Gujarati / English

ભાદરવા વદ-૧૩ને રોજ બપોરે સભામાં જેતલપુરનું ૪થું વચનામૃત વંચાતું હતું. તેમાં અર્જુને મચ્છ વેંધ્યો એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ અર્જુને પક્ષીનું એકલું મસ્તક જ દેખ્યું તેમ આપણે એક મૂર્તિ જ રાખવી, પણ મૂર્તિ વિના કાંઈ છે જ નહિ એમ સમજવું. તે મૂર્તિમાંથી ઝળળળ ઝળળળ તેજ છૂટે છે તે તેજમાં મૂર્તિ રહી છે. તે મૂર્તિમાં કલ્પે કલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી બહાર અવાય જ નહિ, સદાય મૂર્તિમાં જ રહેવાય, તે ઉત્તમ સ્થિતિ છે. એ કરવા આપણે ભેળા થયા છીએ. આ ગામમાં બધાય એવા છે. એમણે તો અમને આ (ભારાસર) ગામમાં લાવવાનો પાસ મેળવ્યો છે, એટલે અતિ હેતે કરીને મહારાજનો અને મોટાનો દિવ્ય ભાવે મહિમા સમજ્યા છે તેથી એ સુખિયા છે. તેમના ઉપર મહારાજનો ને મોટાનો ઘણો રાજીપો છે. અમે એમના હેતને લઈને વારે વારે આવીએ છીએ. તમે સંતો પણ અમને લઈને આવો છો. અમે ન હોઈએ તો તમો આ દેશમાં કોઈના લાવ્યા પણ આવો તેમ નથી એમ અમો જાણીએ છીએ.”

પછી સાંજના ભારાસરથી બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી એ ત્રણ સંતોને ગાડીમાં બેસારીને તે ગાડી હરિજનો તાણીને તલાવડીએ લઈ ગયા; સાથે સંત-હરિજનો ઘણા હતા. તે તલાવડીમાં બાપાશ્રી તથા સદગુરુઓ ત્રાપેથી તરીને નાહ્યા. પછી સર્વેને નવરાવીને મળ્યા અને પાળ ઉપર બાવળની નીચે બાપાશ્રીની સર્વે સંત-હરિજનોએ ચંદન-પુષ્પ વડે પૂજા કરી. તે વખતે એ તલાવડીનું ‘ઘનશ્યામ તલાવડી’ નામ પાડ્યું અને ઘાટનું ‘પુરુષોત્તમ ઘાટ’ એ નામ પાડ્યું. પછી પ્રસાદી વહેંચીને મંદિરમાં પધાર્યા.

ત્યાં રામજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! ગામમાં પધારવાની દયા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કોને ઘેર જવું છે?”

ત્યારે રામજીભાઈ કહે, “બાપા! સૌ હરિભક્તો પોતાને ઘેર લઈ જવાનું કહે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે, અમારી ક્યાં ના છે. અમે તો જેમ હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. થાકનું કે ભૂખનું પણ ગણતા નથી. અમારે તો સર્વેને દિવ્ય ભાવ સમજાવી મૂર્તિના સુખે સુખિયા કરવા છે, બીજો કોઈ અર્થ નથી.”

એમ કહી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “અહીંના હરિભક્તો આખા ગામમાં લઈ જવાનું કહે છે તો કેમ કરીશું?”

ત્યારે સ્વામી કહે, “બાપા! આ ગામ બધુંય મહિમાવાળું છે તેથી સૌની તાણ પૂરી કરવી જોઈએ.”

ત્યારે બાપાશ્રી કહે, “અમે અહીંના હરિભક્તોનાં હેત જાણીએ છીએ.”

એમ કહીને પછી ગામમાં પધાર્યા અને ઘરોઘર ફર્યા. હરિજનોએ ચંદન-પુષ્પાદિક ઉપચારે કરીને પૂજ્યા. એમ આખું ગામ પ્રસાદીનું કરીને રાત્રે મંદિરમાં પધાર્યા.

પછી બાપાશ્રીએ બીજે દિવસે સવારમાં વહેલા ઊઠી નિત્યવિધિ કરીને વાત કરી જે, “અમે ને આ સર્વે સંત અક્ષરધામમાંથી આવ્યા છીએ. આ સંત પણ મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. આ વાત તમે ભૂલશો મા. અમે અને સંત તમારા હેતના બાંધ્યા આવ્યા છીએ અને તમારા ઉપર બહુ રાજી છીએ.”

એમ વાત કરીને સંતોને કહ્યું જે, “તમે માનકુવે જાઓ. હેત-રુચિવાળાને વાતો કરીને શાંતિ પમાડજો. અમે વૃષપુર જઈશું.”

પછી સંતો બે દિવસ માનકુવે રોકાઈ હરિભક્તોને વાતચીતે સુખિયા કરીને આસો સુદ-૧ ને રોજ સાંજના દહીંસરે આવ્યા. ત્યાં બીજે દિવસે બાપાશ્રી વૃષપુરથી ઘોડીએ બેસી આશાભાઈ સાથે સવારમાં દહીંસરે પધાર્યા.  II ૧૯ II

 

On the noon of Bhādarvā Vad 13th, the 4th Vachanāmṛt of Jetalpur was being read in the assembly. In it, there is reference about piercing bird by Arjun. Bāpāśrī said, “Just as Arjun saw only the head of the bird, similarly, we should keep only Mūrti and should understand that there is nothing without Mūrti. Luminescence emits from that Mūrti. There is Mūrti in that luminescence. From that happiness, one cannot come out even though thousands of years may pass away.  We should always dwell in Mūrti- that is the best state. For that purpose, we have come together. In this village all are alike. They have got permit for bringing me in village Bhārāsar. So they have understood greatness with divine feelings of Mahārāj and muktas with great love, so they are happy. Mahārāj and muktas are very much pleased with them and I come here often because of love. You saints also come here because of me. If I do not come here you would not have come here even if someone had wanted you to be here. I know thus. Then in the evening Bāpāśrī, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī were made to sit in a cart at Bhārāsar and the devotees pulled the cart and brought it to Talāwaḍī. Many saints and devotees were also together. In that Talāwaḍī, Bāpāśrī and Sadgurus swam with the help of a raft. Then Bāpāśrī bathed all, met them and under the bābul tree on the bank, the saints and devotees all performed Bāpāśrī’s pūjā with sandalwood paste and flowers. At that time, the Talāwaḍī was given the name of Ghanśyām Talāwaḍī and the wharf thereat was named Puruṣottam Ghāṭ (wharf). After distributing prasādī, they came to the temple. There Rāmjībhāī prayed to Bāpāśrī and requested him to visit the village. Bāpāśrī asked him whose house he had to go to. Rāmjībhāī said that all devotees wanted you to visit their house. Bāpāśrī said, “O.K. I am willing. I always act so that devotees are pleased and never care for fatigue or hunger. My work is to make all understand divine feeling and make them happy in the happiness of Mūrti- there is no other work.” Then Bāpāśrī consulted Swāmī Īśvarcharaṇadāsjī, “The devotees of this village want me to go in the whole village- what should be done?” Swāmī said, “Bāpā! The whole village knows the greatness and their need should be satisfied.” Bāpāśrī said, “I know the love of the devotees of this place.” Saying so, he went into the village and went from house to house. Devotees performed his pūjā with sandalwood paste, flowers, etc. Thus, the whole village was made as prasādī and at night everyone came to temple. On the next day, Bāpāśrī got up early, finished his routine and said, “All the saints and I are from Akṣardhām. These saints are also Anādi muktas dwelling in Mūrti- never forget this. The saints and I have come here because of your love and we are very much pleased. Thereafter Bāpāśrī asked the saints, “You go to village Mānkuvā and make all, who are having love and liking, calm and cool with your talks. I will go to Vṛṣpur.” The saints stayed in Mānkuvā for two days. They made devotees happy with their talks. On the day of Āso Sud 1st they came to Dahīṅsarā in the evening. On the next day Bāpāśrī along with Āśābhāī came to Dahīṅsarā in the morning on horseback. || 19 ||