Gujarati / English

ભાદરવા વદ-૧૩ને રોજ શ્રી ભારાસરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અમે અમદાવાદ સંઘ લઈને ગયા હતા. ત્યાં એક વિદ્રાન સાધુએ વાત કરી તે મહારાજને પ્રકૃતિપુરુષ જેવા વર્ણવ્યા. અને મહાકાળ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ, તેથી પર મૂળઅક્ષર એ બધાય રહી ગયા ને પ્રકૃતિપુરુષ જેવા કહ્યા. પછી અમે કહ્યું જે, ‘તમે વિદ્રાન તો મહારાજને માયા સુધી વર્ણવો છો; તેથી પર તો સમજતા જ નથી, માટે અમે વિદ્રાનથી તો બીએ છીએ. વિદ્રાનને મહારાજ હાથ આવવા ઘણા દુર્લભ છે.’ આપણે તો મૂળઅક્ષરથી પર શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, તેમાં રસબસ થઈ રહેવું. આ સાકરની ગુણ આવી છે તેને લૂણ ન માનશો. પ્રકૃતિના કાર્યને તો જોઈ જોઈને જીવ થાકી ગયા છે. તે જો મહારાજની મૂર્તિમાં જોડાય તો અહોહો થઈ જાય. તમે પ્રકૃતિ આદિકમાંથી અને મૂળઅક્ષરમાંથી નીકળીને મહારાજને ઓરા થયા છો. જે મૂર્તિમાં જોડાઈ ગયો તેને બીજું કાંઈ ભાસે કે સાંભરે નહિ. તે અનુભવજ્ઞાન કહેવાય. જેમ ખોટો પૈસો બહાર કાઢી નાખીએ, તેમ પ્રકૃતિ આદિકને ખોટું કરે તેમાં શું વળે? કાંઈ ન વળે. આ જોગ ને વખત સારો છે.”

પછી બોલ્યા જે, “તમને ક્યાંઈક ખણીને વનમાં જઈએ તો કેમ કરો?”

ત્યારે સંત કહે જે, “તમારા ભેગા મહારાજની મૂર્તિમાં રહીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કલ્પે કલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી બહાર નીકળાય નહિ ને પૂર્ણ ન થવાય. મૂર્તિમાં જોડાયા વિના સુખિયું થવાય નહિ.”

પછી જામનગરવાળા રતિલાલ કરુણાશંકરે પૂછ્યું જે, “મૂર્તિમાં હરવા-ફરવાની જગ્યા ખાલી હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં હરવું-ફરવું ક્યાંય નથી. જેમ રહ્યા છે તેમ જ છે અને સભા સહિત છે. તે મહારાજ ને મુક્ત અરસપરસ દેખે છે. બહારના દેખતા નથી.”

એટલી વાત કરીને બોલ્યા જે, “અમારે હાલ જવું છે; તમે કેમ કરશો?”

ત્યારે સ્વામી કહે જે, “આજ તો આપને હરિભક્તો રોકશે.”

“ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભલે, રોકશે તો આપણે કોઈ બીજો અર્થ નથી. એક મોક્ષ કરવા માટે ફરવું છે તે જે આવે તેને મૂર્તિમાં રાખીશું, પણ કોઈ અજ્ઞાની અવગુણ લઈ મરી રહે તેનું કેમ કરવું?”

ત્યારે સ્વામીએ કહ્યું કે, “તેણે કરીને કાંઈ મોક્ષ કરવો તે બંધ રખાય? મરનારા હશે તે મરશે અને જે મોક્ષાર્થી હશે તે મૂર્તિના સુખમાં આવશે.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “આજ આપણે ચારે જણ પગે ચાલીને જઈએ તો કેમ? હું ને સ્વામી વૃંદાવનદાસજી તો  ચાલી શકીએ, પણ તમે (સ્વામી ઈશ્વરચરણદાસજી) ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી બે ચાલી શકો નહિ.”

એમ રમૂજ કરીને જવાનું બંધ રાખ્યું.  II ૧૮ II

 

On the day of Bhādarvā Vad 13th, Bāpāśrī showing his favour talked in the temple of Bhārāsar. He said, “I had gone to Amdāvād taking with me a group of saints and devotees. There learned saint said that Mahārāj was like Prakṛti-Puruṣa. He left behind Mahākāḷ, Narnārāyaṇa, Vāsudevbrahma and Mūḷ-Akṣar and he called Mahārāj as Prakṛti-Puruṣa. I told him that learned persons like you describe Mahārāj up to māyā but do not understand beyond that. Therefore, I am afraid of the learned. Mahārāj is out of reach for the learned. We consider that Lord Swāmīnārāyaṇa dwells in luminous form of Akṣardhām which is beyond Mūḷ-Akṣar, we should remain engrossed in it. This is the bag of sugar and do not take it as salt. Jīva has tired by continuously seeing the work of Prakṛti. If it gets attached to Mahārāj, it will be more than enough. You have come near Mahārāj by leaving Prakṛti, etc. and coming out of Mūḷ-Akṣar. The one who got attached to Mūrti will not remember anything and will not like anything. It is called experiential knowledge. Just as we throw away a counterfeit coin, similarly if one makes Prakṛti, etc. false, what is the use of it? No use. This association and time is good. If I take you somewhere in the forest, what will you do?” The saints said, “We will remain in Mūrti along with you.” Bāpāśrī said, “Thousands of years may pass away but we cannot come out of that happiness and cannot be fulfilled. One cannot be happy without getting attached to Mūrti.”

          Ratilāl Karuṇāśaṅkar of Jāmnagar asked, “Is there any empty place in Mūrti to move about?” Bāpāśrī said,  “There is nothing like to move about in Mūrti. It is as it is and it includes assembly. Those who are inside see, Mahārāj and muktas seeing each other. Those outside do not see it.” After this talk, Bāpāśrī said, “I want to go now. What about you?” At that Swāmī said, “The devotees will delay your departure today.” Bāpāśrī said, “If they do so, I have no objection. I move about for liberating jīvas and whosoever comes will be kept in Mūrti. If any ignorant finds fault in me, what to do of him?” Swāmī said, “Is it possible to stop the work of liberation because of it? The one who finds a fault will suffer and the one who is for salvation will come in the bliss of Mūrti.” Bāpāśrī said, “How will it be, if four of us go on foot?” Swāmī Vṛṅdāvandāsjī and I can walk but you (Swāmī Īśvarcharaṇadāsjī) and Swāmī Ghanśyāmjīvandāsjī cannot walk.” Thus by making a joke, Bāpāśrī cancelled going. || 18 ||