Gujarati / English

બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “કોઈ હરિભક્તનો અવગુણ લેવો નહિ. અવગુણ જેવું જણાય તો સમાગમ કરવો નહિ. સમાગમ કરતાં અવગુણ આવે તો જેમ કાંકરી ઘડાને ફોડી નાખે તેમ આપણા જીવનું બગડી જાય. જેમ રાજાનો કુંવર ગાંડો-ઘેલો હોય તેને થપાટ મારીએ તો કેદમાં જાવું પડે તેમ થાય.

“મહારાજ અને મુક્ત તથા આપણે સર્વે ભેળા જ છીએ, એક ક્ષણમાત્ર પણ દૂર નથી. એવું જેને રહેતું હોય તેને પણ જ્ઞાનનો વધારો થવા માટે એવા મહામુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યાં સુધી જોગ કરી લેવો. મોટાની અનુવૃત્તિમાં રહી પ્રસન્ન કરે તેનું કલ્યાણ થાય, એવા એ કૃપાસાધ્ય છે. મહારાજનો કે મોટાનો જોગ થયો એટલે સંપૂર્ણ માનવું. મહિમા અપાર છે અને કરવાનું પણ અપાર છે. મહારાજ તથા મોટાની સાથે જીવ જોડીને આજ્ઞા પાળવાથી પૂર્ણ થવાય; માટે મહારાજનાં વચન યથાર્થ પાળવાં. આપણને મહારાજ અને મોટા મળ્યા, હવે કોઈ વાતનો વાંધો રહે તેમ નથી. નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે. શ્રીજીનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જીતાઈ જાય. બાપની મિલકતના સર્વે સરખા ધણી છે. આવી રીતે સમજે તો કોઈનો અવગુણ ન આવે.

“સમાગમ તો મોટાનો જ કરવો. ટિકિટ તો આપણે ઠેઠ મહારાજ પાસે જવાની લઈએ છીએ, પણ ફેર ન પડે તો ઠીક. મોટા મુક્તને વિષે મન, કર્મ, વચને બંધાઈએ તો તેમના જેવી સ્થિતિ થાય. માટે મોટા અનાદિને દિવ્ય ભાવે સંભારવા, તો મૂર્તિથી બહાર નીકળાય નહિ ને સાધર્મ્યપણું આવે. મહારાજને સજાતિ થાય ત્યારે સાધર્મ્યપણું કહેવાય.

“એક હરિભક્તે દેહ મૂક્યો તેને મહારાજ તથા અનંત મુક્ત તેડવા આવ્યા, તે સર્વેમાંથી તેજ દેખાણું ત્યારે વિચાર્યું જે, ‘મહારાજ ક્યાં હશે!’ પછી તેજ સમાઈ ગયું અને મહારાજ જેવા હતા તેવા જણાણા એટલે મહારાજને તથા સર્વે મુક્તને ભાગવતી તનુએ મળ્યા અને સાષ્ટાંગ દંડવત કર્યા; એવું બીજા હરિભક્તને પ્રત્યક્ષ દર્શન થયું.

“એક હરિભક્તને મહારાજ તેડવા આવ્યા ત્યારે તેમને એવું દેખાણું જે આખું બ્રહ્માંડ મુક્તથી ઠસાઠસ ભરાઈ રહ્યું છે અને વચ્ચે મહારાજ બિરાજમાન છે. પછી તેમને સંકલ્પ થયો જે, ‘મારે મહારાજ પાસે ક્યાં થઈને જવું?’ એટલે સર્વે મુક્ત મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. એમ મુક્ત મૂર્તિમાં રહે છે, તે મુક્ત સદા સાકાર છે. એવા મહામુક્તની કૃપાએ અંતરવૃત્તિ થાય તો સત્સંગ બધો દિવ્ય જણાય.

“આપણને ખરેખરો મુદ્દો મળ્યો છે, પણ બાળકની પેઠે અજાણમાં જાય છે. મહારાજની મૂર્તિથી મુક્ત જુદા નથી; જુદા સમજે તો નાસ્તિક ભાવ છે. મૂર્તિ તો સદાય એક સરખી જ છે, પણ મહિમાનું અપારપણું છે અને સુખ, પ્રકાશ, સામર્થીનું અપારપણું છે. તે હેતુ માટે મૂર્તિનું અપારપણું કહેવાય છે. મૂર્તિના તેજની કિરણો નીકળે છે તેને રોમ કહે છે. જેને મહારાજ ને મોટાને વિષે અનન્ય પ્રીતિ થાય તેને પ્રારબ્ધ બળી જાય છે અને કોઈપણ પ્રકારનું બંધન રહેતું નથી. એમ ન જાણવું જે મોટું પદાર્થ હોય તે જ જીવને બંધન કરે. એમ નથી; નાનું-મોટું સર્વે બંધન કરે છે. એમ જાણી મહારાજની અખંડ સ્મૃતિ રાખવી. અખંડ સ્મૃતિ તો પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન તુલ્ય છે અને એ બહુ કામ કરે છે.

“આપણને તો સર્વદેશી મોટા પુરુષ મળ્યા છે, માટે મહારાજ તથા મોટા અનાદિમુક્તના મહિમાનું બીજ સર્વે વાતમાં લાવવું. અનાદિમુક્તમાં જીવ બાંધે તેને પોતાના જેવા દિવ્ય કરી મૂકે છે. જેને મોટા મુક્તનો જોગ ન થયો હોય તેને માયા ઘણી બળવાન જણાય છે, પણ મોટાના જોગમાં રહે તેને પરાભવ કરી શકે નહિ. મોટા તો સ્વતંત્ર હોય તે માયામાં પણ નિર્લેપ રહે, સ્વતંત્ર પ્રગટ થાય અને અનેક પતિત જીવોનો ઉદ્ધાર કરી નાખે એવું એમાં સામાર્થ્ય છે. જેટલું મહારાજ જાણે, દેખે ને કરે તેટલું મોટા મુક્ત પણ કરે. એ માટે અનાદિમુક્તને વિષે પણ મહારાજના જેવો દિવ્ય ભાવ લાવવો. આવો સત્સંગ સમજાણો અને ખરા મોટા મળ્યા તેને બીજે તણાવું નહિ. મોટા અનાદિ અનંત કોટિ બ્રહ્માંડની ક્રિયાને હસ્તામળ દેખે છે અને અસંખ્ય જીવને વર્તમાન કાળે અક્ષરધામમાં મૂકી આવે છે. માટે સત્સંગમાં જ છે; ખોળવા જવું પડે તેમ નથી, પણ જીવને વિશ્વાસ આવતો નથી. જો મહિમા સમજે તો મહારાજનાં દર્શન જેવો જ અનાદિમુક્તનાં દર્શનનો લાભ છે. એવા મોટા મુક્ત મહારાજની સમૃદ્ધિ છે. શાસ્ત્રમાં જે કાંઈ વાત આવે તે મહારાજ તથા તેમના મુક્તના સંબંધને પમાડવી. મૂર્તિના સુખના ભોક્તા તો મુક્ત જ છે, પણ અક્ષરાદિક કોઈ અવતાર એ સુખને પામતા નથી. ગર્જના ભેળી વીજળી હોય તેમ મહારાજ ભેળા મુક્ત છે; તે અહીં  પણ ભેળા જ છે.

“શ્રીજી મહારાજ કેટલાક મુક્તોને સ્વતંત્ર રાખે છે ને કેટલાક મુક્તોને પરતંત્ર રાખે છે. પણ જેવા સ્વતંત્ર મુક્ત સમાસ કરે તેવો એ મુક્તથી ન થાય. એવી સ્વતંત્ર મુક્તમાં સત્તા રહી છે. જેમ પૃથ્વીમાં ચક્રવર્તી રાજાની સત્તા છે, તેમ સ્વતંત્ર મુક્તની સત્તા છે. માટે સ્વતંત્ર મુક્તનો જોગ મન, કર્મ, વચને કરે તો કાંઈ ખામી રહે નહિ.”

પછી એમ બોલ્યા જે, “આપણે મહારાજના પ્રસંગ વિનાની લૂખી વાત ક્યારે પણ કરવી નહિ. મહાપ્રભુના પ્રસંગ વિના અને સ્મૃતિ વિનાની વાતો તો સમુદ્રમાં પડ્યા જેવી છે, તે તો મરી જવાય. મહારાજના યથાર્થ નિશ્ચયવાળા મૂર્તિને સાક્ષાત્ દેખતા ન હોય, પણ એના શવ્દ મહારાજના સંબંધના હોય તે જીવને બહુ સમાસ કરે છે અને જેને જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરી મૂકે છે, મુક્તરૂપ કરી મૂકે છે. તેના ઉપર મહારાજ અને મુક્ત બહુ પ્રસન્ન થાય છે.”  II ૩૬ II

In the afternoon sitting on his seat on the upper storey of the temple Bāpāśrī, showing his favour, talked. He said, “We should not take devotee’s fault. If any fault is seen in him, do not associate with him. While associating, if his fault is imbibed by us, our jīva will be spoiled just as a pebble breaks the earthen pot. Just as the King’s prince may be mentally retarded but if we slap him we will have to go to prison- it will happen like this. Mahārāj, muktas and we all are together not away even for a moment. One who feels like this should also get attached to such great muktas till they themselves are present to increase the knowledge. Those who remain under the commands of muktas and please them will get salvation. They are such merciful. We got opportunity to associate with Mahārāj and muktas means, we are fulfilled. Greatness is limitless, and doing is also limitless. If we get attached to Mahārāj and muktas and obey their commands, we can be fulfilled. Therefore, Mahārāj’s words should be obeyed thoroughly. Mahārāj and muktas have met us, now there is no worry at all. If we constantly meditate on Mūrti, our enemies like passion, etc. will be destroyed, however strong they may be. If the greatness of Śrījī and muktas is properly understood, five senses will be conquered without any effort. All have equal right in father’s property. If one understands thus he will not imbibe any one’s fault. Only muktas should be associated. We have got the ticket, which will take us directly up to Mahārāj provided there is no any other change. If we bind ourselves by mind, karma and words to great muktas, we will also achieve the state, which they have. Therefore, we should remember great Anādi with divine feeling so that we do not come out from Mūrti and we become one with Him. Become one means achieving oneness with Mahārāj. Once when a devotee left his body Mahārāj and infinite muktas came to fetch him, luminescence appeared from all of them. Then that devotee thought where Mahārāj could be. When luminescence disappeared and when Mahārāj appeared as He is, means the devotee met Mahārāj and all muktas with his divine body and prostrated before them. Another devotee got such darśan (pratyakṣa) before Him. When Mahārāj came to fetch a devotee, he saw that the whole cosmos is being filled with muktas and Mahārāj is in the centre. Then he thought from where he could go to Mahārāj. As soon as he thought so, all muktas merged with Mūrti thus muktas dwell in Mūrti. Those muktas are always having form (sākār). When one becomes introvert by the mercy of such great muktas whole satsaṅg will appear divine. We have got the real thing but we are losing it in ignorance like a child. Muktas are not separate from Mūrti. If one understands them as separate it is atheist feeling. Mūrti is always same but its greatness is limitless and bliss, light, capacity is limitless. For that purpose, it is called Mūrti’s infinity. Luminous rays of Mūrti emits, they are called pores. The one who develops unparalleled love for Mahārāj and muktas, his fate gets burnt and no kind of binding remains for him. We should not think that only the big object binds the jīva– small or big everything binds. Knowing thus one should keep constant memory of Mahārāj. Constant memory is as good as darśan of God Himself. It works much. We have got a great man who is all in all (sarvadeśī). Therefore, seed of greatness of Mahārāj and great Anādi muktas should be brought in every topic. The one, who binds his jīva in Anādi muktas, will be made as divine as they are. Those who have not come in contact with great muktas think that māyā is very strong but those who are in contact with muktas will not be defeated by māyā. Muktas are independent and even in māyā they remain untouched, come to the earth independently and liberate innumerable degenerated jīvas– such is  their capacity. Great muktas can also do as much as Mahārāj can, can see as much as He and know as much as He. Therefore, we should keep divine feeling for Anādi muktas as we keep for Mahārāj. If you have understood such satsaṅg and have met real muktas, you should not get attracted elsewhere. Great Anādi muktas can see activity of infinite cosmoses in their palms, and they put innumerable jīvas in Akṣardhām presently, so, they are already in satsaṅg and not necessary to search for them, but jīva does not trust. If one understands their greatness, he will get the same benefit by anādi mukta’s darśan as he gets from Mahārāj’s darśan. Such great muktas are Mahārāj’s prosperity. Whatever point you read in scriptures should be related to Mahārāj and His muktas. The enjoyers of bliss of Mūrti are muktas but other incarnations like Akṣar, etc. do not get that bliss. Just as there is lightening with thunder, similarly muktas are with Mahārāj and they are also here. Śrījī Mahārāj keeps some muktas independent and some dependent. But the work which independent muktas do cannot be done by dependent muktas. Such authority is there in independent muktas. Just as the sovereign has the authority on the earth. In the same way, independent muktas have authority. Therefore, if one associates with independent muktas by mind, deeds and words, there will not remain any defect. Then Bāpāśrī said, “We should not talk loosely without Mahārāj’s reference. Any talk without reference of Mahāprabhu or his memory is like falling in sea- means will die. Those who have got proper determination of Mahārāj may not be seeing Mūrti before their eyes but their words are related to Mahārāj, and do much work for jīva and if it goes deep in jīva, he will become form of Brahma, form of mukta. Mahārāj and muktas are very much pleased with him.” || 36 ||