Gujarati / English

બાપાશ્રીના કાર્ય પ્રસંગે અમદાવાદ તથા મૂળીથી આવેલા સંતો અને આશાભાઈ જેવા બાપાશ્રીની સેવામાં નિરંતર રહેનારા હરિભક્તો પંદર-વીસ દિવસ રહીને જ્યારે ગુજરાત તરફ જવા નીકળ્યા, ત્યારે બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક સંબંધીજનો તથા ગામ-પરગામના ઘણા હરિભક્તો એક ગાઉ સુધી વળાવવા આવ્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સૌને “પાછા વળો, ઊભા રહો” એમ કહે, પણ કોઈ પાછા જ ન વળે. કેમ જે હવે બાપાશ્રી અંતર્ધાન થયા પછી મૂર્તિના સુખની વાતો કરનાર આ બન્ને સદગુરુઓ હોવાથી સૌ હાથ જોડી પ્રાર્થના કરે, આશીર્વાદ માગે.

એ સર્વેને ઊભા રાખી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “તમે હવે બાપાશ્રીની આજ્ઞા પ્રમાણે પરસ્પર મૂર્તિના સુખની વાતો કરી સુખિયા રહેજો. બાપાશ્રી ક્યાંય ગયા નથી. જ્યાં શ્રીજી મહારાજ છે ત્યાં બાપાશ્રી છે, અનંત કોટિ મુક્ત છે એમ જાણી તેમને સંભારી રાજી રહેજો.”

એમ કહી સૌને પાછા વાળ્યા ને સંતો ભુજ ગયા. ત્યાં બે દિવસ રહ્યા ત્યારે ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, નારાયણભાઈ આદિક ભક્તોએ પ્રાર્થના કરી જે, “સ્વામી! આપ હજી એકાદ માસ વધુ રોકાઈને બાપાશ્રીને દેન દીધેલ છે તે ઠેકાણે સ્મૃતિરૂપ સ્થાન કરાવો તો સારું; કેમ કે એ જગ્યા મહા પ્રસાદીરૂપ છે. શ્રીજી મહારાજ જ્યાં બિરાજેલા હતા, તે ઠેકાણે બાપાશ્રીએ છત્રી કરાવી મોટો યજ્ઞ કરી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં છે અને ત્યાં દર્શન કરનારાઓને આત્યંતિક મોક્ષનો આશીર્વાદ આપ્યો છે. એવી પવિત્ર ભૂમિમાં જ બાપાશ્રીના પ્રગટ થવાનું નિમિત્ત થયું. વળી તેમનો છેલ્લો વિધિ પણ ત્યાં જ થયો તેથી એ સ્થાન બહુ ચમત્કારી ગણાય છે. માટે આપ દયા કરી જ્યાં બાપાશ્રીને દેન દીધેલ છે ત્યાં છત્રી કરાવીને પછી જાઓ તો સારું.”

પછી સદગુરુઓ આદિ સંતોને એ વાત ઠીક લાગી એટલે વૃષપુરથી મિસ્ત્રી ગોવિંદ અરજણ મેપાણીને તેડાવીને નકશો કરાવ્યો તે જોઈ સૌ હરિભક્તો રાજી થયા ને કહ્યું જે, “સ્વામી! આપે રોકાવાનું કર્યું તે ઠીક થયું.”

પછી મિસ્ત્રી ગોવિંદ અરજણ તથા બીજા જે જે એ કામ કરી શકે તેવા માણસોને સાથે લઈને થોડાક સંતોએ સહિત સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર આવ્યા. ત્યાં ગામના હરિભક્તોને આ વાત કરી ત્યારે તે પણ રાજી થયા ને કહ્યું જે, “સ્વામી! આ કામ માટે તમો ભુજથી પાછા આવ્યા તે બહુ સારું કર્યું. આવું બાપાશ્રીની સ્મૃતિરૂપ સ્થાન થતાં અનેક જીવોનો મોક્ષ થશે.” એમ કહી એ કામ ચાલતું કર્યું. ગામના હરિભક્તો પણ આ કામમાં અતિ હેતે સહિત સેવા કરતા. સૌને એમ જે આવી દિવ્ય સેવા આપણને ક્યાંથી મળે?

પછી વેકરાના મિસ્ત્રી વીરજી મનજીભાઈને મિસ્ત્રી ગોવિંદભાઈએ તેડાવીને કહ્યું જે, “આપણે છત્રીનું કામ કરવું છે તે માટે સ્વામીશ્રીએ તમને તેડાવ્યા છે.”

એવું સાંભળી તે પણ બહુ રાજી થયા ને ઠાકોરજીનાં તથા સ્વામી આદિ સંતોનાં દર્શન કરીને બોલ્યા જે, “સ્વામી! આપે મારા પર ઘણી દયા કરી ખબર આપ્યા તે ઠીક કર્યું. મને બાપાશ્રીના રાજીપાની તાણ ઘણી રહી છે; કેમ કે જ્યારે માધાપુરના મંદિરનું કામ ચાલતું હતું ત્યારે નારાયણભાઈની મેડી ઉપર બાપાશ્રીએ પ્રસન્ન થઈને મને એમ કહેલ જે, ‘તમે કારીગર છો, પણ જે જે કામ કરો તે મહારાજની મૂર્તિને સંભારીને કરજો.’ એમ કહ્યું છે ત્યારથી મને એ વચન સાંભર્યા કરે છે. તેથી આવી બાપાશ્રીના સ્થાનની સેવા મારા જેવાને ક્યાંથી મળે?” એમ કહી તેમણે ઘણો ઉત્સાહ જણાવ્યો.

બીજા પણ જે જે કામ કરનારા હતા તે સર્વે બાપાશ્રીની પ્રસન્નતાનું આ કાર્ય જાણીને હેતે સહિત સેવા કરતા હતા. તેમને તથા ઘરમાં બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક અને આ કામમાં સેવા કરવા તત્પર રહેલા હરિભક્તોને પોતાનો દિવ્ય ભાવ જણાવતાં બાપાશ્રી વારંવાર દર્શન દેતા હતા, તેથી સૌના મનમાં એમ જે આ કામમાં બાપાશ્રીનો ઘણો રાજીપો છે.

એક દિવસ થાંભલા ઘડવાનું કામ ચાલતું ત્યારે રાત્રિના દસ વાગ્યે મિસ્ત્રી વીરજીભાઈને બાપાશ્રીએ પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું જે, “તમે તો છત્રીના થાંભલા ઘડો છો ને?”

ત્યારે તે કહે, “હા, બાપા.”

તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, “માધાપુરમાં અમે તમને કહ્યું છે તે સંભારી રાખજો ને કામ બરાબર કરજો.” એમ કહી અદૃશ્ય થઈ ગયા.

તે વાત તેમણે સ્વામીશ્રી આદિ સંતોને કહી. અતિ હેતેભર્યા સૌ છત્રી કરવાના કામમાં તત્પર રહેતા. એમ એક મહિનામાં કામ પૂરું થયું એટલે સ્વામીશ્રીએ મિસ્ત્રી ગોવિંદભાઈ તથા વીરજીભાઈને પાઘડીઓ બંધાવી. પછી તેમને તથા સેવા કરનારા સર્વે હરિભક્તોને બાપાશ્રીની પ્રસન્નતાના તથા મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપીને કહ્યું જે, “તમોએ આ છત્રીના કામમાં સેવા બહુ સારી કરી. આ સ્થાન થવાથી અનેક સંત-હરિભક્તોને આત્યંતિક મોક્ષરૂપ એક નવું સદાવ્રત ચાલતું થયું; કેમ કે અહીં જે કોઈ દર્શને આવશે તેમને બાપાશ્રીનું સહેજે સ્મરણ થાશે તેથી બાપાશ્રીના ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, તથા અપાર અપાર કરુણામય દૃષ્ટિ વડે શ્રીજી મહારાજની અનંત મુક્તોએ સહિત સ્મૃતિ થતાં અનેક મુમુક્ષુજનોનાં મોક્ષરૂપી કાર્ય સિદ્ધ થશે.” એમ કહી સૌ હરિભક્તોને પ્રસન્ન કરી સ્વામીશ્રી આદિ સંતો ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા.   II ૧૫૭ II

Saints who had come from Amdāvād and Muḷī and devotees like Āśābhāī who were always in Bāpāśrī’s sevā left for Gujarāt after fifteen-twenty days when the work of Bāpāśrī was over. To give them send off Bāpāśrī’s sons, grand sons, devotees from various villages, relatives of Bāpāśrī went with them for about two miles. Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī asked them to return but nobody would return because henceforth there were only two Sadgurus after Bāpāśrī’s leaving this world who would talk about happiness of Mūrti so all prayed to them with folded hands and begged their blessings. Swāmī Īśvarcharaṇadāsjī asked all to stop and asked them to talk about happiness of Mūrti among themselves according to Bāpāśrī’s commands and remain happy. Bāpāśrī has gone nowhere. Wherever there is Śrījī Mahārāj, Bāpāśrī and infinite muktas are there- know thus and remain pleased by remembering them. Saying so all were made to return and saints went to Bhuj. There they stayed for two days. Then Bhogīlālbhāī , Dhanjībhāī, Lālśaṅkarbhāī, Motibhāī, Nārāyanbhāī, etc. devotees prayed to Swāmī and requested them to stay back for a month more and build a memorial at the place where Bāpāśrī was cremated because this place is very great in the form Mahaprasādī. At the place where Śrījī Mahārāj was seated, Bāpāśrī got chhatrī built, performed big yajña and foot print (charaṇārviṅd) of Mahārāj had been placed and blessings of ultimate liberation has been given by Bāpāśrī to those who come for darśan. In such a holy place it was destined for Bāpāśrī’s incarnation. Moreover his last rites were also performed there. So this place is considered to be very miraculous. Therefore it will be better if you go back after getting chhatrī built where Bāpāśrī was cremated.  Sadgurus, etc. saints considered the proposal to be proper. So Mistry Govind Arjan Mepani was called from Vṛṣpur and got the plan prepared. Seeing this, all devotees were pleased and thanked Swāmī for their staying back. Then Mistry Govind Arjan and others who could do the work came to Vṛṣpur along with Swāmī Īśvarcharaṇadāsjī and some saints etc. The devotees of the village were told about the plan so they were also pleased and said to Swāmī that it was well and good that he came from Bhuj for the work. Many jīvas will be liberated when such memorial of Bāpāśrī will be ready. Saying so, the work was started. Devotees of the village also did sevā with much love in this work. They believed that where could they get such divine sevā. Then Mistry Goviṅdbhāī sent for Mistry Vīrajī Manjibhāī of Vekra and told him that they had to do the work of chhatrī so Swāmī had called them. Hearing this he was also very much pleased and had darśan of Ṭhākorjī and Swāmī, etc. saints. Then he said to Swāmī, “You have shown much mercy on me by informing me and that was good. I am always eager for Bāpāśrī’s pleasure because when the work of the temple of Madhapur was on, Bāpāśrī showing the pleasure on me at the place of upper storey of Nārāyanbhāī’s house had said that since I was an artist, whatever work I do, I should do it remembering Mūrti. Since then I have been remembering those words so where can I get the chance to give such sevā for Bāpāśrī’s memorial?” saying so, he showed much enthusiasm. Others who were also doing work were doing it with love knowing that it was the work of Bāpāśrī’s pleasure. They and Bāpāśrī’s sons and grand-sons and devotees who were eager to do sevā in this work were often given darśan by Bāpāśrī and were shown his divine feeling.  They all thought that Bāpāśrī had much pleasure in this work. Once when work of pillar was going on, at ten o’clock in the night Bāpāśrī gave his physical (pratyksha) darśan to Mistry Virjibhāī and asked him if he was making pillars of chhatrī. He told Bāpāśrī that he was doing so. At that time Bāpāśrī said to Virjibhāī to remember what he was told in Madhapur and do the work thoroughly, saying so he vanished. That talk was told by Mistry to Swāmīśrī etc. saints, so all were remaining eager to do the work of chhatrī with much love. Thus the work was over in a month so Swāmīśrī tied turban to Mistry Goviṅdbhāī and Virjibhāī. Then Swāmīśrī blessed them and also all devotees who were doing sevā-they were blessed with Bāpāśrī’s pleasure and for keeping them in Mūrti and said that they had done much sevā in the work of chhatrī. This memorial became a place of new charity in the form of ultimate liberation for many saints and devotees because whosoever will come for darśan will easily have memory of Bāpāśrī. Bāpāśrī’s virtues, divinity, power, and with his boundless compassionate sight will have the memory of Śrījī Mahārāj along with infinite muktas, many seekers (mumukṣu) will realise the work in the form of liberation. Saying so, pleasing all devotees, Swāmīśrī, etc. saints came to Gujarāt via Bhuj. || 157 ||