અખંડ સ્મૃતિ રહે; મૂર્તિ ભુલાય નહિ. ક્યાં ભગવાન ને ક્યાં તેમના લાડીલા મુક્ત! ક્યાં જીવ! આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને આનંદ આનંદ થઈ જાય, માટે સાંખ્ય ને યોગ એ બેય સિદ્ધ કરવા. જનક વિદેહી જેવું જ્ઞાન થાય તો અર્ધા શરીરને ચંદન ચર્ચે ને અર્ધા શરીરને તલવારથી કાપે એ સરખું થાય; કેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી તેને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી.

પછી લાલશંકરભાઈએ પૂછ્યું જે, “બાપા! મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કેમ કરવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહ ને દેહના સગાં-સબંધી સાથે છે તેમ કરવી. આ અગાસી જો હમણાં પડે તો બધાય ભાગે; એવું કામ છે. આપણે તો શ્રી પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમને ભજવા. શ્રીજી મહારાજ કહે છે કે, ‘દેવ જેવો થઈને દેવની પૂજા કરે તો તેની પૂજા દેવ અંગીકાર કરે.”‘

તે વખતે ધનજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! સત્પુરુષની આપેલી બુદ્ધિએ કરીને જેવી આવડે તેવી આત્મબુદ્ધિ કરવી છે, તોપણ જેમ છે તેમ મહિમા નથી સમજાતો અને સુખ નથી આવતું તે કૃપા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમ ને આમ કરતાં થઈ જશે. વચનામૃત તો મનવાર જેવાં છે. શ્રીમુખનાં વચન છે તેથી કોઈ રહી જાય નહિ, પણ જીવને આવો મહિમા નહિ તેથી પૈસા રોડરોડ (ભેળા) કરે, પણ આ ન થાય. આપણે ઘેર ભારે સુખ છે. મહારાજ તથા આવા મુક્ત મળ્યા તોપણ વ્યવહારમાં ડૂબી પડ્યા હોય તે કેવી સમજણ! કેમ રામજીભાઈ! આ અમે વાત કરીએ છીએ તે સાચી હશે કે નહિ?”

ત્યારે રામજીભાઈ કહે, “બાપા! એમ જ.”

પછી વળી બાપાશ્રી બોલ્યા જે, “જુઓને! આવા સર્વોપરી મહારાજ મળ્યા, આવા અનાદિમુક્ત મળ્યા, આવા સંત મળ્યા, તોય ઓળખાય નહિ. તેવાને શું લાભ! શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.’ ત્યારે તે અવતાર આ સમજવા. પૂર્વે આવાં કલ્યાણ થયાં નથી. આજ તો અનંતનાં સહેજે આત્યંતિક કલ્યાણ થાય છે. પણ જીવમાં અજ્ઞાન છે તેથી મનાય નહિ. આ સંત હરિભક્ત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે.”

પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, “બાપા! બ્રહ્મને તો નિરાકાર કહે છે તે કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ દેહનો ભાવ ટાળી ક્ષર- અક્ષરથી પર શ્રીજી મહારાજની મૂર્તિના તેજરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જવું. જેમ વાયુ આકાશમાં ચોંટી જાય છે તેમ. જુઓ તો ખરા! આપણે ઘેર કેવાં રત્ન પડ્યાં છે! અરે વાહ રે વાહ! ‘જાણે જીવ, ઈશ્વર, માયાના મર્મને રે, રટે બ્રહ્મ થઈને પરિબ્રહ્મને રે.’ આમ ને આમ જોગ કરતાં, મૂર્તિમાં વૃત્તિ રાખતાં, પુરુષોત્તમરૂપ થઈ જવાશે. કેમ દેવરાજભાઈ! આ લોકમાં એવા હશે કે નહિ હોય?”

ત્યારે દેવરાજભાઈ કહે, “હા બાપા! શ્રીજી મહારાજે દયા કરી છે તે બધુંય અહીં છે.”

એવી રીતે અલૌકિક વાતો કરીને ગામમાં સૌ હરિભક્તોને દર્શનદાને સુખિયા કરતાં બાપાશ્રી કથાની સમાપ્તિ થયા પછી વૃષપુર પધાર્યા.  II ૧૫૧ II

On the day of Jeth Vad 6th, 13th Vachanāmṛt of Loyā was being read in the assembly in the temple of Madhapar. Bāpāśrī said, “Every one has to do according to what Mahārāj said into it. Jīva is eager for activity so it will not be able to concentrate on cause (Mahārāj). One may get tired by doing penance but if such thing is not understood by him, there will remain some defect in salvation. He has got the goal but if he enjoys it the work will be done. Here it means that if he joins Mūrti, he will get happiness.”

          Devrājbhāī asked, “Bāpā! It is said in Vachanāmṛt that happiness of Mūrti comes properly in trance and after leaving the body. How to understand it? Bāpāśrī said, “Constant memory is better than trance. Trance is of two kinds- sakām (bearing fruits) and niṣkām (fruitless). One who desires to know present, past and future and agam nigam (vedicliterature) is on the path of sakām. It will make him fall from satsaṅg like Ravjibhāī. Muktas like Anādi Mukta Sadguru Śrī Gopālānaṅd Swāmī and Sachchidānaṅd Swāmī have no desire of anything excepting Mūrti and constantly dwell in Mūrti only- it is the path of Nishkam. They are known as realised ones. This jīva has very big covering of body. That body should be made invalid by knowledge, otherwise it will not allow the happiness to come. The body is inanimate even then it cheats jīva and also it is mischievous. It may be sitting here but would reach Rāmpur or Vṛṣpur (here it means it goes by thoughts-mind), so it should be known as mortal and miserable and therefore should not behave in the form of body. One who gets the knowledge of Mahārāj and great muktas will have constant memory and will not forget Mūrti. What to talk about God and His beloved muktas! What is the position of jīva! These are all Mūrtis of Brahma. The one who gets the happiness of Mūrti and understands greatness of muktas will become enjoyer. Therefore, Sāṅkhya and yoga both should be perfected. If one gets the knowledge like the knowledge of Janak(Videfhi), means if   sandalwood paste is applied on half side of the body and other half side is cut with a sword- both will be equal to him (it means his feelings will remain unchanged in both acts), because after reaching in the happiness of Mūrti one will have no expectation for anything.”

          Lalshankerbhāī asked, “Bāpā! How should one make ātmabuddhi (oneness as one has with his body) with muktas?” Bāpāśrī replied, “It should be made as there is relationship with the body and its relatives. If this terrace falls now, all will run away- it is like this. We should worship Puruṣottam by bearing the form of Puruṣottam. Śrījī Mahārāj says that if one performs pūjā of God by becoming like God, his pūjā will be accepted by God.” Dhanjībhāī prayed to Bāpāśrī and said, “Bāpā! I want to make ātmabuddhi as I can do by intellect given by Satpuruṣa even then the greatness is not understood as it is and happiness does not come- for this purpose please show your grace.” Bāpāśrī said, “It will be done by carrying on the means you are doing. Vachanāmṛts are like warship (manvar), they are the words from the mouth of Śrījī, so nobody will be left out but jīva does not have such greatness. Therefore, it collects money but cannot do this. There is much happiness at our home. We met Mahārāj and such muktas even then we are absorbed in worldly affairs- what kind of understanding it is! Bāpāśrī wanted to get it confirmed from Rāmjībhāī.” Rāmjībhāī agreed with Bāpāśrī. Once again Bāpāśrī said, “Just see! We met such supreme Mahārāj, such anādi mukta, such saints even then they are not recognised. What benefit they have! Śrījī Mahārāj has said that līlā which has been done during various incarnation and at various places should be remembered, understand that incarnation is this one (Mahārāj). Formerly such liberation has not taken place whereas today ultimate liberation of innumerable devotees is possible but there is ignorance in jīva so it cannot believe. These saints, devotees, all are Mūrtis of Brahma.

          Devrājbhāī asked, “Bāpā! Brahma is said to be formless (nirākār)- how to understand it?” Bāpāśrī said, “Give up feelings of the body and join Mūrti by becoming the form of luminescence of Mūrti which is above kṣar and akṣar, in the same way as the wind sticks in the sky. Look! How valuable gems are lying at our home. Fine! Fine! ‘Jane jīva, Īśvar, mayana marmne re, rate Brahma thaine PariBrahmne re’ (the one who knows the mystery of jīva, Īśvar, Māyā, etc. will become Brahma and worship ParBrahm). By association thus, keeping tendency in Mūrti one will become the form of Puruṣottam. Bāpāśrī asked Devjībhāī whether such persons were there or not in this world.” Devrājbhāī said that there were. Since Śrījī Mahārāj has shown mercy, everything is here. Talking thus about divine talks Bāpāśrī made all devotees happy by his darśan and came to Vṛṣpur after the kathā was over.|| 151 ||