Gujarati / English

આસો વદ-૧૧ને રોજ સવારે વચનામૃતની કથા થતી હતી. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! શ્રીજી મહારાજ છપૈયે પ્રગટ થયા ને ગઢપુરમાં અંતર્ધાન થયા એ બે ધામમાં અધિક ધામ કયું જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂળીવાળા સદગુરુ હરિનારાયણદાસજી સ્વામીની છપૈયે બદલી થઈ હતી ને ઘનશ્યામ મહારાજની સેવા કરતા. ત્યાં તેમણે બધાં વચનામૃત કંઠે કર્યા હતાં. તેમને એવો સંકલ્પ રહેતો કે છપૈયા અધિક કે ગઢપુર અધિક? પછી શ્રીજી મહારાજે રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપ્યાં તે સાથે અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ તથા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક ઘણા સંતોની મોટી સભા થઈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘તમારે શું પૂછવું છે? પૂછવાનું હોય તે પૂછો.’ ત્યારે તેમણે ‘આ બે ધામમાં અધિક ધામ કયું?’ એમ પૂછ્યું. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા જે, ‘ગઢપુર અધિક.’ પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘એમાં તમે ન જાણો, આ છપૈયા અધિક; કેમ જે ભગવાનનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હોય તે ધામ તુલ્ય બીજું ન કહેવાય.’ પછી શ્રીજી મહારાજે ઊભા થઈને સ્વામી હરિનારાયણદાસજીને કહ્યું જે, ‘ચાલો, અમારું જન્મસ્થાન બતાવીએ.’ પછી સભામાંથી બન્ને ઊઠીને ચાલ્યા તે આગળ શ્રીજી મહારાજ ને પાછળ સ્વામી ચાલ્યા; તે જ્યાં પોતે પ્રગટ થયા હતા ત્યાં ઊભા રહીને કહ્યું કે, ‘આ સ્થાને અમે પ્રગટ થયા હતા. આ સ્થળે ધૂળની ઢગલી કરો અને આ જગ્યાએ અમારું જન્મસ્થાન કરાવજો.’ એમ કહીને મહારાજ તથા સંતની સભા અદૃશ્ય થઈ ગઈ.” એમ વાત કરી.

પછી જેતલપુરનું ૧લું વચનામૃત વાંચ્યું. તેમાં એમ આવ્યું જે, સો મનુષ્ય માને, હજાર મનુષ્ય માને, લાખ મનુષ્ય માને; ક્યારેક બ્રહ્મા જેવો, શિવ જેવો, ઈન્દ્ર જેવો થાય તેણે કરીને મોટપ માને નહિ. આત્મા વડે અને સંતના સમાગમે કરીને મોટપ છે એમ આવ્યું. પછી સંતની મોટપ આવી.

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “પહેલી આત્મા વડે કરીને મોટપ કહી તે આત્મા કયો જાણવો? પછી સંતની આત્મનિષ્ઠાએ કરીને મોટપ છે, એમ કહ્યું તે આત્મનિષ્ઠા કઈ જાણવી?”

પછી બાપાશ્રી બોલ્યા જે, “પહેલી સાધનદશાવાળાને આત્મા વડે કરીને મોટપ કહી તે પોતાને શ્રીજી મહારાજના તેજરૂપ માનવું, તે આત્મા જાણવો. અને સંતને આત્મનિષ્ઠા કહી તે આત્મા જે શ્રીજી મહારાજ તે શ્રીજી મહારાજમાં નિષ્ઠા કહેતાં સ્થિતિ તે આત્મનિષ્ઠા જાણવી.”

પછી વાત કરી જે, “તમે સર્વે મહારાજની મૂર્તિમાં રહ્યા છો. માટે મૂર્તિમાં રહ્યા છીએ અને ક્રિયા મૂર્તિ જ કરે છે, એમ જાણજો.”    II ૨૯ II

 

 

In the morning of Āso Vad 11th, the kathā of Vachanāmṛt was being read. At that time Swāmī Īśvarcharaṇadāsjī asked, “Bāpā! Śrījī Mahārāj manifested in Chhapaiyā and became invisible from Gaḍhpur. Out of these two, which one should be considered holier?” Bāpāśrī replied, “Sadguru Harinārāyaṇdāsjī Swāmī of Muḷī was transferred to Chhapaiyā. He used to serve Ghanśyām Mahārāj. There he had memorised all Vachanāmṛts. He also wondered whether Chhapaiyā was holier or Gaḍhpur. Then one night, Śrījī Mahārāj gave him darśan in dream along with a large assembly in which were present Ayodhyāprasādjī Mahārāj, Raghuvīrjī Mahārāj and the saints like Muktānaṅd Swāmī, Gopālānaṅd Swāmī, Nityānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, etc. Then Śrījī Mahārāj said, “What do you want to ask? Ask whatever you want to ask.” They asked, “Which of the two places is holier?” Raghuvīrjī Mahārāj said that Gaḍhpur was holier. Nityānaṅd Swāmī said, “You have no knowledge of it. Chhapaiyā is holier because the place where God manifested cannot be compared with any other place.” Then Śrījī Mahārāj got up and said to Swāmī Harinārāyaṇdāsjī, “Come with Me; I am showing you My birthplace.” Both of them got up from the assembly. Śrījī Mahārāj walked ahead and Swāmī followed Him. Mahārāj stopped where He had manifested and said, “I had manifested here. Make a heap of dust here and build a memorial on this spot.” Saying so, Mahārāj and the whole assembly of saints disappeared.”

Then the 1st Vachanāmṛt of Jetalpur was read. In it, it is said that one should not take oneself to have become great even if he happens to be  respected by hundreds of persons or by thousands persons or by  hundreds of thousands of persons; or even if he happens to become like Brahmā, Śiva, or Īṅdra. Greatness is lies in behaving as soul and in association of saints. Then there was a topic about the greatness of saints. Purāṇī Keśavpriyadāsjī asked, “Here, at first it is said that greatness is because of soul- which soul should be known as that soul? Then it is said that greatness of a saint is because of establishment in soul- which is that soul?” Bāpāśrī replied, “The greatness which is mentioned first refers to the greatness of a seeker because of his soul. He should believe himself as a form of luminescence of Śrījī Mahārāj. That luminescence should be known as the soul; whereas a saint’s establishment in soul refers to establishment in Śrījī Mahārāj- who is the soul.” Then Bāpāśrī said, “You are all in Mūrti. Therefore, we are in Mūrti and all our actions are done by Mūrti Himself- know it thus.” ||29 ||