Gujarati / English

ફાગણ વદ-૫ને રોજ સવારે મેડા ઉપર પૂજા કર્યા પછી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડેલી લીલી દ્રાક્ષ સંત-હરિભક્તોને વહેંચી. લાલુભાઈને પ્રસાદી આપતાં રમૂજે યુક્ત વચન સિંધી ભાષામાં બોલ્યા જે, “લાલુભાઈ! હી પ્રસાદી કેડી આહે?”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! હી પ્રસાદી અક્ષરધામજી આહે.”

તે વખતે સંતો સામું જોઈને બોલ્યા જે, “જુઓ તો ખરા! બાપડા કેવા વિશ્વાસી! બે દાણા પ્રસાદી જડે તોય સૌને ઘરમાં આપે ને કહે જે, ‘આ પ્રસાદી અહીંની નથી, અક્ષરધામની છે.’ આવો દિવ્ય ભાવ; કેમ જે મહારાજ અને અનંત કોટિ મુક્ત જમ્યા પછી એ વસ્તુ દિવ્ય થઈ ગઈ. સત્સંગમાં કેટલાક ઝાઝાં વર્ષ થયાં કુટાતા હોય, પણ મહારાજ તથા મોટા મુક્તનો મહિમા હાથ આવ્યો ન હોય તે આવી વાત જાણી ન શકે. આ દ્રાક્ષમાં રસ ભર્યો છે તેમ આવા દિવ્ય ભાવમાં પણ નકરો રસ છે. મહારાજનો સાક્ષાત્કાર થયો તેને તો બધુંય દિવ્ય થઈ ગયું. જવું-આવવું ક્યાંય ન રહ્યું.”

‘રસરૂપ મૂર્તિ રે શ્રીહરિ કેવળ કરુણાકંદ’ એ ટૂંક બોલીને કહ્યું જે, “ચાલો સૌ સભામાં કથાટાણું થઈ જશે.”

એમ કહી પોતે ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધાર્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને કહ્યું કે, “સ્વામી! આ ફેરે તમે બેય સદગુરુઓએ અહીંના હરિભક્તોને ન્યાલ કર્યા છે. તમે જ્યાં બેઠા હો ત્યાં માગ ન જડે. રાત્રે કે દિવસે, આસને, સભામાં, નાવા જાઓ ત્યારે પણ હરિભક્તો તો ઘેરીને ઊભા હોય છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “બાપા! એ બધો પ્રતાપ આપનો છે. ચમકની પેઠે આપ સૌને ખેંચો છો. તમારાં દર્શનથી બધાય સુખિયા થયા છે. હરિભક્તોને એમ જે બાપાશ્રી દયા કરીને પધાર્યા છે તેથી જેટલો લેવાય એટલો દર્શન-સેવાનો લાભ લઈએ. આપે પણ આ ફેરે ઘણી પ્રસન્નતા જણાવી છે એટલે મૂર્તિના સુખની, આજ્ઞા-ઉપાસનાની, નિશ્ચયની, નવી નવી વાતો થાય છે. તેથી સૌને તાણ રહે જે આ ટાણે આપણે રહી ન જઈએ. તેથી રાત્રે બાર વાગી જાય છે તોય હરિભક્તો ઊઠતા નથી. સવારે ચાર વાગે છે ત્યાં તો પૂજાઓ કરીને મંદિરમાં આવી જાય છે. એમ આપ સૌને ખેંચો છો. લાલુભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિભાઈ, મોહનભાઈ, સોમચંદભાઈ તથા નાના-મોટા બધાય રાજીપા સારુ તલખે છે. તે વહેલા આવી ચંદન ઘસી સૌને ચર્ચે છે. હારથી, ચંદનથી સંતોની પૂજા કરે છે, દંડવત કરે છે, પારાયણમાં પણ હાજર થઈ જાય છે, વારાફરતી રસોઈઓ કરાવવા માગણી કરે છે, આપને ઘેર તેડી જવા પ્રાર્થનાઓ કરે છે. આમ, નકરો દિવ્ય ભાવ વર્તાઈ રહ્યો છે. આપે પણ આ વખતે કૃપા બહુ કરી શ્રીજી મહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનું સદાવ્રત ઉઘાડયું છે.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! મહારાજનો સંકલ્પ છે કે અમારી નજરે ચડ્યો તેને મૂકવો નથી. એમના અનાદિને પણ એ એક જ કામ છે. જીવ ગમે તેમ ધારે.”

એમ કહેતાં કથા ચાલતી થઈ. કથા પ્રસંગે મહિમાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સભા અલૌકિક દિવ્ય છે. મહારાજ સામી સૌની નજર છે ને મહાપ્રભુની નજર આ સભા સામી છે. એ વાત હાથ આવે એટલે દર્શનની, સેવાની ને જમાડ્યાની ત્વરા થાય.”

એ ઉપર વાત કરી જે, “મહિમાવાળા તો રામજીભાઈ ખરા! જે તેમણે સંતોને જમાડ્યા ને ઘણીવાર સુધી દંડવત કર્યા એવું હેત. વાહ રે વાહ! રામજીભાઈ! વળી વળીને ધૂળ (ચરણરજ) માથે ચડાવે અને ઝાડવાંને પ્રાર્થના કરે જે, ‘તમે મોટાં ભાગ્યવાળાં તે આ સભાનાં દર્શન નિત્ય કરો છો ને હું અભાગિયો રહી જાઉં છું, જે સદાય અહીં રહી શકતો નથી.’ એમ બોલતા. એવી મહિમાની વાતો છે.”

એવી રીતે વાત કરતાં સમય થયો. ત્યારે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી કથાની સમાપ્તિ કરી.  II ૪૬ II

In the morning of Fāgaṇa Vad 5th after performing pūjā on the upper storey of temple, Bāpāśrī distributed Prasād of grapes offered to Ṭhākorjī, to saints and devotees. While giving Prasād to Lālubhāī Bāpāśrī jokingly asked in Siṅdhī language, “How is this prasādī?” Lālubhāī said, “Bāpā! This prasādī is of Akṣardhām.” At that time Bāpāśrī looking at saints said, “Just look! How much faith he has! Even if he gets small quantity of Prasād, he will distribute it to all at home and would say this prasādī is of not this place- it is of Akṣardhām. Because of such divine feeling after it is eaten by Mahārāj and infinite muktas, that thing became divine. Many may be there in satsaṅg but unless they have understood the greatness of Mahārāj and great muktas, they would not know such thing. Just as these grapes are full of juice, similarly there is only juice in such divine feeling. For the one who has realised Mahārāj everything becomes divine. There is nothing like coming and going. ‘Rasrūp Mūrti re Śrī Hari kevaḷ karuṇākaṅd’ (Mūrti is full of bliss and Śrī Hari is only other name of mercy). After quoting this couplet, Bāpāśrī said it is time for kathā so let’s all go to the assembly. Saying so, Bāpāśrī came in the assembly after having darśan of Ṭhākorjī. Then looking at Swāmī Īśvarcharaṇadāsjī, Bāpāśrī said, “Swāmī! During this visit, you both Sadgurus have given much joy to the devotees of this place. Wherever you sit, one cannot get passage to come to you, whether it is day or night or you are on your seat or in the assembly, or when you go for having bath, you are always surrounded by devotees.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! This is all because of you. You are drawing all like magnet. All have become happy by your darśan. Devotees think that Bāpāśrī has come, showing his mercy so, take as much benefit of his darśan, sevā as possible. During this visit you have shown much pleasure so fresh talks of happiness of Mūrti, commands, upāsanā, determination, etc. take place. All are eager and fear that this time they may be left out, so devotees do not leave till late in the night. In the morning, also they come at 4-00 o’clock in the temple after performing pūjā. Thus, you are drawing all. Lālubhāī, Hīrābhāī, Sāṅwaldāsbhāī, Haribhāī, Mohanbhāī, Somchaṅdbhāī and young and old are all eager for your pleasure. They come early and apply sandalwood paste to all. They perform pūjā of saints with garlands and sandalwood paste and prostrate before them. They remain present in pārāyaṇa as well. They ask for giving rasoī (meals) in turn and pray for your visit to their houses. Thus they show pure divine feeling. You have this time also shown your mercy by throwing open almsgiving centre in the form of making devotees enjoyer of Mūrti this time.” Bāpāśrī said, “Swāmī! It is the saṅkalpa of Mahārāj that whosoever comes in our sight should not be left out. His Anādis also have the only same work. Let jīva think anything it likes.” In the meanwhile, kathā started. During kathā, there was reference about greatness. Bāpāśrī said, “This assembly is divine and miraculous. The sight of all is at Mahārāj and Mahāprabhujī’s sight is in front of assembly. Once this is realised there will be eagerness for darśan, sevā and meals. On that point, Rāmjībhāī was praised for his understanding of greatness. He fed saints and prostrated before them for long time. Such is his love. Bravo! Rāmjībhāī! He would put charaṇaraj (dust of feet) on his head repeatedly and prayingly would say to trees that they are very lucky because they daily have darśan of this assembly whereas he himself considers to be unlucky because he cannot always stay there. Thus, he would say. Such are talks of greatness. While talking thus the time was over and kathā came to end with the Jay ghosh of Sahajānaṅd Swāmī Mahārāj. || 46 ||