Gujarati / English

સવારે સભામાં કથા વંચાઈ રહ્યા પછી બાપાશ્રી બોલ્યા જે, “આ મહારાજની મૂર્તિ (પ્રતિમા રૂપે) છે તે દિવ્ય અક્ષરધામમાં છે તે જાણવી. ‘આ સભા દિવ્ય અક્ષરધામની છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને નરનારાયણના સમ છે’ એમ મહારાજે સમ ખાધા છે. આ સભા અનાદિમુક્તની છે. આ સભામાં પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને ભાર છે. એ બે વાતો દૃઢ કરવી જોશે. એ બે વાતો દૃઢ થઈ તો અતંર્વૃત્તિ થઈ જાણવી. જો એ બે વાતો સિદ્ધ થાય તો ખરેખરો એકાંતિક થાય.

“તે એકાંતિક કેને કહીએ? તો આંખે આંધળો થાય, કાને બહેરો થાય, ત્વચા, રસના આદિના સર્વે વિષયે રહિત થયો ને માંહી રાગ ન રહે તે એકાંતિક કહેવાય, તે કૃપાનો પાત્ર થયો. પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાનને આત્મામાં પધરાવે ત્યારે પરમ એકાંતિક થાય છે, તે ખરી કૃપાનો પાત્ર થયો. પછી મહારાજ તેના ઉપર પૂર્ણ દયા કરે ત્યારે અનુભવજ્ઞાન મૂર્તિમાંથી છૂટે છે તે અનુભવજ્ઞાન ભક્તને મૂર્તિમાં ખેંચે છે ને મૂર્તિમાં જોડી દે છે ત્યારે અનાદિમુક્ત થાય છે.

“સાધનકાળમાં પણ મોટાની કૃપા હોય તો જ સિદ્ધ થવાય છે. મોટાની સહાયતા વિના કાંઈ થાય નહિ. ઈન્દ્રથી લઈને અક્ષર સુધી સાધન છે, અક્ષરથી પર એકાંતિક, પરમ એકાંતિક થાય ત્યારે કૃપા થાય. પછી કૃપાથી મૂર્તિના સુખમાં પહોંચાય છે. એ સારુ મોટા અનાદિ સાથે દૃઢ આત્મબુદ્ધિ કરવી. જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી કરવી. મહારાજ અને મોટાની આજ્ઞા બરાબર પાળવી, ઉપાસના પરિપકવ સમજવી, મૂર્તિમાં ધ્યાને કરીને જોડાવું. તે જો પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ પધરાવીને પ્રદક્ષિણા કરે તો અનંત બ્રહ્માંડ, અનંત અક્ષર, અનંત પાર્ષદ ને દિવ્ય સભા તે સર્વે આવી જાય છે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “બાપા! અનુભવજ્ઞાન મૂર્તિમાં ખેંચે છે તે અનુભવજ્ઞાન કોને કહીએ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં ખેંચે છે, મૂર્તિનું પ્રમાણ કરે છે, મૂર્તિના સુખનું પ્રમાણ કરે છે અને મૂર્તિમાં જોડાવે છે તે અનુભવજ્ઞાન કહેવાય. અને એમ જાણે જે, ‘આ ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ દાદા ખાચર, આ પર્વતભાઈ’ એવી રીતે જાણપણું રહે તે અનુભવજ્ઞાનથી રહે છે.”

પછી મધ્ય પ્રકરણનું ૪૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં આવ્યું જે, ‘આ રોગે સારું સારું ખાવાનું ખંડન કરી નાખ્યું તે મુમુક્ષુ હોય તેને એમ જણાય જે આ ક્ષયરોગ રૂપે મોટા પુરુષનો સમાગમ થયો.’

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનના ભક્તને રોગ થાય તો મોટાનો સમાગમ મળ્યો જાણી તેમાં દુઃખ માનવું નહિ.”

ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, “રોગ સમાગમમાં વિઘ્ન કરતો હોય તો કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં અને સંતમાં હેત રાખવું. મૂર્તિમાં હેત હોય તો હજાર ગાઉ છેટે હોય કે લાખ ગાઉ તોપણ મહારાજ ને મોટા પાસે જ છે. અને ખરું હેત હોય તો જળમાં, અગ્નિમાં ગમે તે ઠેકાણે હોય તોપણ મહારાજ તથા મોટા ભેગા રહે, દર્શન આપે અને રક્ષા કરે. કૈવલ્યાનંદ સ્વામીને જળમાં દર્શન દીધાં અને રક્ષા કરી તથા જેમ મામૈયા ભક્તે ‘હે સ્વામિનારાયણ બાપા!’ એમ હેતથી સંભાર્યા તે વખતે મહારાજે દર્શન આપ્યાં, એમ હેતથી સંભારે તો મહારાજ સાથે રહે. આવી દિવ્ય સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદમંદ જુએ છે, મંદમંદ હસે છે, મંદમંદ બોલે છે, મંદમંદ પ્રસાદી આપે છે; પણ જેને દિવ્ય દૃષ્ટિ થાય તે દેખે.”

પછી લાલુભાઈએ પૂછ્યું જે, “અનાદિમુક્ત દ્વારે શ્રીજી મહારાજ સુખ આપે છે એમ કહેવાય છે તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિ તો મૂર્તિરૂપ છે, દ્વાર તો બીજા સાધનિક ભક્તને સમજાવવા કહેવાય, પણ અનાદિ તો મૂર્તિસ્વરૂપ છે, મૂર્તિથી જુદા નથી; તોપણ દાતા-ભોક્તા અને સ્વામી-સેવકપણું દૃઢ રહે છે.

“તેમની સાથે ભાષણ કરીએ છીએ, તે સભામાં બેઠા છીએ એ કેવડી મોટી પ્રાપ્તિ છે! અક્ષર છે તે તો પોતાની જુદી સભા કરીને બેઠા છે. અક્ષરમાં જાવું છે એમ જે કહે છે તે પણ આ સુખમાં રહી ગયા! રહી ગયા! રહી ગયા! આ સુખ તો બહુ જબરું છે, સુખના ઢગલે ઢગલા છે. તે સુખ અત્યારે જીરવાય નહિ. તેવો પાત્ર થાય ત્યારે તે સુખ ભોગવાય. તે સુખ જ્ઞાને કરીને ઓળખાય ત્યારે અહોહો થાય. દીવાના-મસ્તાના થઈ જવાય. તે સુખ મહારાજને કહીને તમને અપાવશું. શ્રીજી મહારાજ અમારું નહિ માને? માનશે, જરૂર માનશે જ.

“મહારાજે જય સચ્ચિદાનંદ કહ્યા તે શું? તો પોતાના વહાલા અનાદિમુક્તને સંભાર્યા. આ સંત છે તે પરભાવમાં અવતાર છે અને અવરભાવમાં સંત છે. તેથી એમ જાણવું જે શ્રીજી મહારાજ અને મોટાને લઈને આપણી મોટપ છે; માટે કોઈ પ્રકારનું માન આવવા દેવું નહિ. માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે. જેમ રાજા જતો હોય તેની આગળ ઘોડેસ્વાર દોડ્યો જાય, તેમ માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે. પણ મહારાજ અને અનાદિની આગળ આ સાધનિક શી ગણતરીમાં છે? કાંઈ નથી.

“હજારો સાધનિક સંત હોય તે અનાદિમુક્તની તુલ્ય થાય નહિ. તે એકાંતિક, પરમ એકાંતિક, ઉપશમ અવસ્થાવાળા અને નિરાવરણ દૃષ્ટિવાળા સ્વતંત્રપણે તેડવા જાય એવા સત્સંગમાં હોય, પણ અનાદિમુક્તની વાત તો અલૌકિક છે.  તે તો મૂર્તિમાં રસબસ રહ્યા થકા શ્રીજી મહારાજના સંકલ્પે કરીને દેખાય છે. એવા મહા અનાદિમુક્ત તો બહુ ચમત્કારી તથા પ્રતાપી હોય.”

તે પર વાત કરી જે, “સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા,  ત્યારે એક વખત મહારાજનાં દર્શને જેતલપુર આવ્યા. ત્યાં મહારાજનાં દર્શન કર્યાં તે સમે મહારાજે પણ ખુશાલભાઈને બહુ હેત જણાવીને અત્યંત સુખ આપ્યું. પછી મહારાજ વારે વારે એમ કહે જે, ‘આ તો બહુ મોટા મુક્ત છે.’ એવામાં દામોદરભાઈ શ્રીજી મહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે ગંગામાને પૂછો કે અમે એકલા આવીએ કે મંડળે સહિત આવીએ?’ ત્યારે દામોદરભાઈએ ગંગામા પાસે આવીને મહારાજે કહ્યું હતું તેમ સર્વે વાત કરી. ત્યારે ગંગામાએ કહાવ્યું જે, ‘મહારાજ! થાળ તમારા સારુ કર્યો છે તે તમે સર્વે જાણો છો. માટે તમારી મરજી હોય તેમ કરો.’

“પછી મહારાજ મંડળે સહિત જમવા ચાલ્યા, તે મહારાજ અને ખુશાલભાઈ બંને હાથ ઝાલીને આગળ ચાલ્યા આવે. ત્યાં વાટમાં એક ખાલી કૂવો આવ્યો તેમાં કેટલાક ભૂત કળાહોળ કરતાં હતાં, ત્યારે મહારાજ કહે કે, ‘જુઓ તો ખરા! આ શું થાય છે?’ એમ કહીને મહારાજ તથા ખુશાલભાઈ (ગોપાળાનંદ સ્વામી)એ કાંઠા ઉપર ઊભા રહીને તેના સામી કૃપાદૃષ્ટિ કરી અને સ્વામીશ્રીએ તે સર્વે ભૂતનો મહારાજની ઈચ્છાએ કરીને મોક્ષ કર્યો.

“પછી ત્યાંથી ઘેર પધાર્યા. મહારાજ તો ખુશાલભાઈ ઉપર વારે વારે બહુ હેત જણાવે. પછી ગંગામાને મહારાજે કહ્યું જે, ‘તમે આમને ઓળખો છો?’ ત્યારે ગંગામાએ કહ્યું જે, ‘ના, મહારાજ.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘આ તો બહુ મોટા છે.’ પછી ગંગામા પણ મહારાજ તથા ખુશાલભાઈના સામું બહુ જ જોઈ રહ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હવે જમવા સારુ જે થાળ કર્યો હોય તે બહાર લાવો.’ એમ કહીને મહારાજે સંતને પંક્તિ કરવાની આજ્ઞા આપી એથી પંક્તિ થઈ. પછી મહારાજ પોતે પીરસવા ઊઠ્યા. ગંગામાએ જે થાળ બહાર મૂક્યો તેમાંથી મહારાજે બે ભાગ કર્યા, તે અર્ધો ભાગ લઈને મહારાજે ખુશાલભાઈને કહ્યું જે, ‘આવો! આ પંક્તિમાં પીરસો.’ ત્યારે મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ થાળ લઈને પંક્તિમાં પીરસવા મંડ્યા તે અડધા થાળમાં સર્વે સંતને બે-ત્રણ વાર પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. આવો એમનો પ્રતાપ જોઈને ગંગામાને બહુ જ આશ્ચર્ય થયું.

“પછી મહારાજ અને ખુશાલભાઈ બેય ભેળા જમવા બેઠા તે જમતાં જમતાં મહારાજ તેમના ઉપર બહુ હેત જણાવે. તે ગંગામા પણ સામું જોઈ રહ્યાં જે, ‘આ તે કોણ છે! નવા છે પણ ચમત્કારી બહુ જ છે.’ તે સમે મહારાજ તથા ખુશાલભાઈ બંનેની મૂર્તિમાંથી ઝળેળાટ તેજના સમૂહ નીકળવા મંડ્યા, તે બેય રૂપ મહારાજ જેવાં જ દેખાણાં. એ જોઈને ગંગામા તો બહુ જ આશ્ચર્ય પામ્યાં જે આ બેમાં મહારાજ કોણ? પછી થોડી વાર તેવાં દર્શન દઈને મહારાજે તેજ સમાવી પ્રથમના જેવું રૂપ ધારણ કરી દર્શન દીધાં.

“એમ મહારાજ અને અનાદિમુક્ત જુદા નથી. તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા થકા સેવકભાવે સુખ ભોગવે છે. માટે મહિમા સમજવો. ને સુખ તો મૂર્તિમાં જ છે તે જોડાવાય તો સુખિયું થવાય, માટે રસબસ રહેવું. જીવને કાર્યમાં બહુ તાન છે, પણ કારણ મૂર્તિ વિના કારણ શરીર ટળે નહિ. માટે ધ્યાન-ભજનનો આગ્રહ રાખવો. મંદવાડમાં જેમ તણાઈ જવાય છે તેમ સર્વે ક્રિયામાં મહારાજમાં વૃત્તિ રાખવી અને આવા અનાદિમુક્તને વિષે હેત ને વિશ્વાસ રાખી મહિમા સમજવો. તે જો હેત અને વિશ્વાસ હોય તો બહુ કામ થાય અને મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય.”

બપોરે મેડા ઉપર આસને સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “બાપા! તમારો દાખડો ઘણો છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! મહારાજે અનંત મનવારો ભરવાનું ધાર્યું છે. એમના મુક્તનું પણ એ જ કામ છે. એ તો સંકલ્પ માત્રમાં અનેક જીવને મૂર્તિના સુખમાં મૂકી સુખિયા કરી દે. એને દાખડો શું પડે! આ સમે મહારાજે કલ્યાણનું બહુ સુગમ કર્યું છે. આગળ તો રાફડા થઈ જતા તોય કલ્યાણનું કાચું અને આજ તો નાના નાના સત્સંગીના દીકરા પણ મૂર્તિના સુખની વાતો કરે છે. આ બધો પ્રતાપ શ્રીજી મહારાજનો ને તેમના અનાદિ મહામુક્તનો છે. મુક્ત તો મૂર્તિથી જુદા રહેતા જ નથી. તેથી જેમ મહારાજ કલ્યાણકારી તેમ એ પણ એવા જ.

“આ સમય બહુ ભારે આવી ગયો. જુઓને! આ દેશમાં અક્ષરધામ જેવું મંદિર! શ્રીજી મહારાજનો પ્રતાપ તો બહુ જબરો! ગામોગામ મોક્ષના દરવાજા ઉઘાડા મેલ્યા છે. કોઈ આવો! કોઈ આવો! ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, આજ ધર્મવંશીને દ્વાર.’ આવો ઉત્તમ અવસર મળ્યો છે, એમ જાણીને પોતાનું પૂરું કરી લેવું.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “ભગવાનના મળેલા કોને કહીએ? તો જેને માનસી પૂજા કરતાં, ધ્યાન કરતાં, મૂર્તિમાંથી પાછા ખેંચવા પડે તેવી રીતે મૂર્તિમાં જોડાઈ જાય તે મળેલા કહેવાય અને સેવામાંથી પાછા વાળવા પડે તેમ સેવામાં જોડાય તે મળેલા કહેવાય.

“આ પ્રત્યક્ષ ભગવાનને પૂજેલાં પુષ્પ પણ આત્યંતિક કલ્યાણ કરે; માટે અતિ હેતે કરીને ભગવાનનું ધ્યાન કરવું, કથા-વાર્તા કરવી ને સાંભળવી, કીર્તન બોલવાં ને શીખવાં. તે મને અગિયારસો ચોસર કીર્તન કંઠે આવડતાં હતાં, તે બીજા કીર્તનિયા સાથે કીર્તન બોલીએ અને કીર્તનની ઝૂક મચાવીએ. મંદિરમાં કીર્તન બોલીએ, વાડીમાં બોલીએ. અત્યારે પણ કેટલાક છોકરાઓને એ નોરે ચડાવ્યા છે. તે મંદિરમાં આવીને કીર્તન બોલે ને કથા થઈ રહે ત્યારે વળી બોલે અને પછી છેલ્લી બાકી પણ બોલે; એમ ત્રણ-ચાર થોકે કીર્તન બોલાવીએ. માટે કીર્તન બોલવા-શીખવામાં મહારાજ અને મોટા રાજી થાય.”  II ૪૪ II

In the morning assembly when the kathā was over Bāpāśrī said, “This, Mūrti (in the form Idol) is the same divine as the one which is in Akṣardhām. This assembly is of divine Akṣardhām. If I am telling a lie, I swear in the name of Narnārāyaṇa. Thus, Mahārāj has sworn. This assembly is of anādi mukta. Mahārāj Himself is seated in this assembly. If I am telling a lie, you may hold me responsible. These two points have to be made firm. If these two points have become firm, we should know that the tendency has become introvert. If these two points are realised, he will become real ekāṅtik. Who is called ekāṅtik? The one who becomes blind in eyes, deaf in ears, the objects of touch, taste, smell, etc. are given up and he has no fondness inwardly  is called ekāṅtik. He has become worthy of favour. When he installs Supreme Lord in his soul, he becomes param ekāṅtik. He has become worthy of real favour. When Mahārāj shows His full pity on him, experiential knowledge emits from Mūrti and that experiential knowledge draws the devotee in Mūrti and gets him attached to Mūrti. Then he becomes anādi mukta. During the period of doing means if there is favour of muktas, one can become realised. Nothing can be done without the help of muktas. From Īṅdra to Akṣar it is means, above Akṣar, there is ekāṅtik and when he becomes param ekāṅtik, he will get favour. With this favour, he can reach in the happiness of Mūrti. For this purpose, one should make firm his ātmabuddhi (soul intellect), with great Anādi. It should be made as powerful as it is with body. One should thoroughly obey the commands of Mahārāj and muktas, matured upāsanā should be understood and one should get attached to Mūrti by meditation. If one installs Mūrti and does Pradakṣiṇā (to go round), everything viz. infinite Brahmāṇdas, infinite Akṣar, infinite attendants and divine assembly are covered.”

          Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! Experiential knowledge draws us in Mūrti- which is that experiential knowledge?” Bāpāśrī said, “Experiential knowledge is that which draws us in Mūrti, qualifies Mūrti, it also qualifies bliss of Mūrti and gets us attached to Mūrti. One knows that this Gopālānaṅd Swāmī, this Muktānaṅd Swāmī, this Brahmānaṅd Swāmī, this Dādā Khāchar, this Parvatbhāī thus such type of awareness remains because of  experiential knowledge.” Then the 47th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read. In it, it is mentioned that, this disease made me give up tasty food- the one who is mumukṣu (desiring salvation) and if he understands thus that muktas have met him in the form of T.B. Bāpāśrī said, “Even if the devotee of God suffers from a diseases he should not feel unhappy with the knowledge that he has met muktas.”

          Purāṇī Hariprasāddāsjī asked, “If the disease puts hurdle in association with a saint, what should be done?” Bāpāśrī said, “We should keep love for saint and Mūrti. If there is love for Mūrti, Mahārāj and muktas are close to him though he may be thousands of miles away. And if he has real love, Mahārāj and muktas are with him even if he may be in water, in fire or anywhere. They give darśan and protect him. Kaivalyānaṅd Swāmī got darśan in water and was protected. As soon as Māmaiyā bhakta uttered the words, oh Swāmīnārāyaṇa Bāpā!, Mahārāj gave him darśan because he remembered Him with love, If one remembers Mahārāj with such love He remains with him. Mahārāj Himself is present in this divine assembly, throws His glance, smiles gracefully, speaks softly, distributes Prasād slowly but if one gets divine sight, he can see.”

          Lālubhāī asked, “It is said that Śrījī Mahārāj gives happiness through the medium of Anādi muktas- what is to be understood about it?” Bāpāśrī said, “Anādis are form of Mūrti, their medium has been told for the benefit of devotee doing means but Anādis are form of Mūrti. Though, they are not separate from Mūrti, their feeling of the donor-donee and Master-servant remains firm. I am talking with them and in the same assembly of Anādis, we are also there. What a great achievement! That which is Akṣar has arranged his separate assembly. Those who say that they want to go to Akṣar are also left out from this happiness. This happiness is unique. There are heaps and heaps of happiness. That happiness is presently indigestible. If one becomes worthy, he can enjoy that happiness. When that happiness is known with knowledge, he would be over-awed. One would become mad with joy. I will get that happiness for you by requesting Mahārāj. Will Mahārāj not oblige me? I am sure he will oblige me. Mahārāj greeted with Jay Sachchidānaṅd –what is it? It means he remembered His dear Anādi muktas. This saint is incarnation in divine perspective (parbhāv) and he is saint in view from the perspective of this world. So know that, our greatness is because of Śrījī Mahārāj and mukta. Therefore, ego of any kind should not be allowed. Ego puts obstacles in all means. Just as when the king goes out, he is escorted by a pilot horseman. Similarly, ego goes ahead of all means. But what is the value of this seeker before Mahārāj and Anādi? No value. There may be thousands of seeking saints but they cannot be compared with anādi mukta. There may be ekāṅtik, param ekāṅtik, in the state of upśam (tranquillity) and the one having divine sight (nirāvaraṇa dṛṣṭi) may go independently to fetch in this satsaṅg but the talk of the Anādi muktas is beyond words (Alaukik). They are seen by the saṅkalpa of Śrījī Mahārāj when they have oneness with Mūrti. Such great Anādi muktas are very powerful and miraculous. On that point Bāpāśrī said, before being initiated as saṅnyāsī Sadguruśrī Gopālānaṅd Swāmī, once he came for darśan of Mahārāj at Jetalpur. There he had darśan of Mahārāj. At that time, Mahārāj gave much happiness to Khuśālbhāī by showing much love. Then Mahārāj said very often that he was very great mukta. In the mean time, Dāmodarbhāī came to call Śrījī Mahārāj for taking meals. Mahārāj said to Dāmodarbhāī to ask Gaṅgāmā whether he should come alone or with the group. Dāmodarbhāī told Gaṅgāmā about everything which was told by Mahārāj. Gaṅgāmā send the message to Mahārāj, tell Him that the meal had been prepared for Him and He knew everything. Therefore, He could do, as He liked. Mahārāj went for dinner with the group. Mahārāj and Khuśālbhāī holding hand in hand walked in front. On the way, there was an empty well. In that well some ghosts were making fuss. Mahārāj said, “Just see! What is happening.” After saying so Mahārāj and Khuśālbhāī (Gopālānaṅd Swāmī) stood on the corner wall of the well and threw His merciful sight and Swāmīśrī liberated all ghosts by the wish of Mahārāj. From there they came home. Mahārāj often showed His love on Khuśālbhāī. Then Mahārāj asked Gaṅgāmā if she knew him. Gaṅgāmā refused. Then Mahārāj said, he is very great. Then Gaṅgāmā looked at Mahārāj and Khuśālbhāī for a long time. Mahārāj asked to bring the food prepared for dinner. Saying so Mahārāj ordered saints to arrange a row, so the line was arranged. Then Mahārāj Himself got up to serve the meal. The food, which was kept outside by Gaṅgāmā, was divided into two parts. Mahārāj took half part of it and asked Khuśālbhāī to serve it in the row of saints. As per Mahārāj’s order, Khuśālbhāī started serving in the row. From that half part, all the saints were fed fully, serving two to three times in the row. Gaṅgāmā was very much surprised by seeing his such capacity. Then Mahārāj and Khuśālbhāī both sat together to dine. While dinning Mahārāj showed much love on him. Gaṅgāmā was looking at this and was wondering who he was. Though he is new, he is very miraculous. At that time luminescence was emitted like jet from Mūrti of Mahārāj and Khuśālbhāī. Both the forms looked like Mahārāj. Gaṅgāmā was very much surprised and was wondering, who Mahārāj was from the two. After some time Mahārāj made the luminescence disappeared and gave darśan as He was at first. Thus, Mahārāj and Anādi muktas are not separate. Anādi muktas enjoys happiness by remaining engrossed in Mūrti with the feeling of servant. Therefore, greatness should be understood and happiness is there only in Mūrti. If one gets attached to it, he will become happy. Therefore, remain engrossed. Jīva is much concerned about the work but causal body cannot be avoided without causal Mūrti. Therefore insists on meditation and devotional song. Just as illness draws us. Similarly, in all activities tendency should be kept in Mahārāj. One should keep love for such Anādi muktas and keep faith and understand their greatness. If there is love and faith, it will do much work and one can become happy in the happiness of Mūrti.”

           In the afternoon on the upper storey of the temple Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! You are doing much exertion.” Bāpāśrī said, “Swāmī! Mahārāj has decided to load infinite warships (i.e. Mahārāj wishes to liberate innumerable jīvas). His muktas have the same work. They can make innumerable jīvas happy by putting them in the happiness of Mūrti by a saṅkalpa only- so where is the question of exertion? This time Mahārāj has made the work of salvation very easy. Formerly there were lot of efforts even then salvation was not easy, whereas today young sons of satsaṅgī talk about happiness of Mūrti. This is all because of the power of Śrījī Mahārāj and His anādi mukta. Muktas never live separately from Mahārāj. Just as Mahārāj is giver of salvation, similarly they are like Him. This opportunity is very good. Just see! In this country, there is temple like Akṣardhām. The power of Śrījī Mahārāj is very great. He has kept open doors of liberation in every village. Come someone! come someone! ‘Jene joīe te āvo mokṣa māgvā, āj dharmavaṅśīne dwār’ (whoever wants liberation, come, come, today to Śrījī Mahārāj). One should get himself fulfilled knowing that this is the best opportunity.”                        

          Bāpāśrī said, “Who should be called as having met God? The one while doing mental worship, meditation has to be drawn back from Mūrti and he gets attached to Mūrti in that way, is called having met and the one who joins sevā in such a way that he is required to draw back from sevā is called having met. This flowers offered to God Himself also do the work of ultimate liberation. Therefore, we should meditate on God with much love, do kathā-vārtā, hear it, sing devotional songs and learn them. I could orally sing 1100 quadruplets of devotional songs, and sing them with other singers and sing them excitedly. We would sing them in the temple, in the farm. Even today, many boys have been swung away by this intoxication. They would come to the temple, sing devotional songs and once again, when the kathā would be over, they would sing and at the end of session would sing. Thus, they would make to sing thrice or four times. In singing devotional songs and learning them, Mahārāj and muktas become pleased.”    || 44 ||