Gujarati / English

અષાડ સુદ-૮ને રોજ સ્વામી વૃદાંવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીના અંતર્ધાન થયાના ખબર મળવાથી કચ્છમાં ગયા. ત્યારે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ તથા રામપુરવાળા દેવરાજભાઈ આદિ બાપાશ્રીના કાર્ય નિમિત્તે ત્યાંના સંતો તથા હરિભક્તો સાથે મળી નિર્ણય કરવા ભુજ આવેલા, ત્યાં સ્વામીશ્રી આદિ મળ્યા. ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીના અંતર્ધાન સંબંધી હકીકત પૂછી, એટલે હરિભક્તોએ સર્વે સમાચાર કહ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પોતાને મર્મવચનો કહી બે મહિના રાખવાની તાણ બતાવી હતી વગેરે વાત કરી તથા “મહારાજની મરજી હોય તેમ આપણે રાજી રહેવું”; એમ કહી સૌને ધીરજ આપી.

પછી કાર્ય કેમ કરવું તે વાત થતાં સદગુરુઓ કહે, “બાપાશ્રીનાં કાર્ય નિમિત્તે પારાયણ બેસારવું. તેમાં કચ્છ દેશ તથા દેશોદેશથી સર્વ સત્સંગ તેડાવવો ને મોટો યજ્ઞ કરવો.”

ત્યારે સંત-હરિભક્તોએ કહ્યું કે, “બહુ સારું.”

એવી રીતે નિર્ણય કરી સર્વે ઠેકાણે કાગળો લખ્યા. પછી ભુજના હરિભક્તો સાથે સ્વામીશ્રી આદિ સંતો વૃષપુર આવ્યા, ત્યાં બાપાશ્રીના પ્રત્યક્ષપણે દર્શન ન થતાં જોઈ સૌને દિલગીરી થઈ, પણ બાપાશ્રીએ અનાદિમુક્તની સ્થિતિ કરાવવા પોતાનું પ્રગટપણું જણાવેલું હોવાથી એ સ્થિતિમાં મહારાજ તથા અનાદિમુક્તનું સદાય પ્રગટપણું રહે છે એવા વિચારે શોક સમાવી દીધો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ ત્યાંના અરજણ ગોવિંદ તથા બીજા સેવા કરવામાં તત્પર રહેલા હરિભક્તો પાસે યજ્ઞનો સામાન મંગાવ્યો ને બીજી જોઈતી સામગ્રી તૈયાર કરાવી.

મંદિરમાં ઠાકોરજીની સમીપે ‘સત્સંગીજીવન’નું પારાયણ બેસાર્યું. તે પારાયણ પ્રસંગે ગામોગામના હરિભક્તો આવેલા હોવાથી મંદિરમાં સભા ઠસોઠસ ભરાઈ જતી. શ્રીજી મહારાજની મૂર્તિ પાસે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં તેથી એમની કૃપામય દૃષ્ટિ સર્વ સભા ઉપર પડતી હતી. સંત-હરિભક્તો બાપાશ્રીના બોલાવવા તથા મળવાની અને જમવા-જમાડવાની સર્વ ચેષ્ટા આગળની રીતે બાપાશ્રીએ બંધ કરી, ને આમ મૂર્તિરૂપે દર્શન દે છે એ વિચારે મનમાં ને મનમાં એ સુખને સંભારતાં, કથાનું શ્રવણ કરતા હતા. સૌના મુખ ઉપર બાપાશ્રીના અંતર્ધાન થયાનો ભાવ સહેજે જણાઈ આવતો. વૃષપુરમાં બાપાશ્રીએ ઘણા યજ્ઞ કર્યા અને તે પ્રસંગે લાખો સંત-હરિભક્તો આવી ગયા, પણ દરેક યજ્ઞમાં સૌ આનંદમાં ને આનંદમાં કિલ્લોલ કરતા. ત્યારે આ પારાયણમાં કથા-વાર્તા સમયે તથા જમવા જતાં પંક્તિ વખતે સૌ શાંત દેખાતા હતા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કુટુંબીજનો તો જેમ સત્વ વિનાના પદાર્થ હોય તેવા એ વખતે બની રહ્યા હતા.

બન્ને સદગુરુઓ સવાર-સાંજ સૌને ધીરજ આપવા સભામાં વાતો કરતા જે, “જેમ શ્રીજી મહારાજ અખંડ છે તેમ બાપાશ્રી પણ મૂર્તિમાં રસબસ રહ્યા થકા અખંડ છે તથા અનંત મહામુક્તોની સભા જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં છે, છે ને છે જ. આપણા ઉપર તો બાપાશ્રીએ અપાર દયા કરી છે. શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ રાખવા એ જ એમનું કામ હતું. બાપાશ્રી તો અનાદિમુક્તની સ્થિતિ કરાવવાને અર્થે જ દૃષ્ટિગોચર વર્તતા હતા. તેમની વાતોમાં એ જ સાર હતો કે, ‘મહારાજની મૂર્તિમાં રહેવું, બીજે રોગી વાની ઊડે છે. બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકમાં ક્યાંય અટકવું નહિ.’

“શ્રીજી મહારાજ, અક્ષરધામ તથા અનાદિમુક્ત, પરમ એકાંતિક, એકાંતિક આદિનાં સ્વરૂપ તથા સામર્થ્યનું વર્ણન સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યના સમાસને અર્થે કરતા. પણ મુખ્ય તો એટલું જ રાખતા જે ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મીસરી પય માંહી ભળી.’ એ રીતે એક મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ આપવાનો તેમનો ઠરાવ હતો. અમને પણ અંતર્ધાન વખતે પ્રત્યક્ષ મેળાપ ન થયો તોપણ અમે એમ જાણીએ છીએ કે જેવી શ્રીજી મહારાજ તથા બાપાશ્રીની મરજી. તેમની મરજીમાં આપણને સુખ છે. તમારે પણ એ જ રીતે હિંમત રાખવી. જ્યાં શ્રીજી મહારાજ છે ત્યાં જ અનંત અનાદિમુક્ત છે; પરમ એકાંતિકની ફરતી સભા છે. આપણે દિવ્ય ભાવે એવાં દર્શન કરીએ તો બાપાશ્રી જરાય છેટા નથી, તેમ ક્યાંય ન હોય તેમ પણ નથી.”

આવી રીતે સદગુરુઓ નવીન નવીન વાતો કરતા તેથી હરિભક્તોને બાહ્યદૃષ્ટિએ થયેલ શોક અને વિરહનું દુ:ખ નિવૃત્ત થતું. એ રીતે ‘સત્સંગીજીવન’ ની કથા પ્રસંગે દિવ્ય ભાવની વાતો થતાં સૌ હરિભક્તો શાંતિ પામતા હતા. જ્યારે પારાયણની સમાપ્તિનો દિવસ આવ્યો ત્યારે બાપાશ્રીના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈએ પુસ્તકની તથા પુરાણીની પૂજા કરી શ્રીજી મહારાજની આરતી ઉતારી ઠાકોરજીને વસ્ત્રાદિક ભેટ કરી સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. તે વખતે પણ એક કલાક બન્ને સદગુરુઓએ વાતો કરી. બાપાશ્રીના પ્રતાપ અને અતિ અપાર કરેલા ઉપકારો વર્ણવ્યા.

પછી સૌને એમ કહ્યું જે, “હવે આપણે બાપાશ્રીને દિવ્ય ભાવે જોવાના રહ્યા. હેત કરી બોલાવવું, મળવું, માથે હાથ મૂકવા, કંઠથી ઉતારી હાર આપવા; એ સર્વે દુર્લભ થયું. અતિ હેતવાળાને તો એ એમ ને એમ સુખ આપવાના. આ તો આ રીતે દેખાવાનો સંકલ્પ બંધ કર્યો એટલું જ. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી દાદા ખાચરે અતિ હેતે સંભાર્યા ત્યારે સભાએ સહિત મહારાજે તરત જ દર્શન આપ્યાં. તથા અ.મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહામોટા શ્રીજી મહારાજના લાડીલા મુક્ત સંતો તથા પર્વતભાઈ જેવા અનાદિમુક્તને પણ અતિ હેતે સંભારે તેને હજી પણ દર્શન આપે છે તેમ બાપાશ્રી પણ સૌને દર્શન દેશે. વર્તમાન કાળે શ્રીજી મહારાજની સાથે અંત સમયે બાપાશ્રી ઘણાંને દર્શન દે છે અને દેશે. એમની દયાનો કાંઈ પાર જ નથી.

“બાપાશ્રીએ આ લોકમાં દર્શન આપ્યાં તેમાં પ્રગટ થયા ત્યારથી આજ દિવસ સુધી જે જે પ્રકારે પોતે સુખ આપ્યાં તેમાં દિન પ્રતિદિન નવીન ને નવીન જ હતું. કેટલાક તો એમની આવી દિવ્ય ચેષ્ટા ન જાણી શકતા તેથી એમ બોલતા જે, ‘જુઓને! ગાંડા થઈને બાપા વાંસે ફરે છે.’ એમ કહેનાર જો અમારી પાસે આવે તો તેને અમે કહીએ કે, ‘એમનો મહિમા સમજનાર તો ગાંડા મટીને ડાહ્યા થયા છે ત્યારે જ આવા મહા સમર્થ અનાદિમુક્તને ઓળખ્યા. તમે પણ ડાહ્યા થઈ બાપાશ્રીનો મહિમા જાણી મહારાજની પ્રસન્નતાનો લાભ લો.’ આ દેશમાં પણ કોઈ કોઈ એમ બોલતા જણાય છે. કેટલાક પાસે રહેનારામાં પણ એવો ભાવ રહેતો હોય એમ જ જણાય છે, પણ અમે તો સૌને કહીએ છીએ કે કોઈ મહિમાએ રહિત જાદવની પેઠે ભાગ્ય વિનાના થશો નહિ.

“આ દેશમાં બાપાશ્રી પોતાનું ઘર માની રહ્યા તેથી અહીં તો કોઈને સુખ આપવામાં જરાય કસર રાખી નથી. તેમની છાયામાં રહેનારા તમે સૌ તેમના કરેલા ઉપકાર ભૂલશો નહિ ને કોઈ અવગુણની વાતો કરે તે હૈયે ધરશો નહિ. સૌ બાપાશ્રીને દિવ્ય ભાવે સંભારજો. અમે તથા કેટલાક દૂર દેશના હરિભક્તો દરિયા ઊતરીને બાપાશ્રીનાં દર્શનની ને સેવાની તાણે આવતા. હવે તો જે આવનારા હશે તે પણ આમ દોડી દોડીને નહિ આવે. સત્સંગમાં અત્યારે કચ્છનો સત્સંગ દિવ્ય ગણાઈ ગયો છે. એમ સદાય દિવ્ય ને દિવ્ય રાખજો. પરસ્પર હેત રાખી સૌ મૂર્તિનાં સુખ ભોગવજો. કથા-વાર્તા ભેળા મળી કરજો. બાપાશ્રીએ મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા છે તે વિસારશો નહિ. શ્રીજી મહારાજ તથા બાપાશ્રીની સત્સંગ ઉપર અપાર દયા છે.

“અનંત મુક્તો મૂર્તિમાં સદાય રસબસ રહ્યા છે, પણ જે વખતે જે મુક્ત શ્રીજી મહારાજના સંકલ્પથી દૃષ્ટિગોચર વર્તતા હોય તે થકી આત્યંતિક મોક્ષ સહેજમાં થાય છે. અક્ષરધામમાં અનંત કોટિ મુક્ત છે એમ આપણે સૌએ સાંભળ્યું છે, પણ સત્સંગમાં પાંચસો પરમહંસ ઉપરાંત ઘણા સંતો, હજારો હરિભક્તો, એથી વધુ લાખો કહીએ, પણ જો એક કરોડ (કોટિ) કહીએ તો ઘણા વર્ણવ્યા ગણાય. એવા અનંત કોટિ મુક્ત મહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે, તેમના આકાર શ્રીજી મહારાજના જેવા જ દિવ્ય છે. એવા મુક્તોમાંથી જેટલા મુક્ત મહારાજે અહીં દેખાડ્યા, તેટલા આપણે જોયા. તેવા મહામુક્તને દર્શને, સ્પર્શે તથા સેવાએ અનંત જીવોના આત્યંતિક મોક્ષ થયા. કોઈ અન્ય અવતારોમાં મહારાજના અનાદિમુક્તની પેઠે દર્શને-સ્પર્શે આમ સહેજમાં આત્યંતિક મોક્ષ થયા લખાણા નથી. આજ તો મહાપ્રભુએ અગમ તે સુગમ કર્યું છે. આપણાં દરેક શાસ્ત્રોમાં એ વાત લખાણી છે.

“વર્તમાન કાળે બાપાશ્રીએ ચોરાસી વરસમાં અસંખ્ય ઉદ્ધાર્યા ને છેલ્લી પ્રાપ્તિ અનાદિમુક્તની સ્થિતિ કરાવી. જે જે પોતાની દૃષ્ટિમાં આવ્યા, હાથ જોડ્યા, એટલામાં જ તેમને મૂર્તિમાં રાખવાના કોલ આપતા. આવી અપાર દયાને સદાય સંભારજો. બાપાશ્રીનો કોઈને અયોગ્ય ઘાટ-સંકલ્પ કે મન, કર્મ, વચને અપરાધ થઈ ગયો હોય તે પણ આ સભામાં મૂર્તિ પાસે માફી માગી લેજો અને હવેથી સદાય દિવ્ય ભાવે જોવાનું દૃઢ કરી રાખજો.”

આવી ઘણીક વાતો કરી. તે વખતે મંદિરમાં સભા ઠસોઠસ ભરાયેલી હતી. મંદિરની ઓસરીમાં પણ હરિભક્તો ઊભા ઊભા સમાતા ન હતા. તે વખતે જામનગરવાળા રતિલાલભાઈએ સભામાં ઊભા થઈ બાપાશ્રીના દિવ્ય ભાવની, અદભૂત પ્રતાપની વાતો કરી સૌને બાપાશ્રીએ કરેલા ઉપકારો ન ભૂલવાની ભલામણ કરી હતી.

આ પ્રસંગે ટપ્પરવાળા ફોજદાર રામજીભાઈ આવેલા. તેમણે સભામાં પોતે ઊભા થઈ સદગુરુઓને પ્રાર્થના કરી કહ્યું કે, “સ્વામી! આ સભામાં મને બે વચન બોલવાની આજ્ઞા આપો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “ભલે બોલો.”

ત્યાર પછી તેમણે સભાને હાથ જોડીને કહ્યું કે, “સંતો! હરિભક્તો! હું અહીં આ ફેરે દર્શને આવ્યો છું, ને પ્રથમ પણ જ્યારે  જ્યારે આવતો ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિનાં તથા બાપાશ્રીનાં દર્શન કરતો, તે વખતે શ્રીજી મહારાજની મૂર્તિ તથા બાપાશ્રીના દેખાવમાં જેમ સગા બે ભાઈ હોય અને એકબીજાનાં મુખ મળતાં આવતાં હોય તેમ એવો ભાવ મને મુખનો જણાતો, પણ મારા મનમાં એમ થતું જે ભગવાનને ભાઈ હોય કે ન હોય. આવા વિચારોને હું મનમાં ને મનમાં સમાવી રાખતો. પણ બાપાશ્રી જ્યારે મંદિરમાં હોય ત્યારે તો ખાસ કરીને શ્રીજી મહારાજના તથા બાપાશ્રીના મુખ સામું ઘણી ઘણીવાર જોયા કરતો. અમારું કામ એવું છે કે અમે બે વરસનું છોકરું નાનપણમાં જોયું હોય પછી તેને ચાલીસ-પચાસ વરસ થાય તોપણ મોઢા ઉપરથી પારખી શકીએ કે આ નાનપણમાં જે જોયેલ તે જ છે. તેમ બાપાશ્રીના અને મહારાજની મૂર્તિના મુખારવિંદના ભાવમાં મળતાપણું દેખાતાં મને આશ્ચર્ય થતું તે હું આજ કહું છું. હમણાં આ સ્વામીએ વાતોમાં કહ્યું કે, ‘મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ રહ્યા છે તેમના આકાર મહારાજના જેવા જ દિવ્ય છે.’ તેથી મને તો એમ જ થયું કે આ બાપાશ્રી પણ મૂર્તિમાં રહેલા સ્વતંત્ર અનાદિમુક્ત જ છે. મારે સત્સંગનો અનુભવ થોડો, પણ બાપાશ્રી તથા સંત-હરિભક્તોની કૃપાનો લાભ મળે એમ જાણી આ પ્રસંગે મારા મનના વિચારો સભા સમક્ષ કહ્યા તેથી સૌ મારા ઉપર રાજી રહેજો ને બાપાશ્રીના કરેલા ઉપકારોને આ સ્વામીશ્રી કહે છે તે પ્રમાણે ભૂલશો નહિ.” એમ કહ્યું.

તે વખતે સૌ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી સમાપ્તિ કરી કીર્તન બોલ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ રામજીભાઈ ઉપર પ્રસન્ન થઈને પાઘડી બંધાવી ને રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળું વચનામૃત તથા એક મૂર્તિ ભેટ આપી તેથી તે ઘણા રાજી થયા. સમય થયો એટલે સૌ હરિભક્તો ઠાકોરજી જમાડવા ગયા.

બપોરે પણ સદગુરુઓએ સભામાં શ્રીજી મહારાજ તથા બાપાશ્રીના મહિમાની ઘણી વાતો કરી સૌને રાજી કર્યા.

પછી કાર્યની સમાપ્તિ થયે બન્ને સદગુરુ આદિ સંતોની પ્રસન્નતા માગી સૌ હરિભક્તો પોતપોતાને ગામ ગયા. એવી રીતે બાપાશ્રીના કાર્યમાં આવેલા દેશોદેશના તથા કચ્છના ગામોગામના હરિભક્તોને આ બ્રહ્મયજ્ઞનાં દર્શન થયાં. તે પ્રસંગે બાપાશ્રીએ ઘણાક હરિભક્તોને તથા સંતોને દિવ્યરૂપે દર્શન આપેલાં; એવી બાપાશ્રીની સત્સંગ ઉપર અપાર દયા છે.  II ૧૫૬ II

On hearing the news of Bāpāśrī’s disappearance, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. group of saints went to Kutch on the day of Ashadh Sud 8th. On that day sons of Bāpāśrī-Kanjbhāī, Manjibhāī and Devrājbhāī of Rāmpur, etc. had gone to Bhuj to decide about rituals to be performed after Bāpāśrī in consultation with saints devotees of Bhuj. There, Swāmīśrī (Īśvarcharaṇadāsjī, etc.) met Kanjibhāī, etc., after having darśan of Ṭhākorjī, they inquired about the news of Bāpāśrī leaving this world, so devotees gave them all information. Swāmī Īśvarcharaṇadāsjī said that he was told mysteriously by Bāpāśrī about keeping him there for two months and also Bāpāśrī had said that we should remain pleased as per Mahārāj’s wish-in this way he consoled all. Then about the rituals Sadgurus opined that pārāyaṇa should be arranged as rituals. In that programme a big yajña should be performed and whole satsaṅg should be invited from all places including Kutch. Saints and devotees agreed to the proposal. Having decided thus letters of invitation were sent to all places. Then Swāmīśrī, etc. saints, came to Vṛṣpur with the devotees of Bhuj. As they did not have darśan of Bāpāśrī in the physical body, all became sorrowful but since Bāpāśrī had said that he wanted to get devotees the state of Anādi muktas, he was there in this world in the physical body for that only. Swāmīśrī said that in that state physical presence of Mahārāj and anādi mukta is always there and by such understanding sadness was calmed down. Then Swāmī Īśvarcharaṇadāsjī asked Arjan Govind and other devotees who were eager to do sevā to bring necessary things for yajña and got other required things ready. In front of Ṭhākorjī pārāyaṇa of ‘Satsaṅgījīvan’ was arranged in the temple. On the occasion devotees from many villages had come so the temple was crowded with devotees. As darśan of Bāpāśrī could be had near Mūrti so his graceful sight was there on the whole assembly. Formerly Bāpāśrī used to call saints and devotees, meet them and feed them-all these activities were not there now but Bāpāśrī gives his darśan in the form of Mūrti and with this thought in mind they remembered the happiness and were listening to kathā. The feeling of Bāpāśrī leaving this world could naturally be seen on the faces of all. Bāpāśrī performed many yajñas in Vṛṣpur and on those occasions millions of devotees and saints used to come and in every yajña all were joyful. Whereas in this pārāyaṇa at the time of kathā-vārtā, and at the time of having Prasād of Ṭhākorjī, all seemed calm. Bāpāśrī’s sons, grand-sons, family members looked as if they were things without spirit. Both Sadgurus with a view to consoling all, they talk in assembly in the morning and as well in the evening that as Śrījī Mahārāj is immortal similarly, Bāpāśrī is also immortal remaining engrossed in Mūrti and wherever Mahārāj sits there is the assembly of infinite great muktas, Bāpāśrī is doubtlessly there. Bāpāśrī has shown much mercy on us. His only work was to keep all   engrossed in Mūrti. Bāpāśrī appeared physically only for the purpose of getting us achieve, the state of anādi mukta. The essence in his talk was that we should remain in Mūrti, other thing are useless. Never halt in Brahmakoṭī, Akṣarkoṭi, etc. In order that millions of human being can understand the real things, Bāpāśrī talked about the capacity and form of Śrījī Mahārāj, Akṣardhām, anādi mukta, param ekāṅtik, ekāṅtik, etc. in satsaṅg. But the main point was only Mūrti. ‘Rasbas hoi rahi rasiya sang jyun misari pay manhi bhali’ (as sugar is mixed with milk and become one, similarly one should have oneness with Mūrti). His resolution was only to give Mūrti. He also did not have the last meeting with him at the time of Bāpāśrī’s leaving this world. But we understand that it was the wish of Śrījī Mahārāj and Bāpāśrī- in their wish we are happy. You should also be courageous in the same way. Wherever there is Śrījī Mahārāj there are always infinite Anādi muktas, and assembly of param ekāṅtik, surrounding Him. If we have such darśan with divine feeling, Bāpāśrī is not away at all-moreover it is not so that he is not anywhere. In this way Sadgurus used to give talks with a variety so devotees who were sad outwardly and were having misery because of separation would become normal. Similarly, whenever there was talk of divine feeling on the occasion of kathā of Satsaṅgījīvan, all devotees were getting peace. When the last day of pārāyaṇa came sons of Bāpāśrī, Kanjibhāī and Manjibhāī performed pūjā of the holy book and Purāṇī, did āratī of Śrījī Mahārāj, clothes, etc. were offered to Ṭhākorjī and saints were also honoured with clothes. At that time also both Sadgurus talked for an hour. They described Bāpāśrī’s omniscience (power) and many of his obligations. Then all were told that they have to see Bāpāśrī with divine feeling. Calling with love, meeting, putting hand on head, removing garland from his neck and giving it to devotees-that all became rare. He will give happiness like that only to those who are having much love. This has only that he has discontinued the saṅkalpa of appearing thus. When Śrījī Mahārāj became invisible, Dādā Khāchar remembered him with much love, Mahārāj soon gave darśan along with the assembly. Moreover those who remember Anādi Mukta Gopālānaṅd Swāmī and very great beloved muktas, saint of Śrījī Mahārāj and Anādi muktas like Parvatbhāī with much love get their darśan even today. Similarly Bāpāśrī will give darśan to all. In the present time many get darśan of Śrījī Mahārāj along with Bāpāśrī at the time of their death and going to do so in future. There is no bound of their mercy. Bāpāśrī gave darśan in this world. Since he incarnated in this world till today, whatever kind of happiness he gave was always full of variety from day to day. Some could not understand such divine līlā of his so they used to say that devotees are chasing Bāpāśrī like mad people. Those who say thus come to us we would tell them that those who have understood his greatness have become wise from mad, and then only they recognised such great capable anādi mukta. You also become wise and understand the greatness of Bāpāśrī and take the pleasure of Mahārāj. In this region some also speak like this. Moreover it seems that this type of feeling is there in those who are near to him. We advised all that do not become unfortunate like Jadav who was lacking knowledge of greatness. Bāpāśrī dwelled in this region considering it to be his home so he left no stone unturned in giving happiness to all. You all who were under his shade do not forget his obligations and do not care for the talks about his demerits. All remember Bāpāśrī with divine feeling. We and some devotees of far away places used to come eagerly for Bāpāśrī’s darśan and his sevā by sea. Now those who want to come will not come thus hurriedly. Now a days satsaṅg of Kutch is considered to be the most in satsaṅg. Always keep it divine like this. Keep love with one another and enjoy happiness of Mūrti. Do kathā-vārtā with co-operation. Bāpāśrī has blessed to keep in Mūrti and do not forget it. There is boundless mercy of Śrījī Mahārāj and Bāpāśrī on satsaṅg. Infinite muktas always remain engrossed in Mūrti but whenever a mukta who appears by the saṅkalpa of Śrījī Mahārāj he gets you ultimate liberation easily. We have heard that there are infinite muktas in Akṣardhām but in satsaṅg there are five hundreds paramhaṁsa besides many saints and thousands and thousands of devotees and many more. Such infinite muktas remain engrossed in Mūrti- their forms are as divine as Śrījī Mahārāj. From such great muktas Śrījī Mahārāj showed some of them here and whomsoever we saw like Bāpāśrī gave ultimate liberation to infinite jīvas by their darśan, touch and sevā, etc. Such easy ultimate liberation has not been written for other incarnations as it has been written for Mahārāj and Anādi muktas. Today Mahāprabhu has made it very easy. This has been written in our each scripture. During the present time Bāpāśrī liberated innumerable in eighty-four years and gave them the highest stage of anādi mukta. Whosoever came in his sight, folded his hands, were given the call of keeping him soon in Mūrti. Always remember such limitless mercy. If you have committed any guilt of Bāpāśrī by improper thought by mind, deed or words, ask for pardon before Mūrti in this assembly and henceforth be firm to see with divine feeling. Many such talks were given. At that time the assembly was overcrowded in the temple. Even in the porch of the temple devotees had no place to stand. At that time Ratilālbhāī of Jāmnagar stood up in the assembly and talked about Bāpāśrī’s divine feeling, wonderful glory and recommended not to forget his obligations. On this occasion P.S.I. Rāmjībhāī of Tapper who had come in the assembly requested Sadgurus to let him say two words in the assembly. Swāmī Īśvarcharaṇadāsjī permitted him. Then he started his lecture with folded hands and addressing saints and devotees said, “This time I have come for darśan. Before, whenever I used to come I did darśan of Mūrti and Bāpāśrī, at that time I felt that Mūrti and Bāpāśrī’s appearance seemed as if they were real brothers and their faces were similar to each other. But I was just thinking that God may have or may not have a brother. Such thoughts I kept pressed in my mind. But whenever Bāpāśrī would be in the temple I would specially look at the faces of Śrījī Mahārāj and Bāpāśrī for a long time. Our work is such that if we had seen a child of two years and we see him after forty or fifty years we could recognise him from his face and know that this was the same face we had seen in his childhood. Similarly, in the faces of Bāpāśrī and Mūrti I could see similarity and I wondered that thing I am saying it today. Just now Swāmīśrī said that infinite muktas remain engrossed in Mūrti and their forms are as divine as Mahārāj so I definitely felt that this Bāpāśrī is independent anādi mukta dwelling in Mūrti. I have a little experience of satsaṅg but as I could get benefit of Bāpāśrī’s and saints’ and devotees favour I expressed my thoughts on this occasion so please remain pleased with me and never forget the obligations of Bāpāśrī as has been advised by Swāmīśrī.” At that time all made jai ghosh of Sahajānaṅd Swāmī Mahārāj and finished the kathā and then chanted kīrtan. Then Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī became pleased with Rāmjībhāī, tied a turban on his head and gave him a gift of a Mūrti and Vachanāmṛt Rahasyārtha Pradīpikā Ṭīkā, so he was very much pleased. As it was time for lunch all devotees went to offer meals to Ṭhākorjī. In the afternoon also Sadgurus gave many talks about the greatness of Śrījī Mahārāj and Bāpāśrī and pleased all. When work was over all devotees asked for pleasure of both Sadgurus, etc. saints and went to their respective villages. Thus devotees who had come from every village of Kutch and other places on the occasion of Bāpāśrī’s work got darśan of this brahmayajña. On that occasion Bāpāśrī gave his darśan in the divine form to many devotees and saints-such was Bāpāśrī’s limitless mercy on satsaṅg. || 156 ||