Gujarati / English

રાત્રે સભામાં વાત કરી જે, “ભાગવતી તનુ આવે છે એટલે ભગવાનની મૂર્તિમાં રાખે છે એમ જાણવું. તે સારંગપુરના ૧૪મા વચનામૃતનો ભાવ છે અને મધ્ય પ્રકરણના ૬૬મા વચનામૃતમાં ભગવાનની  ઈચ્છાએ કરીને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું છે. એ ચૈતન્ય પ્રકૃતિ એટલે મૂર્તિનું તેજ અને તેજ સ્વરૂપ થયેલા મુક્ત તે અહીં ચૈતન્ય પ્રકૃતિ જાણવી. તે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એટલે કે ચૈતન્ય પ્રકૃતિરૂપ થયો જે ભક્ત તે ભગવાનની ઈચ્છાથી સાકાર થાય છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “અનાદિમુક્ત થાય છે તે કયા શબ્દથી જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘અતિ સ્નેહે કરીને ભગવાનને વિષે લીન થઈ જાય છે’, ‘એવા મુક્તને ભગવાન પોતા જેવો કરે છે’, ‘એ ભક્ત જેવા ભગવાનને જાણે છે તેવો થાય છે’, ‘આત્મસત્તાને પામ્યા પછી ભગવાનની કૃપાથી ભગવાનના તુલ્યપણાને પામે છે અને મૂર્તિને વિષે લીન થાય છે’ એવા એવા શબ્દથી જાણવું. તે બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે કે, ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મીસરી પય માંહી ભળી.’ તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યા છે, મૂર્તિરૂપ છે; તોપણ સ્વામી-સેવકભાવ દૃઢ રહે છે. માટે મહારાજ અને મોટાને જેવા જાણશું તેવા થાશું.”

પછી મધ્ય પ્રકરણનું ૧૩મું વચનામૃત વંચાતું હતું તેમાં રહસ્યની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘મોટા મોટા હો તે આગળ બેસો’ તે સાધનકાળનો તથા અવરભાવનો શબ્દ છે અને ‘સર્વે સરખા જણાય છે’ એમ કહ્યું તે સિદ્ધકાળમાં સરખા છે તે પરભાવનો શબ્દ છે. ‘અમારા હૃદયમાં તેજ વ્યાપી રહ્યું છે તે તેજમાં મૂર્તિ દેખાય છે’ તે સાધનકાળમાં પરમ એકાંતિક ભક્તની સ્થિતિ દેખાડી છે. પછી કહ્યું છે જે, ‘અમે માતાના ઉદરમાં હતા તે દિવસ પણ મૂર્તિ દેખતા અને માતાના ઉદરમાં આવ્યા પહેલાં પણ દેખતા’ તે સિદ્ધમુક્તની સ્થિતિ દેખાડી છે. સર્વે અવતાર પુરુષોત્તમમાં લીન થાય છે અને પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે તે અનાદિમુક્ત જાણવા. પુરુષોત્તમ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થાય છે એટલે રામકૃષ્ણ તે મૂર્તિને પમાડનાર મુક્ત જાણવા. તે મુક્ત રૂપે સત્સંગમાં પ્રગટ થાય છે. મનુષ્યરૂપ અને પ્રતિમા તો એક જ છે તેથી ‘અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ’ ને ‘તેજને વિષે જે મૂર્તિ છે, તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે’ એમ કહ્યું છે તે પોતાનું સર્વોપરીપણું બતાવ્યું છે. ‘આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મે કરીને ઊંચ-નીચ દેહની પ્રાપ્તિ થાય’ એમ કહ્યું છે તે આવું જ્ઞાન જેને થયું હોય તેનું પ્રારબ્ધ તો મહારાજ થયા કહેવાય, પણ જો ભૂંડા દેશકાળને લઈને વર્તમાનમાં ફેર પડે તો પ્રારબ્ધ પાછું વળગે છે. તેણે કરીને જન્મ લેવો પડે અને જ્ઞાન રહે તેણે કરીને પાછો ભગવાનને પામે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! તેજમાં મૂર્તિ ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક હરતી-ફરતી દેખાય છે અને ક્યારેક ઊભી દેખાય છે તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મનુષ્ય રૂપે પ્રત્યક્ષ વિચરતા હોય ત્યારે ક્યારેક બેઠા હોય, ક્યારેક ઊભા હોય, ક્યારેક ચાખડીઓ પહેરીને ચાલે, હરે-ફરે તેમ દેખાય તે અવરભાવની વાત છે. અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે જે, ‘ધામમાં બહુ પ્રકારના મહોલ છે, બહુ પ્રકારના ફુવારા છે અને બહુ પ્રકારના બાગ-બગીચા છે.’ તે ત્યાં મહોલ ચણવા કોણ ગયું હશે? એ શબ્દ અવરભાવના છે. માટે આ લોકને વિષે મહોલ, ગોખ, ઝરૂખા, બાગ-બગીચાને વિષે શ્રીજી મહારાજ બિરાજ્યા હોય તે કહ્યા છે. કેટલાક વચનામૃતમાં ભવ-બ્રહ્માદિક દેવ કહ્યા છે તે અક્ષર, મહાકાળ આદિકને કહ્યા છે એમ જાણવું. અમદાવાદના ૭મા વચનામૃતમાં અસંખ્ય કોટિ બીજી ભૂમિકાઓ કહી છે તે અક્ષરકોટિના સ્થાનકને કહી છે. વળી, ‘અંતર્યામી જેવા કરવા છે’ એમ કહ્યું છે તે અંતર્યામી એટલે પરભાવમાં મૂર્તિનું સુખ તથા મુક્ત આદિનું જાણપણું જાણવું તે; પણ માયાના કાર્યમાં અંતર્યામી તે ન જાણવું. એવી જ રીતે ‘અનંત કોટિ બ્રહ્માંડોની ઉત્પત્યાદિકને કરે છે એવા કરવા છે’ એમ કહ્યું તે પણ પરભાવમાં નિયમ ધરાવી સત્સંગ કરાવવો ને તેને શુદ્ધ એકાંતિક કરવો અને બધેથી લૂખો કરી મૂર્તિમાં જોડવો તે બ્રહ્માંડની ઉત્પત્યાદિક કરે છે એમ જાણવું, તથા જીવને મૂર્તિના સુખમાં પહોંચાડે તેવા કરવા એમ જાણવું.”

એમ કહીને પ્રસન્ન થકા સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને બોલ્યા જે, “સ્વામી! તમો સંતોએ બહુ દયા કરી આવા દેશમાં અક્ષરધામ કરી દીધું છે. હરિભક્તોનાં હેત તો જુઓ! શ્રીજી મહારાજ આવાં હેત જોઈ વશ થઈ જાય તેવું છે. આવા હેતવાળા હરિભક્તોના મનોરથ મહારાજ પૂરા કરે જ.

“આ જોગ દુર્લભ છે, આવા મહારાજ ને તેમના અનાદિ આ સભામાં દર્શન દે તે કાંઈ થોડી-ઘણી વાત નથી. આ સભા દિવ્ય તેજોમય છે. આવું ટાણું વારેવારે ન આવે, આ ટાણે તો અમૃત લૂંટાય છે. આવા જોગમાં કોણ રહી જાય! આવી દિવ્ય સભાનાં સુખ કોણ મૂકી દે! કેવડા મહારાજ ને કેવડા મુક્ત! તે દયા કરીને જીવને ઉદ્ધારવા આવ્યા. આવો સમાજ અનંત કોટિ બ્રહ્માંડમાં ક્યાંય નથી; એક મહારાજને ઘેર છે. એ મૂર્તિ આપણને મળી છે. આવા જોગમાં રહી ન જવું. આ સભાને દિવ્ય જાણે તેને કાંઈ કસર ન રહે. મૂર્તિમાંથી તેજના ફુવારા છૂટે છે; અનંત મુક્ત સુખમાં રમૂજો કરે છે. સળંગ રહ્યા થકા સુખ ભોગવે છે. આવી પ્રાપ્તિ તો એક મહાપ્રભુની કૃપાથી જ થાય, સાધન બિચારાં ક્યાં સુધી પહોંચે! આજ તો મહારાજ અઢળક ઢળ્યા છે એટલે ગામમાં વન (મંદિર) કરી દીધાં છે ને આવા સંત તેમાં રાખ્યા છે. તે રાત ને દિવસ મૂર્તિના સુખની વાતો કરે છે. એ સુખના જ ભોગી છે. ઘેર ઘેર ફરીને અનંત જીવના ઉદ્ધાર કરે છે તે મહારાજના સંકલ્પે સંકલ્પ. ‘અનંત જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ બ્રહ્મમોલ વાસી હરિરાય.’ એવી એમની અપાર દયા છે.”  II ૪૨ II

In the night assembly Bāpāśrī said, “Divine body means we should know that the devotee is being kept in Mūrti. It is the feeling of the 14th Vachanāmṛt of Sāraṅgpur. According to the 66th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter it is said, chaitanya prakṛti’s body is constructed by God’s wish. That Chaitanya prakṛti means luminescence of Mūrti and muktas who have become form of luminescence –that Chaitanya prakṛti should be known here. That Chaitanya prakṛti’s body is constructed means he become form of Chaitanya prakṛti. That devotee became divine body (sākār) by God’s wish.”

          Swāmī Īśvarcharaṇadāsjī asked, “By which word should we know that he has become anādi mukta?” Bāpāśrī said, “He becomes one with God by deep love- God makes such mukta as He is- such devotee like God as he knows Him. After achieving ‘Ātmasattā’ (state of one’s behaving as self) he gets the same state as that of God by grace of God and he becomes one with Mūrti- it should be known by such description. Brahmānaṅd Swāmī has said, ‘Rasbas hoī rahī rasiyā saṅg jyuṅ misarī pay māhṅi bhaḷī’ –it means Anādi muktas have become one with Mūrti- they have become form of Mūrti. Even then, the feeling of Master-servant remains firm.” Therefore, we will become such as we know Mahārāj and muktas. Then the 13th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read wherein there is reference of veiled meaning. Bāpāśrī said, “When distinguished personality are being asked to sit in front near the dais it is the manners of this world (avarbhāv) and it is meant for those who are in the primary stage of achieving goal and wherever it is said all are equal means they are equal in realised state- it is the expression of divine perspective (parbhāv). “Luminescence is spread in my heart; Mūrti is seen in that luminescence.” That is the state of param ekāṅtik devotee who is trying to achieve the goal. “I used to see Mūrti when I was in mother’s womb and used to see it even before I was in mother’s womb.” It is the state of realised mukta. All incarnations merge in lord Puruṣottam and those who take bodily form from Puruṣottam should be known as Anādi muktas. Lord Puruṣottam incarnated in the form of Rām, Kṛṣṇa, etc. means Rām, Kṛṣṇa, who get Mūrti realised should be known as muktas. They take form as mukta in satsaṅg. The human form and idol are one, so Mahārāj  speaks sitting there (in Akṣardhām) and Mūrti, which is in luminescence, is Mahārāj Himself- by saying so, He has shown His supremacy. The one has understood this story properly and if he has taken birth either in high or low caste because of his Prārabdha karma (deeds being cause of fate) it should be understood that he who is having such type of knowledge for him Mahārāj has become his fate. In case there is any change, in his vartamān because of adverse region or time, fate will again be responsible for his deeds and will have to take rebirth and because of his knowledge, he realises God.”

          Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Sometimes Mūrti seems to be sitting in luminescence, sometimes moving about and sometimes standing. What should we understand by that?” Bāpāśrī said, “When He was treading in human form, sometimes He would sit, sometimes He would stand, sometimes He would walk wearing an open wooden shoes (chākhaḍī), move about, etc.- it is the talk in the view from perspective of this world (avarbhāv). In the 6th Vachanāmṛt of Amdāvād, it is said that there are many kinds of palaces in Akṣardhām, many kinds of fountains and many kinds of garden. Who would have gone there to build palaces? These are the words in view from perspective of this world (avarbhāv). Therefore, palaces, balcony, portico, gardens where Śrījī Mahārāj would have seated is said in view from perspective of this world. In some Vachanāmṛt Bhav, Brahmā, etc. have been said as Gods, they have been said for Akṣar, Mahākāḷ, etc.- it should be known thus. In the 7th Vachanāmṛt of Amdāvād innumerable places have been said, they have been said for Akṣarkoṭi places. Moreover it is said that he is to be made super being means bliss of Mūrti and knowledge of muktas etc. in the divine perspective (parbhāv) but one should not know that superbeing in the activity of māyā. Then it is said he is to be made so that he can create infinite cosmoses, etc.- in the divine perspective, he should be given vows of sect and make him join satsaṅg and he should be made pure ekāṅtik, he should be detached from everything, should make him join Mūrti- he creates cosmos, etc. and he makes jīva reach in the bliss of Mūrti- it should be known thus.” Saying so, Bāpāśrī looked at Swāmī Īśvarcharaṇadāsjī showing his pleasure and said, “Swāmī! Saints like you have shown much pity and you have made Akṣardhām in such country. Just see! The love of devotees, Śrījī Mahārāj would be lured on seeing such love. Mahārāj will surely fulfil desire of such loving devotees. This opportunity is rare. The darśan of such Mahārāj and His Anādi in this assembly is not an ordinary thing. This assembly is divine luminous. This opportunity does not come often. Nectar is being looted at this time. Who will be left out in such opportunity! Who will keep aside happiness of such divine assembly! How great Mahārāj and muktas are! They have come showing their pity to liberate jīvas. Such society is nowhere in infinite cosmoses- it is only at Mahārāj’s place. That Mūrti we have got. We should not miss this opportunity. If one knows this assembly as divine, he will have no shortcoming. Luminescence emits like jet from Mūrti. Infinite muktas enjoy in bliss. They have become one with Mūrti and enjoy its bliss. Such achievement is possible only by Mahāprabhujī’s favour. How far poor means can reach! Today Mahārāj has become very favourable. So, he has made temples in the village and has kept such saints. They talk about bliss of Mūrti round the clock. They are enjoyer of bliss. They liberate innumerable jīvas by moving from place to place. Saṅkalpa of Mahārāj is their saṅkalpa.” ‘Anaṅt jīva uddhārvāne āviyā re lol brahmamol vāsī Harirāy.” (to liberate innumerable jīvas, Hari has come from Brahmalok) such is their unlimited pity.” || 42 ||