Gujarati / English

રાત્રે સભામાં વચનામૃત વંચાતું હતું. તેમાં ત્યાગીએ જડ-ચૈતન્યમાં લેવાવું નહિ એ પ્રસંગની વાત  માંહોમાંહી સંતો કરતા હતા.

ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “સંતો! સત્સંગમાં દેખાઈ રહેજો. જોગ કર્યો તે લેખે લગાડજો; પણ જડનાં લેખાં થાય તેમ ન દેખાવું. અમારાથી કોઈ જુદો પડે ત્યારે અમને એમ બળતરા થાય જે બાપડાનું બગડી જશે, એવી અમારી નજર છે. આવા જોગમાં હારી ન જવું. મોટાં ભાગ્યવાળાને આ જોગ મળે છે. અમે આ બોલીએ છીએ, ચાલીએ છીએ, તેનું અમારે કાંઈ નથી. પણ જેમ રાજાનો છોકરો મરી જાય તેને શોક થાય તેમ મહારાજની મૂર્તિથી નોખું પડી જવાય તો શોક થવો જોઈએ. આ લોકમાં ચાર દિવસ રહેવું તેમાં છેલ્લી એક ઘડી મૃત્યુ આડી રહી હોય, એટલામાં પણ આવા મોટાને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય.

“અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ અમને કહ્યું જે, ‘આપણે ઘેર ચાલો.’ ત્યારે અમે કહ્યું કે, ‘ઘર કયું?’ તો કહે, ‘મહારાજની મૂર્તિ.’ ત્યારે અમે કહ્યું જે, ‘ચાલો.’ એમ કહેતાંમાં તો મૂર્તિમાં જોડાઈ ગયા. બીજા તો જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિયે ન ઓળખે એવા હોય તે આ ખરું ઘર શું ઓળખે? આજ મૂર્તિમાં જોડાઈને બેઠા હોય ને કલેવરને ગમે તેમ થાય એવી સ્થિતિમાં સદાય રહેવું; સુખ આવે કે દુ:ખ આવે તોપણ કોઈનો અભાવ ન આવવા દેવો. સ્થિતિ જાણ્યા વિના અભાવ આવે.

“વીસની સાલમાં ધ. ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને અમે જોવા ગયા હતા. તે શહેરમાં વંતાક જોઈને અમે કહ્યું જે, ‘આ શું છે?’ ત્યારે વેપારીએ હસીને કહ્યું જે, ‘આ લોક ક્યાંથી આવ્યા છે?’ પણ એણે સ્થિતિ ન ઓળખી. ‘દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ?’

“આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, મૂર્તિમાં જોડાઈ જવાય એવું આ ક્ષેત્ર છે. તે અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાં જોડાય એવું સાક્ષાત્ પુરુષોત્તમનું અનુભવજ્ઞાન કહેવાય અને અક્ષરાદિકને ખોટા કરવા તે જ્ઞાન આવું ન કહેવાય. માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. ગૃહસ્થ પોતાનો ધર્મ સાચવે તો તે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો કહેવાય એને માથે એ ભાર રાખ્યો. જેમ મુક્તાનંદ સ્વામીનું નામ લઈને મહારાજે દૃષ્ટાંત દીધું જે એવા રહે કે ન રહે.

“આજ કળિ ખરેખરો આવ્યો છે તેમાં આપણે સતયુગ સ્થાપવો છે તેથી ખબડદાર રહેવું; કેમ કે હવે સિદ્ધિઓનું જોર વધ્યું છે. ‘આવો ભાઈ! આવો સ્વામી!’ એવાં માન મળે છે. આપણે તો સર્વે સાધનના ફળરૂપ શ્રીજી મહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું એ કરવાનું છે. જીવનું ગજુ કેટલું! થાંભલા જેવા અને વૃક્ષ જેવા પણ આપણે ન થઈએ ત્યારે શું કર્યું! મોટા મોટા સંત ખીજડા, રાયણ, લીમડા હેઠે બેસતા અને વાતો કરતા ત્યારે તે ઝાડ હસતાં. તે જડ પણ કામ કાઢી ગયાં અને મનુષ્યથી એટલુંય ન થાય. ઝાડ આખો કલ્પ તપ કરીને મરી જાય તોપણ આવું કામ થાય? રામજીભાઈ એ ઝાડનો મર્મ જાણતા, એમ કરવું અને અખંડ મૂર્તિમાં જોડાવું.”

પછી એક હરિભક્તને કહ્યું જે, “મોટા મોટાની સ્થિતિઓ જોઈએ તો તમારો શું ધડો લાગે? વખત ને જોગ સારો છે તે કરી લેવું. જાણ્યા વિના, જોયા વિના ઉપરથી પથરાનો ઘા ન કરવો. સ્થિતિ જાણી ન હોય, ગુણ જાણ્યા ન હોય ને અપમાન કરે એવું ન કરવું. ત્રણે અવસ્થામાં મૂર્તિમાં જોડાઈ રહેવું અને આ ક્રિયા કરું છું તેમાં મહારાજની શી મરજી છે તે તપાસ કરતા રહેવું. મોટા મોટા ત્યાગી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા આ સભામાં છે. તેમની સામર્થી મહારાજે રૂંધી રાખી છે. વખત ન વંજાવવો, ન વંજાવવો. આ વખત અને આવા નહિ મળે. એમને વિષે ભાવ એવો ને એવો રાખવો.

“મહારાજે તો કહ્યું છે જે, ‘આ ને આ તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી’ એવું સમજે તેના મુખ થકી વાત ન સાંભળવી. એવાં વચન સામી નજર રાખવી. આપણે ભેળા બેસીએ છીએ; કથા-વાર્તા કરીએ છીએ, તે સર્વે દિવ્ય છે એમ જાણવું. સ્મૃતિ રાખતાં રાખતાં વૃત્તિ લાલ થઈ જાય પછી એમ ને એમ વૃત્તિ તેજોમય દિવ્ય થાય એટલે તેજના ફુવારા ઝરર ઝરર દેખાય. તેમાં મૂર્તિ તેજોમય દેખાય ત્યારે પૂરું થયું જાણવું. આ ટાણું સારું છે, પણ જીવના ઠરાવ બધા બહારવૃત્તિના.”

ત્યારે સંતોએ કહ્યું જે, “અગમ-નિગમ દેખવું નથી, મૂર્તિનું સુખ દેખવું છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ જોવાનો અભ્યાસ રાખે તેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા વિષય ટૂંકા કરવા. મલિન સત્વગુણ આવી જાય તો મોટા કુરાજી થઈ જાય; કેમ કે એ વખતે મોટાની સેંજા ન રહે તેથી મહારાજ અને મોટાની કૃપા ન થાય.”

પછી એમ બોલ્યા જે, “ઈન્દ્રિયો જાગૃત-સ્વપ્નમાં નિયમમાં ન રહે, પાડા જેવી થઈ જાય અને ઉપવાસ ભૂસોભૂસ પાડે એવી છે; માટે તેને નિયમમાં રાખવી. આજ સંત સારા મળ્યા છે અને વખત પણ સારો મળ્યો છે. સત્સંગમાં ઝીણામાં ઝીણું થાવું.”

પછી દાદા ખાચર અને ઝીણાભાઈનાં દૃષ્ટાંત આપીને કહ્યું જે, “એણે કેવા મહારાજને રાજી કર્યા! એ હેતની વાત જુદી. હુતાસનીનો સમૈયો આવ્યો ત્યારે મહારાજ કહે, ‘આવો મળીએ.’ ત્યાં તો રત્નો ભક્ત મહારાજને મળ્યા અને ચરણમાં લોટી પડ્યા. તેનો નખ મોટો હતો તે મહારાજને લાગ્યો તે લોહી નીકળ્યું. તોપણ મહારાજ કહે કે, ‘રામબાઈના ભાઈ તે અમારા જ ભાઈ છે.’ એવી હેતની વાત છે. ધ્યાનની લટક કેવી શીખવી? તો હાલનાર, ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ; પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું, તેવી લટક શીખવી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “આજ સંત-હરિજન ઉપર મહારાજની અપાર દયા છે. અમારે ગૃહસ્થને કોઈ વખત લાખો રૂપિયાની સમૃદ્ધિ હોય અને કોઈ વખત કાંઈ ન હોય. બધા દિવસ સરખા હોય નહિ. તેમ મહારાજ કહે છે કે, ‘અમારે તો સત્સંગ બધો ઉજ્જડ થઈ જાય તોય કાંઈ નથી.’ આપણે ભગવાનના ભક્તને તો એક ભગવાન ખપે. એનો આનંદ અને એની ખુમારી જોઈએ. ખરેખરી અંતરદૃષ્ટિ થાય તો આંખોમાંથી ધારાઓ છૂટે ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહેવું તે મૂર્તિ સામું જોયું કહેવાય. આ જીવનું ગજું કેટલું જે મહારાજની ને મોટા મુક્તની મરજી જાણી શકે! માટે અખંડ સ્મૃતિ રાખવી.”

તે ઉપર વાત કરી જે, “આ ક્રિયા કરું છું, આ સેવા કરું છું, તેમાં શી મહારાજની મરજી છે, એમ સ્મૃતિ રાખવી. આપણને બધુંય મળ્યું છે, પણ ગ્રહણ કરતાં આવડે તો. ભેળા બેઠા હોઈએ, કથા-વાર્તા કરીએ, પણ ખબર ન પડે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંત સૌની સાથે બેસતા-ઊઠતા, પણ સ્મૃતિ રૂંધેલી તેથી તેમની મોટપ બીજાને ન જણાય. એમ મહારાજ સૌની સ્મૃતિ રૂંધી રાખે. મોટા અનાદિ તો બધુંય જાણે, પણ જણાવે નહિ; કારણ કે એમાં કેટલાયના સમાસ હોય.

“અધમ જેવા જીવ હોય તેનો પણ ઉદ્ધાર કરવો એ આપણો ધર્મ છે. સત્સંગમાં કોઈ આડો-અવળો વર્તે તોય તિરસ્કાર ન કરવો; કેમ જે આપણો અહિંસા ધર્મ છે. ઘણાય બિચારા કોઈ આમ બોલે ને કોઈ આમ ચાલે, પણ આપણે તો એમ જાણવું જે એ મહાપ્રભુજીના ગુનામાં ન આવે તો ઠીક. અમને પણ કોઈ કેમ જાણતા હશે અને કોઈ કેમ કહેતા હશે, પણ આપણે તેને કાંઈ કહેવું નહિ. આ લોક જ દુઃખનો ભરેલો છે. અધર્મી તો લાયું વરસાવે છે. એવા પાપીના સંગેથી લાયું વરસાય. તેવાને જો ઓળખે નહિ તો જીવનું ભૂંડું થઈ જાય.

“અધિકાર તો ચાર દહાડા રહે, એટલામાં પણ વિચાર ન રાખે તો જડ ને ચૈતન્ય માયા દુઃખ દે. એ બેય વસ્તુ તમે મેલી છે. બેમાંથી એકેયનો પ્રવેશ થાય તો નખ્ખોદ વાળે. હરામના સમ ખાઈને નીસર્યા છો. આ હું વઢતો નથી હો! પણ સૌને ખટકો રાખવો. જળમાં પડે તે કોરો રહે નહિ.

“ઈન્દ્રિયું બધી શીતળ થઈ અખંડ ભગવાનનું ચિંતવન કરે એવો જોગ આપણને મળ્યો છે. ધ્યાન કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં મૂર્તિથી બહાર નીકળાય નહિ, વૃત્તિઓ મૂર્તિમાં તણાઈ જાય. માટે એક પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ અને આનંદ આનંદ થઈ જાય. મહારાજ કહે, ‘મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે લોક-ભોગમાં ક્યાંય વૃત્તિ રહે નહિ.’ એક મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય એ સાધનમાં સર્વેને રહેવું. એ સાધન બહુ જબરું છે. મહારાજની મૂર્તિ તો મોટા ભાગ્યવાળાને મળે છે. તે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. એમની આજ્ઞામાં અખંડ જોડાઈ રહેવું એ જબરી વાત છે. એ માટે સૌએ હળીમળીને એક થઈ રહેવું.

“મહારાજ કહે છે કે, ‘ભગવાનને મળેલા સંત મળે ત્યારે કલ્યાણ થાય. તે કોઈ વખત જરાય પણ મૂર્તિથી જુદા ન પડે એ મળેલા કહેવાય. એવા આપણને મળ્યા છે તોય પણ સાધન ઉપર તાન થઈ જાય છે. રસનામાં વૃત્તિ તણાઈ જાય છે તે માર્ગ બંધ રાખવો; શ્રીજી મહારાજની મૂર્તિનો માર્ગ લેવો. મોટાની સ્થિતિ આપણે શું જાણીએ! મોટા તો મૂર્તિથી બહાર રહે જ નહિ. એમની દૃષ્ટિ જેના ઉપર પડે તે બધાયનું કલ્યાણ થાય. એવાના જોગમાં આવ્યા હોય તેને પણ અંતરમાં ખુમારી રહે. માટે મોટાનો ખપ કરવો; જ્યાં ત્યાં પડી ન રહેવું. મૂર્તિના ઘરાક થાશો તો જડશે; કિંમત કરીને નાસવા માંડશો તો થયું. તન જેવા અને પ્રાણ જેવા તે પણ મોટાને જોગે અભાવ લઈને ખસી જાય તેને શું કરીએ? માટે સર્વે સરત રાખજો.

“આપણે તો સહુનું સારું કરવું છે. જીવને રજોગુણ-તમોગુણના ભાવ વધતા જાય છે અને મોટાને તો મૂર્તિનો રસ હોય, મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે છે તે શીતળ, શાંત ને સુખરૂપ અને આનંદરૂપ એવા સંત મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે. માટે આપણે મૂર્તિના ઘરાક થાવું. સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષરધામ સુધી જાય તોય લૂખું ને લૂખું. દરેક કાર્ય કરતાં મહારાજની મૂર્તિથી નોખું પડવું નહિ. નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહિ. મૃત્યુ સામી નજર રાખવી.”  II ૪૮ II

At night, the Vachanāmṛt was being read in the assembly. In it, it is said that a renunciant should not be tempted by wealth and woman. On this topic, saints were discussing among themselves. Then Bāpāśrī showing his favour asked saints, “Remain in satsaṅg in such a way that you are recognised. Let your gain of association in satsaṅg get proper acknowledgement, but be careful that people do not view your gain from inanimate perspective. Whenever anyone gets detached from us, I feel very much because of the feeling that his salvation will get spoiled- such is my viewpoint. Do not get disheartened in such opportunity in spite of hurdles. Only very fortunate get such opportunity. Whatever I say, I say it for your good. Just as the king mourns the death of his son, similarly we should feel sorry when we are separated from Mūrti. The life is very short and even during this period if one gets attached at his last moment, he will get ultimate liberation. When our Brahmachārī Nirguṇānaṅdjī told me to go my home, I asked which was that home? He said, it is Mūrti. Then I said, “Let us go and in the meanwhile he got attached to Mūrti. On the other hand, some do not recognise even the jāgṛt, swapna and suśupti (awakening, dream and subconscious states) so how can they recognise the real home? After getting attached to Mūrti, one should not care for physical body and always remain in such state, one may get happiness or unhappiness but he should not have disliking for anyone. Unless we know the state of someone, we may doubt his bonafides. In Saṁvat year 1920, I went to meet Dharma Dhuraṅdhar Āchārya Śrī Ayodhyāprasādjī Mahārāj. In the city, I saw brinjal and asked the seller, what it was. The seller laughed at me and asked where I had come from; but he failed to know my spiritual state. ‘Dardīnī vāto dardīḍā jāṇe bedardīne śuṅ bhaṇie’ (the patient knows the suffering of the other patient but the healthy would not know). This is naimiśāraṇya kṣetra where it is easy to get attached to Mūrti. This is called experiential knowledge- when it is achieved one can get attached to Mūrti, such experiential knowledge is called the knowledge of Lord Puruṣottam himself. Making false Akṣar, etc. is not called such knowledge. Therefore, one should realise experiential knowledge and get engrossed in Mūrti. If the householder follows his dharma (duty), it is said that he has lived in house by obeying commands. He has been given that responsibility. On this point Mahārāj took the name of Muktānaṅd Swāmī and gave an example saying that such person lives or does not live, it does not make any difference to him. In this intense Kaḷiyug, we want to establish Satyug so we have to remain alert because nowadays siddhis are becoming powerful. People honour us with polite words, brother, please come! Swāmī please come! Our main duty is to look constantly at Mūrti, which is the fruit of all means. What is the capacity of jīva! We do not even become like pillar and a tree then what have we done?  Great saints used to sit under the trees of khījaḍā, rāyaṇa, neem and used to talk and the trees used to smile and gained something from talks. Even insensible things like trees took the advantage whereas we human beings could not do that much. Can trees get such benefit even if they do penance for billions of years?  Rāmjībhāī knew the secret of the trees –we should do like that and get constantly attached to Mūrti.” Then Bāpāśrī told a devotee, “If you look at the state of great muktas, think where you stand? The time and opportunity is good. So get it done. Do not throw a stone without knowing-looking. He has not known the state and virtues even though, he insults- do not do like this. Get attached to Mūrti in all the three states and while doing this activity see that what is the wish of Mahārāj. Great renunciants like Muktānaṅd Swāmī and Brahmānaṅd Swāmī are there in this assembly. Their power has been withheld by Mahārāj. Do not waste time. You will not get such time and such muktas. Keep the same feeling for these muktas. Mahārāj has said, “Unless this and this luminous form has not been seen by me, my ultimate liberation has not been achieved- if he has such understanding do not listen to him.” such words should be remembered thoroughly. We sit together, do kathā-vārtā, – know that this is all divine. When such memory becomes powerful, tendency becomes red (strong) then the tendency becomes luminous divine. So, jets of luminescence emit and will be seen and when Mūrti is seen luminescent, then know that one is fulfilled. This time is good but the resolution of jīva is extrovert. Saints  said we have to see nothing else- only we have to see happiness of Mūrti. Bāpāśrī said the one who constantly practices looking at Mūrti, should try to reduce objects of five senses (word, touch, beauty, taste, smell). If polluted Sattvaguṇa is achieved, muktas will be displeased because then reverence for muktas will be violated and favour of Mahārāj and muktas will not be had. Senses should be controlled otherwise they will become strong and will make us fast often. Today we have got good saints and good time. We should be thorough in rules and regulation of satsaṅg. Then the example of Dādā Khāchar and Zīṇābhāī was given- how Mahārāj was pleased by them! The talk of that love is unique. When there was samaiyā of hoḷī, Mahārāj said let us meet. There Ratnā Bhakta met Mahārāj and prostrated before Him. His nail was long and it injured Mahārāj and started bleeding. Even then, Mahārāj said since he is the brother of Rāmbāī, he is My brother as well- such is the talk of love. What kind of technique should be learnt for meditation? It should be like this- doer of movement and doer of activity is Mahārāj– he himself should take happiness by dwelling in Mūrti such technique should be learnt.”

          Then Bāpāśrī said, “Today Mahārāj has much mercy on saints and devotees. We householders sometimes have hundred thousand of rupees and sometimes we have nothing. All days cannot be equal. Mahārāj says that even if the whole satsaṅg becomes barren I have no objection. The devotee of God needs only God. We should have joy and needs self-exaltation. If one really becomes introvert, he should look at Mūrti till tears rolled down cheeks- it is said that Mūrti has been looked at. What is the capacity of jīva that it can know the wish of Mahārāj and great muktas! Therefore, keep constant memory. To elaborate the point Bāpāśrī said while doing any activity or sevā, one should be cautious to know what the wish of Mahārāj is in it. We have got everything provided we know how to grasp. May be sitting together doing kathā-vārtā but the real purpose is not grasped. Great saints like Muktānaṅd Swāmī and Brahmānaṅd Swāmī used to sit with all but their power was withheld, so their greatness was not known to others. Thus, Mahārāj withheld powers of all. Great Anādis know all these but do not disclose it because many cannot digest it. Our duty is to liberate even the meanest jīva. We should not despise anyone in satsaṅg even if he has behaved improperly because non-violence is our religion (dharma). Many may say whether they like and behave as they want but we should have the sympathy for them and pray for them that they do not become guilty of Mahāprabhujī. Even for me some may speak adversely. All know me other than what I am but we should remain silent. This world is full of misery. Irreligious person rains fire and in association with such sinful person fire is rained. If they are not recognised, the jīva will suffer. The authority will be for a short while and during this period, if one is not alert, wealth and woman will be cause of unhappiness. You have given up both these things. If one of it enters in us, it will be cause of suffering. You have taken vows of remaining aloof from both. I am not scolding you. But all should remain alert. If one dives in river, he will not remain dry. We have got such opportunity that all our senses have become cool and make them contemplate God. While meditating and doing rosary one cannot come out of Mūrti. To make our tendency draw towards Mūrti we should think only of Lord Puruṣottam and His Anādis so that nothing else will be liked and make us full of joy. Mahārāj says that illness should be so serious that the tendency does not remain in any object of this world. We all should do that means by which we all become happy in the happiness of Mūrti. That means is very powerful. Only very fortunate gets Mūrti. Keep constant tendency in that Mūrti. It is very big thing to join constantly in His commands. For that purpose, all should remain together amicably. Mahārāj says that when you meet the saint who has met God, you will get salvation. Those who are not separated at all from Mūrti are called having met God. Such saints we have got even then we have faith on means. We should keep that path closed from where our vṛtti may be drawn in taste. We should take the path of Mūrti. How can we know the state of muktas! Muktas never stay out of Mūrti. All those, on whom their sight fall will get salvation. Those who have come in contact with them will have self-exaltation. Therefore, always need the help of muktas. Never lie in any place. If you become a customer of Mūrti, you will get It; but after fixing the price of it and then run away, it will be useless. Muktas love those devotees as they love their body and their life even then such devotees find fault with them and run away from them– what can be done for such devotees? Therefore, all of you be alert. We have to do good of every one. Jīva is involved more and more in rajoguṇa and tamoguṇa attributes whereas muktas are concerned with only Mūrti. They are engrossed in Mūrti. Luminescence emits like jet from that Mūrti- saints who are cool, quiet, happy and joyful are happy in the happiness of Mūrti. Therefore, we should be the customer of Mūrti. We may do many means but that will take us up to Akṣardhām even then he is not fulfilled. While doing any activity never be separated from Mūrti. If you are separated, you will not get success in satsaṅg. Keep your eyes at death.” || 48 ||