Gujarati / English

સંવત ૧૯૮૩ના ફાગણ સુદ-૧૧ને દિવસે કરાંચીના શેઠ સાંવલદાસભાઈ સરસપુર આવ્યા. ત્યાં એક દિવસ રહી બાપાશ્રીને કરાંચી તેડી જવા સ્વામી ઈશ્વરચરણદાસજીને વિનંતી કરી કહ્યું કે, “તમે ભેળા ચાલો ને બાપાશ્રીને તેડી કરાંચી પધારો; કેમ કે લાલુભાઈ આદિક ત્યાંના હરિભક્તોના આગ્રહથી હું તેડવા આવ્યો છું.” એવી રીતે પ્રાર્થના કરી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળને સાથે લઈ વૃષપુર જાવા તૈયાર થયા.

સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું કે, “તમો સાથે ચાલો.”

ત્યારે સ્વામી કહે, “તમે વૃષપુર જાઓ. બાપાશ્રી કરાંચી પધારશે તો હું કરાંચી જરૂર આવીશ. તમો તારથી ખબર આપજો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે ભુજ ગયા, ઠાકોરજીનાં દર્શન કરી ત્યાંના સંતોને કહ્યું કે, “બાપાશ્રીને કરાંચી તેડી જવા આ હરિભક્ત આવેલા છે.”

ત્યારે તેમણે કહ્યું કે, “બાપાશ્રીનું શરીર કાંઈક નરમ રહે છે. તે આવશે કે કેમ?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “ત્યાં જાઈએ, દર્શન કરીએ, પછી જેમ બાપાશ્રીની મરજી હશે તેમ કરશું.” એમ કહી સ્વામીશ્રી સંતોએ સહિત વૃષપુર જવા તૈયાર થયા.

તે વખતે સાંવલદાસભાઈએ તો ભુજથી માંડવી સુધીનું ભાડું ઠરાવી મોટર સાથે લીધી ને વૃષપુર આવી બાપાશ્રીનાં દર્શન કરી સૌએ દંડવત કર્યા. તે સૌને બાપાશ્રી મળ્યા. સ્વામીશ્રીએ તરત કરાંચી પધારવા પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ તો ના કહી અને કહ્યું કે, “મારે શરીરે સારું ક્યાં છે? તમે ઉતાવળા થઈને આવ્યા, ખબર પણ આપ્યા નહિ.” વગેરે વાતો કરી.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! બીજી વાતો આપ ભલે કરો, પણ આ સાંવલદાસભાઈ મોટર સાથે લઈને આવ્યા છે. તે કરાંચી આવવું પડશે.”

તે વખતે પોતે નહિ આવી શકાય એમ કહેતા હતા, પણ સ્વામીશ્રી તથા સાંવલદાસભાઈની પ્રાર્થનાથી પછી હા પાડી. પોતાના પૌત્ર તથા સ્વામી આદિ સંતો અને સાથે આવવાની ઈચ્છાવાળા હરિભક્તો (સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, હરિજીવનદાસજી, કુબેર ભક્ત, મોતીભાઈ, આશાભાઈ, સાંવલદાસભાઈ, બાપાશ્રીના પૌત્ર માવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ તથા શિવલાલભાઈ, મોહનભાઈ) આદિને સાથે લઈને ફાગણ સુદ-૧૫ને રોજ સવારે મોટરમાં બેસી બાપાશ્રી માંડવી પધાર્યા.

ત્યાંના હરિભક્તોને ખબર પડવાથી સમુદ્રના કાંઠા ઉપર સૌ દર્શને આવ્યા, તે સર્વને મળી સ્વામી વૃંદાવનદાસજીને કરાંચી આવવા તાર કરાવી આગબોટમાં બેસી ફૂલડોલના દિવસે બાપાશ્રી કરાંચી પધાર્યા. માંડવીથી ખબર આપેલા, જેથી હરિભક્તો ઘણાક સામા આવ્યા હતા.

બાપાશ્રીનાં દર્શન થતાં સૌ હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહિ. ઉત્સાહભર્યા જય જય બોલાય, મંડળીઓ ઝાંઝ-મૃદંગ સહિત કીર્તન બોલે, પરસ્પર ગુલાલ છંટાય; એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતાં થકા સૌ આનંદભર્યા માર્ગમાં ચાલતા હતા. બાપાશ્રી તે વખતે મોટરમાં બિરાજેલા, ભાલમાં ચંદન ચર્ચેલું ને કંઠમાં ઘણાક ફૂલના હારે સહિત સૌને શહેરમાં દર્શન દઈ ગાજતે-વાજતે મંદિરમાં ૧૧ વાગ્યાને સુમારે સર્વ સમૂહ સહિત પધાર્યા. તે વખતે ઠાકોરજી પાસે આનંદ-ઉત્સવ થઈ રહ્યો હતો. મંદિરમાં હરિભક્તો તથા મંદિર પર દર્શને આવનાર બાઈઓનો સમૂહ એટલો બધો જણાતો હતો કે જાણે મોટો સમૈયો થયો હોય તેમ સૌને લાગતું હતું. મંદિરમાં મહારાજ પાસે છડીદાર ઘણી ખમ્માના ઉચ્ચાર કરતા હતા. તે વખતે બાપાશ્રીએ રંગ ભરેલા કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કર્યાં. ઠાકોરજીના સેવકે બાપાશ્રી ઉપર રંગ છાંટ્યો. ગુલાલથી આંગડી, પાઘ, ખેસ, ધોતિયું તે રંગચોળ થયાં. તે સમયે સૌને આનંદ આનંદ થઈ રહ્યો.

જ્યારે ઉત્સવની સમાપ્તિ થઈ ત્યારે હરિભક્તો  સૌ મંદિરના ચોકમાં આવ્યા. રંગનું તપેલું તથા ગુલાલ લાલુભાઈ આદિકે લાવીને પ્રાર્થના કરી જે, “બાપા! આપે દયા કરી દર્શન આપ્યાં તેમ સૌના ઉપર થોડો થોડો પ્રસાદીનો રંગ છાંટો તો નાના-મોટા સર્વ હરિભક્તો રાજી થાય.”

પછી બાપાશ્રીએ સૌ ઉપર રંગ છાંટ્યો ને ગુલાલ નાખી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. હરિભક્તો ઝીલણિયાં કીર્તન બોલ્યા. એમ સૌને રાજી કરી બાપાશ્રી નાહવા પધાર્યા. થોડીવારે નાહી પૂજા કરી સંત-હરિભક્તોને જય સ્વામિનારાયણ કર્યા.

લાલુભાઈ પાસે સાંવલદાસભાઈ બેઠેલા જોઈ બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું કે, “આ ફૂલડોલનો સમૈયો સાંવલદાસભાઈએ કરાવ્યો; કેમકે અમારે શરીરે બરાબર નહોતું, પણ એમનું હેત બહુ તે ભુજથી મોટર ભાડે કરી તેડવા આવ્યા, ભેળા સ્વામી ઈશ્વરચરણદાસજીને લાવ્યા. સ્વામી વૃંદાવનદાસજીને તો કરાંચી આવવાનો વાયદો કરીને આવ્યા છે. તે અમો માંડવીથી આગબોટમાં બેઠા તે પહેલાં તાર કરી દીધો છે. આવું એમનું હેત ને તમારી સૌની તાણ પણ એવી, જેથી અવાણું; નહિ તો મારાથી હમણાં નીકળાય એમ નહોતું.”

પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, “આ લાલુભાઈ પણ મહામુક્ત છે.”

એમ પ્રશંસા કરતા હતા ત્યાં ઠાકોરજીના થાળ તૈયાર થવાથી આશાભાઈએ પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી પોતાની સાથે આવેલા હરિભક્તોએ સહિત ઠાકોરજીને જમાડવા પધાર્યા.  મંદિરમાં ભક્તો સર્વે હેતભર્યા સભામાં વાટ જોતા હતા કે બાપાશ્રી ક્યારે પધારે.

લાલુભાઈ તથા મહાદેવભાઈએ સ્વામીશ્રીને કહ્યું કે, “આ વખતે આપે બહુ દયા કરી તે બાપાશ્રીને સાથે લઈને આવ્યા. સાંવલદાસભાઈએ પણ એવી જ હિંમત કરી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “બાપાશ્રી તો સ્વતંત્ર છે. એમની દયાથી તમો સર્વેને આ લાભ મળ્યો છે. અમો તો અમદાવાદ હતા તે અમને પણ ખેંચ્યા. કરાંચીના હરિભક્તો પર બાપાશ્રીની દયા ઘણી છે. અમો જ્યારે કચ્છમાં જઈએ ત્યારે કરાંચીના સમાચાર પૂછ્યા વિના રહે જ નહિ. તમો સર્વે બાપાશ્રીના રાજીપામાં આવ્યા છો તે તમારાં મોટાં ભાગ્ય છે. આ વખતે તાણ રાખીને લાભ લેજો; કેમકે બાપાશ્રી વાતોમાં મર્મ હવે બહુ જણાવે છે. એમની મરજી શી છે તે આપણે ન જાણી શકીએ.”

ત્યારે લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, કાલિદાસભાઈ, ત્રિભુવનભાઈ, ઠાકરશીભાઈ, આદિ ઘણા હરિભક્તોએ પ્રાર્થના કરી જે, “સ્વામી! આ વખતે તો આપ બાપાશ્રીને અરજ કરીને દર્શન, સેવા તથા વાતોનું સુખ બહુ અપાવજો. કચ્છમાં અમો જઈએ ત્યારે પાંચ-આઠ દિવસ રહેવાનું હોય ત્યારે સભામાં, વાડીએ, તળાવે, ઘેર, સવાર, બપોર, સાંજ અને રાત્રે વાતો બહુ થાય અને સેવાનો અવસર મળે, પણ લહાવ થોડો લેવાય; તેમાં પણ ત્યાં દર્શને જનારા હરિભક્તો જ એ સુખ લે. અહીં તો બધા હરિભક્તો સેવા-સમાગમના પ્યાસી છે તેથી આ વખતે બાપાશ્રીને રાજી કરીને પ્રસન્નતાનું તથા વાતોનું સુખ આપ દયા કરી અમને અપાવશો, એટલી અમારી સૌની પ્રાર્થના છે.”

આમ જ્યાં વાત થતી હતી ત્યાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા ને સર્વે સભાને જય સ્વામિનારાયણ કહીને આસન ઉપર બિરાજ્યા. સૌ સંત-હરિભક્તો બાપાશ્રીને પગે લાગી જય સ્વામિનારાયણ કરતા હતા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! આ વખતે હરિભક્તોને ખૂબ મહારસ રેલાવી સુખિયા કરજો.”

ત્યારે સ્વામીએ પ્રાર્થના કરી કે, “બાપા! એ જ વાત થાય છે. બધા હરિભક્તો કહે છે કે બાપાશ્રીને અમારી વિનંતી કરજો કે આ વખતે અમને સેવાનું તથા વાતોનું સુખ ઘણું મળે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે તો એ જ કરવા આવ્યા છીએ. આપણે ધંધો એ જ છે. કથા, વાર્તા, ધ્યાન, માળા, માનસી પૂજા, એ કરવાનું. મોટા મોટા મુક્તો એમ જ કરતા. શ્રીજી મહારાજ પોતે પણ કથા-વાર્તાનો અખાડો ચાલુ રાખતા; કોઈ જમવા બોલાવવા આવે ત્યારે જો કથા-વાર્તા ચાલતી હોય તો રાજીપો ન બતાવે, અને જમવા પધારે ત્યારે પણ જમતાં હરે! હરે! એમ બોલાઈ જતું. એવા ઢાળ આપણને શીખવવા માટે બતાવ્યા છે.” એમ વાત કરી પ્રસન્નતા જણાવી.

ફાગણ વદ-૧ને રોજ મંદિરના મેડા ઉપર આસને બાપાશ્રીએ લાલુભાઈને પૂછ્યું કે, “તમારું શરીર પ્રથમ ઠીક રહેતું નહિ, તે હવે કેમ છે?”

ત્યારે લાલુભાઈએ કહ્યું કે, “બાપા! આપનાં દર્શનથી હવે ઠીક થઈ ગયું. થોડા દિવસ શરીરમાં તાવ રહેતો, પણ આપના પધારવાના સમાચારથી ઊતરી ગયો છે ને આજ તો આપે તથા આ સ્વામીશ્રીએ અમોને બહુ સુખિયા કરી દીધા. અમારા ઉપર બહુ દયા કરી.”

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જીવનો સ્વભાવ એવો છે જે પંચવિષયના સુખમાં તથા મોહ-પ્રમાદમાં ચોંટી રહે છે, પણ જેવું મૂર્તિમાં સુખ છે તેવું કોઈ ઠેકાણે નથી. સર્વે સાધનનું ફળ શ્રીજી મહારાજની મૂર્તિ છે તેનું ધ્યાન કરે તો સુખમય આનંદમય ફુવારા છૂટે. આવી વસ્તુ અદભૂત મળી છે. એ વસ્તુ મળી, પણ જીવને અજ્ઞાન છે તથા મહિમાની કસર છે; શ્રદ્ધા નથી અને જેવો હીરો છે તેવો જાણ્યો નથી. જ્ઞાને સહિત મહિમા હોય તો જણાય. જેમ શ્રીજી મહારાજ દિવ્ય છે તેમ મોટા પણ દિવ્ય છે, પણ સુખભોક્તામાં સ્વામી-સેવકપણું રહે છે. મહારાજ સુખના દાતા છે અને મુક્ત સુખના ભોક્તા છે.”

પછી બોલ્યા જે, “‘વ્હાલા એ રસના ચાખણહાર, છાસ તે નવ પીએ રે લોલ.’ શ્રીજી મહારાજે પોતાના મુક્તોને કહ્યું જે, ‘તમે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં તમો જેને કથા-વાર્તા કરશો, તમારા હાથની જે પ્રસાદી જમશે તે સર્વેને અમારા ધામની પ્રાપ્તિ થશે.’ પણ જીવને નાસ્તિકપણું છે તેથી કરવાનું રહી જાય છે. તે બધી વસ્તુ આ ટાણે છે, પણ મહિમામાં કસર છે તેથી તર્ક કરે જે આવું સુખ હશે કે નહિ હોય! ત્યારે મહારાજ તેને ફટફટ કરે છે. આવું મહારાજનું અને મુક્તનું સુખ છે તોય મહારાજ તથા મોટાને વિષે જીવને નાસ્તિક ભાવ રહે છે. મોટા તો જ્યાં વિચરતા હોય ત્યાં ઝાડ, પહાડ, સર્વેનાં ધન્ય ભાગ્ય કહેવાય. મહારાજ અને મોટા આપણાથી દૂર નથી. આ પંચભૂતનો દેહ ન જાણવો. મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાવું હોય તો માયિક પદાર્થમાંથી પ્રીતિ ટાળી આવા મોટાનો મન, કર્મ, વચને જોગ-સમાગમ કરીએ તો સંસારરૂપી સમુદ્રમાંથી ઊગરીને ભગવાનની મૂર્તિના સુખમાં ઝટ પહોંચી જવાય ને ભારે કામ થઈ જાય. મોટાની અનુવૃત્તિમાં રહે તો ધક્કે મારીને પૂરું કરી આપે. મોટા અનાદિ દ્વારા જે સત્સંગમાં વપરાણું તે અનંતગણું થાય છે. આવો સત્સંગ જેને ઓળખાણો તેને પૂરું થઈ ગયું.”

તે ઉપર કુંભારિયાના હરજીભાઈની વાત કરીને કહ્યું જે, “આવી રીતે ઈન્દ્રિયો-અંતઃકરણના ભાવ ટાળીને શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં રહેવું.

“આ સત્સંગમાં જેટલા ગુણ-દોષ દેખાય છે તેટલું નાસ્તિકપણું છે. દિવ્ય ભાવ દેખાય તેટલું આસ્તિકપણું છે. આશરો એવો દૃઢ કરવો જે, મહારાજ તથા અનાદિમુક્ત તે વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહિ. મહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચે તો દેહ ને આત્મા જુદો પડે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. જેમ જળમાં માછલાં રમે છે, તેમ મુક્ત મહારાજની મૂર્તિમાં રમે છે. જીવ તો પુરુષોત્તમની મૂર્તિ આગળ અસમર્થ છે, પણ જ્યારે એકતા થઈ જાય ત્યારે સમર્થ થઈ જાય. આ સભા સર્વે અક્ષરધામની છે અને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે એવું ભાસે ત્યારે એમ ધારવું જે દિવ્ય ભાવ થયો.”

પછી એમ બોલ્યા જે, “જીવની વૃત્તિએ કરીને ભગવાનને જોવા. ઈન્દ્રિયો-અંતઃકરણનો પ્રતિહાર કરતાં મૂર્તિમાં જોડાવાનો પ્રયાસ કરવો નહિ પડે ને સહેજે મૂર્તિમાં વૃત્તિ રહેશે ને મૂર્તિ સળંગ ધરાશે. તે મૂર્તિ શ્વેત (તેજોમય) બે ચક્ષુની ધારવી. આભૂષણ તથા પુષ્પના હાર, બાજુબંધ વગેરે શ્વેત દિવ્ય મહારાજના અંગને વિષે છે જ એવી રીતે ધારવું, પાઘ ને છોગું પણ શ્વેત ધારવું.  મૂર્તિમાં સ્થિર વૃત્તિ થાય એટલે સળંગ મૂર્તિમાં રસબસ રહીને તે મૂર્તિનું સુખ લેવું.

“મોટા સંતનો મહિમા કેવો છે? તો મહિમાએ સહિત જે સ્પર્શ કરે છે તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે અને હેતે સહિત જમાડી પુષ્પ-ચંદને પૂજા કરીને વસ્ત્ર ઓઢાડે છે તે છતે દેહે ભગવાનના અક્ષરધામને પામે છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત સુખિયો થઈ જાય અને કામ-ક્રોધાદિક સર્વે ટળી જાય. માણસ પથરા ઉપર પાણી નાખીને ક્ષેત્રપાળ કરીને પૂજે છે તો આ તો સાક્ષાત્કાર પુરુષોત્તમ ભગવાન તથા તેના અનાદિમુક્ત! તોપણ માયિક જેટલો નિશ્ચય થતો નથી ને મહિમા જણાતો નથી એ કેટલું અજ્ઞાન કહેવાય!

“રાજા અસવારી કરે ત્યારે કોઈને ભેગા કરવા ન પડે, તેમ શ્રીજી મહારાજની મૂર્તિ જ્યાં હોય ત્યાં આવું જ છે. મોટાનો ખરો સિદ્ધાંત એ છે જે જીવને ભગવાન સન્મુખ કરવા. જીવને બહુ પ્રકારના મોહ થાય છે, પણ વસ્તુવિચાર કરીને ભગવાન સન્મુખ થાય તો મોહ ટળી જાય ને ભાગવતી તનુ આવે. ભાગવતી તનુ એટલે ભગવાનના ગુણ. પુરુષોત્તમરૂપ જે સંત તેને જોગે કરીને પુરુષોત્તમરૂપ થવાય છે. પ્રથમ તો ખદ્યોત જેટલો જીવમાં પ્રકાશ હોય અને થોડે થોડે મહાતેજ જેવો થાય. પછી પુરુષોત્તમરૂપ થાય છે. જેમ અગ્નિમાં લાકડું નાખે તે અગ્નિરૂપ થઈ જાય તેવી રીતે કનિષ્ઠના જોગથી પુરુષોત્તમરૂપ થવાય નહિ. જેમ બાળકના હાથમાં લાકડું આપ્યું તે અગ્નિ તો ક્યાંય રહી જાય ને આડે-અવળે ફેંક્યું તે અગ્નિરૂપ થાય નહિ.

“મહારાજની મૂર્તિમાં અનંત કોટિ મુક્ત સાકાર થકા સળંગ રહ્યા છે તે અનાદિની સ્થિતિ છે. અને પોતાનું સ્વરૂપ તેજોમય માનીને તે તેજના સમૂહમાં શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને તે મૂર્તિ સામું જોઈ રહેવું તે એકાંતિકની સ્થિતિ છે. અને જે મૂર્તિમાન થઈને મૂર્તિની સન્મુખ રહી મૂર્તિનું સુખ લેવું તે પરમ એકાંતિકની સ્થિતિ છે.”

આવી રીતે અતિ પ્રસન્ન થકા બાપાશ્રી વાતો કરતા હતા ત્યારે લાલુભાઈ તથા હીરાભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! આપને આગબોટમાં પરિશ્રમ બહુ પડ્યો હશે, માટે સ્વામીશ્રી આદિક સર્વે તથા આપ જરા વિશ્રાંતિ લો તો સારું.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે તો સદાય વિશ્રાંતિ છે. મહારાજની મૂર્તિમાં સુખ સુખ ને સુખ જ છે, તોપણ સૌ ભલે આરામ કરે.”

એમ કહી પોતે જળપાન કરી થોડીવાર શયન કર્યું. II ૩૧ II

On the day of Fāgaṇa Sud 11th, Saṁvat 1983, Śeṭh Sāṅwaldāsbhāī of Karāchī came to Saraspur. He stayed there for a day. To take Bāpāśrī to Karāchī he requested Swāmī Īśvarcharaṇadāsjī, “Please come to Vṛṣpur with me and persuade Bāpāśrī to come to Karāchī. Lālubhāī and other devotees of Karāchī have sent me with an insistence to fetch Bāpāśrī to Karāchī.” Having requested thus he got ready to go to Vṛṣpur along with Swāmī Īśvarcharaṇadāsjī and a group of other saints. He requested Vṛṅdāvandāsjī Swāmī to go with them but Swāmī said to him, “You go to Vṛṣpur and I would come to Karāchī when Bāpāśrī goes to Karāchī. Please inform me by telegram.” Then Swāmī Īśvarcharaṇadāsjī, etc. went to Bhuj and after having darśan of Ṭhākorjī Swāmī Īśvarcharaṇadāsjī informed the saints there that that devotee (Sāṅwaldāsbhāī) had come to take Bāpāśrī to Karāchī. So the saints said, “Bāpāśrī does not feel well; so it is doubtful whether he will come.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Let’s go to Vṛṣpur first, have darśan there and then we shall do as Bāpāśrī wishes.” Swāmī along with the saints started for Vṛṣpur. Sāṅwaldāsbhāī hired a car from Bhuj to Māṇḍavī and came to Vṛṣpur. There after having had darśan of Bāpāśrī, all prostrated before him and Bāpāśrī also met all. Swāmīśrī immediately prayed to Bāpāśrī and requested him to come to Karāchī. At first Bāpāśrī refused and said, “I am not feeling well. You came here hurriedly without informing me.” Then Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Whatever excuse you may show, but as Sāṅwaldāsbhāī has come by car to invite us, you will have to come to Karāchī.” At that time Bāpāśrī was reluctant to go but after the request of Swāmīśrī and Sāṅwaldāsbhāī he agreed. In the morning of Fāgaṇa Sud 15th, Bāpāśrī came to Māṇḍavī by car along with the saints and devotees who wanted to go to Karāchī viz., Swāmī Īśvarcharaṇadāsjī, Muktavallabhdāsjī, Harijīvandāsjī, Kuber  bhakta, Motibhāī, Āśābhāī, Sāṅwaldāsbhāī, Bāpāśrī’s grandson Māvjībhāī, and Khīmjībhāī of Nārāyaṇapur and Śivlālbhāī and Mohanbhāī. As the devotees of Māṇḍavī came to know about Bāpāśrī’s arrival all came for their darśan at seashore of Māṇḍavī. Bāpāśrī met all and then sent a telegram to Swāmī Vṛṅdāvandāsjī asking him to come to Karāchī. Bāpāśrī boarded the steamer and on the day of fūldol landed at Karāchī. Devotees of Karāchī were informed from Māṇḍavī. So they had come to receive him. All devotees’ joy knew no bounds by having darśan of Bāpāśrī. Bāpāśrī was given a grand welcome by the devotees and all were uttering victorious shout, singing devotional songs to the accompaniment of musical instruments and sprinkling gulāl on one another as the welcome procession proceeded towards the temple. Thus, the procession went ahead in joy with darśan of Bāpāśrī. Bāpāśrī was sitting in a car, his forehead was smeared with sandalwood paste, he was wearing many garlands and everyone was having darśan of Bāpāśrī. Thus the procession marched ahead with pomp and pageantry and reached the temple at 11.00 a.m. At that time, grand festivity was on before Ṭhākorjī. There was such a heavy rush of male and female devotees who had come to have darśan of Bāpāśrī in the temple that it seemed as if there was a large festival. In the temple, macebearers standing near Mahārāj, were saying ‘Long live Mahārāj.’ At that time Bāpāśrī had darśan of Kuñjavihārī Harikṛṣṇa Mahārāj sprayed with colour. The priest of temple sprayed colour on Bāpāśrī, the clothes became coloured with Gulāl (a kind of redish powder). All became joyful. When the festival came to end, all the devotees came in the temple square. The vessel of colour and Gulāl was brought by Lālubhāī, etc. and requested Bāpāśrī, “Just as you have given darśan please spray colour on all as prasādī so that all devotees young or old will become happy.” Then Bāpāśrī sprayed colour and Gulāl on all and made jai ghosh of Sahajānaṅd Swāmī. A devotee in the group started to sing devotional songs, which others followed and repeated. Then Bāpāśrī went to bathe after pleasing all. After some time performed pūjā after having bath and said Jay Swāmīnārāyaṇa to the saints and devotees. Sāṅwaldāsbhāī was sitting beside Lālubhāī. On seeing this Bāpāśrī told Lālubhāī, “This samaiyā of fūldol was due to Sāṅwaldāsbhāī. I was not feeling well but his love was so much that he came to fetch me from Bhuj by hiring a car and he brought with him Swāmī Īśvarcharaṇadāsjī. He has taken promise from Vṛṅdāvandāsjī to come to Karāchī. Before we boarded the steamer from Māṇḍavī, a telegram was sent to Swāmī. Such is his love and insistence of all of you. So, I could come; otherwise it was not possible for me to move out.” Then looking at the devotees Bāpāśrī said, “This Lālubhāī is also a great mukta.” Thus he was praised. In the meanwhile, Ṭhākorjī’s thāḷ was ready; so Āśābhāī requested Bāpāśrī and Bāpāśrī along with the devotees went to offer thāḷ to Ṭhākorjī. All the devotees were eagerly waiting in the temple for the arrival of Bāpāśrī in the assembly. Lālubhāī and Mahādevbhāī told Swāmīśrī, “This time you have shown much mercy and brought Bāpāśrī. Sāṅwaldāsbhāī also showed the same courage.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpāśrī is independent. Because of his grace you all got this benefit. We were at Amdāvād and we were also forced. Bāpāśrī has much mercy on the devotees of Karāchī. Whenever we go to Kutch he never forgets to ask about the news of Karāchī. You are very lucky that you have pleased Bāpāśrī. This time take his advantage showing your eagerness, because Bāpāśrī shows much depth in his talks. We cannot know his wish.” Then Lālubhāī, Mahādevbhāī, Hīrābhāī, Sāṅwaldāsbhāī, Amīchaṅdbhāī, Somchaṅdbhāī, Gordhanbhāī, Goviṅdbhāī, Kālīdāsbhāī, Tribhovanbhāī, Ṭhākarśībhāī and many other devotees requested Swāmī to pray to Bāpāśrī on their behalf for the happiness of darśan, sevā and his talk. Whenever we go to Kutch, we stay there for five to eight days and Bāpāśrī’s talks take place in the assembly, at his farm, at the pond, at his home, in the morning, in the afternoon, in the evening and even at night. We also get opportunity for his sevā but cannot take much benefit. Only devotees going for darśan have that benefit. Here all devotees are thirsty of his sevā, association; therefore, this time get us the happiness of his talk, and his pleasure by making him pleased. This much is our prayer.” As the talk was going on Bāpāśrī came to the temple, greeted all with Jay Swāmīnārāyaṇa and sat on his seat. All the saints and devotees prostrated before Bāpāśrī and would say Jay Swāmīnārāyaṇa. Then Bāpāśrī told Īśvarcharaṇadāsjī Swāmī, “Swāmī! This time make all devotees happy by pouring juice in the form of your talks.” Swāmī said, “Bāpā! Same topic is going on. All devotees have requested me to tell you on their behalf to give them happiness of your sevā and your talks.” Bāpāśrī said, “We have come for the same purpose. Our only work is kathā-vārtā, meditation, rosary, mental worship, etc. Great muktas did the same. Śrījī Mahārāj Himself used to continue the kathā-vārtā. During kathā-vārtā if someone calls for dinner, He would not show His willingness and in case He comes for dinner, He would utter ‘Hare-Hare’. He has shown this to teach us.” Talking thus, he showed his pleasure.

          On the day of Fāgaṇa Vad 1st Bāpāśrī was seated on the first floor of the temple. He asked Lālubhāī, “Formerly you were not in good health. How do you feel now?” Lālubhāī said, “Bāpā! I am all right now because of your darśan. For a few days, I had fever but after getting news of your arrival the fever has gone and today you and this Swāmīśrī made us very happy. You showed much mercy on us.”

          Then Bāpāśrī, showing his favour, talked. He said, “The nature of jīva is such that it is glued to object of five senses and in passion and laziness but the happiness which is there in Mūrti is nowhere else. The fruit of all means is Mūrti. If one meditates on it, there will be jets of joy and happiness. We have got such wonderful thing. We have got it but jīva is ignorant, and it has dearth of knowledge of greatness, no faith, and has not known the diamond as it is. It can feel the happiness of Mūrti provided it knows greatness with knowledge. Just as Śrījī Mahārāj is divine, so also muktas are. But there is the master-servant relationship in the enjoyer of happiness. Mahārāj is donor of happiness and muktas are enjoyers of happiness. Then he said, ‘Vhālā e rasnā chakhaṇhār, chhāś te nav pīve re lol.’ (they who are fond of juice do not like to drink buttermilk). Śrījī Mahārāj asked His muktas, “Go on the earth. There to whomsoever you do kathā-vārtā and whosoever takes prasādī of your hands, will all get My abode.” But, jīva is atheist so, the goal is not chased. This time there is everything but there is dearth in greatness so, he doubts that whether there is such happiness or not. Then Mahārāj scorns him. Such is the happiness of Mahārāj and muktas even then jīva has feelings of atheism towards Mahārāj and muktas. Trees, mountains where muktas tread are fortunate. Mahārāj and muktas are not away from us. Do not understand this body is made of five elements. If one wants to be happy in the happiness of Mūrti he should avoid love for māyik objects. If we associate such muktas with mind,  karma and words, we can soon reach in the happiness of Lord’s Mūrti by crossing the sea in the form of world and it will be major achievement. If one remains in the commands of muktas, they will fulfil him by pushing him. Whatever is spent in satsaṅg by great Anādi becomes infinite. Whosoever has recognised such satsaṅg is fulfilled. On that topic, Bāpāśrī quoted the example of Harjībhāī of Kuṁbhāriyā. Thus, one should avoid the feelings of senses and conscience and should remain in the bliss of Mūrti. Whatever vices seen in this satsaṅg is atheism. If divine feeling is seen, it is theism. Faith should be made so firm that love is not developed elsewhere excepting in Mahārāj and anādi mukta.  If the sight reaches in the happiness of Mahārāj soul and body will become separate. When there is experiential knowledge, there is realisation. Just as fishes play in water, so also muktas play in Mūrti. Jīva is incapable before Puruṣottam’s Mūrti, but when it becomes one with Mūrti, it becomes capable. This whole assembly is of Akṣardhām and also of Anādi muktas dwelling in Mūrti. When it seems like this, one believes that it is divine feeling.” Then Bāpāśrī said, “One should see God through tendency of jīva. If you face senses and conscience, you will not have to make efforts to join Mūrti and automatically tendency will remain in Mūrti and whole Mūrti will be meditated. We should meditate on white Mūrti having two eyes. Ornaments, garlands, armlet, etc. which are white divine should be meditated as they are on Mahārāj’s body.  Turban and feather should also be meditated as white. When tendency becomes steady in Mūrti, we should take bliss of Mūrti by remaining engrossed in whole Mūrti. The greatness of great saint is such that if one touches them with knowledge of greatness, he achieves Akṣardhām and one who feeds them with love and performs their pūjā with flowers and sandalwood paste and gives them clothes he achieves Lord’s Akṣardhām even with existing body. If jīva remembers Mahārāj and great muktas it will soon become happy and his passion, anger, etc. will be done away with. People worship stone by pouring water on it considering it as Kṣetrapāḷ. Then this one is Lord Puruṣottam Himself and His Anādi muktas. Even then, he does not have determination and does not feel knowledge of greatness equal to that of māyik objects -how much ignorance it is. When the king takes out procession, it is not necessary to collect a crowd. Similarly, wherever there is Mūrti it is like that. The basic principle of muktas is to divert jīva towards God. Jīva is engulfed in many kinds of fascination, but after giving due thought, if it has proximity of God the fascination will be done away with and it will get divine body. Divine body means godly virtues. By associating with saints who are form of Puruṣottam, one would become form of Puruṣottam. At first, the light in jīva will be very little and by and by it becomes like Powerful light, then becomes form of Puruṣottam. Just as if log is dropped in fire, it becomes form of fire. Similarly, in association with mean person one cannot become the form of Puruṣottam. Just as if a log is given in the hand of child, it will not come in contact with fire and if log is thrown anywhere it will not become the form of fire.”

          “Infinite muktas having form, dwell in the whole Mūrti of Mahārāj- it is state of Anādi. One should believe one’s form as luminescence and in the mass of that luminescence, one should meditate on Mūrti and look at that Mūrti- it is state of ekāṅtik. And one becomes like Mūrti and remains in front of Mūrti and take bliss of Mūrti- it is the state of param ekāṅtik.”

          In this way when Bāpāśrī showing his pleasure was talking, Lālubhāī and Hīrābhāī prayed and told Bāpāśrī, “Bāpā! You must have been tired in the journey by steamer so you, Swāmīśrī and all take a little rest.” Bāpāśrī said, “I have always peace and rest. There is bliss in Mūrti even then let all take rest.” Saying so after some refreshment Bāpāśrī also took rest. || 31 ||