Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરી વાત કરી જે, “‘મીન સ્નેહી નીર, ચંદ્ર સ્નેહી ચકોર’ એમ હેતે કરી ભગવાનમાં સર્વે ઈન્દ્રિયો તણાય ત્યારે ભગવાનના ભક્તમાં મોટા ગુણ આવે છે.”

એક હરિભક્તે નિરાવરણ દૃષ્ટિનું પૂછ્યું ત્યારે કહ્યું જે, “ભગવાનની મૂર્તિ વિના બીજું જે કાંઈ માયિક પદાર્થ તથા દેશાંતર આદિક દેખાય અને ભીંત ને પાણી સોંસરું ચાલ્યા જવું એવી નિરાવરણ દૃષ્ટિમાં નવાણું ટકાનું જોખમ છે; કેમ કે આગળ રવાજી તથા જેસાજીને વિઘ્ન આવ્યાં. મોટા તો કેને નિરાવરણ દૃષ્ટિ કહે છે? તો એક ભગવાન તથા મુક્ત વિના માયિક પદાર્થની વિસ્મૃતિ તેને ઉપશમ અવસ્થા તથા નિરાવણ દૃષ્ટિ ખરેખરી કહે છે.

“આજ તો સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે તેથી એમના જોગે સર્વે વાત સિદ્ધ થઈ જાય છે, પણ કેટલાકને વળગાડ નડે છે. તે વળગાડ અધિકારના, માનમોટપના, વિદ્યાના, ડહાપણના, એવા કંઈક જાતના છે. તે રાખશો તો આવા લાભમાં રહી જશો. આવા નૈમિષારણ્યમાં અને આવી દિવ્ય સભામાં મોક્ષનું દાન માંગવું. એ દાનનો વિધિ આવડે નહિ તો આ લોકમાં જ્યાં ત્યાં રખડે. ગઢડામાં સ્વામી હરિસ્વરૂપદાસજી કહેતા કે, ‘અમારા હાથ જુઓ.’ સ્વામિનારાયણને ઘેર અંધારું નથી. માટે સૌ નિયમ-ધર્મમાં ખબડદાર રહેજો ને મહારાજને રાજી કરજો.”

એમ કહીને પછી બોલ્યા જે, “ભગવાનના ખરેખરા ભક્ત તો એક ભગવાનને જ દેખે. તેને ખાવું, પીવું, સૂવું, બેસવું તેની પણ ખબર રહે નહિ. બહારવૃત્તિએ એવા ન ઓળખાય.”

તે ઉપર વાત કરી જે, “ગઢપુરમાં એક સમયને વિષે સભામાં શ્રીજી મહારાજે એમ કહ્યું જે, ‘એક સાધુ તો સૂઈ જ રહે છે.’ એ સાંભળી સર્વે સાધુએ પોતાનાં અને બીજાનાં આસને તપાસ કરી જે કોણ સૂઈ રહેતું હશે? પણ કોઈ જોવામાં આવ્યું નહિ તેથી સર્વેને આશ્ચર્ય જણાણું. પછી મહારાજે હરિસ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે, ‘તમે શું ક્રિયા કરો છો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘પાંચ વખત કથા-વાર્તા કરું છું, ઘેલે તથા નારાયણ ઘાટે નાહવા જાઉં છું, ભંડારે ખાવા જાઉં છું એમ સર્વે ક્રિયા કરું છું, પણ મને સાત દિવસ થયા કાંઈ આ લોકની તથા ક્રિયાની સ્મૃતિ રહેતી નથી. જો રહેતી હોય તો પરમહંસના સમ છે.’ તે સાંભળીને સર્વે સભાને મહારાજે કહ્યું જે, ‘જુઓ! આ સૂઈ રહ્યા કહેવાય.’ એમ ભગવાનના ભક્ત ત્રણે અવસ્થામાં ભગવાનને દેખે છે, તેને ઊંઘી રહ્યા ન જાણવા; તે તો ભગવાનના સ્વરૂપમાં સદાય રહ્યા છે. એવી રીતે જે ભક્ત ભગવાનને વિષે જોડાણો છે તેના દેહની તથા વ્યવહારની સર્વે ખબર ભગવાનને રાખવી પડે છે.”

તે ઉપર ઝીણાભાઈની વાત કરી જે, “ઝીણાભાઈ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા જતા હતા તે દેહની સ્મૃતિ રહી નહિ. એમ ચાલતાં ચાલતાં જ્યારે કૂવાને કાંઠે આવ્યા ને જાણે હમણાં કૂવામાં પડશે, તે સમે મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યાં કમકમાટી આવી ને તરત ઝીણાભાઈને કૂવાને કાંઠેથી બાવડું ઝાલીને તાણી લીધા. તે સમે કોઈ હરિજને પૂછ્યું જે, ‘હે મહારાજ! તમે કમકમાટી કેમ ખાધી?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘ઝીણાભાઈ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા આવતા હતા તે જો અમે તેને બાવડે ઝાલીને તાણી લીધા ન હોત તો તે કૂવામાં પડી જાત. એવું જોઈને કમકમાટી આવી.’

“તેમ ભગવાનના ભક્ત ભગવાનને વિષે એકાગ્ર વૃત્તિએ કરીને દેહની ક્રિયા તથા વ્યવહારની ક્રિયા ભૂલી જાય ત્યારે ભગવાનને તેની ખબર રાખવી પડે છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોય તેવા ભક્તને ખવરાવવું, પીવરાવવું વગેરેની જે ભક્ત ખબર રાખે છે તેના ઉપર મહારાજની બહુ પ્રસન્નતા થાય છે. કોઈ સાધન એને કરવું બાકી રહેતું નથી, એવું ફળ મોટાની સેવાનું છે.”  II ૫૨ II

Bāpāśrī, showing his favour, talked. ‘Mīn snehī nīr, chaṅdra snehī chakor’ (a fish is affectionate of water and a chakor is affectionate of the Moon). Thus if all senses are drawn towards God with love, a devotee of God gains virtues. A devotee asked about sight without any obstacle (nirāvaraṇa). Then Bāpāśrī said, “There is ninety percent risk in the sight without obstacle because in that sight he will see māyik objects and other regions and he can also see beyond the wall and even in water, he will see object of senses but this all will be seen excepting God’s Mūrti.  Formerly Ravājī and Jesājī who had sight without obstacle faced hurdles. What is sight without obstacle in view of muktas? In their opinion, real sight without obstacle and state of tranquillity (upśam) is that in which there is loss of memory of māyik objects excepting God and muktas. Today Lord Swāmīnārāyaṇa and His muktas have become very favourable, in their association everything will be realised. But some are in the grip of ghosts viz. ghosts of authority, pride, education, wisdom, etc. if you are in that grip you will be deprived of such benefit. One should ask for donation of salvation in such divine assembly and in such place like naimiśāraṇya. If the ritual of that donation is not known, he will wander in this world. In Gaḍhaḍā Swāmī Hariswarupdāsjī was telling to study his palm. There is no darkness in the house of Lord Swāmīnārāyaṇa. Therefore, all of you be vigilant and please Mahārāj. Then Bāpāśrī said, “The real devotee of God sees only God. He will have no knowledge of any other activity like eating, drinking, sleeping, sitting. Such devotee cannot be known from his outward tendency. To elaborate this point Bāpāśrī said in Gaḍhpur Śrījī Mahārāj once said in the assembly that a particular saint used to sleep all the while. On hearing this, all saints tried to find out from their own sitting place and others’ sitting place that who was sleeping all the while, but nobody could be seen so all were surprised. Then Mahārāj asked Hariswarupānaṅd Swāmī what activity he was doing. Then he said that he was doing kathā-vārtā five times, going to bathe on the banks of the river Ghelo and Nārāyaṇa Ghāṭ, going to eat in the dining hall; thus I do all activities but for the last seven days, I have lost the memory of this world and activities. If the memory is there, I swear in the name of paramhaṅsas. On hearing, this Mahārāj told whole assembly that such saint is called sleeping all the while. In this way, the devotee of God who sees God in all the three states. Do not think that he is sleeping; he is always there in the form of Mahārāj. God has to look after all activities like his body and his worldly affairs of such devotee who has got attached to God. On this talk, Bāpāśrī gave an example of Zīṇābhāī, Zīṇābhāī was going somewhere with his tendency (vṛtti) in Mūrti lost the memory of his body. When he came near the corner of the well, he was about to fall in it. At that time, Mahārāj was in Gaḍhpur. There He trembled and caught hold of Zīṇābhāī’s arm and drew him away from the corner of the well. A devotee asked, “Oh Mahārāj! Why did you tremble?” Mahārāj said, “Zīṇābhāī was coming with his tendency (vṛtti) in my Mūrti. If I had not drawn him away from the corner of the well, he would have fallen in it. On seeing this, I trembled. Thus, when God’s devotee forgets activity of his body and worldly affairs because of his tendency (vṛtti)  concentrated on God, God has to be vigilant for him. Mahārāj will very much be pleased with the devotee who takes care of all necessities like his eating, drinking, etc. of that devotee whose vṛtti is in God’s form. He is liberated from doing any means to achieve his goal. Such is the fruit of muktas’ sevā. || 52 ||