Gujarati / English

ફાગણ વદ-૩ને રોજ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળાં વચનામૃતનું પારાયણ હીરાભાઈ, સાંવલદાસભાઈ તથા હરિભાઈ તરફથી બેસવાનું હતું. તેથી સંતો-હરિભક્તો સહુ તૈયારી કરતા હતા. બાપાશ્રી પણ નિત્યવિધિ કરી સભામાં પધાર્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી એ બન્ને સદગુરુઓ પારાયણ વાંચવાના હતા તેથી સૌના હૃદયમાં આનંદ ઊભરાતો હતો. મંડપની તૈયારી સંપૂર્ણ થઈ રહી, મહાપ્રભુની સ્થાપના થઈ, વિધિ પૂરો થઈ રહ્યો. ત્યારે બન્ને સદગુરુઓને પાટ ઉપર બેસારી બાપાશ્રીએ આરતી ઉતારી, વચનામૃતની પૂજા કરી; સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, હરિભાઈ, આદિક સહુએ પૂજા કરી. વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાના મૂળ કર્તા બાપાશ્રી તથા સંગ્રહ કરનાર અને સર્વે પ્રશ્નોત્તર રૂપે યથાર્થ જ્ઞાન પ્રવર્તાવવા ઈચ્છનાર સદગુરુઓ હોવાથી એ પારાયણનો અતિ ચમત્કારિક દિવ્ય ભાવ જણાતો હતો. કથા ચાલતી થઈ, વચનામૃત પૂરાં થતાં જય બોલાતી અને સમાપ્તિ થયે કીર્તન બોલાતું.

એ રીતે જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “બાપા! આ સંત-હરિભક્તોને દિવ્ય ભોજન જમાડો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “ભલે સ્વામી! આપણે તો એ જ કરવાનું છે. શ્રીજી મહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે. ક્યાં મહારાજ! ને ક્યાં તેમના અનાદિમુક્ત! આ તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. પુરુષોત્તમના મહાઅનાદિનો જોગ મળવો ઘણો દુર્લભ છે, એ જોગ આ ટાણે મળ્યો છે. માટે કોઈ વાતનો ખાંગો ન રાખવો ને કોઈને વિષે ખામી ન સમજવી. જીવ અવળે રસ્તે ચડી જાય તો ‘અઠે દ્વારકા’ કરી બેસે. તે ઉપર મુમનાનું દૃષ્ટાંત આપ્યું. એમ આપણે અઠે દ્વારકા ન કરવું. આવા જોગનો તપાસ કરવો. બીજે ખોળવા જાય અને ચમત્કાર ઈચ્છે, પણ તેમાં શું માલ છે! આ જોગ ને આ પ્રસાદી મળવી દુર્લભ છે, માટે મહિમામાં સુખ છે. ઉપરદળના રામજીભાઈ અમારી પાસે દર્શને આવે ત્યારે ફળીમાં જામફળી, લીંબુડીને દંડવત કરે, બાથમાં લઈને મળે ને રોતા જાય અને એમ બોલે જે, ‘અહો! તમે મોટાં ભાગ્યવાળાં અહીં પ્રગટ થઈને રહ્યાં ને મારે તો જવું પડે છે.”‘

તે ઉપર બ્રહ્માએ વૃક્ષ-વેલીનો અવતાર માગ્યો એ વાત કરીને કહ્યું જે, “મહારાજ અને તેમના અનાદિમુક્તનો મહિમા બહુ જબરો છે.”

પછી એમ બોલ્યા જે, “ઉપાસનાની વાત સર્વેથી જબરી છે. ઉપાસના દૃઢ હોય તો ધણીના ખોળામાં બેઠો, અને તેમાં કાચું હોય તો કાળ, કર્મ તથા બીજા અદેવમાં વળગે. જો પાકી ઉપાસના હોય તો સેવા-ભક્તિ કરાય. તેમાં જો કાચું હોય તો જાણે કે, ‘સેવા-ભક્તિ અધિકારી કરશે.’ પણ જો ઉપાસના દૃઢ હોય તો સેવા-ભક્તિ, મંદિર આદિ કરવામાં અટકે નહિ; અધિકારી કરશે એમ વાટ ન જુએ.

“જો અનુભવજ્ઞાન હોય તો વાંધો જ નહિ. બીજું તો ખોટું છે તેને ખોટું કરવું તેમાં શું વળે? આપણે તો સાચી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે રાખવી. બહુ કટ કટ વાતો કરે તોય શું! ખરેખરું અનુભવજ્ઞાન થાય અને મૂર્તિમાં જોડાય તો જ કામ આવે. મહારાજની મૂર્તિમાં દૃષ્ટિ પહોંચી તો ગૌલોક, બ્રહ્મપુર, અક્ષર ને અક્ષરધામ એ સર્વે આવી ગયું. બીજે ક્યાં ખોળવું? મૂર્તિમાં સર્વે છે.

“દિવ્ય ભાવ પામે તો મૂર્તિઓ દિવ્ય અને મુક્ત પણ દિવ્ય ભાસે. આ વાતમાં જીવ ખોટ કાઢે ને મોટા મુક્તમાં પણ ખોટ કાઢે એ દિવ્ય ભાવ અને મનુષ્યભાવમાં શું જાણે! દિવ્ય મુક્તની કિંમત કેમ કરી શકાય! એ વાત ન સમજાય ત્યારે આ તો આમ ખાય છે, આમ બોલે છે, આમ ભોગવે છે, આમ જુએ છે એવા ભાવ પરઠે. એવા અવગુણ પ્રકૃતિના કાર્યને લઈને દેખાય છે. દિવ્ય ભાવ આવે તો અવગુણ ન આવે, પણ જીવને અજ્ઞાન બહુ છે. જો મહારાજ તથા સંત ઢસરડીને લઈ જાય તો જાય. સાધુ તો અક્ષરધામનો દરવાજો છે તે દ્વારા મહારાજ સુખ આપે છે, એમ જાણે તેને સંત વઢે તો તપે નહિ, ક્યાંઈક મોકલે તો રાજી થકો જાય. જેમ મહારાજ સુઝે તે કામ બતાવે પણ તે રાજી થકો કરે, તેમ જેને પરિપક્વ સમજણ હોય તેને આ વાત સમજાય. પરિપક્વ સમજણવાળો તો સર્વે કર્તા મહારાજને જાણે. એવી દૃઢતા ન હોય તો અત્યારે મંદિરનો ખજાનો કોઈ લેવા આવે તો હાયવોય થાય. પણ મૂર્તિને કોઈ લઈ જાય છે?

“આપણે તો એક સ્વામિનારાયણ રાખવા. ધણી સત્સંગમાં અખંડ બિરાજે છે તેને કેટલાક સંભારતા નથી ને ધૂળબલાને સંભારે છે. મહારાજ કહે, ‘એવા દૃઢ સમજણવાળા તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે. તેમની પેઠે દાસપણું આવવું કઠણ.’ મહારાજ તો જેમ છે તેમ કહેતા આવે છે, પણ આપણે પૂર્ણકામપણું માની બેઠા છીએ; એટલે આશ્ચર્ય મનાતું નથી. ‘મેં હું આદિ અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ.’ આદિ તો આ બેઠા, તે જ અનાદિ છે. આ તો કઈ જગ્યામાં હોય ને આપણે શુંયે સમજતા હોઈએ.

“મોટાને તો ત્રણે અવસ્થામાં સદા મૂર્તિ જ છે. આ સત્સંગમા એવી વસ્તુ છે, પણ ઓળખે નહિ ને મોટા અનાદિમાં મનુષ્યભાવ પરઠે તો કામ માર્યું જાય; કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ છે ને મહારાજની ઈચ્છાથી દેખાય છે.

“એક હરિભક્તે સદ્. નિર્ગુણદાસજી સ્વામીને પૂછ્યું જે, ‘શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમમાં કોણ રહે છે?’ ત્યારે એ બોલ્યા જે, ‘અમે એવું જાણતા નથી. ચક્રવર્તી રાજા બીજાનું જોવા ન જાય, તેમ મૂર્તિ વિના અમે બીજું જોતા નથી.’ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જોડાઈ રહ્યા એને બીજું કાંઈ છે? એવું જોયાનું શું કામ છે! માયિક વસ્તુથી શું જોવાય! તેથી તો માયામય જ જોવાય ને દિવ્ય વસ્તુ રહી જાય. સૂરત રાખો! ઘણાં સુખ મળ્યાં છે, સ્વામિનારાયણ આજ તો અઢળક ઢળ્યા છે. આ લોકમાં ચાર દહાડા રહેવાનું એટલામાં આપણે ખરો સિદ્ધાંત સમજી લેવો.

“મોટા તો મૂર્તિથી નોખા જ ન પડે, એવી સ્થિતિવાળાને માળા પૂરી ન થાય, માનસી પૂજા પણ પૂરી ન થાય, તેને તો આકાશ-પાતાળમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. સ્વામી નિર્ગુણદાસજીને મેં પૂછ્યું જે, ‘સુખમાં જોડાઈ જવાય છે તેથી માળા પૂરી નથી થાતી.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘હવે તેનું કાંઈ નહિ; સર્વે થઈ રહ્યું છે.’ એવા સંત અદૃશ્ય થઈ ગયા. એવા ક્યાંથી મળે! આજ પણ મોટા સોંઘા થઈને દર્શન દેવા આવ્યા છે, પણ જીવ સૂનકાર થઈ ગયો છે તેથી લાભ લેતા આવડતું નથી.”  II ૩૯ II

On the day of Fāgaṇa Vad 3rd, Hīrābhāī, Sāṅwaldāsbhāī, and Haribhāī were to arrange pārāyaṇa of Vachanāmṛt Rahasyārtha Pradīpikā Ṭīkā. So, saints and devotees were making preparation. Bāpāśrī also came in the assembly after performing his routine pūjā, etc. Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī were to read pārāyaṇa, so all were full of joy. Pandal was ready. Mahāprabhujī was seated and rituals were over. Thereafter both Sadgurus were escorted to the dais and Bāpāśrī performed āratī and pūjā of Vachanāmṛt, saints were applied sandalwood paste and were garlanded. Then Lālubhāī, Mahādevbhāī, Hīrābhāī, Haribhāī, etc. performed pūjā. Since the author of Rahasyārtha Pradīpikā Ṭīkā of Vachanāmṛt was Bāpāśrī and accumulator and the propagator of its proper knowledge in the form of question-answer were the Sadgurus so very mysterious divine feeling of pārāyaṇa prevailed. Kathā started, when a Vachanāmṛt was completed, there was Jay ghosh and at the end of session, devotional song was sung. When the kathā came to end Swāmī Vṛṅdāvandāsjī requested Bāpāśrī to feed divine meals to saints and devotees. Bāpāśrī said, “O.K. Swāmī! We have to do that only. Śrījī Mahārāj promises salvation to all, so all are happy in satsaṅg. What to talk about Mahārāj and His Anādi muktas! This is a very great achievement. To get association of great Anādis of Puruṣottam is very scarce. This opportunity is available at this time. Therefore, be receptive for anything which is good and never understand any shortcoming in anyone. If jīva goes on wrong path it will behave ‘Āṭhe Dwārkā’ means he will say that Dwārkā is here only. An example of ‘Mumnā’ was given (the act of abandoning one’s religious faith for another). Thus, we should not behave thinking that Dwārkā is here only. We should look out for such opportunity. If one tries elsewhere and wishes miracles- what is the use of it? This opportunity and this prasādī are rare to get, so there is happiness in understanding of greatness. When Rāmjībhāī of village Upardaḷ comes for our darśan, he prostrates before the trees of guava, and lemon, embraces them, weeps and would say you are very lucky that you are here whereas I have to leave. On that point Brahmā asked for the birth as tree-creeper. Then Bāpāśrī said greatness of Mahārāj and his Anādi muktas is beyond words.”

          Then Bāpāśrī said”, “The talk of upāsanā is very great. If upāsanā is firm, he will be in the lap of Master (Mahārāj) and if is immatured, he will cling to kāḷa, karma (deeds) and other non-gods. If the upāsanā is matured, one can do sevā-devotion. If it is immatured, he will think that sevā-devotion will be done by authorised one. If it is firm, he will not hesitate in doing sevā-devotion, temple, etc.- he will not wait for the authorised person to do it. If he has experiential knowledge, he will have no harm. Everything else is false and he makes it false, what does he gain? We should keep the real thing i.e. Mūrti. What is the use of unnecessary talks? It will be helpful when one gets real experiential knowledge and gets attached to Mūrti. If his sight reaches to Mūrti, it means Golok, Brahmapur, Akṣar, and Akṣardhām are all covered. Where to search elsewhere? Everything is in Mūrti. If one has divine feeling, idols and muktas will appear divine to him. If jīva finds fault in this talk and also finds fault in great muktas what he will know about divine feeling and human feeling!  How can we assess the value of divine muktas? When he does not understand this point, he will have the adverse feeling of muktas that he takes meals thus, speaks thus, enjoys thus, sees thus, etc. Such faults appear because of Prakṛti’s work. If he gets divine feeling he will not find faults but jīva has much ignorance. If Mahārāj and saints forcibly takes him, he will go. Saint is the door of Akṣardhām through whom Mahārāj gives happiness. If he knows thus, he will not be angry even saint scolds him. If he is sent somewhere, will go happily. When Mahārāj shows him any work, he will do it happily, this is understood only by the one who has matured understanding. The one with matured knowledge takes Mahārāj as the doer of everything. If there is no such firmness, and if someone comes to take the treasure of the temple, he will be upset but does anyone take Mūrti?  We should keep only Swāmīnārāyaṇa. The Master (Mahārāj) constantly remains present in satsaṅg but some do not remember Him and remember useless things. Mahārāj says that Gopālānaṅd Swāmī and Muktānaṅd Swāmī are having such firm understanding. To achieve such type of humbleness to serve like them is difficult. Mahārāj goes on saying as it is but fulfilment is believed by us, so  we have no faith in His supremacy. ‘Mai huṅ ādi, anādi, mīṭ gaī sarve upādhi’ (I am ādi, anādi- all troubles are done away with). Ādi is sitting here and he is Anādi as well. He has this status but we may understand otherwise. Muktas have always Mūrti in all three states. There is such thing in this satsaṅg but we do not recognise and we have feeling of human being for great Anādi, so the goal is not achieved, because this Anādi is always in Mūrti and appears by wish of Mahārāj. A devotee asked Sadguru Nirguṇdāsjī Swāmī, “Who dwells in Śvetdwīpa and Badrikāśram?” Swāmī said, “I do not know such things. Sovereign king does not go to see state of others.” Similarly, we do not see anything else excepting Mūrti. He who has joined Mūrti of Puruṣottamnārāyaṇa has nothing else. What is the use of seeing such things! Nothing can be seen with illusive object! Everything is seen as māyik by it and divine object is left out. Be cautious! You have got much happiness. Today Swāmīnārāyaṇa has become very merciful. We are in this world for a short time. During this short time, we must understand the real principle.  Muktas never separate themselves from Mūrti. The one having such state will not be able to complete rosary, even mental worship, and for him either in the sky or in pātāḷ there is nothing excepting Mūrti. I told Swāmī Nirguṇdāsjī that when one joins happiness, he is unable to complete rosary. Swāmīśrī said that it does not matter. Everything is being done. Such saints have disappeared, where can we get such saints. Today also, muktas have come as ordinary human being to give darśan, but jīva has become blank so it does not know how to take the benefit.” || 39 ||