Gujarati / English

આસો સુદ-૯ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૪૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવાની વાત આવી.

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરીએ, પણ મુક્ત તો મૂર્તિમાં રહ્યા હોય તેમને શી રીતે રાજી કરવા?”

પછી બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રહેલા મુક્તને જુદા રાજી કરવા ન પડે; એ તો મહારાજ ભેળા રાજી થાય. એટલે મહારાજને રાજી કરવાથી એ રાજી થઈ ગયા એમ જાણવું. પરમ એકાંતિક મુક્ત તથા સાધનદશાવાળા એકાંતિકને રાજી કરીએ તો તે ભેળા મહારાજ રાજી થાય.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “દાસત્વપણું આવે તો મૂર્તિમાં રહેવાય.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ સર્વેને મૂર્તિમાં રખાવજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારુ મહારાજ!” એ વર આપ્યો.

રાત્રે સભામાં છેલ્લા પ્રકરણનું ૨૭મું વચનામૃત વંચાતું હતું તેમાં ભગવાનની અલૌકિક સુખમય દિવ્ય મૂર્તિમાં સર્વે પ્રકારે જોડાવું એમ આવ્યું.

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “સર્વે પ્રકારે તે કેમ સમજવું?”

પછી બાપાશ્રી બોલ્યા જે, “એક દેશમાં ન રહેવું; સર્વ દેશમાં રહેવું. નખશિખ મૂર્તિમાં ચારે દિશે એટલે સર્વત્રપણે જોડાવું. મૂર્તિથી બહાર ન રહેવું; સળંગ મૂર્તિમાં રહેવું.”

ત્યારે વળી પુરાણીએ પૂછ્યું જે, “પરમ એકાંતિક તો મૂર્તિની સમીપે રહે છે, પણ મૂર્તિની અદંર રહેલા મુક્તને સન્મુખ કેવી જાણવું?”

પછી બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં સળંગ રહ્યા થકા સમગ્ર મૂર્તિને એકકાળાવછિન્ન દેખે છે એમ સન્મુખ જાણવું.”

પછી વચનામૃતમાં એમ આવ્યું જે માને કરીને પડી જાય છે એવા કામે કરીને પડતા નથી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘સાધન સર્વે માન બગાડે પળ વિષે.’ માનીને માન બધુંય બગાડે. કદાચ કામી હોય તો નભ્યો જાય, પણ માનીને જોખો મોટો છે; કેમ જે કોઈ મોટા સંત-હરિભક્ત પ્રકૃતિને મરોડે ત્યારે માનરૂપ દોષને લીધે તેના અવળા સંકલ્પ થયા કરે. માટે માનીને એવા સંકલ્પ થાય એ જોખો મોટો છે, કારણ કે એમાંથી જીવનું બગડે.”

એમ વાત કરતા હતા ત્યાં બાપાશ્રીના પૌત્ર જાદવજી બાજરાનો પોંક લાવ્યા તે ઠાકોરજીને જમાડી સંત-હરિભક્તો સૌને પ્રસાદી વહેંચીને બોલ્યા જે, “માવતર હોય તે પહેલું છોકરાને જમાડે ને વધે તો પોતે જમે અને ન વધે તો ભૂખ્યા રહે.”

એમ કહીને બોલ્યા જે, “હાથ ખલ્લા તો દે અલ્લા.”

પછી સંતોને કહ્યું જે, “આપણે તો એક સ્વામિનારાયણ ભગવાનમાં વળગી રહેવું, એટલે આનંદના ઢગલા; મૂર્તિમાં રસબસ રહેવું.”

પછી આશાભાઈને પૂછ્યું જે, “તમે આત્મા, અનાત્મા અને પરમાત્માને ઓળખો છો? જો ઓળખતા હો તો બતાવો.”

ત્યારે આશાભાઈ બોલ્યા જે, “મહારાજના તેજથી ઓરું બધુંય અનાત્મા અને મહારાજનું તેજ તે આત્મા અને મહારાજ તે પરમાત્મા.”

ત્યારે બાપા બોલ્યા જે, “આ તો સિદ્ધ થઈ ગયો.”

એમ કહીને બોલ્યા જે, “જેને ખરી સિદ્ધદશા આવે તે તો એક મહારાજને દેખે; બીજું કાંઈ એને હોય નહિ. કેટલાક સમાધિને અધિક કહે છે, પણ એ ઉત્તમ માર્ગ નથી; તે તો સકામ કહેવાય. એને ઐશ્વર્યનું રહે, જોયાનું રહે. માટે સિદ્ધદશા તે અખંડ સમાધિ કહેવાય અને તે ઉત્તમ છે. તે જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ જુએ, બીજું કાંઈ દેખે જ નહિ. જો એમ ન સમજાય તો લાડકીબાઈ તેજ જોઈને ચીસો પાડવા મંડ્યાં ત્યારે મહારાજે કહ્યું જે, ‘એક મૂર્તિ જુઓ, ભાટનો દેહ ને બીજી વસ્તુ નથી.’ પછી મૂર્તિ જોઈ તો આનંદ આનંદ થઈ ગયો. એવી રીતે ગોરધનભાઈ પણ મૂર્તિ વિના બીજું દેખતા જ નહિ. પાણી જોવા મોકલ્યા તો કહે જે, ‘નથી.’ એવી સ્થિતિવાળા એક મૂર્તિને જ દેખે, ઘોડે ચડેલા દેખે, હરતાં ફરતાં દેખે, એમ મૂર્તિ વિના બીજું કાંઈ દેખે જ નહિ. હાથી, રથ, ઘોડા, વિમાન તે તો થોડીવારમાં અદૃશ્ય થઈ જાય; પછી કાંઈ હોય નહિ. ગોરધનભાઈને તો મીઠું ને સાકર બે જમાડ્યા તે એક થઈ ગયું. તે અખંડ સમાધિ કહેવાય. ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ દૂધપાકમાં અજાણમાં મીઠું નાખેલ તે જમી ગયા; બીજા સર્વેને ખારું લાગ્યું. એ તેથી ઉત્તમ સમાધિ કહેવાય. એ સમાધિમાં કાંઈ વિઘ્ન આવે નહિ.”

એમ કહી વાર્તાની સમાપ્તિ કરી.  II ૨૭ II

 

In the morning of Āso Sud 9th, the 45th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read in the assembly. In it, it is said that one should please God and His devotees. Purāṇī Keśavpriyadāsjī asked, “We can please God and His devotees, but how can we please muktas who dwell in Mūrti?” Bāpāśrī replied, “It is not necessary to separately please muktas dwelling in Mūrti because they get pleased along with Mahārāj. So, if we please Mahārāj they get pleased. If we please param ekāṅtik muktas and seekers, Mahārāj get pleased along with them. If we consider ourselves as servant, we can dwell in Mūrti.” Then Swāmī Īśvarcharaṇadāsjī said to Bāpāśrī, “We request you to keep us all in Mūrti.” Giving this boon, Bāpāśrī said, “All right Mahārāj!”

          The 27th Vachanāmṛt of Gaḍhaḍā Last Chapter was being read at night in the assembly. In it, it is said that one should join in every way to divine and blissful Mūrti. So Purāṇī Keśavpriyadāsjī asked, “What does it mean by ‘in everyway’?” Bāpāśrī replied, “It means that one should not join Mūrti in a particular part of It; we should join It with all parts. One should join Mūrti from bottom to top and from all sides. We should not remain outside Mūrti. We should completely dwell in Mūrti.”

          Purāṇī asked again, “Param ekāṅtiks live in front of Mūrti but how to understand that muktas dwelling inside Mūrti are in front of It?” Bāpāśrī replied, “While dwelling constantly in Mūrti they see the whole Mūrti without a break in time. This means that they are in front of it.” Then in that Vachanāmṛt, the point was that for a devotee to fall from the Satsaṅg because of pride is more likely than because of lust. Bāpāśrī said, “One may be doing all the spiritual means, but pride spoils all his efforts in a minute. One having pride spoils everything because of his pride. If one is lustful, he can be tolerated but the one having pride cannot be trusted. This can be seen when great saints or devotees try to change such a person’s nature, he will think ill of them because of his pride. Therefore, this is the danger for the one having pride because by such thoughts his life is likely to be spoiled.” While Bāpāśrī was talking thus, his grandson Jādavjībhāī brought baked millet which was then offered to Ṭhākorjī. After distributing the baked millet as prasād among the saints and devotees, Bāpāśrī said, “Parents feed their children first and they would eat if there is something left over, and if there is nothing left over they remain hungry. ‘Hāth khallā to de Allā’ (if our hands are empty because of giving to others, God will fill them). We should stick only to Lord Swāmīnārāyaṇa, so there are heaps of joy. Remain engrossed in Mūrti.” Then he asked Āśābhāī, “Do you know ātmā, anātmā and Parmātmā? If you know, show me.” Āśābhāī replied, “Whatever is inferior to the luminescence of Mahārāj is anātmā and the luminescence of Mahārāj is ātmā and Mahārāj Himself is Parmātmā.” Bāpāśrī praisingly said, “You seem to have become a realised. The one who is realised sees only Mahārāj –he has not anything else. Some say that samādhi is better but it is not better. Desires for worldly objects and heavenly powers still persist in one who goes into samādhi. Therefore, the realisation of God is called continuous samādhi and it is the best. Wherever he sees, he sees Mūrti, but does not see anything. As it was not  understood thus by Lāḍkībāī, when she was sent into samādhi she started screaming on seeing luminescence. Then Mahārāj said, “See only Mūrti; neither your body which is produced in Bhāṭ caste nor anything else does exist.” Similarly, Gordhanbhāī did not see anything else except Mūrti. When he was sent to look for water, he said that it was not there. Man with such state sees only Mūrti, he may also see Mūrti riding on horseback, or moving about. Thus, he does not see anything except Mūrti.  Elephants, chariots, horses, celestial planes, etc. disappear in a moment and there remains nothing except Mūrti. Mahārāj made Gordhanbhāī eat salt and sugar, taste of which was felt same by him. It is called constant samādhi. Dharma Dhuraṅdhar Āchāryā Śrī Ayodhyāprasādjī ate dūdhpāk which instead of being sweet was salty because somebody had unknowingly added salt to it. All others tasted it salty. Such samādhi is the best one. No hurdle can disturb this samādhi.” Saying so, Bāpāśrī concluded his talk. || 27 ||