Gujarati / English

બપોરે મંદિરના બગીચામાં બાપાશ્રી નાહવા પધારેલા ત્યાં લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ, સાંવલદાસભાઈ, સોમચંદભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિ હરિભક્તો પાસે ઊભા હતા.

તેમને બાપાશ્રીએ કહ્યું જે, “બેય સદગુરુઓને ખૂબ રાજી કરજો. આ સંતો તો મહા સમર્થ  છે. તમોએ પારાયણનો સંકલ્પ કર્યો તે બહુ સારું કર્યું છે. અમારે તો કચ્છમાં કથા-વાર્તાના મોટા મોટા યજ્ઞ થાય ત્યાં સંતો આવે, સૌ દર્શન-સેવા-સમાગમ કરે, પણ તમારે તો ઘેર બેઠા ટાણું આવી ગયું. સંતો ચાલીને ઘેર આવે એવાં તમારાં સૌનાં હેત છે. કરાંચીમાં તમે રહ્યા છો, પણ અહીં તો આ સ્થાન અક્ષરધામ તુલ્ય થઈ ગયું છે. મહારાજ ને મોટા મુક્ત જ્યાં વિચરે ત્યાં ભૂમિકા નિર્ગુણ. આ સંત તો જંગમ તીર્થ છે. ‘ભવ-બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો.’ એવા મહારાજ ને તે મૂર્તિના સુખભોક્તા આ સંત તે ક્યાંથી મળે! અમે પણ એવા મોટા સંતોના જોગે આનંદ કરીએ છીએ. આ ફેરે આવવું નહોતું, પણ તમારાં હેતે ખેંચ્યા.”

એમ કહીને મેડા ઉપર આસને પધાર્યા. ત્યાં પ્રથમ પ્રકરણનું ૬૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં વાસના ટાળવાની વાત આવી.

ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, “બાપા! આવો જોગ મળ્યો તેને વાસના ટળી જાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનુભવજ્ઞાન સાક્ષાત્કાર થાય તો વાસના બળે, નહિ તો બળે એવી નથી.”

પછી એમ બોલ્યા જે, “સત્સંગમાં સિદ્ધિઓ હાજર છે. તે આવો, જમો, બેસો, ભાતાં, પોતાં એ બધી સિદ્ધિ જાણવી. સ્વામી નિર્ગુણદાસજી પાસે વસ્તુ આવતી તે કોઠારમાં નાખે, કાં તો સંતને વહેંચી દે; પોતાના સાધુને તો અવશ્યનું જ આપે. મોટેરા સાધુ હોય તેને તો ગાડાં ભરાય એટલું આવે અને નાના હોય તેને ન આવે તોપણ મોટેરાને એ સિદ્ધિઓ ન ભોગવવી. ભુજમાં અક્ષરજીવનદાસજી સ્વામી હતા ત્યારે એક સાધુની ઝોળીમાંથી કાંઈક વસ્તુ નીકળી તેથી તે સાધુને સ્વામીશ્રીએ ઉપવાસ કરાવ્યો. હવે તો મહારાજ કરે તે ખરું. સંગ્રહ ન કરવો એમાં સુખી રહેવાય. જડ માયાનો સંગ્રહ કરનારા આ બ્રહ્માંડમાં ભટક્યા કરે છે (તેનો મોક્ષ થતો નથી). આ સત્સંગમાં રહી એવું પાપ રાખે તે પાપની કેમ ગણતરી થાય! જડ માયા એટલે દ્રવ્ય. એ દ્રવ્ય કાળા નાગ જેવું છે તે નાગ માંહી પેસી જાય તો ચસકા કરાવે. માટે ત્યાગીને માંહી-બહાર સરખું રહેવું. તે વિના આચાર્ય, સદગુરુ કોઈ કામ નહિ કરી દે. શ્રીજી મહારાજને આગળ રાખી બરાબર વર્તવું ને વર્તાવવું.

“આ જોગ-સમાગમ સારો છે. પુરુષોત્તમની મૂર્તિમાં અનુભવજ્ઞાન વિના જોડાવાય નહિ. અમદાવાદમાં અમે સત્તરની સાલમાં ગયા હતા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ વગેરે હતા તે કેવા! અને આજ જુઓ! આ બધા સંગદોષ છે. તે દિવસ કેવી સભા! જાણે અક્ષરધામની સભા બેઠી હોય ને શું! હજી સભા ઠીક છે, પણ જોઈને સમાસ થાય તેમ ન મળે. પગથિયે ચડતા જઈએ તો સુખી રહેવાય. તે વિના સુખિયા ક્યાંથી થવાય! કેટલાક અધિકાર સારુ વલખાં મારે છે, પણ અધિકાર તો કૂટણું છે. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે-વર્તાવે તો વાંધો નહિ; પણ એ વિના અધિકાર છે તેમાં તો નુકસાન છે, તેથી પરલોક બગડે. કર્યા વિનાનું ન ચાલે, પણ વિચાર જોઈએ.

“આપણને વસ્તુ બહુ સારી મળી છે. શ્રીજી મહારાજ ને આવા મોટા સંત હરકોઈ બ્રહ્માંડમાંથી ખોળી લાવે તો ઈનામ દઈએ, પણ મળે જ નહિ; તે તો સત્સંગમાં છે. આજ શ્રીજી મહારાજ સત્સંગમાં બિરાજે છે તે આપણે ન દેખીએ, પણ દિવ્ય ચક્ષુવાળા દેખે. આ બધી માંહીની રમત છે. જડમાં હેત છે તેવું શ્રીજી મહારાજમાં થાય તો શું વાંધો રહે! આપણે હીરો હાથ આવ્યો છે તે વંજાવવો નહિ. અમારે તો સૌનું સારું કરવું છે, પણ મોહરૂપી અંધે ઘોડે ચડે તે જ્ઞાન કે વાત સાંભળે નહિ અને છેટેથી ભડકી મરે છે. આજ આપણે મોહ કાઢવો છે તે કાઢીએ તો અખંડ સોહાગ થાય. પાંચ વખત માનસી પૂજા કરવી, ધ્યાન કરવું; તે સૂતાં, બેઠાં, ચાલતાં, સર્વે ક્રિયામાં ધ્યાન કરવું. સ્મૃતિ રાખવી, મૂર્તિને ક્ષણમાત્ર વિસારવી નહિ. એક દોર રાખે તો બીજું દીઠું ન ગમે. નહિ તો માયાનું બળ બહુ છે.

“સતયુગમાં આત્મનિષ્ઠા કેવી હતી? તો કાનમાં સીસાં ઊનાં રેડે તથા લોઢાના ગજ આંખમાં ઘાલે અને દાંત સાણસીથી કાઢી નાખે તોપણ ગણતા નહિ. તેમ આજ કળિમાં ખૂંદ્યું ખમે, ‘નાખે અદાવત ને દીએ ગાળ્યું તેને ભક્ત સમજે દયાળુ’ એમ ગુણ લે, પણ તપે નહિ; ધૂળ નાખે, કચરો નાખે, તોય સાધુને સમભાવ રહે, એ આત્મનિષ્ઠા જાણવી. કોઈ આંગળી ચીંધી ન શકે એવો શાંત અને સરલ સ્વભાવ રાખવો. આપણે તો પ્રકૃતિનાં કાર્યથી બહાર છીએ તો દુઃખ ન લગાડવું. જો દુઃખ લાગે તો પ્રકૃતિના કાર્યમાં રહ્યા કહેવાઈએ. વચનામૃતમાં નિત્ય પાંચ ખાસડાં મારવાનું કહ્યું છે, તે જો જરામાં શોકવાન થઈ જાય તો એ ખાસડાં કેમ ખમાય! જો શ્રીજી મહારાજને રાજી કરવા તત્પર થાય તો એનાથી બધુંય થાય.”  II ૪૦ II

In the afternoon Bāpāśrī had come in the garden of the temple for taking bath. Lālubhāī, Hīrābhāī, Haribhāī, Sāṅwaldāsbhāī, Somchaṅdbhāī, Goviṅdbhāī, Lāljībhāī, etc. devotees were standing there near Bāpāśrī. Bāpāśrī told them, “Please try to make two Sadgurus as much happy as you can. These saints are very capable. It is very good that you have decided for pārāyaṇa. When big yajña of kathā-vārtā takes place in Kutch, saints come; so all have their darśan, associate with them and do their sevā but in your case this occasion has come of its own. Your love is such that saints come to you of their own. You live in Karāchī but this place has become as Akṣardhām. Wherever Mahārāj and great muktas tread, that place becomes non- attributable. These saints are like movable tīrtha. ‘Bhav-Brahmādik ne niśche maḷti nathī, Puruṣottam pāse beṭhānī jāgya jo’ (Śiva-Brahmā, etc. do not get place to sit by Puruṣottam- it is certain). So where can you get such Mahārāj and these saints enjoyer of happiness of Mūrti? I also enjoy because of association with such great saints. This time I did not want to come but your love brought me here.” After saying so, Bāpāśrī took his seat on the first floor of the temple. There the 60th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read. In it, there is a point about avoiding passion. Saint Muktavallabhdāsjī asked Bāpāśrī, “Is the passion of a person who got such association avoided or not?” Bāpāśrī said, “If experiential knowledge is realised, passion will get burnt otherwise it will not.”

          Then Bāpāśrī said, “Siddhis (supernatural powers) are always there in satsaṅg. When devotees offer with respect food and other things, they all should be known as siddhis. Sadguru Swāmī Nirguṇdāsjī used to get such things but he would give them in the store or would distribute them among saints, he would give only essential things to his saints. Great saints get so much that it would be more than a cartload and those who are juniors would not get but great saints should not enjoy even those siddhis. There was Akṣarjivandasji Swāmī in Bhuj. When he found something from a saint’s bag, he made him observe a fast. Now whatever Mahārāj does, will be all right. Do not hoard- one will be happy by that. The one who hoards   wealth, wanders in this cosmos (i.e., he is not liberated). If one keeps such sin while remaining in this satsaṅg, how can that sin be calculated? Wealth is like a cobra. If this cobra goes in our body (if it bites), the pain will be unbearable. Therefore, the renouncer should remain equal inwardly and outwardly, otherwise Āchārya or Sadguru will not do anything for him. We should keep Śrījī Mahārāj before our eyes and behave properly and make others behave properly. This association and preaching are good. One cannot join in Puruṣottam’s Mūrti without experiential knowledge. When I had been in Amdāvād in the Saṁvat 1917, Ayodhyāprasādjī Mahārāj etc. were there. How characteristic they were! And see today- this is all evil effect of bad company. How grand the assembly on that day was as if it was of Akṣardhām! The assembly is there but what of it- it is somewhat good but does not give satisfaction. If you go higher and higher (in our goal), we will be happy otherwise how can happiness be there! Some strive for authority but authority is like wastage labour. If one behaves according to Mahārāj’s commands and makes others behave similarly, there is no harm. But without it, the authority is harmful. It will spoil the other world. One cannot do without imposing authority but before imposing think twice. We have got very good thing. If anyone finds Śrījī Mahārāj and such great saints from any cosmos, I will give him reward but it is impossible. They are in satsaṅg only. Today Śrījī Mahārāj shines in satsaṅg but we cannot see Him- only those having divine sight can see. This is all the game of inward. If there is as much love for Mahārāj as we have in wealth, nothing will be impossible. We have got gem, which should not be lost. I want to do good of all but those who are riding blind horse in the form of fascination would not listen to talks or talks of knowledge and would get frightened from the distance by such talks. Today I have to remove fascination- once it is driven out, it will be akhaṅḍa sohāg (means one will remain always with Mahārāj). Perform mental worship five times, meditate, in all activities like walking, sleeping, sitting, etc. one should meditate. Memory must be kept, Mūrti should not be forgotten even for a moment. If one aim is kept, he will not like to see anything else- otherwise māyā is very strong. In Satyug ātmaniṣṭhā (establishment in one’s true form, the self) was so firm that if anyone poured hot liquid of lead in ears, may thrust iron bar in eyes, and remove teeth with pincers, he would not even complain and bear the pain. In Kaḷiyug the devotee will face all kinds of opposition with smiling face. ‘Nākhe adāvat diye gāḷyu tene bhakta samje dayāḷu’ (even if one may abuse and plant false allegations on a devotee, the devotee will take it as his mercy). Thus he takes it as virtue but would not be angry. If one throws dust, refuse, even then saint will remain impartial- this is called ātmaniṣṭhā. Nature should be so peaceful and simple that nobody can point accusing finger. We are outside the circle of activities of Prakṛti so we should not feel sorry. If we feel sorry, we are said to be in the activity of Prakṛti. In Vachanāmṛt, it is said to beat five times with shoes daily, if one becomes sorry in no time. How can he bear the beating of shoes. If he is eager to please Śrījī Mahārāj, he can do everything.” || 40 ||