Gujarati / English

આસો સુદ-૪ને રોજ દહીંસરાના મંદિરમાં નિત્યવિધિ કરીને બાપાશ્રી આસને બેઠા. તે વખતે રામપુરથી દેવરાજભાઈ આવ્યા. તેમણે બાપાશ્રી તથા સંતોને પોતાને ગામ લઈ જવાની પ્રાર્થના કરી.

ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ દેવરાજભાઈ રામપુર લઈ જવાની પ્રાર્થના કરે છે તે જાવું જોશે અને આ ગોડપુરના હરિભક્તો પણ તેમને ગામ લઈ જવા આવ્યા છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! પ્રથમ રામપુર જઈએ, પછી ગોડપુર જઈશું.”

પછી વચનામૃતની કથા થતી હતી. ત્યારે ખીમજીભાઈએ કહ્યું જે, “બાપા! આજ આપ રામપુર પધારવાના છો તેથી થાળ વહેલા તૈયાર થયા છે, માટે જમવા પધારો.”

ત્યારે કથાની સમાપ્તિ કરીને ખીમજીભાઈને ઘેર બાપાશ્રી જમવા પધાર્યા. થોડીવારે પાછા મંદિરમાં આવી સંત-હરિભક્તોએ સહિત રામપુર જવા તૈયાર થયા, ત્યારે ગામના હરિભક્તો સૌ વળાવવા આવ્યા.

તે સર્વેને રાજી કરીને બપોરે ચાર વાગે બાપાશ્રી રામપુર પહોંચ્યા. ત્યાં મંદિરમાં ઉતારા કરી તરત જ ગંગામાં સ્નાન કરવા ગયા. સાથે ગામના કેટલાક હરિજનો હતા. ત્યાં વસ્ત્ર ઉતારી સંતોએ સહિત કીર્તન બોલતાં નાહીને પરસ્પર જળ ઉછાળી બાપાશ્રી સૌને મળ્યા. પછી વસ્ત્ર પહેરી નદીના કાંઠા ઉપર સર્વે માનસી પૂજા કરવા બેઠા. જાગૃત થયા ત્યારે હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી.

એ સમયે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “આપણે બધા આંખો મીંચીને માનસી પૂજા કરતા હતા ત્યારે ઓચિંતાનું નદીનું પૂર બે કાંઠે આવ્યું હોય તો કેમ થાય?”

ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! મહારાજની મૂર્તિમાં અખંડ રહેવાનું મળે.”

ત્યારે બોલ્યા જે, “તો તો ઠીક.”

એમ કહી સૌ મંદિરમાં પધાર્યા. રાત્રે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં અમારી મૂર્તિ વિના અક્ષરપર્યંત સર્વે વિસારી દેવું એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ વચનામૃતમાં તો શ્રીજી મહારાજના આશ્રિતને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી, તોપણ કેટલાક પરોક્ષ અવતારમાં જ અટકી પડે છે, તે આવા વચનને સમજી શકતા નથી.

“હમણાં અહીં એક સાધુ આવ્યા હતા. તે વિદ્રાન કહેવાતા હતા, પણ મહારાજને ને અવતારને જુદા જાણતા નહિ તેથી વચનામૃત વાંચે ને સભામાં વાતો કરે જે, ‘મહારાજ ને બીજા અવતાર ક્યાં જુદા છે?’ તેને અમે કહ્યું જે, ‘તમે અમદાવાદનું ૭મું વચનામૃત વાંચો.’ ત્યારે તે કહે, ‘એ તો પાછળથી વચનામૃત થયાં છે. અમારા દેશની પ્રતમાં એ નથી.’ પછી અમે કહ્યું જે, ‘પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વાંચો, એ તો તમારા દેશની પ્રતમાં છે ને?’ ત્યારે તેમણે એ વચનામૃત વાંચ્યું તેમાં ‘જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને એનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી; એકરસ ચૈતન્ય ભાસે છે. તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે; બીજો કોઈ આકાર રહેતો નથી. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ જે પોતે તેમાં અખંડ વૃત્તિ રાખવાથી એવી સ્થિતિ થાય છે’ તેમાં એમ આવ્યું તેથી કાંઈ બોલ્યા નહિ.

“પછી અમે કહ્યું જે, ‘મધ્યનું ૬૨મું વચનામૃત છે તેમાં જેને દાસત્વભક્તિ હોય તેને  પોતાના ઈષ્ટદેવનું દર્શન, તેનો સ્વભાવ તથા તેની જ વાર્તા સાંભળવી ગમે, તે આપણા કયા?’ ત્યારે તે કહે, ‘મહારાજ.’ બીજું શું બોલે!

“પછી અમને પૂછ્યું જે, ‘મહારાજે મંદિરમાં પોતાની જ મૂર્તિઓ કેમ ન પધરાવી ને તે અવતાર કેમ પધરાવ્યા?’ ત્યારે અમે કહ્યું જે, ‘એ તો શ્રીજી મહારાજે પોતે જે લોજ, માંગરોલ આદિમાં અવતાર રૂપે દર્શન આપ્યાં હતાં તે પોતાની જ મૂર્તિઓ પધરાવી છે, તોપણ તેનું ધ્યાન થાય નહિ. ધ્યાન તો મૂળ મૂર્તિ જે સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ એ નામની મૂર્તિઓનું જ થાય; કેમ જે એ કારણ મૂર્તિ છે.

“તે લોયાના ૧૧મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે જે, ‘અમારા આશ્રિતને અમારું જ ધ્યાન કરવું, પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું.’ તેમાં અવતાર-અવતારીની વિક્તિ સમજાવી છે.

“તેમજ છેલ્લાના ૧૬મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, ‘ભગવાનના ભક્તને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંઘાથે જેને પતિવ્રતા જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે તેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ.’ એ વચન પ્રમાણે બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાસ બેસે તો પતિવ્રતાપણું જાય; એટલા માટે એ જ વચનામૃતમાં વ્યભિચારિણીના જેવી તથા પોતાનું નાક કપાય તેવી ભક્તિ કરવાની ના પાડી છે. આવી રીતે મહારાજે વચનામૃતમાં ખુલાસા કર્યા છે તોય આપણે ન સમજીએ તો પછી મહારાજનો મહિમા શું જાણ્યો!’

“પછી તો તે સાધુ સમજી ગયા ને કહેવા લાગ્યા જે, ‘બાપા! મારે તો પંચતીર્થી લેખે લાગી. મેં તો આજ સુધી જેને જેને વાતો કરી છે તેને મહારાજ ને અવતારનું ભેળું ને ભેળું વર્ણન કર્યું છે. તે મહારાજ રાજી થાય તો ઠીક. હું તો એમ જાણતો જે આ સત્સંગમાં કેટલાક અવતાર-અવતારીના જ્ઞાનના ચૂંથણાં કરે છે, તેમાં ભગવાનનો અપરાધ થાય છે. પણ હવે તો મને એમ સમજાય છે જે મહારાજ જેવા છે તેવા ન ઓળખાય તો જ અપરાધ થાય.’

“ત્યારે અમે કહ્યું જે, “મોટા સદગુરુઓએ વાતોમાં જે જે લખ્યું છે તે તો કેટલાક મોટાનો મહિમા ન જાણનારા ને પોતાના ડહાપણના ડોડવાળા એમ કહે છે કે, ‘એ તો વાતોમાં લખયું છે ને!’ એવાને શું સમજાવવું! પણ જો પોતાની બુદ્ધિનો ડોડ મૂકીને મોટાને મન, કર્મ, વચને સેવે ને તેના વચનમાં વિશ્વાસ કરે તો આવી વાત હાથ આવે. શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા ને ગોળ-ખોળ એક કરે તેને બીજું શું કહેવું!

“અ.મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રગટ થવાના છ હેતુ લખ્યા. તેમાં અવતાર તથા અવતારના ભક્તને પોતાની ઉપાસના અને પોતાનું જ્ઞાન આપી પોતાની મૂર્તિને પમાડવાપણું લખ્યું. તે જો અવતાર-અવતારી એક હોય તો એમ મહારાજ શું કરવા કરે! શાસ્ત્ર ભણેલાઓને આવી વાતો કેમ સમજાતી નહિ હોય! અમને તો નવાઈ લાગે છે. શાસ્ત્રમાં શબ્દછળ હોય તથા દ્વિઅર્થી હોય તે મોટા દયા કરી સમજાવે તો ખરા, પણ તે મનાય નહિ તેથી આવી વાતો ન સમજાય.

“સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે, ‘જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ, રાજા ને રૈયતમાં ભેદ, ચન્દ્રમાં ને તારામાં ભેદ.’ એવાં વચન ન સમજાય તેને શું કહેવું?

“અમારા ગુરુ સદ્. નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે જે, ‘આ મૂર્તિને ભજીને તો અનંત કમળાપતિ થાય છે.’

“વળી મહારાજ અમદાવાદના ૭મા વચનામૃતમાં લખે છે કે, ‘મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહિ.’ આમ શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન દયા કરીને પોતાનું મિષ લઈને સમજાવે તોય ન સમજાય તેને શાસ્ત્ર શું કામ કરી દે!

“આવી વાતો કરી તેથી તે સાધુને તો અમારે વિષે હેત બહુ થઈ ગયું. પછી વારે વારે એમ બોલે જે, ‘બાપા! હું તો સાધુ આજ થયો એવું મને લાગે છે.’ આમ મોટાનાં વચન મનાય તો કામ સરે.

“અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે જે, ‘મને મહારાજે એમ કહ્યું જે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી તમને આ દેહમાં રાખીશ.’

“તથા અ.મુ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘અમને સ્વામિનારાયણ ભગવાને કાનમાં છાના મંત્ર ફૂંક્યા છે તેથી મહારાજને જેવા છે તેવા કહીશું.’

“વળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, ‘ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહિ જોડ.’ તથા ‘અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝાં બીજા ઝાકળ.’

“આવી જ રીતે સદ્. નિર્ગુણદાસજી સ્વામી વાતો કરતા તેથી તેમને ઉપાધિ બહુ થઈ હતી. જ્યારે શ્રીજી મહારાજે દર્શન દઈને ધ.ધુ.આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું ત્યારે વાત સમજાણી.

“આગળ મોટા મોટા સંતો જાણતા, પણ જીવ પાત્ર નહિ તેથી જેમ જેમ સમજતા ગયા તેમ તેમ દૃષ્ટાંત આપીને સમજાવતા ગયા. શાસ્ત્રમાં તો અનંત જીવને હળવે હળવે પોતાને વિષે હેત થાય ને મહિમા જણાય તેવાં લખાણ હોય તથા સર્વોપરી વાતો પણ હોય. એ વાત મોટા મુક્ત વિના પોતાની બુદ્ધિબળે સમજવા જાય તેથી ગોળ-ખોળ એક હારે ગણે. તે ઉપર મહારાજ તથા મોટા રાજી ન થાય ને જાણે જે, ‘આને આપણા મહિમાની કે ઐશ્વર્ય-પ્રતાપની ખબર નથી.’ આ તો અલૌકિક અવતાર ને અલૌકિક રીત તે જે જાણતા હોય તે જાણે.

“મહારાજે પંચાળાના ૧લા વચનામૃતમાં એમ વાત કરી છે જે, ‘જ્યારે અક્ષરધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે બીજાં સુખ ઊતરતાથી ઊતરતાં તઈ જાય છે.’ પછી કહ્યું જે, ‘જેવું આ ભગવાનમાં સુખ છે તેવું કોઈને વિષે નથી.’ તે મશાલનું દૃષ્ટાંત દઈ સમજાવ્યું છે.

“માટે મહારાજ તો સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર, એ જેવા એ એક છે. એના આશ્રિત થઈને હવે બીજાં દૃષ્ટાંત ને સિદ્ધાંત મેળવવા બેસીએ તો શું વળે? એ તો કણ મૂકીને કુશ્કા લીધા જેવું થાય. કેટલાક તો વચનામૃત વાંચીને ઊલટા પાછા વળે છે ને કહે છે કે, ‘મહારાજ રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે ને તમે તો મુક્ત ને મહારાજનું ધ્યાન કરવાનું સમજાવો છો.’ તેવાને આવી વાતો ક્યાંથી હાથ આવે! તેવા સાધારણ જીવો ઉપર પણ આપણે દયા રાખવી.”

એમ કહીને બોલ્યા જે, “કેટલાક તો શાસ્ત્રના ભણેલા હોય, પણ મોટાનો વિશ્વાસ ને જોગ વિના અટકીને ઊભા થઈ રહે છે ને કહે છે કે, ‘જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.’ તે સદ્. શુકાનંદ સ્વામીએ હરિવાક્યસુધા સિંધુના અર્થમાં પૂર્વ અવતારનાં સ્થાન મથુરા, દ્વારકા આદિક લખ્યાં છે, તેથી એમ સમજે કે એ સ્થાનની ને એ અવતારની લીલા સંભારવી; પણ અવરભાવ-પરભાવને ન સમજ્યા હોય તેને આવી વાત ક્યાંથી સમજાય? પરભાવમાં તો મહારાજ ને મહારાજના મુક્ત તે અવતાર-અવતારી સમજવાના છે.

“શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે જે, ‘હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું.’ તે જો લખેલું વાંચી પરભાવનો અર્થ ન સમજવો હોય તો મહારાજનું ભગવાનપણું ક્યાંથી હાથ આવે! વચનામૃતમાંથી પણ સમજતાં ન આવડે ને બુદ્ધિબળે વાંચી વિચારે ને મોટાનો વિશ્વાસ ન હોય એ શું સમજે?

“જુઓને! એક ઠેકાણે ‘અમે નરનારાયણ છીએ’ એમ કહ્યું, બીજે ઠેકાણે ‘નરનારાયણને અને અમારે સૂધો મનમેળાપ છે’ એમ લખ્યું. એવી જ રીતે ‘હું ભગવાનના ભક્તનો ભક્ત છું’, ‘તમે મને ભગવાન જાણો છો’, ‘તમારો આચાર્ય, ઉપદેષ્ટા, ગુરુ, ઈષ્ટદેવ એવો જે હું’, તથા ‘નરનારાયણ અમારા હૃદયમાં બિરાજે છે’, ‘અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિર કર્યાં છે’, નરનારાયણ ભરતખંડના રાજા છે’, ‘આ ભગવાનમાંથી સર્વે અવતાર થાય છે’, ‘અક્ષરધામના ધામી તમારી સભામાં બિરાજે છે’, ‘અમારે શ્રીકૃષ્ણને વિષે કોટિગણું હેત છે’, ‘તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ’, એવાં વચન પોતાની મેળે ન સમજાય એટલે વરુણના દીકરાની પેઠે કહે જે, ‘વધુ સમજીશ તો અપરાધ થઈ જશે.’ એમ કહી પરોક્ષ અવતાર ને મહારાજનું એકમેક વર્ણન કરે. તેને બીજું શું કહેવું!

“તે તો સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું જે, ‘સ્વપ્નમાં ઘોડાનો પગ ભાંગ્યો, તે એકસો ઘોડા ઉપર સવારી કરીને ભડાકા કરે ને બધા ઘોડા દોડે ત્યારે તે પગ ઊપડે. તેમ જેને શાસ્ત્રના વચનથી વહેમ બંધાઈ જાય છે, તેને તો મહારાજના મોટા મુક્ત દયા કરીને સમજાવે ને તેના વચનમાં વિશ્વાસ લાવે તો જ સમજાય.” એમ વાત કરી.  II ૨૧ II

 

On the day of Āso Sud 4th, Bāpāśrī took his seat in the temple of Dahīṅsarā after completing his daily routine. At that time, Devrājbhāī came from Rāmpur. He prayed to Bāpāśrī and the saints for visiting his village. Bāpāśrī said to Swāmī Īśvarcharaṇadāsjī, “We have to go to Rāmpur because of Devjībhāī’s request. Moreover, devotees of Goḍpur have also come to take us to their village.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Let us first go to Rāmpur and then we shall go to Goḍpur.” Then kathā of Vachanāmṛt was being read. Khīmjībhāī said, “Bāpā! Since you are going to Rāmpur today, the meals are ready early. Therefore please come to have meals.” After kathā was over Bāpāśrī went to Khīmjībhāī’s house for lunch. After sometime, he came back to the temple and got ready to go to Rāmpur along with the saints and devotees. Then all the devotees of the village came to bid them farewell. Bāpāśrī pleased them all and then Bāpāśrī reached Rāmpur at 4:00 p.m. There they stayed in the temple and immediately went to the Gaṅgā to bathe. Some devotees of the village were with him. There, along with the saints they recited devotional songs, took bath, threw water on one another and Bāpāśrī embraced all. Then all sat for mental worship on the bank of river. When mental worship was completed, devotees performed pūjā of Bāpāśrī and the saints with sandalwood paste, flowers, etc.  Bāpāśrī, showing his favour said, “What would have happened if the river had flooded all of a sudden on both the banks, when we were performing mental worship with our eyes closed?” The saints replied, “Bāpā! We would have got chance to constantly remain in Mūrti.” Bāpāśrī said, “It is all correct.” Saying so all came to the temple. At night, the 51st Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly. In it, it is said that everything upto Akṣar should be forgotten. Bāpāśrī said, “In this Vachanāmṛt followers of Śrījī Mahārāj have been told that nothing excepting Śrījī Mahārāj’s own Mūrti should be given priority. Even then, some do not go beyond former incarnations. They do not understand such words. Recently a saint had come here. He was said to be learned but he did not see any difference between Mahārāj and other incarnations. When he would read Vachanāmṛt, he would say in the assembly, ‘What is the difference between other incarnations and Mahārāj?’ I asked him to read the 7th Vachanāmṛt of Amdāvād Chapter. Then he would say, ‘That Vachanāmṛt has been written after Mahārāj left His body. It is not there in the Vachanāmṛt of Vaḍtāl region.’ Then I asked him to read the 24th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter and to check if it was in the Vachanāmṛt of Vaḍtāl region. He read that Vachanāmṛt. In it, it is said when one achieves a spiritual state because of jñān, Prakṛti-Puruṣa and their creation do not come into his view. He sees brahma pervading everywhere and amidst that brahma he sees Lord’s Mūrti only. For him no other form exists. That Vachanāmṛt further reads that such state is achieved when one constantly keeps his mind in human form of God. Hearing this that sādhu did not speak anything. Then, I told him that in the 62nd Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter, it is said that the one who has devotion to God like a servant, would like to have darśan of his Lord only, he would like only His nature and would like to listen to only his kathā. This means we should like darśan of our God, His nature and His kathā. Who is our Lord? Then he replied, ‘Mahārāj is our Lord.’ What else would he say? Then he asked me, “Why did Mahārāj not install His own Mūrtis in temples and why did He install the forms of incarnations?’ I replied, ‘Śrījī Mahārāj has installed Mūrtis of those incarnations as which He had given darśan to the people in the villages of Loj, Māṅgaroḷ, etc. Even then, one cannot meditate on those Mūrtis. We should meditate on only those Mūrtis which are known as Sahajānaṅd Swāmī, Ghanśyām Mahārāj, Śrī Harikṛṣṇa Mahārāj and Swāmīnārāyaṇa because they are causal Mūrti. In the 11th Vachanāmṛt of Loyā Śrījī Mahārāj has asked His followers to meditate on Him only but not on the incarnations who had manifested before. In it, the difference between other incarnations and the one by whose power all the incarnations are energised is elaborated. In the 16th Vachanāmṛt of Gaḍhaḍā Last Chapter Mahārāj has said, ‘The devotee of God who had darśan of God in a particular form and for which he had developed intense love like a chaste wife will not develop love even for an incarnation of God.’ According to those words, if a devotee has equal faith in Lord Swāmīnārāyaṇa and other incarnations, he is said to have deviated from his status of being as faithful as a chaste wife. Therefore, in the Vachanāmṛt the worship which is like an immoral woman and which brings disgrace is forbidden. Thus, Mahārāj has explained in the Vachanāmṛt, even then if we do not understand, what we have known about the greatness of Mahārāj!’ Then that saint understood and said, ‘Bāpā! My pilgrimage to the five places of pilgrimage seems to be fruitful. So far, whosoever I have given talks to, I have described the incarnations and Mahārāj alike. If Mahārāj pleases, it is well and good. My understanding was that in this Satsaṅg some people unnecessarily go deep into the discussion about incarnations and the supreme incarnation. I felt that through such discusstions they are becoming guilty of God. But now I understand that if Mahārāj is not known as He is, it will be a guilt.’ Then I said, ‘Those who do not know the greatness of muktas and those who are wiseacre say that whatever the great Sadgurus have written on this matter, is mere talks. What is the use of explaining to such persons! But if he gives up his pride of wisdom and associates with muktas through word, deed and mind; and trusts their words, he will understand. We have got Supreme Lord like Śrījī Mahārāj and if one takes Him as an incarnation, what to say of him! Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī has stated six purposes for manifestation of Śrījī Mahārāj. One of the purposes, he says, is to endow His knowledge and upāsanā to the incarnations and their devotees thereby making them able avail His divine form. Had an incarnation and Mahārāj been one and the same, why should Mahārāj say so? I am surprised why such matters are not understood by those who have studied scriptures. In scriptures it may have been written ambiguously. Such ambiguity can be clarified by muktas out of mercy; but we do not take it true. And that is why we cannot understand such talks. Sadguru Guṇātitānaṅd Swāmī wrote that just as an arrow and the archer of the arrow are different, the king and his people are different, the moon and the stars are different; similarly the incarnations and Mahārāj are different. If such words are not understood, what to say of him? In the talks, our guru Sadguru Nirguṇdāsjī Swāmī has written that by worshipping this Mūrti, infinite jīvas have become Viṣṇu. Moreover, in the 7th Vachanāmṛt of Amdāvād Mahārāj has written that He had not seen any other Puruṣottam excepting Himself. Thus, Supreme Lord like Śrījī Mahārāj explains giving His own example by showing mercy on us; even then it is not understood. Then how can scriptures be useful? I gave such talks, so that saint developed much love for me. Then often he would say, ‘Bāpā! It seems that I have become saint today.’ Thus if the words of mukta are believed, the work can be done.”

“Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī has written that he had been told by Mahārāj that unless His form of Puruṣottam is not propagated, he would be kept in that body. Anādi Mukta Sadguru Guṇātitānaṅd Swāmī has said that Lord Swāmīnārāyaṇa has given secret Maṅtra in his ears so he would say about Mahārāj as He is. Moreover, Niṣkulānaṅd Swāmī has said, ‘Dhanya dhanya ā avtārne re, jovā rākhī nahīṅ joḍ’ and ‘Aśaḍhī meghe āvī kryā re zāzā bījā zākaḷ’ (Bravo to this supreme incarnation of God who is second to none and this incarnation is so great that before Him the other incarnations are like dewdrops before torrential rains of full monsoon). Sadguru Nirguṇdāsjī Swāmī also used to give talks on this line, and so he was annoyed by some people. When Śrījī Mahārāj gave darśan to Dharma Dhuraṅdhar Āchārya Śrī Ayodhyāprasādjī Mahārāj and asked to do needful in this matter, then this matter was understood. Formerly great saints knew it but since jīvas were not worthy of it, they would give examples and would explain as and when the devotees started understanding. In the scriptures, it has been written in such a way that jīva will develop love for Him by and by and it will understand greatness and there may be talks about His supremacy. When one tries to understand such matters with his own intellect without the help of great muktas, he is likely to consider Mahārāj and other incarnations at par. Mahārāj and muktas will not be pleased on him and consider him having not known their greatness or supreme powers. This divine incarnation and divine way is known to him who knows it. In the 1st Vachanāmṛt of Pañchāḷā Chapter, Mahārāj has said that when He thinks about the happiness of Akṣardhām, other happiness becomes inferior. Then He said the happiness, which is there in this Lord is nowhere. This is explained by giving the example of differential quantity of the light of a torch. Therefore, Mahārāj is supreme, the cause of all, the support of all and He alone is like Him. After becoming His follower if one goes for searching proof of His supremacy, what can he get? It is like taking husk, leaving grain aside. After reading the Vachanāmṛt some persons object and say, ‘Mahārāj has said to meditate on Lord Kṛṣṇa along with Rādhikā, whereas you say to meditate on Mahārāj and mukta.’ How can they understand such talks? We should also show mercy on such ordinary jīvas.” After saying so Bāpāśrī said, “Some may have studied scriptures but as they have no faith on muktas and have no association with them, they would say, ‘The divine actions which have been performed by various incarnations should be remembered.’ In the Harivākya Sudhā Siṅdhu, Sadguru Śukānaṅd Swāmī has mentioned Mathurā, Dwārkā, etc. which are the places of former incarnations. So some people understand that the divine actions performed at those places and by those incarnations should be remembered. Since they have not understood this point from worldly perspective and from divine perspective, how can they understand such talk? In the divine perspective, we should understand Mahārāj as the cause of incarnations; and His muktas as incarnations. Śrījī Mahārāj writes in Śikṣāpatrī that He meditates on Lord Kṛṣṇa. After reading it if one does not understand its meaning from divine perspective, how can he know Mahārāj as God? One who is not able to understand from the Vachanāmṛt and yet relies on his intellect and has no faith on muktas, what can he understand? Look! At one place Mahārāj has said He is Narnārāyaṇa and at other place He has said to have close relationshiop with Narnārāyaṇa. Similarly there are other instances where He says: I am a devotee of the devotees of God….., You know Me as God….., I, who is your preacher, guru and cherished God….., Narnārāyaṇa resides within My heart….., Knowing Narnārāyaṇa to be My form, I have installed him in the temples which have been built with hundereds of thousands of rupees….., Narnārāyaṇa is the King of Bharatkhaṇḍa….., all the incanations emanate from Me….., The Lord of Akṣardhām resplendently sits amidst you….., I have million times more affection for Śrī Kṛṣṇa than for other incarnations….., Mūrti which is amidst divine luminescence is I Myself. Such words cannot be understood on one’s own. Like the son of Varuṇa they caution others, “Do not understand Mahārāj too great lest it would amount to hurting Mahārāj.” Saying so, they would describe previous incarnations and Mahārāj as one. What more can be said of them! Sadguru Guṇātitānaṅd Swāmī has said, “If a horse does not rest its one foot on ground with a fallacy that it has broken its foot in dream, it would walk normally only when one hundred horses are made run beside it and gunshots are fired by those hundred horsesmen.” Similarly the one who, because of reading scriptures, is doubtful about the supremacy of Mahārāj, will understand only when Mahārāj and muktas explain him by showing their mercy and when he keeps faith in their words.” || 21 ||