Gujarati / English

આસો સુદ-૬ના રોજ શ્રી ગોડપુરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ શ્વેતવૈકુંઠદાસજી અમારા પુરાણી છે. તે મહારાજની કથારૂપી અમૃતરસ પીવરાવે છે.”

પછી સંતોને કહ્યું જે, “તમે તો મોટા ધનાઢ્યને ઓળખો અને બોલાવો. અમને ગરીબને કોણ બોલાવે!”

ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! તમે ગરીબ ખરા, કેમ કે જીવ જીવ પ્રત્યે મહારાજ ભેળા લકાઈ રહ્યા છો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સંત આટલા થોડાક જ છે તોપણ સદાય રાખવા હોય તો ન રાખી શકાય. અને ગૃહસ્થ એક ઘરમાં દશ-વીશ માણસ હોય તેનું સદાય પોષણ કરે. એમ ઘરમાં બંધાઈ રહ્યા છે. તે સર્વેને છોડાવવા આવ્યા છીએ. મહારાજે દેહોત્સવ કર્યો તે સાલને અને અમારે હવે બે વર્ષનું છેટું છે. એટલે કે અમને ચોરાસી વર્ષ થયાં.”

પછી સ્વામી વૃંદાવનદાસજી બેઠા હતા ત્યાં સૂર્યનો તડકો આવવાથી એકકોર ખસીને બેઠા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સૂર્યનું તેજ ઝીલાતું નથી તો ધામનો પ્રકાશ કેમ ઝીલશો? લાડકીબાઈને તેજ ન ઝીલાણું પછી મહારાજે સામર્થી આપી ત્યારે ઝીલાણું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ સ્વામી જેવાને તેજ ન નડે.”

પછી સૌ હરિભક્તોની પ્રાર્થનાથી ઘેરઘેર પધારી દર્શન દઈ બાપાશ્રીએ સૌને આનંદ પમાડ્યો.

તે જ દિવસે બપોરના સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “નંદ રાજાને નાણું કાંઈ કામ આવ્યું નહિ. તેમ આ સંત નિર્ભય નાણું છે. તે મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને નંદ રાજા જેવું થશે. આ સંત અક્ષરધામથી પરના એટલે કે મૂર્તિમાં રહેનારા છે, તોપણ કેટલાક બાળક જેવા છે તે સમજી શકતા નથી. ભુજમાં અમે સવારે જાગ્યા ત્યારે શ્રીજી શ્રીજી કરતા હતા ત્યારે એક સાધુએ અમને કહ્યું જે, ‘અત્યારમાં ઊઠીને સિદ્ધિ સિદ્ધિ શું કરો છો?’ એવા ડાહ્યા છે. તે સત્સંગમાં શું સમાસ કરતા હશે?”

પછી વાત કરી જે, “આપણે પ્રકૃતિના કાર્યમાં કાંઈ જોવું નહિ જે આમ બોલ્યા કે આમ બોલ્યા. શબ્દો તો વૈરાજના કરેલા છે તે સામું જોવું નહિ. કોઈક કોઠારું કરે, કોઈક ભંડારું કરે, કોઈક મહંતાઈ કરે, પણ આવા સંત ક્યાંથી મળે! આ સંત કરે તે કામ કોઈ ન કરે. એવા સંત આપણે ઘેર આવી બેઠા છે.”

પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની પ્રશંસા કરી લાલશંકરભાઈ સામે હાથ કરીને કહ્યું જે, “આ પ્રથમ ચિત્તા જેવા આકળા હતા, પણ એ બ્રહ્મચારીએ પકડીને હાથ કરી લીધા છે તે અત્યારે ‘હા બાપા, હા બાપા’ એમ કરે છે અને સંત-હરિજનનો મહિમા જાણે છે તે આજ જ્ઞાને કરીને બ્રહ્મરૂપ થઈ ગયા તેથી કેડે કેડે ફરે છે; જેમ કહીએ તેમ કરે છે.

“જો પ્રકૃતિના કાર્યમાં ઊભા રહીએ તો મૂર્તિ ક્યાંય જાય. વૈરાજ તો આંહીં કુટાય છે. આ બ્રહ્મરૂપ સંત બેઠા છે તે ક્યાં મળે! આ મહાપ્રભુજીની મૂર્તિ ક્યાં મળે! માટે કોઈનો શબ્દ ન લાગે અને કોઈનો અવગુણ ન આવે. ‘મેરે તો તુમ એક આધારા, તુમ બિન સબ જગ જરત અંગારા.’ એથી એ આઘો નીકળી ગયો. તેને શબ્દ ક્યાં લાગે! આવડા સ્વામિનારાયણ ભગવાન મળ્યા. તે જુઓને કેવડા! જેવડા સમજશું તેવડા! તોય અપાર ને અપાર.”

એમ કહી પછી બોલ્યા જે, “તમે પંડિત તો મહારાજને પ્રકૃતિથી આઘા સમજવા દેશો નહિ. અરે! તમે મારી દેશો. પ્રકૃતિના કાર્યમાંથી ઉત્પન્ન થયેલ તેને પણ તમે ભગવાન માનો છો, એવી સમજણમાં શું પાકશે? જુઓ એ વિદ્રાન! આજ આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તેવા બીજા કોઈને મળ્યા નથી.”

બપોરે ગોડપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “અહીં ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ આવ્યા હતા. તે અહીંના સત્સંગીને મઠની ખીચડી ખાતાં જોઈને કહ્યું જે, ‘એ ખીચડી મારે પણ ખાવી.’ પછી અમે કહ્યું જે, ‘મહારાજ! તમને નહિ સદે.’ તોપણ ખાધી તેથી ફેરો થઈ ગયો.”

પછી સ્વામી વૃંદાવનદાસજી કહે કે, “કોઠો ન પડ્યો હોય તેને નડે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “જો જમાય તો કોઠો પડે. અમે નિત્ય મઠ જમીએ છીએ અને મૂર્તિનું સુખ ભોગવીએ છીએ, માટે મૂર્તિ ન મૂકવી. મૂર્તિ રહે તો સર્વે રહ્યું. સમજણ વિના તો આવા સંત આવે અને એક જ દિવસ રહે તોપણ ઝાઝું થઈ પડે; પોતે તો પચાસ વરસ રહીને કેટલુંય ખાઈ ગયો હોય, પણ આવા સંતને એક દિવસ જમાડવા કઠણ થઈ પડે.”

પછી સ્વામી બોલ્યા જે, “આજ જેવું સુખ આવે છે તેવું મૂર્તિમાં આવતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં તો સુખ અપાર છે. આપણે તેનું વર્ણન કરવું, પણ વૈરાજના શબ્દોનું આપણે કામ નહિ.”

ત્યારે સંતે પૂછ્યું જે, “વૈરાજના શબ્દ વિના બોલવું શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવા સંતના મુખે શ્રીજી મહારાજ પોતે બોલે છે. વૈરાજ બિચારો શું બોલશે અને શું કરશે? જીવા ખાચરને ઘેર કૂડિયાં ગવાતાં હતાં એટલે શ્રીજી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા તે સુખપુર ગયા; ત્યાં પણ એવો ને એવો જ વિવાહ હતો. ત્યાંથી ચાલ્યા તે કુંડળની ભાગોળે થઈને અરધી રાત્રે જતા હતા ત્યાં મામૈયો પટગર ઘરમાં રહ્યો થકો ‘હે સ્વામિનારાયણ બાપા!’ એમ બોલ્યો, ત્યારે શ્રીજી મહારાજ તુરત દર્શન આપીને બોલ્યા જે, ‘હા બાપા.’ એમ સંત બોલાવે તોપણ બોલે અને સંતને મુખે પણ બોલે. વૈરાજ તો ક્યાંય ભાગી જાય; તેનું કાંઈ કામ પડે નહિ. એના શબ્દમાં શું માલ છે? માટે મૂર્તિ ન ભૂલવી. મૂર્તિમાં રહીએ તો મહારાજ જ બોલે. માટે વૈરાજનું ખાતું પડ્યું મૂકવું, એને સાચું ન માનવું.”

પછી સભાને કહ્યું જે, “સત્સંગીઓ! આ વાતો સમજાય છે કે તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય છે?”

એમ કહીને બોલ્યા જે, “આ સત્સંગી બધાય વિશ્વાસી છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “સાચી વસ્તુ ન ઓળખાય અને બધે વિશ્વાસ કરે તો કેમ થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો મરવા જેવું થાય. સાધુને પણ ઓળખવા ખપે. આવા મોટા સાધુ સાથે હેત કરવું અને વિશ્વાસ પણ આવાનો જ કરવો.”

એમ વાત કરીને કથાની સમાપ્તિ કરી. પછી ત્યાંથી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી નારાયણપુરના હરિજનોને દર્શન દઈને વૃષપુર પધાર્યા.  II ૨૩ II

 

On the day of Āso Sud 6th, Bāpāśrī showing his favour, talked in the temple of Goḍpur. He said, “This Śvetvaikuṇṭhdāsjī is our Purāṇī. He gives you nectar in the form of kathā of Mahārāj.” Then he told the saints, “You keep relationship with and welcome wealthy people; but who will call a poor man like me?” The saints said, “Bāpā! You are indeed poor because you reside along with Mahārāj in every jīva.” Bāpāśrī said, “These saints are very few but if you want to keep them always you cannot keep them. Whereas, in the case of a householder there may be ten to twenty family members in his house, even then he always nourishes them. Thus, he is strongly attached to his house. I have come to make all of them free from such attachment. Now I have completed eighty four years and after two years it will be a hundred years that Mahārāj left for His Akṣardhām.” Then Vṛṅdāvandāsjī Swāmī moved a little from the place where he was sitting because of sunshine. Bāpāśrī said, “You are unable to bear the lustre of the sun, then how will you be able to bear the lustre of Akṣardhām? Lāḍkībāī could not bear the light so Mahārāj gave her capacity and then she was able to bear the lustre.” Then Swāmī Īśvarcharaṇadāsjī said, “The lustre cannot affect the person like this Swāmī.” Then being praised by all the devotees, Bāpāśrī went from house to house, gave darśan and pleased them. On the very day in the afternoon Bāpāśrī, showing his favour, talked in the assembly. He said, “The wealth King Naṅda had proved eventually to be of no use. The same will happen to everybody. These saints are above Akṣardhām, i.e., they dwell in Mūrti. Even then some do not understand these saints to be so because of their childish intellect. Once I had been in Bhuj where after waking up in the morning I started reciting ‘Śrījī, Śrījī.’ Hearing this a sādhu rebuked me by saying, “Why are you reciting ‘siddhi, siddhi’ so early in the morning?” Such immature was his understanding. What can they give to the Satsaṅg? We should not bother about the creation of Prakṛti and what others say, because the words are produced from Vairāj. Some sādhus engage themselves in handling the store of a temple, some in handling the kitchen of atemple and some in being the chief of a temple; but where can we get saints like these? The work, which these saints do, cannot be done by anyone. Such saints have come to our house.” Then Bāpāśrī praised Brahmachārī Nirguṇānaṅdjī.  Then pointing at Lālśaṅkarbhāī, Bāpāśrī said, “He was very hot tempered like a leopard, But Brahmachārī Nirguṇānaṅdjī made him calm and cool. Now he has become very polite and uses polite words and knows the greatness of the saints and devotees. He has become the form of Brahma with this knowledge and follows me everywhere and does as he is told to do. If we get ourselves caught in the work of Prakṛti, the memory of Mūrti will be lost. Vairāj is unable to get Mūrti, as he is concerned with the work of Prakṛti. Where can we get such saints who are the form of Brahma? Where can we get Mūrti of Mahāprabhujī? Therefore, we should not care for anybody’s word nor should we find any one’s fault. ‘Mere to tum ek ādhārā, tum bin sub jag jharat aṅgārā.’ (Only You are my support; without You the whole world is like a burning coal).  If one has this understanding, one will not be affected by words. We have got such great Lord Swāmīnārāyaṇa. How great He is! He is as great as we understand Him. Even then, He is beyond our thinking. Then Bāpāśrī told a scholar, “You will not allow Mahārāj to be understood above Prakṛti. You will do great harm. You believe even the creation of Prakṛti as God. What can be gained by such understanding? We have met Lord Swāmīnārāyaṇa whom no one else has met.”

          In the afternoon Bāpāśrī talked in the assembly of Goḍpur temple. He said, “Dharma Dhuraṅdhar Āchāryaśrī Puruṣottamprasādjī Mahārāj had once come here. He saw satsaṅgīs eating khīchaḍī made of maṭh. He wanted to eat the same khīchaḍī. Despite I advised him that it would not suit his health, he ate it so he caught diarrhoea.” Then Vṛṅdāvandāsjī Swāmī said that that khīchaḍī cannot be digested by all.” Bāpāśrī said if one takes it regularly it will suit to one’s digesting system. I daily eat maṭh and enjoy the bliss of Mūrti. Therefore, Mūrti should not be given up. If Mūrti is with us, everything is with us. For one who is without understanding, if such saints come and stay even for a day, it will be more than enough. He might have eaten a lot during his life span of fifty years; but to feed such saints even for a day, will be difficult for him.” Swāmī asked, “Does the same happiness which we get today come from Mūrti?” Bāpāśrī said, “The bliss in Mūrti is limitless. We should describe that bliss alone. We are not concerned with the words of Vairāj.” A saint asked, “What can be spoken without using the words of Vairāj?” Bāpāśrī said, “Śrījī Mahārāj Himself speaks through the medium of such saints. What can Vairāj do or what will that poor fellow speak? Once at Jīvā Khāchar’s house marriage songs were being sung so Śrījī Mahārāj left the place and went to Sukhpur. There also was a marriage ceremony so He started from there. When He was passing through outskirts of village Kuṇḍaḷ in the midnight, Māmaiyā Paṭgar of Kuṇḍaḷ was in his house and he recited ‘Oh Swāmīnārāyaṇa Bāpā!’ When he said so, Śrījī Mahārāj immediately responded and gave him darśan. Thus if a saint calls He will also speak and also speaks through the medium of saints. Vairāj has no role in it. His words have no value. Therefore do not forget Mūrti. If we dwell in Mūrti, Mahārāj Himself will speak. Therefore, the creation of Vairāj should not be cared for and we should not believe it real.” Then Bāpāśrī asked the assembly, “O satsaṅgīs, do you understand this talk or make no head or tail of it?” Saying so he said, “All these satsaṅgīs have full trust in me.” Swāmī Īśvarcharaṇadāsjī said, “What would happen if one does not recognise the real thing and keeps trust everywhere?” Bāpāśrī replied, “It will be dangerous for him. We should use discrimination in recognising saints. One should love such great saints and should put full trust on them.” Saying so, Bāpāśrī concluded the kathā. From there Bāpāśrī along with the saints and devotees gave darśan to the devotees of Nārāyaṇapur and came to Vṛṣpur. || 23 ||