Gujarati / English

સવારે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે, તે કલ્પે કલ્પ વીતી જાય તોપણ નવીન નવીન સુખ આવે જ જાય છે. મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્તનાં દર્શન થાય છે એ જ મૂર્તિનું અપારપણું છે. અપારપણું એટલે સમુદ્રમાં માછલું ફર્યા કરે, પણ છેડો ન આવે; વાદળાં જમીનને અડ્યાં હોય એમ લાગે, પણ છેડો નથી; એવી રીતે મૂર્તિ નાની જણાય છે, પણ અપારપણું ઘણું છે. જેમ આકાશમાંથી વાદળાંના કોટ ઊતરે છે, પણ તે કળાય નહિ; તેમ એ મૂર્તિમાં રહેલા મુક્ત પણ ગતિમાં અકળિત છે, ચૈતન્ય મૂર્તિ છે ને પુરુષોત્તમરૂપ છે. ચૈતન્યરૂપ છે ભૂમિ રે, મુક્તવૃંદ તેમાં રહ્યા.’

“એવી રીતે આ ભૂમિ પણ ચૈતન્ય છે અને જેવી અક્ષરધામમાં સભા છે તેવી આ સભા છે; કેમ જે આ સભામાં મોટા અનાદિમુક્ત બેઠા છે. જો એવા મોટા અનાદિ ન હોય તો આ સભા ગણાય નહિ. એવા મોટા મુક્તના જોગે કરોડો સુખિયા થઈ ગયા. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે શ્રીજી મહારાજ તથા મોટા અનાદિને લઈને છે.

“એવા મોટા અનાદિના શબ્દ જીવમાં ઉતારે તો ભાગવતી તનુ થાય છે તેથી આ બધું દિવ્ય દેખાય છે, પણ એવું અનુસંધાન અખંડ રહેતું નથી. કોકડા તૂટે ને સંધાય એમ જેને રહેતું હોય તેને તેલધારા કહેવાય નહિ ને એટલો દિવ્ય ભાવ પણ નહિ, તે છાનું નાસ્તિકપણું ગણાય. એનો ખટકો રાખે તો મોટા મુક્ત દયા કરીને મહારાજની સન્મુખ કરી દે એટલે પૂરું થઈ જાય. જે દીન-આધીન થઈને હાથ જોડે તેમાં રાજીપો આવે છે. જેમ નાનાં છોકરાં હાથ જોડે છે તેથી રાજીપો આવે છે તેમ. જ્યાં સુધી સત્સંગ સમજાય નહિ ત્યાં સુધી અવળા સ્વભાવ ટળતા નથી.”

તે ઉપર વાત કરી જે, “લક્ષ્મીબાઈની ઓરમાન મા પૂતળીબાઈ મૂર્તિને ઠેબું મારીને કહેતી કે, ‘તારા ઠાકોરજી કેવા દોડે છે?’ તે જોઈને લક્ષ્મીબાઈ બહુ રોતાં. પછી પૂતળીબાઈએ જ્યારે દેહ મૂક્યો ત્યારે એ પાપે જમપુરીમાં જઈ નર્કના કૂંડમાં ડબકાં ખાતી હતી. પછી મહારાજે કહ્યું જે, ‘તારી મા નર્કમાં પડી છે તે દેખાડું?’ પછી તેણે હા કહી તેથી દેખાડી. પછી લક્ષ્મીબાઈએ મહારાજ પાસે પ્રાર્થના કરીને તેનું કલ્યાણ કરાવ્યું. એમ મોટા મુક્ત જીવને ઉદ્ધારે છે, વાંક ગુના જોતા નથી.

“આ સત્સંગ તો કલ્પતરુ છે એમ જાણ્યા વિના સત્સંગી અથવા સાધુને વેષધારી સમજી બેસીએ તો કાંઈ ફળ ન મળે. આ સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે, આ સભા અક્ષરધામની છે. માટે પક્ષાપક્ષીથી અવળું ન સમજતાં સર્વે દિવ્ય છે એમ જાણવું. મહારાજે સમ ખાધા છે કે, ‘બધાય મુક્ત છે, તેજોમય છે, તેમ હું સર્વેને દેખું છું.’ કોઈ કહેશે કે, ‘અમારું ગામ ભિખારી છે’, ત્યારે જાણવું જે એનો ભાવ એવો છે; કેમ કે નગરશેઠ તથા શાહુકાર પણ ગામમાં હોય, પણ પોતાના ભાવ ભિખારી તેથી એમ ભાસે છે. મહારાજ દિવ્ય છે, સત્સંગી દિવ્ય છે, એમ આ સત્સંગ તુલ્ય કોઈ નથી.

“રાજાના કુંવરને કોઈ એમ નહિ કહે કે આ રાજા નથી; તેમ સંતને જમાડ્યા, ધોતિયાં ઓઢાડ્યાં, સત્સંગીને રાજી કર્યા, તેનું ફળ મહારાજની પ્રસન્નતારૂપ થયું એમ જાણવું. જેમ અગ્નિમાં સરપટાં નાખીએ તો અગ્નિરૂપ થઈ જાય તેમ મહારાજ તથા મોટા મુક્તમાં આત્મબુદ્ધિ થાય તો કામ થઈ જાય.

“આપણે દિવ્ય ભાવ જોવો. લીલા બધી અલૌકિક છે એમ જાણે તો અતિ લાભ થાય, નહિ તો પોતાને નુકસાન છે. કોઈના દેહ-સ્વભાવ જોવા નહિ; નહિ તો ઠીક ન પડે. સત્સંગમાં પહેલું પોતાનું તપાસવું. પ્રસંગે કહેવું-કથવું પડે, પણ દિવ્ય ભાવમાં રહીને કહેવું તો પોતે સુખિયા અને બીજા પણ સુખિયા રહે. બીજાને શિખામણ દેતાં પોતામાં રજ, તમ આદિક ગુણ લાવે તો પોતાનું બગાડે. કદાપિ કહેવું પડે તો શુદ્ધ સત્વગુણમાં રહીને કહેવું. શુદ્ધ સત્વગુણ દિવ્ય છે. અને મલિન સત્વગુણ માયિક છે. જેમ કાળા નાગની ફેણ ચંદનને વીંટાવાથી વિખ જતું રહે છે તેમ મહારાજને વિષે દિવ્ય ભાવે જોડાવાથી દિવ્ય થઈ જવાય છે.

“આપણે કેના રાજ્યમાં છીએ? તો અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં છીએ. વડોદરાના રાજ્યમાં વાઘરણ જઈ બેસે તો તેને કેટલો કેફ વર્તે? તેમ આપણને પુરુષોત્તમ નારાયણ જેવા પતિ એટલે અવિનાશી વર મળ્યા એમ જાણી આનંદના સમુદ્રમાં ઝીલવું. આ વખત બહુ સારો છે, આ દિવ્ય મૂર્તિનાં દર્શને આનંદ, સ્પર્શે આનંદ, સેવાએ આનંદ, પ્રસન્નતાએ આનંદ, વાયુ ઉપર થઈને આવે તોપણ આનંદ; એમ મહારાજના સર્વે સંબંધે આનંદ આનંદ અને આનંદ!”

પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, “મોટા મુક્ત મહારાજ વિના એક ક્ષણ માત્ર જુદા રહેતા નથી.”

તે ઉપર વાત કરી જે, “એક વખત મુક્તાનંદ સ્વામી પાસે સંત-હરિભક્ત ફરતા બેઠા હતા. ત્યારે સ્વામી વાતચીત કરતા નહોતા, કેમ કે અવસ્થાને લીધે બહુ બોલાતું નહિ. એવામાં દેવાનંદ સ્વામી પાસે થઈને નીકળ્યા. તેમને એમ સંકલ્પ થયો જે, ‘સ્વામી તો પોઢી રહ્યા છે અને કાંઈ વાતચીત તો કરતા નથી, તોપણ હરિભક્તો શા સારુ બેસી રહ્યા હશે?’ તે સમે દેવાનંદ સ્વામીને એમ જણાણું જે એક કોરે અક્ષરધામના મુક્તની સભા ભરાઈને બેઠી છે અને એક કોરે ભરતખંડમાં રહ્યા જે મુક્ત તેની સભા ભરાઈને બેઠી છે. એવું મહારાજની ઈચ્છાથી જણાણું તેથી દેવાનંદ સ્વામીને એમ થયું જે, ‘અહોહોહો! આવા મોટા અનાદિ બેઠા હોય ત્યાં મહારાજ તથા અનંત મુક્ત બિરાજે છે.’ ભગવાન વિના આવા મુક્ત ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. માટે મોટા વાત કરે અગર ન કરે તોપણ તેની છાયામાં અપાર સુખ રહ્યું છે. તે મોટા કેવા છે? તો મહા અનાદિમુક્ત છે, મહારાજના મહિમારૂપી જે રસ તેનું પાન કરાવે છે ને કારણ સ્વરૂપની દૃઢતા કરાવે છે ને મૂર્તિના સુખનું અપારપણું સમજાવે છે. જીવ જેમ જેમ સમાગમ-સેવા કરતો જાય, મોટા અનાદિને વિષે દિવ્ય ભાવ લાવતો જાય, તેમ તેમ પાત્ર પણ થતો જાય. મોટા તો પુરુષોત્તમ ભગવાનના લાડીલા મુક્ત છે.”

એમ વાત કરીને સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ દીધો.     II ૫૩ II

In the morning assembly, when kathā came to end, Bāpāśrī talked, “We get divine happiness from Mūrti. That happiness goes on coming in new form even after thousands of years. Mahārāj and Anādi muktas are united with each other. We get darśan of infinite muktas from Mūrti. This indicates the immense magnitude of Mūrti. Here infinite means the fish goes on swimming in the sea but cannot reach the end of it, clouds seem to have touched the earth but it has no end, similarly, Mūrti appears small but it is infinite. As the movement of clouds in the sky are unpredictable, similarly the movement of muktas dwelling in Mūrti are also unpredictable. The muktas are divine and the form of Puruṣottam. ‘Chaitanya rūp chhe bhūmi re, Muktavṛnda temā rahyā’ (the soul is the form of Mūrti and group of muktas dwell in it). Thus the place is also chaitanya and this assembly is also like that of Akṣardhām because great Anādi muktas are sitting in this assembly. If such great Anādis are not there, it cannot be considered to be this assembly. Innumerable devotees became happy by getting attached to such great muktas. There are millions of people in this satsaṅg. They are there because of Śrījī Mahārāj and great Anādis.”

           If the preaching of such great Anādis goes deep in heart, he will get divine body and so everything will appear divine to him, but this sort of constant memory does not remain. The one whose mental state is like a thread attached with spinning instrument which breaks and again joins is not called a thin current of falling oil and more over so much divine feeling is also not there. It is considered to be secret atheism. If one is wary, great muktas will keep him in front of Mahārāj by their mercy so he will be fulfilled. The one who prays with folded hands by becoming humble will get Mahārāj’s pleasure. Just as little children pray with folded hands and we are pleased. Unless satsaṅg is understood, crooked nature is not avoided. To elaborate this point, example of Lakṣmībāī was given. Putḷībāī the stepmother of Lakṣmībāī would kick Mūrti and say see how your Ṭhākorjī runs. Seeing this Lakṣmībāī would cry much. When Putḷībāī left her body, she was dipping in reservoir of hell in yampurī because of her sin. Then Mahārāj told Lakṣmībāī would you like to see your mother who is in hell? Then she said yes. So she was shown.  Then Lakṣmībāī prayed to Mahārāj and got her mother liberated. Thus, great muktas liberate jīva. They do not take into account their guilt. This satsaṅg is like kalpataru. Unless it is understood like this and we think satsaṅgī or saint as disguised, we will not get any fruit. These all Mūrtis are of Brahma. This assembly is of Akṣardhām. Therefore, we should know that everything is divine without any controversy. Mahārāj sworn that all are muktas, luminous and I see them as such. Someone may say that his village is beggar village then he should understand that his feeling is like that because there may be the most wealthy person of that town and rich people also- since feeling is that of a beggar, it seems to him like that. Mahārāj is divine, satsaṅgīs are divine, and thus there is nothing which can be compared to satsaṅg. Nobody will say that the prince of a king is not the king. Similarly, feeding saints, offering dhotis, pleasing satsaṅgīs, means the pleasure of Mahārāj as its fruit. Just as if we put wood in fire it will become the form of fire. Similarly, if we have ātmabuddhi (surrendering self) in Mahārāj and great muktas, the goal will be achieved. We should see with eyes of divine feeling, all līlā is supernatural. If one knows it like that he will be benefited much, otherwise he is at a loss. One should not see anyone’s physical nature otherwise, it will be harmful. In satsaṅg, one should examine his own self. On some occasion, one has to be cautioned with harsh word but it should be said with divine feeling. So that the teller himself is happy and others are happy. While advising someone if one himself gets attributes of rajoguṇa, tamoguṇa, etc. he will spoil his own self. In case if one has to say something he must say remaining in pure sattvaguṇa. Pure sattvaguṇa is divine and polluted sattvaguṇa is māyik. If hood of a cobra is encompassed to a sandalwood tree, the poison in the hood will disappear. Similarly, by getting attached to Mahārāj with divine feeling one will become divine. In whose kingdom are we? We are in the kingdom of Puruṣottam Nārāyaṇa who is the head of Akṣardhām. If a vāgharaṇa (a lady from low community) sits in the palace of the king of Vaḍodarā, how much intoxication she will have! Similarly, we have got master like Puruṣottam Nārāyaṇa means immortal master. Knowing thus, we should feel that we are in the sea of joy. This time is very good. There is joy by darśan of this divine Mūrti, joy by touching, joy by its sevā, joy by its pleasure, joy even if wind comes by touching Him to us, thus there is joy and joy (bliss) and only joy in all relationship of Mahārāj.

          Then Bāpāśrī said that great muktas never live apart from Mahārāj even for a moment. To elaborate the point Bāpāśrī said, “Once saint and devotees were sitting by Muktānaṅd Swāmī, at that time Swāmī was not talking because of his age he could not speak much. In the meanwhile Devānaṅd Swāmī passed by him. He had a saṅkalpa that Swāmī is sleeping and he is not talking anything, even though why are the devotees sitting? While he was thinking such, he felt that on one side, there is an assembly of muktas of Akṣardhām and on one side, muktas dwelling in Bharatkhaṇḍa were holding an assembly. This he felt because of Mahārāj’s wish. So, Devānaṅd Swāmī was surprised oh! And realised that Mahārāj and infinite muktas sit wherever such great Anādi sit. Such muktas never live apart even for a moment from God. Therefore, whether, muktas talk or not but to sit under their shelter there is limitless happiness. How this muktas are- they are great Anādi muktas. They make us drink the juice in the form of Mahārāj’s greatness and make us firm regarding causal form and explain abundance of Mūrti’s happiness. While jīva goes on doing service-association, brings divine feeling for great Anādi, by and by he becomes worthy. Muktas are Lord Puruṣottam’s beloved ones.” Thus ending the talk Bāpāśrī blessed all with keeping them in Mūrti. || 53 ||