Gujarati / English

ફાગણ વદ-૨ને દિવસે સવારે મેડા ઉપર નિત્યવિધિ કરી બાપાશ્રી સર્વેને મળ્યા ને પ્રસન્ન થકા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “આ સર્વે હરિભક્તો બહુ હેતવાળા છે, તેમનાં હેત જોઈને અમે ઘણા રાજી થઈએ છીએ. આવા શહેરમાં રહીને આવો સત્સંગ રાખવો તે કામ ભારે કહેવાય. તમારા જેવા સંતની દયાથી મહારાજ અને મોટા મુક્તને રાજી કરે છે. લાલુભાઈ જેવા મુક્ત તેનાં હેત તો જુઓ! મહારાજે સત્સંગમાં આવા મુક્ત રાખ્યા છે, તેમને સેવા-સમાગમે પ્રસન્ન કરે તો સર્વે વૃત્તિઓ ભગવાનમાં રહે. નાના-મોટા, બાઈ-ભાઈ સર્વે ઉપર મહારાજ તથા મોટાની દયા બહુ છે; નહિ તો આવા બળિયા હોય નહિ.”

એમ વાત કરતા હતા તે સમે માથકવાળા ગોરધનભાઈએ ગુલાબનું ફૂલ બાપાશ્રીને આપ્યું, તે લઈને સ્વામી ઈશ્વરચરચરણ-દાસજીને કહ્યું કે, “જેમ આ પુષ્પને પાંખડીઓની ઘટા છે તેમ મહારાજને ફરતી મુક્તની ઠઠ છે. તે મૂર્તિમાંથી નવીન નવીન ખુશ્બો છૂટે છે તેણે કરીને એ સર્વે મુક્તો સુખમાં કિલ્લોલ કરે છે. અનાદિ તો રસબસ રહ્યા થકા રોમરોમનાં સુખ લે છે. આવો લહાવ આ ટાણે મહારાજે સુગમ કર્યો છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે. આ સભા દિવ્ય જણાય તો મહારાજ, અનંત મુક્ત, આ સંત-હરિભક્તો, સર્વે દિવ્ય તેજોમય ભાસે. આ તો અલૌકિક વાત છે.”

એમ કહીને વાત કરવા લાગ્યા જે, “જેમ કૂવામાં ઘડો સિંચે છે તે દોરડું સિંચનારના હાથમાં હોય તે સળંગ રહે તો પાણી ભરીને ઘડો નીકળે છે, પણ દોરડું તૂટે તો ઘડો કૂવામાં રહે છે અને પાણી પણ આવતું નથી. તેવી રીતે ભગવાનના ભક્તની વૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિ વિષે સદા સંલગ્ન રહે છે તેને શ્રીજીના સુખરૂપ પરમાનંદનો લાભ થાય છે, પણ જો વૃત્તિ તૂટે તો કૂવામાં ઘડો રસાતાળ થયો તેમ માયાને વિષે જીવ લીન થાય છે.

“શ્રીજી મહારાજની મૂર્તિને વિષે અનંત અપાર મુક્ત રહ્યા છે, જેમ કમળના ફૂલને વિષે પાંખડીઓ રહી છે તેમ. એક હરિભક્તને મહારાજે એવું દર્શન આપ્યું જે મુક્તો ચારે તરફ બ્રહ્માંડમાં ઝળેળાટ કમળની પાંખડીઓ ઉપરાઉપર દોઢે ગૂંથાયેલી છે તેમ તે મુક્તોની ઠઠ દેખી. પછી તે સર્વે પાછા શ્રીજી મહારાજની મૂર્તિને વિષે ભાસ્યા.”

પછી બોલ્યા જે, “જ્યારે મૂર્તિમાં સંલગ્ન થાય ત્યારે વૃત્તિ ન સમજવી; એ જીવસત્તાએ જોવાય છે. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને તેની ક્રિયા મહારાજની ઈચ્છાથી થાય છે. જેમ મહારાજે કહ્યું જે, ‘પુંજાજી બોલે તો વરસાદ થાય, પણ પોતાની મરજી નહોતી તો તેનાથી બોલી શકાણું નહિ.’ તેમ જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે તે વિના બીજું કાંઈ દેખે જ નહિ.

“જેને મોટા મુક્તને વિષે આત્મબુદ્ધિ થઈ હોય ને તેમને સાચે ભાવે સંભારે તો મોટા પ્રત્યક્ષ મળ્યા હોય ને કામ કરે તેવું જ કામ કરે છે. જેમ આંબલીને સંભારે તો મુખમાં પાણી આવે છે તેમ મોટાને જ્યાં જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે. પણ જો સાચો વિશ્વાસ હોય અને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો પાત્ર થવામાં કાંઈ દાખડો નથી. પોતાનું મનગમતું મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વર્તે તો પાત્ર તુરત થાય. મોટાની સેવા અને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે મહારાજને સર્વત્ર દેખે છે.

“જેમ સાધુ કેશવદાસજી તથા અવલબાને વિષે મહારાજે પ્રવેશ કર્યો હતો તે ટાણે મહારાજ પોતે જ છે એમ જણાતું હતું. તેમ સિદ્ધદશાને પામે ત્યારે સર્વને વિષે મહારાજને દેખે; ત્યારે માયા ટળી એમ જાણવું. જેમ કડિયા મૂર્તિ કરે પછી તેમાં મહારાજનું આવાહન કરી પધરાવે છે, ત્યારે તેમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે અને જીવ છે તે તો પાત્ર છે, તો તેમાં મૂર્તિ પધરાવવી તેમાં શી વાર! કાંઈ પણ વાર ન લાગે. માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું.

“જેમ ગાયનું વાછરડું સ્તનમાં વળગીને દૂધ ધાવે છે, તેમ મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરવું, પણ બીજો સંકલ્પ તથા મનન કાંઈ થવા દેવું નહિ. કદાપિ દેહના સંબંધ થકી ઉપવાસ પડી જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું, પણ મનન કરવું નહિ. અનંત પ્રકારનાં સુખ માત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે તે એક દર્શનમાત્રમાં આવી જાય છે. જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધન માત્ર તે ભેળાં સિદ્ધ થઈ જાય છે.

“મહારાજ તથા મોટા અનાદિની વાતો ન સમજ્યામાં આવે તોપણ તેનો કસ જીવમાં રહે છે. જેમ પૂળાની કાલરમાં ઝાકળ પડે છે તેની હવા કાલરમાં સોંસરી પડી જાય છે તેમ વાતો ન સમજાય તોપણ તેની હવા જીવમાં સોંસરી પડી જાય છે. જો દેહને ખોટો કરીએ તો તે ભેળી જેટલી અસત્ય વસ્તુ છે તે સર્વે ખોટી થઈ જાય. જો એક મહારાજની મૂર્તિ આવી તો સર્વે વસ્તુ હાથ આવી.

“આપણે તો પુરુષોત્તમરૂપ થાવું, તો જ પુરુષોત્તમ પમાય. તેમાં કોઈને શંકા થાય જે, પુરુષોત્તમરૂપ થઈએ તો સ્વામી-સેવકપણું કેમ રહે? તો એનું એમ છે જે જેમ બ્રાહ્મમણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, પણ દીકરાનો નાતો ટળતો નથી; તેમ પુરુષોત્તમ જે સ્વામી અને મુક્ત જે સેવક એ નાતો ટળતો નથી. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થઈ જાય તોપણ સુખના આપનાર મહારાજ છે ને મુક્ત સુખ લેનાર છે. મહારાજની મૂર્તિમાંથી સર્વેને સુખ આવે છે; માટે સ્વામી-સેવકપણું પણ વધતું જાય છે.

“મોટા તો સદા મૂર્તિના સુખે સુખિયા છે, કલ્પે કલ્પ વીતી જાય તોપણ મૂર્તિના સુખમાંથી નીકળતા જ નથી. મોટા મુક્ત તો સર્વેને દિવ્ય જ દેખે છે. જીવમાં માયા હોય તો મોટાની દૃષ્ટિમાં આવે જ નહિ. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા છે તે જેમ મંદિરમાં હજારો મનુષ્યની સભા ભરાઈને બેઠી હોય ને તે ઉપર બીજી સભા હોય તેમ  એકબીજી સભા ઉપર સભા હોય તેમ હજારો સભાઓ થઈ હોય તે સર્વે આ તક્તામાં મૂર્તિ છે તે મૂર્તિમાં જોઈએ તો સર્વે સભાઓ દેખાય છે. તે મૂર્તિને સભાની રોકાણ થતી નથી; તેમજ મહારાજને તથા મુક્તને એકબીજાની રોકાણ થતી નથી. મૂર્તિમાં મુક્ત સુખ લીધા જ કરે છે, તેમાં કોઈને એક-બીજાનું આવરણ નથી; તે મુક્ત સર્વે મૂર્તિમાં લુબ્ધ છે.”

એવી રીતે બાપાશ્રી પ્રસન્ન થકા વાત કરતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી જે, “બાપા! હવે અમારે સભામાં જવાનો વખત થયો છે તેથી જઈએ અને આપ અહીં રોકાઓ; કેમ કે કાલનો રસ્તાનો હડદો બહુ થયો છે તો જરા આરામ થાય.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “સ્વામી! આપણે આ ફેરે આવ્યા છીએ તે સર્વેને સુખિયા કરવા છે; કેમ કે વારેવારે આમ દરિયા જંઘીને કાંઈ અવાય છે! આ તો સાંવલદાસભાઈ બળિયા બહુ અને અહીંના હરિભક્તોનાં હેત તેથી ખેંચીને લાવ્યા. મને પણ એમ થયું જે સાંવલદાસભાઈ તમને સરસપુરથી કરાંચી તેડી લાવવા ભેગા લાવ્યા તેથી ન જઈએ તો તે રાજી ન થાય એમ જાણીને આવ્યા. આ ફેરે તો સર્વેને ખૂબ રાજી કરવા છે.”

એમ કહીને કહ્યું કે, “ચાલો, અમે પણ સભામાં આવશું.”     II ૩૪ II

In the morning of Fāgaṇa Vad 2nd, Bāpāśrī met all after completing his daily routine on the upper storey of temple. With pleasure, he told Swāmī Īśvarcharaṇadāsjī, “All these devotees are having much love. Having seen their love, I have been much pleased. Living in such a city and keeping such satsaṅg is a difficult task. On account of mercy of saints like you, they please Mahārāj and great muktas. See the love of mukta like Lālubhāī. Mahārāj has kept such muktas in satsaṅg. If they are pleased by associating with them and serving them, all our tendency will remain in God. Mahārāj and muktas have much pity on young, old, men and women; otherwise, they will not have such faith.” While Bāpāśrī was talking thus, Gordhanbhāī of village Māthak gave a rose to Bāpāśrī. After accepting it Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī, “Just as this flower is surrounded by dense petals. Similarly, Mahārāj is surrounded by muktas. New fragrance emits from that Mūrti, and because of it, all muktas enjoy in bliss. Anādis remaining engrossed, take happiness in every pore of skin. This opportunity Mahārāj has made it easy, this time. Mahāprabhu Nyālkaraṇa has come. If this assembly appears divine, Mahārāj, infinite muktas, this saints-devotees, all will appear divine luminous. This talk is supernatural.”  He further said, “Just as a person draws water from the well in a vessel and rope is in his hand, the vessel comes out full of water but in case the rope breaks, the vessel will remain in the well and water will not come out. Similarly, if the tendency of God’s devotee always remains attached to Mūrti, he will get the advantage of tremendous joy of Śrījī’s bliss. But in case the tendency diverts, jīva will merge in māyā just as the vessel remains in the well.”

          “Infinite muktas dwell in Mūrti, in the same way there are petals in the lotus. Mahārāj gave darśan to a devotee. In this darśan he saw dense of muktas surrounding Him from all sides in the same way bright petals of lotus are thickly knitted in cosmos. Then they all again appeared in Mūrti.”

          Then Bāpāśrī said, “One gets attached to Mūrti it should not be understood as tendency. It is seen through the medium of jīva. He does not have any knowledge besides Mūrti and all his activities are done by the wish of Mahārāj. Just as Mahārāj said that, it would rain if Puñjājī speaks but Mahārāj did not wish so Puñjājī could not speak. Similarly, when one enters in the bliss of Mūrti he will not see anything except Mūrti. The one, who has ātmabuddhi (as much oneness with ātmā as one has with one’s body) with great muktas and remembers them sincerely, can do the same work as if muktas themselves have met and done the work. Just as when one remembers tamarind seed, his mouth will water. Similarly, wherever one remembers muktas, they come personally and do his work, provided he has full faith and has known complete greatness-then no effort is required to become worthy. One can become worthy only when he gives up his insistence and behaves honestly. By associating and serving muktas, one gets fruit in the form of Mūrti and then he sees Mahārāj as omnipresent. Just as when Mahārāj entered in the body of saint Keshavdasji and Avalba (he became one with Him) they felt that they are Mahārāj themselves. Similarly, when one achieves the state of realisation he would see Mahārāj in all –then it should be known that māyā is done away with. Just as masons make Mūrti, then invoke Mahārāj and then install it. When it is done so, God Himself shines in it. Whereas jīva is worthy, so installing Mūrti in it takes no time. Therefore, by requesting muktas, one should cling to Mūrti. Just as a calf of a cow clings while sucking milk. Similarly, one should go on taking happiness from Mūrti but no other saṅkalpa or pondering should be allowed. In case one has to observe fast because of bodily relationship, one should do penance for it but should not ponder on it. Infinite kinds of happiness lie only in Śrījī’s Mūrti- they all can be had by darśan only. If one enters in the happiness of Mūrti, his all means will be realised soon. Though talks of Mahārāj and great Anādi’s may not be understood, its gist remains in jīva. Just as when dewdrops fall in tuft top, cool air goes deep in it. Similarly, even if the talks may not be understood, meaning of it goes deep in jīva. If we ignore body, whatever untrue things there are, will all become false. If one gets Mūrti, he has got everything. If we become form of Puruṣottam, then only Puruṣottam can be realised. Someone may doubt if we become form of Puruṣottam, how can there be the master-servant relationship? It is like this- just as the son of a Brāhmaṇa is called a Brāhmaṇa but his relationship as a son remains. Similarly, Puruṣottam means Master and mukta means servant- this relationship remains. Even after achieving oneness with Puruṣottam and becoming the form of Puruṣottam, Mahārāj is the giver of happiness and muktas are receiver of happiness. All get happiness from Mūrti, so the master-servant relationship goes on increasing. Muktas are always happy in the happiness of Mūrti. They do not come out of the happiness of Mūrti even though thousands of years may pass away. Great muktas see all as divine. If there is māyā in jīva, he would not come in the eyes of muktas. Infinite muktas dwell in Mūrti. Just as there is assembly of thousands of people in the temple, above it there is another assembly and above there is another assembly. Similarly, thousands of assemblies have taken place. They all can be seen in the reflection of Mūrti in the mirror. If we see in that Mūrti, all assemblies can be seen. Many assemblies may take place in Mūrti even then the space for other assemblies are always there- means Mūrti is not fully occupied. Similarly, Mahārāj and muktas do not have obstruction in between. Muktas go on taking happiness from Mūrti. There is no cover between them. Those all muktas are allured to Mūrti.” Thus, Bāpāśrī was talking in pleasant mood. Then Swāmī Īśvarcharaṇadāsjī prayed and said, “Bāpā! It is the time for us to go to the assembly; so let us go and you be here because yesterday you faced much trouble during the journey, so have some rest.” Bāpāśrī said, “Swāmī! We have come here to make all happy and we cannot come often by crossing sea. This is because of Sāṅwaldāsbhāī whose love and love of devotees of this place induced us to come here. I also thought that since Sāṅwaldāsbhāī came to fetch you to Saraspur for taking together to Karāchī and brought you here and if I do not go he would be displeased- thinking so I came. This time, I want to please all.” Saying so, he said to Swāmī, “Let us go. I will also come in assembly.” || 34 ||