Gujarati / English

ફાગણ વદ-૪ને દિવસે સવારે પૂજા કર્યા પછી બાપાશ્રી સંત હરિભક્ત સર્વેને મળ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! આ મળવું બહુ મોંઘું છે. આ તો અક્ષરધામમાં અનંત મુક્તે સહિત શ્રીજી મહારાજની પૂજાઓ થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ એવી આ દિવ્ય અલૌકિક સભા છે. આ સભાનો વાયરો જેને અડે તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય છે. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. આવા મહારાજ, આવા તેમના અનાદિ, આવી દિવ્ય સભા અને આ વાતો સંભારજો; પણ ભૂલશો નહિ. આ બધુંય દિવ્ય છે તે જો અંત સમે સાંભરી આવે તો નિશ્ચે આત્યંતિક કલ્યાણ થાય. આપણે તો અહોનિશ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું ને મૂર્તિમાં જોડાવું; ત્યારે મૂર્તિનું સુખ આવે, પણ પાત્ર થયા વિના એ સુખ ન આવે. માટે પાત્ર થાવું.”

પછી એમ બોલ્યા જે, “મહારાજ ને મોટા મુક્ત ખરેખરા ક્યારે મળ્યા કહેવાય? તો માન, મોટપ, રસાસ્વાદ એ આદિક સર્વે દોષ મૂકીને મૂર્તિમાં જોડાઈ જાય ત્યારે મળ્યા કહેવાય અને મોટાનો જોગ પણ ત્યારે થયો કહેવાય. મોટાનો જોગ કરીને બાળકિયા સ્વભાવ મૂકવા જોશે ને મહારાજની આજ્ઞા બરાબર પાળવી જોશે. ત્યાગીને અધર્મી શિષ્ય હોય તો શિષ્યનો ત્યાગ કરવો અને ગૃહસ્થને અધર્મી દીકરો હોય તો તે દીકરાનો ત્યાગ કરવો, પણ આજ્ઞામાં ફેર પાડવો નહિ.

“ત્યાગીને જડ માયા જે દ્રવ્ય અને ચૈતન્ય માયા જે સ્ત્રી તેનો ક્યારેય જોગ થાવા દેવો નહિ. જો જોગ થાય તો કાળો સર્પ વળગ્યો જાણવો. તે જેમ સર્પ વળગીને પ્રાણ લે તેમ તે કલ્યાણના માર્ગથી પાડે. ગૃહસ્થને પણ તેવા સાધુનો ત્યાગ કરવો. સ્ત્રી-દ્રવ્યનો જોગ રાખતા હોય તેનો સંગ ક્યારેય ન કરવો. જીવના સ્વભાવ એવા છે જે શત્રુની વહારે ચડે. જેણે પોતાની લાજ લીધી હોય, કેદમાં નાંખ્યો હોય, માર્યો હોય ને તે શત્રુને કોઈક મારે ત્યારે કહેશે જે, ‘એને મારશો નહિ’ અને તેનો પક્ષ લે. માટે સંત અંતરશત્રુને ખોદે ત્યારે શત્રુની વહારે ચડવું નહિ. આ લોકમાંથી ને આ દેહમાંથી લૂખા થાવું.

“પંચભૂતનો દેહ તો હાડકાની મેડી છે, તેને માંસનું લીંપણ કર્યું છે, ચર્મનો કળિચૂનો દીધો છે, માંહી પરુ, પાચ, રુધિર, વિષ્ટા આદિ મળ ભર્યા છે; અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, રસાસ્વાદ, ઈર્ષ્યા, અહંકાર આદિક દોષરૂપી જાળું છે. જીવ તેવા દેહને મોહે કરીને સારો માને છે, પણ તેમાં સારું શું છે? સારું કાંઈ નથી. તે દેહને રાજી કરવા સારુ જીવ નાના પ્રકારની તૃષ્ણા કરે છે, તે તૃષ્ણાનો પાર આવે તેમ નથી.

“સંતને પેટી, આસન, પૂજા, પ્રસાદીનાં પગલાં તે સર્વેની તૃષ્ણા મેલવી; નહિ તો લાજ ખોવરાવે. મન તો હરામજાદું છે. ‘ઝટકી ઝટકી જાત હે, લટકી લટકી વિષય ફળ ખાત.’ તે મૂર્તિમાંથી ઝટકી ઝટકીને ક્યાંય જાતું રહે છે અને લટકી લટકી વિષયરૂપી ફળ ખાય છે; માટે મનને પાછું વાળી મૂર્તિમાં જોડવું. તે મધ્ય પ્રકરણના ૨૩મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે જે, ‘સારા-નરસા વિષયના જોગે કરીને જેનું મન ટાઢું-ઊનું ન થાય તેને પરમ ભાગવત સંત જાણવા.’ તે સંત કોને કહીએ? તો જે શાંતિ કરે તે સંત કહેવાય, કલ્યાણ કરે તે સંત કહેવાય, અંત સમે તેડવા આવે તે સંત કહેવાય; તેવા સંત થાવું.

“આ લોકના રાગ મેલવા. તે અમારાં છોકરાં કહે જે, ‘બાપા! તમારા સારુ ખાવા-પીવાનું આ કરીએ, તે કરીએ.’ ત્યારે હું કહું જે, ‘આ મને ગરમી કરે, આ ટાઢું પડે, આ વાયુ કરે’ એમ કહીને ત્યાગ કરી દઈએ અને બાજરાનો રોટલો ને મઠની ખીચડી તે વિના ફરે જ નહિ. તે અમારે કોઠીમાં બાજરો ભરે તોપણ આનંદ, જુવાર ભરે તોપણ આનંદ; ઘી, ગોળ, ઘઉં ભરે તોપણ સરખો આનંદ. તેમ કોઠી જેવો દેહ કરી મેલવો.

“જે મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તેને મૂર્તિ વિના બીજું સર્વે તૃણ જેવું થઈ જાય છે. આપણે કઈ વસ્તુ પામવી છે? તો શ્રીજી મહારાજ પામવા છે. માટે બીજામાંથી ટૂંકું કરવું જોશે, જરૂર કરવું જોશે; તે વગર છૂટકો નથી.

“આપણને મહારાજ કેવડા મળ્યા છે તે વિચારવું. જેમ મોટા ચક્રવર્તી રાજાને આ ગરીબ છે કે શાહુકાર છે તેવું કાંઈ નજરમાં નથી, માટે જોતા નથી; તેવી રીતે મહારાજનો ને મોટાનો મહિમા સમજાય  તો પંચવિષય, દેહાભિમાન, કાંઈ જણાય નહિ ને મૂર્તિની સન્મુખ ચાલ્યા જાય.

“માટે કહેનારા સારા છે, જોગ સારો છે તેથી પોતાનું પૂરું કરી લેવું; જરૂર પૂરું કરી લેવું. આ જીવ છે તે માયાનો લહરકો લેવા જાય છે એટલામાં મહારાજને ભૂલી જાય છે. માયા ત્યાગ કરી બેઠા હોય, પણ જો અંતરમાં ઘાટ-સંકલ્પ રહે તો સુખ ન થાય ને સામું દુઃખ થાય. માટે ઘાટ-સંકલ્પ મૂકી મૂર્તિમાં વૃત્તિ રાખવી. જીવમાંથી માયાનો રાગ કાઢી નાખવો અને જે માયાને તર્યા હોય ને મહાકાળ-અક્ષરથી પર એકાંતિક કે પરમ એકાંતિક તથા અનાદિ હોય તેનો સંગ કરવો, પણ માયામાં બંધાયેલા હોય તેનો સંગ ન કરવો; તો જ સુખ થાય. શ્રીજી મહારાજ ને મોટા અનાદિ તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ અહીં દિવ્ય છે. મનુષ્યભાવ તો પોતાના સંકલ્પ માત્રે કરીને દેખાડે છે. જેના સારુ મુંડાવ્યું છે, જે જોઈએ છે તે જ પ્રત્યક્ષ મહારાજ અને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ બહુ જ મોટી છે, અતિ બહુ મોટી છે. કયા સ્થાનમાં બેઠા છીએ? કોનો જોગ થયો છે? તો અનાદિમુક્ત અને પ્રત્યક્ષ શ્રીજી મહારાજ તે સાક્ષાત્ મળ્યા છે.”

એટલી વાત કરીને સંત-હરિભક્તોને દ્રાક્ષ તથા કાજુની પ્રસાદી આપી.  II ૪૩ II

In the morning of Fāgaṇa Vad 4th, after performing pūjā Bāpāśrī met all saints and devotees. Bāpāśrī said to Swāmī Īśvarcharaṇadāsjī, “Swāmī! This meeting is very exceptional. This pūjā of infinite muktas along with Śrījī Mahārāj is in Akṣardhām. This is divine extraordinary assembly, in which there is a group of Munis in every Muni. The sin of  innumerable births of anyone, whom the air of this assembly touches gets burnt. This is very great achievement. Do remember such Mahārāj, such Anādi muktas of His, such divine assembly and these talks- but do not forget. All these are divine. If it is remembered at the time of death, ultimate liberation is certain. We should meditate on Mūrti day and night and should join Mūrti- then only happiness of Mūrti will come. Unless one becomes worthy of it that happiness will not come, so be worthy.”

          Then Bāpāśrī said, “When can it be said that Mahārāj and great muktas have really met?” It is said only when all shortcomings like honour, pride, taste, etc. are given up and get attached to Mūrti. Then association of mukta is also said to be complete. After associating with muktas, one will have to give up childish nature and will have to obey Mahārāj’s command properly. If the renounciant’s follower is irreligious, he should renounce such follower and if householder’s son is irreligious, that son should be renounced but commands should never be violated. The renounciant should never come in contact with wealth and woman. If he comes in contact with them, he should know that a cobra has clung him. Just as after clinging a cobra takes one’s life, similarly, it is also the cause of fall from the path of salvation. The householder should also give up such saint. The one who keeps contact with wealth and woman should never be associated. The nature of jīva is such that it takes the side of the enemy, the one who has looted his modesty, had sent him in prison, had beaten him, and if someone beats that enemy, he would say not to beat him and would take his side. When the saint tries to dig the enemy within, we should not take the side of the enemy. One should neglect this world and this body. The body of five elements is the cage of bones, it has been plastered with meat, it has been whitewashed with skin, inside it there is pus, blood, excrement, etc. and   it is covered by net in the form of faults like passion, anger, greed, pride, fascination, taste, envy, etc. Jīva considers this body as good because of its fascination. But what is good in it? Nothing is good. To please the body, jīva longs for small kinds of things. That longing has no end. The saint should give up longing for a box, seat, pūjā, prasādī of footprint   (charaṇārviṅd) otherwise he will lose the prestige. Mind is rogue. ‘Zaṭkī zaṭkī jāt he, laṭkī laṭkī vishay faḷ khāt.’ It leaves Mūrti all of a sudden and eats fruits in the forms of sensual objects. Therefore, the mind should be diverted from those objects and should be joined in Mūrti. In the 23rd Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter Mahārāj has said, “Parambhāgwat saint (compete in all respect in his devotion to God) is one who by coming in contact with good or bad objects does not get disturbed in mind. Who is called saint- the one who gives peace, who liberates, who comes to fetch at the time of death-one should become such saint. We should give up allurement of this world. My children say, “Bāpā! For your comfort we do this, we do that for your meals, etc.” Then I would say, “It is not suitable to me- it disturbs my stomach, or it may create heat in my body or it may create coolness in my body or it may give me gastric trouble- thus I would give up and I would take only loaf of millet and hotchpotch of math (a kind of pulse) and that is the only food for me. If millet is stored in storing vessel, I am glad. If white millet is stored, I am glad. If ghee, jaggery, wheat, is stored even then the same gladness. Similarly, body should be made like storing vessel. The one who gets attached to Mūrti with feeling of oneness would think all other happiness excepting Mūrti to be trivial. Which thing we want to achieve- Śrījī Mahārāj only. Therefore, everything else has to be cut short- it is must because there is no way out. We should think how great achievement we have, by getting Mahārāj. Just as the sovereign king does not show any difference between poor and rich. Similarly, if the greatness of Mahārāj and muktas is understood, five sensual objects, egoism will not be felt and one can reach in front of Mūrti. Your guide is good, opportunity is good so get it fulfilled without fail. As soon as this jīva takes taste of māyā it forgets Mahārāj. He would have given up māyā but if there are thoughts in conscience, he will not get happiness; on the contrary, he will be unhappy. Therefore, leaving thoughts aside, we should keep tendency (vṛtti) in Mūrti. We should drive away passion of māyā from jīva and associate with those who have crossed māyā and who are ekāṅtik or  param ekāṅtik and Anādi who are above Mahākāḷ and Akṣar. But should not associate with them who are bound by māyā– then only he will be happy. Śrījī Mahārāj and great Anādi are as divine here as they are in Akṣardhām. They show human feeling by their saṅkalpa only. For the purpose for which we have become ‘Saṅnyāsī’ and whatever is wanted, is achieved by meeting Mahārāj Himself and muktas. This achievement is very very great. Where are we sitting, whose association have we got? We have got anādi mukta and Śrījī Mahārāj Himself.” After this talk, Bāpāśrī distributed prasādī of cashew nut and kismis to the saint-devotees. || 43 ||